Skip to main content

લાઈફ સફારી~૨૯ : ગુજરાત ગાર્ડિયનની પ્રથમ વર્ષગાંઠ વિષયક

સંભારણા પ્રથમ સાથે પંકાયેલા!

પ્રથમ” – શબ્દ માત્ર આપણી લાઈફને અગણિત સંભારણાઓનાં શેડ્સથી રંગી જાય છે! ક્યારેક તીખા-મીઠા તો ક્યારેક તોફાની, ક્યારેક ફીલિંગ્સથી ફાટ ફાટ તો ક્યારેક આંસુઓથી અંકાયેલા, ક્યારેક પાગલપંતીથી છલોછ્લ તો ક્યારેક રોમાન્સથી તરબતર - કોણ જાણે કેટ-કેટલા મિજાજ અને આયામ છે આ મલ્ટીડાયમેન્શનલ શબ્દપ્રથમ”ને. પ્રથમ ક્રશથી શરુ કરી, વાયા પ્રથમ પ્રપોઝ, પ્રથમ પ્રેમ સુધીનો સફર યાદ કરો, કે પછી મમળાવો પ્રથમ પગારથી શરુ કરી પ્રથમ પ્રમોશન સુધીની જ્ગ્-દો-જહદ.. પ્રથમ બાળક, પ્રથમ જોબ, પ્રથમ ગાડી, પ્રથમ ઘર અને આવા ઘણા પ્રથમ પઝેશ્ન્સ – પહેલા-વહેલા જોયેલા સપના જેવા જ સુંવાળા અને દિલને વ્હાલા હોય છે!
આજે જયારે આ “પ્રથમ” શબ્દ સાથે ગોઠડી માંડી છે ત્યારે યાદ આવે છે, મારું એક અમુલ્ય સંભારણું – કયું? પહેલા પેરેગ્રાફમાં જ સસ્પેન્સ કહી દઈશ, તો આખી સ્ટોરી કોણ વાંચશે?
 આવો મારી સાથે મારા એક “ઈ-સ્પેશિયલ” પ્રથમ-સફર પર...
***
આપણે અત્યારે સવાર છીએ શટલમાં. થોભો, તમારા ઇમેજીનેશનસના સ્પેસ શટલને સહેજ સાઈડમાં પાર્ક કરો! બંધુસ અને ભાગીનીસ- આ શટલ એટલે શેરિંગવાળી મિડલ-કલાસી શટલ રીક્ષા, સ્પેસ શટલમાં મહાલવા સુધી પહોંચવામાં હજુ વાર છે! આપણી સાથે આ શટલની શાહી સવારીમાં ડ્રાઈવર સિવાય બીજા પાંચ મુસાફરો સવાર છે. (ટોટલ છ પેસેન્જર અને એક ડ્રાઈવર એકજ રીક્ષામાં કેવી રીતે સમય? -પૂછવાની મનાઈ છે)
અજાણ્યું શહેર, અજાણ્યો માહોલ, અજાણ્યા લોકોથી ઘેરાયેલી હું, સ્વભાવથી વિપરીત મોઢું બંધ રાખીને, ઓબ્ઝર્વ કરી રહી છું મારી આસપાસના નવા વાતાવરણને.
યાર કાલે તને કેટલી રીંગ કરી? ક્યાં મરી ગયેલો?”- રીક્ષામાં ડ્રાયવરની બાજુની સ્પેશિયલ સીટમાં બેઠેલા એક કોલેજીયને મારી બાજુમાં બેઠેલા કોલેજીયનને પૂછ્યું.
જવા દે ને યાર, શું કહું? કાલે હિટલર અકળાયા હતા, રીઝલ્ટ ખરાબ આવ્યું એટલે! યાર એક કલાક લેક્ચર તો આપ્યું પણ મોબાઈલ પણ કસ્ટડીમાં લઇ લીધો! હવે મહિનો મોબાઈલ ઉપવાસ રહેશે હિટલરના રાજમાં.”- પોતાનું ગામ-ગરાસ-રજવાડું લુટાઈ ગયું હોય, એવા દુઃખથી મારી બાજુવાળાએ પોતાના પિતાશ્રી સાથે થયેલુ પોતાનું ડેડલી એન્કાઉનટર વર્ણવ્યું.
