"ઓ
માડી, એમ.આઈ.એલ(મધર ઇન લો), ગુરુમૈયા કીથ્થે હો? આટલા દિવસથી દર્શન નથી દીધા ક્યાં
છો, કયા લોક માં છો? ઓલ ઈઝ વેલ ને?”-તમે હજુતો મેલ્સ ચેક કરવા લોગ-ઇન કર્યું અને
હર્ષ – ચેટ વિન્ડોમાં સહર્ષ પ્રગટ થયો.
“અરે,
થોડી મેસ્ડઅપ છું થોડા દિવસોથી. ઓલ ઈઝ વેરી વેલ. નથીંગ ટુ વરી!”- તમે ઉતાવળે વાત
ટાળવા નાનો જવાબ આપો છો.
“હોય
કઈ? તમને એક વિકથી ઓનલાઈન નથી જોયા, ના તો ફેસબુક પર તમારી કોઈ પોસ્ટ દેખાઈ છે-
કુછ તો ગડબડ હે!”-તમે હર્ષનો મેસેજ વાંચી હસી પડ્યા. આજકાલ ઓન લાઈન થવું જાણે
શ્વાસ લેવા જેટલું જરૂરી છે, એવામાં કામના શીડ્યુલમાં એકદમ બીઝી તમે એક વીકથી
ઓનલાઈન નથી થયા એટલે મિત્રોને ચિંતા થવી સ્વાભાવિક છે!
“અરે
કઈ પ્રોબ્લેમ નથી, હા થોડી ચિંતા છે, વિદ્યાર્થીઓને લઈને ત્રણ દિવસ માટે એક કલ્ચરલ
પ્રોગ્રામમાં જવાનું છે. પણ જે સિટીમાં જવાનું છે એ મારા માટે એકદમ નવી છે, હું
ત્યાં કોઈને ઓળખતી નથી. પચાસ છોકરા-છોકરીઓની ટીમને લઈને નવી જગ્યાએ જવાનું, એમના
રહેવા, ખાવા-પીવાની વ્યવસ્થા કરવાની- ખબર નથી પડતી શું કરું. મારા બધા રીલેટીવ્સને
કોન્ટેક્ટ કર્યો, કઈ ગોઠવણ ના થઇ. વિદ્યાર્થીઓ અને બીજા સ્ટાફવાળા પણ મથી રહ્યા
છે, પણ કઈ વ્યવસ્થા થઇ નથી અને કાલે તો નીકળવાનું છે.”-તમે તમારી ચિંતા શબ્દોમાં ઠાલવી દીધી.
“તમે
બધા રીલેટીવઝને ક્યાં કોન્ટેક્ટ કર્યો, મને તો કોલવાનું(ફોન કરવાનું) ભૂલી જ ગયા
ને? કોઈ નઈ રે, થઇ જશે! હમ હે તો ક્યાં ગમ હે! કઈ સીટીમાં જવાનું છે
એમ.આઈ.એલ.(મધર-ઇન-લો)?”-હર્ષ કેટલાય કિલોમીટર દુર હોવા છતાં એકદમ આત્મીયતાથી પૂછી
રહ્યો.
“સુરેન્દ્રનગર
જવાનું છે.”- તમે ફરી ટૂંકાણમાં જવાબ આપ્યો. કઈ થવાનું નથી એમ વિચારીને જ તો!
“અરે
અમારી બાજુ આવવાના? તો ફિકર નોટ! એક કામ કરો હમણાજ આપણા હીરોને કોલ કરી દો, અને
પછી પ્રોબ્લેમ સોલ્વ! હીરોની બહુ ઓળખાણ છે ત્યાં!”-હર્ષના જવાબથી તમને એક આશાની
નાની કિરણ દેખાઈ. હર્ષ જેની વાત કરી રહ્યો છે એ હીરો એટલે તમારો એક બીજો વર્ચ્યુઅલ
મિત્ર-સ્નેહી હિરવ- જેને તમેં જમાઈસા કઈ અદબથી બોલાવો છો કેમકે એ છે તમારી
વર્ચ્યુઅલ નાની બહેન ક્રિશ્નાનો મંગેતર.
