Skip to main content

લાઈફ સફારી~૫૨: “દેખ લે તું દેખતે હુએ કેસા દીખતા હેં!”


આજે એક રોજીંદો સામાન્ય દિવસ છે અને રોજની જેમજ સહજ ઉતાવળમાં ઓફીસ જવા નીકળે છે. દોડતા ભાગતા આ શહેરના દરેક મિડલ કલાસી નોકરિયાતની માફકજ સહજ શેરિંગવાળી રીક્ષામાં ઘેંટા-બકરાની જેમ ગોઠવાય છે. દરેક મીનીટે નજર ઘડિયાળના દોડતા કાંટા અને દુશ્મનની જેમ રોજ રીબવતા ટ્રાફિક તરફ વાર-ફરતી મંડાય છે. દિમાગને થોડું કુલ કરવા અને આસપાસની મશીની રૂટીન પ્રોબલેમેટીક પરિસ્થિતિથી મોમેન્ટરી દુર જવા સહજ મોબાઇલના મ્યુઝિક મેનુમાંથી દિલને કરીબ એવા સોન્ગ્સ શોધીને શ્ફ્ફ્લ મોડમાં પ્લે કરે છે. મ્યુઝીકની મેસ્મરાઈઝીંગ દુનિયામાં સરકી રહેલો સહજ અચાનક અકળાય ઉઠે છે. એક અજાણ્યો અણગમતો સ્પર્શ સહજને પોતાની અસહાયતા અને મજબુરીનો અહેસાસ કરાવે છે. સહજ સહેજ સંકોચાઈને દબાઈને બેસી જાય છે, જેમ લજામણીનું ફૂલ અડવાથી કરમાઈ જાય છે એમ જ! પરંતુ સહજના ગભરાઈ જવાથી એ અજાણ્યા સ્પર્શની હિંમત વધી અને... સહજની આંખો ભીની થઇ ગઈ અને દિલ દુભાઈ ગયું. રોજનું થયું આ તો – એમ વિચારી નીચું જોઈને સહજ રીક્ષા ઉભી રહેવાની રાહ જોવા લાગ્યો. સહજે ગુસ્સામાં આંખો મોટી કરીને હિંમત કરીને કહ્યું- “સીધા બેસો ને!”. અને એક નફ્ફટ જવાબ મળ્યો સામેથી- “હાથ સીધા કરવાનો જ તો ક્યારની ટ્રાઈ કરું છું! અને એટલો પ્રોબ્લેમ થતો હોય તો સ્પેશિયલ રીક્ષા કરીને જાવ!”. બાજુમાં બેઠેલી અજાણી મહિલા હવે એકદમ હિંમતથી અને નફ્ફટાઈથી સહજને ઘૂરી રહી અને હાથ સીધા કરી સહજના ખભાની પાછળની તરફ ફેલાવીને બેસી ગઈ. “ભાઈ રીક્ષા ઉભી રાખોને પ્લીઝ!”- પોતાના ડેસ્ટીનેશન પર પહોંચ્યા પહેલાજ અકળાયેલો સહજ ઉતરી ગયો.
ગુસ્સો, અકળામણ અને આક્રોશની ચરમસીમા સહજ અનુભવી રહ્યો. રોજ-બ-રોજ આમ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ભીડનો ભોગ બનીને ભોગવવી પડતી માનસિક અને શારીરિક પજવણી સહજને અસહાય બનાવી રહી. સહજ વિચારી રહ્યો-“શું મઝા આવી હશે એ અજાણી સ્ત્રીને આમ ભીડનો લાભ લઈને પોતાને અડવાથી? શું પોતે એક આનંદ-પ્રમોદની વસ્તુ છે જેને એ સ્ત્રી થોડી ક્ષણો માટે વાપરીને મઝા કરી ગઈ?”.
દોડતી ભાગતી ભીડની વચ્ચે સહજ જડની જેમ ઉભો છે. જાણે પોતે એક વસ્તુ-એક સાર્વજનિક રમકડું છે જે રસ્તામાં પડ્યું છે અને જેને જતી આવતી કોઈ પણ સ્ત્રી ઘૂરે છે, અડે છે, એની મઝા લે છે. 