સો સેડ, હવે તારા નાઈટ કોલિંગનું શું થશે?”- પોતાના મિત્રની મજબુરી જાણી સૌથી પહેલો વિચાર એના પરમમિત્રને એની ગર્લફ્રેન્ડનો જ આવ્યો! (કદાચ આપણો ચાન્સ લાગી જાય, તો મિત્ર માટે બલિદાન આપી જ દઈએ!-ના પવિત્ર ભાવે!)
ડોન્ટ યુ નો હર? અત્યારે શી ઇઝ ઓન ધ રોક્સ! સવારે જ સ્ટેશન પહોંચી, એસટીડી પરથી મેડમને કોલ કર્યો. ટ્વેન્ટી સેવન કોલ્સ કર્યા, પછી શી રીસીવ્ડ માય કોલ! હવે આજે, એને મનાવવા બપોરે મુવી લઇ જવી પડશે!”- બ્લશ કરતા કરતા, મારી બાજુવાળો ગોલ-મટોળ લવભાઈ બોલી રહ્યો.
આજે બપોરે તો આપણે ડેટાબેઝ મેનેજમેન્ટની લેબ છે.”- આગળ બેઠેલા અણવરે લવભાઈના લવમાં પંક્ચર કરવાનો પ્રયત્ન કર્યો.
જબ પ્યાર કિયા તો ડરના ક્યા? મેં એક સેટિંગ વિચાર્યું છે લેબનું. જો આ આપણું ટાઈમ-ટેબલ. આજની લેબમાં ફેકલ્ટીનું નામ વાંચ. કોઈ નવી  ફેકલ્ટી છે આજે લેબમાં.અને આપણી પાસે માસ્ટર પ્લાન છે! જો બપોરે બે થી ચાર વાગ્યાની લેબ છે, હું ડાહ્યો ડમરો થઈને ટાઈમ પર લેબમાં ગોઠવાઈ જઈશ. મુવી ત્રણ વાગ્યાનું છે. અઢી વાગ્યા સુધી લેબ એકદમ સિન્સિયર થઈને ભરીશ, અને એકદમ મને પેટમાં દુખશે કે પછી ચક્કર આવશે. મેડીકલ રીઝન, સિમ્પથી, લીવ ગ્રાન્ટેડ, ઓફ ટુ ગલ્ઝ હોસ્ટેલ – અને તીન કા શો! છે ને એકદમ રોકિંગ પ્લાન?” લવભાઈ ફૂલફોર્મમાં પોતાની સુન ટુ રીલીઝ રોમેન્ટિક મુવીની સસ્પેન્સ સ્ટોરી સંભળાવી રહ્યા.
જબ્બર! માની ગયા યાર તને! એમ પણ તું એક નંબરનો નૌટંકી છે!”-રીક્ષામાંથી ઉતરતા બંને મિત્રો ઉત્સાહપૂર્વક કોલેજમાં એન્ટર થઇ રહ્યા.
શટલવાળાને ભાડું ચૂકવતા હું ખડખડાટ હસી પડી. કેમ?
***
સર, ભુમિકા શાહ રીપોર્ટીંગ. આજથી મને જોઈનીંગ આપવામાં આવ્યું છે, આ મારો કન્ફર્મેશન લેટર.” – એક મુંઝવણ અને ભીતી સાથે હું હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટની સામે હાજર થઇ.
આજે છે મારો અધ્યાપક્ તરીકે “પ્રથમ” દિવસ.
ફાઈલોમાં ક્યાંક ખોવાઈ ગયેલા એચ.ઓ.ડી સરે મારો અવાજ સાંભળીને મને આવકારી.
વેલકમ ટુ અવર એક્સટેન્ડેડ ફેમીલી! આજથી તમે આ ફેમિલીના મેમ્બર છો, કદાચ સૌથી નાની વયના!”- સરની હુંફાળી સ્માઈલ એક હિંમત આપી ગઈ.
સરે આખા સ્ટાફને પોતાની કેબીનમાં બોલાવી ટી-પાર્ટી આપી, બા-કાયદા મારી સ્ટાફ સાથે ઓળખાણ કરાવવામાં આવી. પહેલી જોબ, નવું વાતાવરણ અને નવા લોકો અચાનક પોતાના થઇ ગયા.