તમે
તરત ફોનબુકમાં સર્ચ કર્યું “ક્રિશ્ના હિરવ” અને કોલ કર્યો.
“હેલો,
આઈ હોપ હું તમને કામના સમયે કોલ કરીને પરેશાન નથી કરી રહી!”-તમે ફોર્માલીટી સાથે
વાત શરુ કરી.
“અરે
અહો ભાગ્ય અમારા કે તમારો સાક્ષાત ફોન આવ્યો. પાટલા-સાસુ હુકુમ કરો, શું કામ
હતું?”- સામે છેડેથી એકદમ હુંફાળો અને રમતિયાળ અવાજ સંભળાયો અને તમારી રહી સહી
ચિંતા પણ જાણે ખતમ થઇ ગઈ.
તમે
ટૂંકાણમાં તમને જોઈતી વ્યવસ્થાનું વર્ણન અને તમને નડી રહેલી મુશ્કેલીનો ચિતાર
આપ્યો.
“થઇ
જશે, ડોન્ટ વરી. તમ તમારે પેકિંગ કરો.”-હિરવે એકદમ હસતા હસતા તમારો મસ-મોટ્ટો
પ્રોબ્લેમ સોલ્વ કરી દિધો.
“પણ,
મારે બજેટમાં, આઈ મીન... અને ક્યાં, કેવી રીતે, કેમ કરીને થશે બધું? મારે
વિદ્યાર્થીઓના વાલીઓને જણાવવું પડશે..” – તમે સંકોચ સાથે આગળ માહિતી માંગી.
“અરે
બધું થઇ જશે. હમણાં એક કલાકમાં તમને બધા જવાબ આપી દઉં. નિરાંતે ચા પીવો અને બીજા
કામ પતાવો. મેં કીધું કે કામ પતી ગયું એટલે પતી ગયું! હવે આ મારી ચિંતા!”-એક
સ્નેહી કરતા વિશેષ વ્હાલ અને આત્મીયતા પૂર્વક હિરવે તમારા મોટ્ટા કામને એકઝાટકે
ઉપાડી લીધું. અને સાચે જ હિરવે ખુબ જ સારી રીતે બધીજ વ્યવસ્થા ગોઠવી આપી, અને નવી
સિટીમાં તમને કે તમારા વિદ્યાર્થીઓને કઈ પણ મુસીબત ના નડે એ માટે પોતાના બે-ત્રણ
મિત્રોને હાકલ પણ કરી દીધી.
એક
કલાક પહેલા ટેન્શનમાં તરબોળ તમે હવે નિશ્ચિંત થયા. તમે વિચારી રહ્યા કેટલા અનુઠા
છે આ સો કોલ્ડ વર્ચ્યુઅલ છતાં રીયલ કરતા રીયલ એવા સંબંધો. તમે વિચારી રહ્યા છો કે
આજના સમયમાં જયારે ઈન્ટરનેટ અને સોશિયલ નેટવર્કિંગ અગણિત બદીઓ ફેલાવી રહ્યું છે
ત્યારે તમે આશીર્વાદ સમી આ સુવિધાઓ દ્વારા કેટલા આત્મીય સંબંધો પામ્યા છો- ભલે
વર્ચુઅલ! હર્ષ , ક્રિશ્ના કે હિરવ અને બીજા ઘણા બધા વર્ચ્યુઅલ સ્નેહીઓ – જેમને તમે
ક્યારેય મળ્યા નથી, ના તો એમની સાથે કોઈ
સીધી સામાજિક ઓળખાણ છે. આ સંબંધોની શરૂઆત ભલે ઓરકુટના માધ્યમ દ્વારા કોઈ એક
કમ્યુનીટીમાં થઇ હોય, આજે ઓરકુટથી ફેસબુક સુધી ભલે જમાનો બદલાયો છે પણ આ વર્ચુઅલ
સંબંધો ઘેર અને મજબુત બન્યા છે.