***
“આજે ફરી સર ક્લાસમાંથી બહાર કઢી મુકશે.. આજે ફરી મોડ ઉઠી ગયું!”- સન્માન પોતાની જાતને જ જાણે કહી રહ્યો. બાઈકને ઝડપથી પાર્કિંગમાં મુકીને ક્લાસ તરફ સન્માને લગભગ દોટ મૂકી. અચાનક પાર્કિંગના ખૂણે એજ સીનિયર્સનું ગ્રુપ બેઠેલું જોઈને સન્માનના દિલની ધડકનો વધી ગઈ. સન્માનની ગતિ એકદમ ધીમી થઇ ગઈ અને આંખો પણ ઢળી ગઈ. “આઈ હાયે! આવી ગયો તમારો બનેવી અને મારો માલ! કેમ આજે બહુ મોડું થઇ ગયું મારા રણબીર કપૂરને?”- પાર્કિંગના ખૂણે બેઠેલા સીનિયર્સના ગ્રુપમાંથી એક તોફાની અવાજ આવ્યો. “એ હેન્ડસમ, શર્ટનું બટન બંધ કરવાનો પણ ટાઈમ નથી મળ્યોને આજે તો તને? હું કઈ મદદ કરું?”- ફરીથી એજ ગ્રુપમાંથી આવેલો નવો છેડતીભર્યો અવાજ. સન્માને ફટાફટ શર્ટનું ઉપરનું ભૂલમાં ખુલ્લું રહી ગયેલું બટન બંધ કર્યું, સહેજ ક્ષોભથી પાછળ લટકાવેલી કોલેજ બેગને આગળની તરફ લટકાવી દીધી અને ઝડપથી આ ખૂણેથી પસાર થઇ જવાનો પ્રયાસ કર્યો. “અરે, એ બટન ખુલ્લું જ રહેવા દે ને જાનેમન એકદમ હોટ લાગે છે!”- એકદમ ચીપ કમેન્ટ કરીને સીનિયર્સના ગ્રુપની સૌથી બગડેલ છોકરી સન્માનની સાવ લગોલગ ચાલવા લાગી! ધીમે ધીમે આખું ગલ્સનું ગ્રુપ સન્માનની આસપાસ ગોઠવાઈ ગયું. સન્માન માટે એક એક પળ વિતાવવી મુશ્કેલ થઇ રહી.
“પ્લીઝ, મને લેઈટ થાય છે! આઈ રીક્વેસ્ટ મને રોજ આમ હેરાન ના કરોને! મેં તમારું શું બગાડ્યું છે? પ્લીઝ લીવ મી અલોન!”- સન્માન પોતાનું સન્માન બચવવા લાચારીથી કરગર્યો.
“ઓ મારા હીરો, તે અમારું શું બગાડ્યું છે? – એનું તો લીસ્ટ ગણાવવું પડશે! ક્યાંથી ચાલુ કરીએ? દિલ થી શરુ કરીને વાયા દિમાગ થઈને નિયત સુધી બધું જ તો તે બગાડ્યું છે! જ્યાં સુધી તું જાતે બગાડેલું બધું ઠીક નહિ કરે – તને તકલીફ તો રહેવાની જ છે મિસ્ટર મજનું!” – સન્માનની સામે ઉભી રહીને એની કોલેજ બેગ ખેંચતા નફ્ફટાઈથી એ કહી ગઈ.
સન્માન પોતાની કોલેજ બેગ ખેંચી, એક શ્વાશે ક્લાસ તરફ દોડ્યો. અને પાછળ એક અટ્ટહાસ્ય સંભળાયું- સન્માનનું સન્માન ટુકડે ટુકડા કરી મઝા લેવાનું જ તો!
સન્માનને નફરત થઇ આવી પોતાની જાત પર અને પોતાની અસહાયતા પર. રોજ રોજ થતા અપમાન, નજરો કે શબ્દોથી થતા પ્રહાર અને માનસિક બળાત્કારથી સન્માનની આત્મા થાકી ગઈ. સન્માન વિચારી રહ્યો- “શું વાંક છે એનો? પોતાના કામ સાથે કામ રાખવા છતાં, કોલેજથી સીધા ઘરે અને ઘરેથી સીધા કોલેજ જવા છતાં, નજરો નીચી કરીને ચાલવા છતાં પણ - કેમ એની ગરીમા કાયમ જોખમાતી રહે છે?- શું પુરુષ બનીને જન્મ લેવો એજ એનો વાંક છે?”
***
“મોમ હું જીમમાં જાઉં છું.”- રૂહાન દરવાજો બંધ કરતા કરતા મમ્મીને બુમ પડે છે. બાઈક સ્ટાર્ટ કરી, હેલ્મેટ પહેરી, મોબાઈલને વાયબ્રેટ મોડમાં શોર્ટસના ખિસ્સામાં મુકી રૂહાન આજનું રૂટીન શરુ કરે છે. સવાર સવારમાં રસ્તામાં મોર્નિંગ વોક કરતા કપલ્સ, ધૂળમાં રમતા ટાબરીયા, સ્કુલે જવા દોડા-દોડી કરતા ભૂલકાઓ અને પેપર વહેચવા નીકળેલા ફેરિયાઓ જાણે રૂહાનના રોજના રૂટીનમાં શામેલ છે. રીંગ રોડ પર સડસડાટ દોડી રહેલી રૂહાનની બાઈક સિગ્નલ રેડ થતા એક ઝટકા સાથે ઉભી રહે છે. સવારના છુટક છુટક ટ્રાફિકમાં, ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન લાઈટ થવાની રાહમાં રૂહાન ખિસ્સામાં થી મોબાઈલ કાઢીને ટાઈમ પાસ કરે છે.