આઈ હોપ યુ રીસીવ્ડ યોર ટાઈમ ટેબલ. ઓલ ધ બેસ્ટ ફોર ફર્સ્ટ ડે! યાદ રાખજો- શરૂઆતમાં એક કલાકના લેક્ચર માટે ઓછામાં ઓછા ત્રણ થી ચાર કલાક માટેની તૈયારી તો કરવી જ પડશે. વિદ્યાર્થીઓ પાસે રીસ્પેક્ટ ડરાવી ધમકાવીને નહિ જ મળી શકે. જો તમારી પાસે બેસ્ટ સબ્જેક્ટ નોલેજ, અપડેટેડ ટોપિક ઇન્ફોર્મેશન  અને વિનમ્રતા હશે, તો વિધ્યાર્થીઓનો પ્રેમ અને રીસ્પેક્ટ સામેથી મળશે!”- સર પોતાના અનુભવનું ભાથું મારી સાથે શેર કરી રહ્યા.
“સર, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ!”- મેં એક સ્મિત સાથે આ અનુભવ પચાવવાની તૈયારી બતાવી.
“અને શક્ય હોય તો વિદ્યાર્થીઓને વ્યક્તિગત સંબોધન કરો ત્યારે અચૂક “બેટા” શબ્દનો પ્રયોગ કરજો.”- સરની આ સલાહ મને થોડી અજીબ લાગી, કેમકે હજુ ત્રણ મહિના પહેલા તો હું પણ આવીજ એક કોલેજમાં વિદ્યાર્થી હતી! પરંતુ થોડીજ મિનિટોમાં એ સલાહનો અર્ક મને સમઝાઈ ગયો. મારી જ ઉમરના, કે મારાથી સહેજ નાના-મોટા વિદ્યાર્થીઓને એક અધ્યાપક તરીકે ભણાવતા, મારી ઉમરસહજ સમવયસ્કતાથી પર, મારા હોદ્દાની ગરીમા સમઝાવવા અને સાચવવા -એક ભેદરેખા બતાવવા જ કદાચ “બેટા” શબ્દ મદદરૂપ થવાનો હશે!
સાચે અનુભવ સૌથી મોટો શિક્ષક છે, એ વિચારતા હું મારા ટાઈમ ટેબલ તરફ જોઈ રહી. અને ફરી એજ રમતિયાળ સ્મિત ફરકી ગયું!
મોરલ-  પોસ્ટ અને પાવર સાથે પોલાઈટનેસ ભળી જાય તો એક અદભુત નેતા-આગેવાન બને છે, જે સહજતા-સંવેદના અને સર્વ-સહયોગથી સુપેરે મોટામાં મોટા માનવ સમુહનું સંચાલન કરી શકે છે.
નવા વાતાવરણ, નવા લોકો અને નવી પરિસ્થિતિમાં ભળવામાં એક શરૂઆતી સંકોચ રહે છે, જે નિખાલસતા અને હકારાત્મક અભિગમથી ધીમે ધીમે દુર કરી શકાય છે. આપણા સમુહમાં શામેલ થવા મથી રહેલી નવી વ્યક્તિને દુધમાં સાકરની જેમ ભેળવી દેવાની આપણી પણ જવાબદારી છે, જરૂર છે એને થોડી હુંફ, જાણકારી, અનુભવગત સલાહ-સુચન અને થોડી સ્પેસ-સમય આપવાની.
***
આપણે હવે જઈ રહ્યા છે કમ્પ્યુટર લેબ-ફોરમાં. મારા ટાઈમ ટેબલ અનુસાર, મારે અત્યારે થર્ડ-યર કોમ્પ્યુટર એન્જીનીયરીંગની એક લેબ લેવાની છે. લેબ-ફોર-” બોર્ડ વાંચીને દિલની ધડકનો અચાનક તેઝ થઇ ગઈ. અંદરથી ટીપીકલ નોટોરીયસ નોઇસ બહાર સુધી લાઉડલી રેલાઈ રહ્યો.