તમે
પોતાની જાતને પૂછો છો- “શું ઈન્ટરનેટ માત્ર બદીઓ જ ફેલાવે છે? શું વર્ચુઅલ્લિ બનતા
સંબંધો માત્ર લસ્ટ કે મિસયુઝ માટે જ સર્જાય છે?”
અને
જવાબ તમે જાતેજ જીવ્યા છો- “ના. સકારાત્મક અને નકારાત્મક બંને બાજુઓ ધરાવતા
ઈન્ટરનેટ અને વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી તમે કઈ પસંદ કરો છો એ અનુસાર ફાયદા કે
ગેરફાયદા જોડાયેલા છે!”
***
દોસ્તી
, મિત્રતા , સંબંધો ને હવે એક નવી કેટેગરી મળી છે –વર્ચુઅલ!
વર્ચુઅલ
દુનિયામાં પાંગરેલા વર્ચુઅલ સંબંધોની ખટ-મીઠી દાસ્તાન સૌ જાણે છે ... અહી દરેક
સંબંધ બની શકે છે,
તે ભલે ભાઈ હોય
કે બહેન, અંકલ હોય કે આંટી કે પછી મિત્ર
કે પ્રેમી ... સંબંધ ભલે વર્ચુઅલ હોય, સાથે
જોડાયેલી લાગણી રીઅલ હોઈ જ શકે છે!
"Hi", "Hello","Want to chat?", "Lets see!", "ASL please..."
ઉપરના
સંવાદો કદાચ એક દાયકા પહેલા ઈન્ટરનેટનો વપરાશ કરનાર દરેકે ક્યારેક અનુભવ્યા હશે જ!
યાહુ, એમએસએન, રેડીફ કે એઓએલના ચેટ રૂમમાં અજાણ્યા
મિત્ર બનાવતા!
પણ
દાયકા પહેલાના એ અજાણ્યે બનેલા મિત્રો માત્ર "ટાઇમ-પાસ" કે
"લસ્ટ-પાસ" હેતુસર જ બનતા અને હેતુ પૂરો થતા વિસરાઈ જતા!
પણ
આ પાછલા દસ વર્ષોમાં વર્ચ્યુઅલ દુનિયામાં ધરમૂળથી જાણે પરિવર્તન આવ્યું છે! સોશિયલ
વેબસાઈટ્સના સહારે આજે વર્ચુઅલ વર્લ્ડ અને રીઅલ વર્લ્ડ ક્ષિતિજ પર ભળતા અને મળતા
દેખાય છે!
અજાણ્યા
સાથે ક્યારેય વાત ના કરવી, મિત્રતા તો ખુબ દુરની વાત!- એવો ગજગ્રાહ રાખનારાઓ પણ આ
નવી વર્ચુઅલ હવામાં તણાઈ ગયા છે!
તમને
શું ગમે છે? શું નથી ગમતું? તમે કેવું વાંચન પસંદ કરો છો? ક્યાં પ્રકારની ફિલ્મો જુઓ છો? પ્રોફેશનલી તમારું શું અસ્તિત્વ છે? મિત્રો કેવા બનાવવા ગમે છે અને કેવા
નહિ! -- આ બધું તમારી વર્ચુઅલ ઈમેજ બનાવે છે!
તમારી
સાથે વાંચન, હોબી, ગમતી ફિલ્મો, પ્રોફેશન-જેવી કઈ પણ સમાનતા ધરાવતા કે પછી
કોઈ સમાનતા ના હોવા છતાં માત્ર તમારા ડીપી - ડિસ્પ્લે પિક્ચર{તમારી વિર્ચુઅલ છબી } થી એટ્રેક્ટ થયેલા, સાથે તમારી સંમતિથી
મિત્રતા શક્ય બને છે! હવે આ મિત્રતા ઉંમર, કાસ્ટ, ધર્મ, પ્રદેશ, જેન્ડરના ક્લસ્ટરમાં ના વહેંચાઇ ને
માત્ર "કૈક ગમવું "ના આધારે હોઈ યંગસ્ટર્સને કે દરેક ઉમરની વ્યક્તિને "ઇન" અને “કુલ” લાગે છે !