રોજ કરતા કૈક વધુ સમય સિગ્નલ બંધ રહેતા અકળાયેલો રૂહાન આસપાસ નજર ફેરવે છે અને... અને રૂહાનને એકદમ કોન્શિયસ ફીલ થાય છે. રૂહાન મિકેનિકલી ટ્રાફિક સિગ્નલની લાઈટને ઘૂરી રહે છે, પોતાની જાતને આ રોજીંદી થઇ ગયેલી અકળાવનારી પરિસ્થિતિથી દુર કરવા. અકળામણ વશ નજર ફરી બાજુમાં દોરાય છે અને... એજ વીંધી નાખે એવી, ઉપરથી નીચે સુધી જાણે માપી લે એવી ધારદાર નજરો. રુહાન કોન્શિયસ થઈને જેકેટની ચેઈન છેક ઉપર સુધી બંધ કરે છે પણ... બાજુમાં એક્ટીવા પર સવાર છોકરીઓ પૈકી બેક સીટ પર બેઠેલી લગભગ એનીજ ઉમરની છોકરી રૂહાનને નફફટાઈથી ઘૂરી રહી છે. રૂહાન નજર નીચી કરી જાય છે એ જાણે માણતી હોય એમ એ હસીને એક્ટીવા ચલાવી રહેલી એની સખીને કાનમાં કૈક ગણ-ગણે છે અને.. અચાનક સામે ચોકલેટ પેસ્ટ્રી પડેલી દેખાય ગઈ હોય એમ લાલચભરી નજરે એક્ટીવા ચાલક છોકરી રૂહાનને જોઈ રહે છે. રૂહાન સાધારણ ગરમીનો દિવસ હોવાથી ટ્રેક કે ફૂલ પેન્ટની જગ્યાએ શોર્ટ્સ પહેરીને જવાના પોતાના નિર્ણયને કોસી રહે છે. ગ્રીન સિગ્નલ મળતા રૂહાન શક્ય એટલી સ્પીડમાં બાઈકને ભગાવે છે, પીછો કરી રહેલા એ એક્ટીવા અને એ બેશરમ નજરોથી બચવા! બાઈક પાર્ક કરીને જીમમાં એન્ટર થઇ રહેલા રૂહાનને છેક થી છેક સુધી સી-ઓફ કરવા પાછળ જ આવેલું એ એક્ટીવા નીર્લાજ્જતાથી સામે જ ઉભું રહ્યું છે અને એ જોઈને વોચમેન એક તીખી ટકોર કરે છે- “પુરા કપડા પહેરીને આવો તો આવો દિવસ ના આવે સાહેબ!”
અને રૂહાન શર્મશાર થઈને નીચી નજરે જીમના મેઈન ગેઈટ તરફ ચાલી જાય છે. રૂહાનની રૂહ એને પૂછે છે- “શું ખરાબી છે મારા કપડામાં? મારે મારી સહુલીયત અને પસંદ અનુસાર નહિ, પણ બીજાની દાનત અને નજરોનું વિચારીને કપડા પહેરવાના? જેની દાનત કે નજર ખરાબ થાય છે એને નહિ, મારે મારી જાતને , મારી પસંદગીને ટોકવાનું?”
***
“હેં ભગવાન! આવું તે કોઈ દિવસ થતું હશે? તમે પણ શું કઈ પણ લખો છો? જે દિવસે તમે લખ્યું છે એવું થશે એ દિવસે ઘોર કળિયુગ આવ્યો સમજીશું, નાશ થઇ જશે પૃથ્વીનો!”- જો તમને ઉપરનું લખાણ વાંચીને આ વિચાર આવે તો મારે કૈજ કહેવાનું રહેતું નથી!
સહજ, સન્માન કે રૂહાનની મેં અવાસ્તવિક રીતે કલ્પેલી અને મારા શબ્દોમાં લખેલી પરિસ્થિતિ જો તમે ઈમેજીન કરી શકો- તો કદાચ તમે એ પીડા, અપમાન, દુખ અને અવહેલના પણ અનુભવી શકશો અને તો કદાચ... કદાચ સમઝી શકશો રોજ-બ-રોજ આજ એબ્નોર્મલી નોર્મલ પરિસ્થિતિ સહન કરીને જીવતી જતી સહજા, સન્માની કે રૂહાનીની તરફડાટ ભરી ચીસો- જે હવે કાયમ સાયલેન્ટ મોડમાં જ રહે છે!
સુભાષ ઘાઈ દ્વારા સ્થાપિત, ફિલ્મ-ટીવી-મીડિયામાં કાર્યરત એવી ક્રિએટીવ ઇન્સ્ટીટ્યુટ “વ્હિસલિંગ વુડ્સ” ના લેટેસ્ટ વીડીયોમાં માત્ર એક મીનીટ અને સાડત્રીસ સેકન્ડ્સમાં જ એકદમ સચોટ વાત કહેવાઈ છે. આ વિડીયોમાં સ્ત્રીનો આંખોથી રોજ-બ-રોજ બળાત્કાર કરનાર દરેક સામાન્ય પુરુષને અરીસો બતાવી કહેવાયું છે કે- “દેખ લે તું દેખતે હુએ કેસા દીખતા હે!”.
જાળવો સંસ્કાર, ગરીમા અને લાગણીઓ – પોતાના અને બીજાના પણ! 


Comments

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...