યુ કેન ડુ ઇટ ભુમિકા!” – પોતાની જાતને પુશ કરતી હું લેબમાં પ્રવેશું છું. આમ-તેમ વાતો કરી રહેલા, ટેબલ ઉપર ચઢીને ગપ્પા મારી રહેલા વિદ્યાર્થીઓ મને નોટીસ નથી કરી રહ્યા. અચાનક કંઇક સુઝતા હું ડસ્ટર હાથમાં લઇ વ્હાઈટબોર્ડને સાફ કરવાનું શરુ કરું છું. અને લેબમાં અચાનક પીન-ડ્રોપ સાયલેન્સ.
આશરે પંદરેક વિદ્યાર્થીઓની એક નાનીસી બેચને ભણાવવાનું છે. હું મારા ડર, આશંકા અને ગભરામણને સંતાડતા ધીમે ધીમે એક એક કન્સેપ્ટ સરળ શબ્દોમાં સમઝાવવા પ્રયત્ન કરું છું. ખુબ શાંતિથી બધા વિદ્યાર્થીઓ મને સાંભળે છે અને મેં એમને સોંપેલું કામ કરે છે. માત્ર ખૂણાના બે વિદ્યાર્થીઓમાં કોઈ ભેદી મંત્રણા ચાલી રહી છે. આશરે અડધો કલાક વીત્યો છે અને મારા સ્મિતનો પરિઘ જેટલો મોટો થઇ રહ્યો છે, ખુણામાં બેઠેલા વિદ્યાર્થીના ફેસનો કલર એટલોજ ઝાંખો થઇ રહ્યો છે.
લગભગ અઢી વાગ્યા હશે, વિદ્યાર્થીઓની ક્વેરી સોલ્વ કરવા હું આમ તેમ આંટા મારી રહી છુ. ધીમેકથી ખૂણામાં બેસેલા વિદ્યાર્થી પાસે જઈને હું પુછું છું- આર યુ ઓકે બેટા? આઈ ફીલ તમારી તબિયત ખરાબ છે.. આઈ મીન પેટમાં દુખાવા જેવું કઈ થાય છે? કે પછી સીવીયર હેડ-એક? કે ચક્કર જેવું કઈ?
નો,મેમ. આઈ એમ ફાઈન. સાચે જ , ત..ત..ત..તબિયત એકદમ સારી છે. પેટમાં હવે કોઈ દિવસ નહિ દુખે મેમ. આઈ એમ સોરી.- નીચું જોઈને બોલી રહ્યો- સવારનો લવભાઈ, જે સાંજ સુધીમાં હેટભાઈ થઇ જવાનો છે.
લેબ પતે એટલે થોડી પેઈનકિલર્સ અને બેન્ડેજ લઇ લેજો, આજે સાંજે તમને એની ખાસ જરૂર પડી શકે છે- ઓન ધ રોક્સ!- અમારી એન્કોડેડ વાતો અમારા બે સિવાય લેબમાં બધાને બાઉન્સર જઈ રહી છે!
ચાર વાગે લેબ પત્યા બાદ, લવભાઈ પોતાનો આજે થયેલો ફાલુદો સહાધ્યાયીઓ સાથે શેર કરી રહ્યો અને આખી લેબમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. વિદ્યાર્થી મારી આસપાસ વીંટળાઈ મારું નામ, મારા ઈંટરેસ્ટના વિષયો વિગેરે પ્રશ્નો પૂછી જાણે મને એમના સમૂહ- એક નવા ફેમિલીમાં સમાવી રહ્યા.
મોરલ- વિદ્યાર્થીઓ શાળાના હોય કે કોલેજના, કુમળા છોડ જેવા છે. એમને પરાણે તમારી દિશામાં ખેંચતા તૂટી જશે, બટકી જશે. પરંતુ એમને તમારી દિશામાંથી યોગ્ય હુંફ અને પોષણ મળશે તો આપોઆપ તમારી તરફ વળી જશે. વિષયનું સચોટ અને અપડેટેડ નોલેજ, વર્તણુંકમાં હુંફ અને વિનમ્રતા ભલભલા વિદ્યાર્થીમાં શિક્ષક પ્રત્યે આદરભાવ અને પ્રેમ જગાવી શકે છે.
***
આવો, હવે આપણે આજના દિવસની પુર્ણાહુતી તરફ પ્રયાણ કરીએ, સ્ટાફરૂમ તરફ સીધાવીએ.