પહેલા
જ્યાં મિત્રતા ગાઢ બનતા માત્ર ને માત્ર પ્રણય કે બ્રેક અપમાં કન્વર્ટ થતી તે હવે
નવા સંબંધોના કલેવર અને ફ્લેવરમાં પલટાતી જોવાય છે! બ્રો [બ્રધર] / સીસ {સિસ્ટર } , અંકલ / આંટી - જેવા જનરલ રિલેશન્સ પણ વર્ચુઅલાઈઝ
થયા છે!
આ
વર્ચુઅલ ફેમીલીમાં રીઅલ સંબંધો અને એના પ્રશ્નોનો સહજ અને અનુભવગત ઉકેલ મળી રહે
છે! જે પ્રશ્નો,
મૂંઝવણ રીઅલ
રીલેશનમાં શેર થતા નથી તે કદાચ સહજતાથી વર્ચુઅલ રીલેશનમાં થઇ શકે છે!
તમારા
કે તમારા {રીઅલ } સ્નેહીના જન્મદિવસે કે એનીવર્સરી પર
વર્ચુઅલ જશ્ન અને શુભકામનાઓ માણી શકાય છે! તમારા દુખમાં તમે કહો એ પહેલા વર્ચુઅલ
ભાગીદાર દોડી આવે છે.. {વર્ચુઅલ દુનિયામાં જ તો!}.. તમારો ડેડલાઈન પર પણ ના પૂરી થઇ શકતો પ્રોજેક્ટ, વર્ચુઅલ મિત્રની એક્ષ્પરટાઈઝની મદદથી
ઝડપથી પૂરો થાય છે... તમને શોધવા છતાં ક્યાય નાં મળેલ એ. આર. રહેમાન કે કિશોરનું ગમતું ગીત એક
રીક્વેસ્ટ પર વર્ચુઅલ વર્લ્ડમાં સહજ રીતે મળી જાય છે! તમને ના આવડતા વિષયમાં તરત
મદદ અને મટીરીઅલ વર્ચુઅલ કુટુંબ ભેગું કરી દે છે! તમારું એક સપનું જે તમને ક્યારેય
પૂરું થવું શક્ય ના લાગે તે વર્ચુઅલ કુટુંબના સહયોગથી શક્ય બની શકે છે! આવા તો ઘણા
કિસ્સા અને પ્રસંગો તમે મારા કરતા વધુ અનુભવ્યા હશે!
વિર્ચુઅલ
દુનિયા અને વર્ચુઅલ સંબંધોની રંગત નિરાળી છે!
પણ
આ દુનિયા ખુબ લપસણી પણ છે! એમટીવી પર “Webbed” નામના પ્રોગ્રામ દ્વારા આવા
વર્ચ્યુઅલ વર્લ્ડમાં ઈન્ટરનેટ દ્વારા થતા ફ્રોડના રીયલ કિસ્સા શેર કરવામાં આવે છે
અને એનાથી બચવા જરૂરી સલાહ સૂચનો પણ આપવામાં આવે છે. સાવચેતી અને પુરતી માહિતીના
અભાવે વર્ચ્યુઅલ વર્લ્ડમાં થતા ફ્રોડથી રીઅલ સંબંધોમાં પણ પૂર્ણવિરામ મુકાઈ જઈ શકે
છે!
ટૂંકમાં-
દુનિયા રીઅલ હોય કે વર્ચુઅલ,
એનું સાતત્ય અને
ગરિમા તોજ જળવાય છે જો એમાં સત્ય ની સપાટી પર લાગણીના ચઢાવ હોય અને ઈગોના ઊતાર
હોય!
Comments