આજના દિવસમાં થયેલા ખાટા-મીઠા અનુભવોના સંતોષ સાથે હું લેબ તરફથી, મારા ડીપાર્ટમેન્ટનાં સ્ટાફરૂમ તરફ જઈ રહી છું, વાયા ફોયર[કોલેજના મેઈનગેટ પાસેનો વિશાળ હોલ].
અને કોલેજ ફોયરમાં અચાનક..
હેય યુ, ગર્લ ઇન પિંક સુટ. સ્ટોપ ધેર. તમારું આઈ-કાર્ડ ક્યાં છે?”- એક સત્તાવાહી અને કડક અવાજ સાંભળી અચાનક હું સડક થઇ ગઈ.
સર, એક્ચ્યુલી... – મારા શબ્દો પણ બેવફા થઇ મારો સાથ છોડી ગયા.
નો વન ડેરસ ટુ આર્ગ્યું અગેન્સ્ટ પ્રિન્સીપલ હિઅર. અહી આવો અને આ વિદ્યાર્થીઓ સાથે લાઈનમાં આવીને ઉભા રહો. દીવાલ તરફ મોઢું કરીને, સાંજે છ વાગ્યા સુધી. આજ છે તમારી સૌની પનીશમેન્ટ કોલેજ રૂલ્સ ફોલો ના કરવા માટે.- ગુસ્સામાં, મોટી પીચ પર બોલાયેલા શબ્દો સાંભળી હું અનાયાસે દોરાઈ, મને આપેલી શિક્ષાનું પાલન કરવા.
આશરે દસેક વિધાર્થીઓ સાથે હું દીવાલ તરફ મોઢું કરી પનીશમેન્ટ ભોગવી રહી છું.
પ્રિન્સીપલસર ફોયરમાં બીજા વિદ્યાર્થીઓની અલગ અલગ કારણસર ક્લાસ લઇ રહ્યા છે.
ગુડ ઇવનિંગ સર. આઈ ગેસ ધેર ઇઝ સમ કન્ફ્યુઝન. લાસ્ટ ગર્લ ઇન પિંક ઇઝ નોટ સ્ટુડન્ટ. એ અમારા ડીપાર્ટમેન્ટની નવી લેક્ચરર છે.- મારા એક્સ્ટેન્ડેડ ફેમીલીમાંથી, ડીપાર્ટમેન્ટ તરફ જઈ રહેલા, એક ફેકલ્ટી મારા રેસ્ક્યુમાં આવ્યા.
વોટ એવર. રુલ ઇઝ રુલ. ફેકલ્ટીના પણ આઈ કાર્ડ છે. એ નવા છે તો એમને સમઝાવો- જે રૂલ્સ શિક્ષક તરીકે તમે ફોલો નહિ કરી શકો, વિદ્યાર્થીઓ પણ ફોલો નહિ જ કરે. જે ડીસીપ્લીનની આશા તમને વિદ્યાર્થીઓ પાસે છે- એને પહેલા જાતમાં કેળવો. કાલથી બધા મને આઈ-કાર્ડ પહેરીને દેખાવા જોઈએ. ઓવર એન્ડ આઉટ. હું સુપેરે સમઝી શકી કે- લેક્ચરર તરીકે મને મળેલી સજામાં બાકાતી, એજ ભૂલ માટે સજા ભોગવી રહેલા વિદ્યાર્થીઓને પણ મળવી જ જોઈએ- એ બેલેન્સ જાળવવા દરેકને આજ પુરતી માફી આપવામાં આવી છે.
મોરલ- નિયમ-રૂલ્સ - જેન્ડર, પાવર, પોઝીશનને ગણકાર્યા વગર દરેકને એક સમાન રીતે લાગુ પડે છે. બીજા પાસે જે નિયમ પાળવાની અપેક્ષા આપણે રાખીએ છે એ નિયમો પાળી પહેલો દાખલો આપણે બેસાડવો જરૂરી છે.
***
તો આ હતી મારી જોબના પ્રથમ દિવસની ફ્ન ,કોમિક અને લર્નિંગ રાઈડ. મઝા આવી? 

શું છે તમારી પ્રથમસાથે સંકળાયેલી સ્ટોરી?



Comments

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...