Skip to main content

લાઈફ સફારી~૨૮: “સંબંધમાં વિશ્વાસ :: વી+શ્વાસ= સાથે લઈએ શ્વાસ-હુંફ!”

“સંબંધમાં વિશ્વાસ :: વી+શ્વાસ= સાથે લઈએ શ્વાસ-હુંફ!”
"હેલો , કેન આઈ ટોક ટુ પ્રોફેસર શ્રીવાસ્તવ? "- ફોન ના સામે છેડેથી એક સૌમ્ય અને મધુર પ્રશ્ન ડોકાય.
"
પ્રોફેસર સાહેબ  લંચબ્રેક પર છે, કોલ કરતા પહેલા એક વાર ટાઈમ જોઈ લેતા હોવ તો! એક મિનીટ ચાલુ રાખો." - અણગમા અને ગુસ્સો કદાચ સમા છેડે સ્પષ્ટ વર્તાઈ જ જાય એટલો વેધક.

"
સંભાળો છો? તમારી કોઈ સગલીનો ફોન છે! બધા કાઠા-કબાડા ઓફીસમાં જ પતાવીને આવતા હોવ તો! કોણ જાણે કઈ નવી આફત છે, અંગ્રેજી તો જાણે આખી દુનિયા માં બીજા કોઈને આવડે જ નઈ!" - પ્રોફેસર શ્રીવાસ્તવને ફોન આપતા આપતા એમના ધર્મ-પત્નીએ જાણી જોઈને જ મોટેથી આખી કથા કરી, કોલ કરનારને શરમિંદા કરવા જ તો કદાચ!
અને આટલું સાંભળ્યા પછી કોલ સામેથી કટ નાં થાય તો જ નવાઈ!

" હેલો, હેલો ... " - પ્રોફેસર શ્રીવાસ્તવ ક્ષોભ સાથે સામે છેડેથી કોલર વોઇસની જગ્યાએ સંભળાતી રીંગથી એક વાર ફરી અકળાયા!
"
શું મઝા આવે છે તને આમ મારા પ્રોફેશનલ રીલેશનસ બગડવાની? તારે જે કહેવું હોય મને કહે, બીજાની સામે કેમ આમ ભવાઈ કરે છે? તું કહે એમ, તું કહે એટલું જ જીવું છું- તો પણ કેમ વાતે-વાતે આમ ગૂંગળાવે છે?"- રોજ રોજની બદસલૂકીથી ગૂંગળાયેલા પ્રોફેસર શ્રીવાસ્તવ જાણે કરગરી રહ્યા!

"
રહેવા દોને, મારું મોઢુંનાં ખોલાવો, બધું ખબર છે મને! તમે ઓફીસની આડમાં શું કરો છો! તમારો મોબાઈલ રોજ જ હું ચેક કરું છુ! તમારી કઈ કઈ સગલીઓ તમને એસ.એમ.એસ અને કોલ કરે છે, એનું લીસ્ટ છે મારી પાસે. બહુ ચુ-ચા કરી તો ઘરમાં બધાને કહી દઈશ તમારા  કરતુત! ઘરે રહું છું એટલે એમ નાં માનશો કે મેં દુનિયા નથી જોઈ!"- મીસીસ શ્રીવાસ્વની માનસિકતા એમના શબ્દે શબ્દે ડોકાઈ રહી.

પ્રોફેસર શ્રીવાસ્તવ ગમ ખાઈ જાય છે, લંચ બ્રેક પતાવી ઓફીસ જતા રસ્તામાંથી નવો સસ્તો મોબાઈલ અને સીમ ખરીદે છે, પોતાના બિન હાનીકારક અને સ્વસ્થ રિલેશન્સ પોતાની રીતે મેન્ટેઇન કરવા. જે મોબાઈલના બધા હિસાબ આપવા પડે છે જેનું રોજ સ્કેનીંગ થાય છે, એનો યુઝ લીમીટેડ કરી દે છે! ઘરે આવે ત્યારે બીજા મોબાઈલને ઓફીસમાં રાખીને આવે છે.

પોતાની પત્નીથી કૈક છુપાવવાનું ગીલ્ટ એમને ધરાર નથી, શા માટે હોવું જોઈએ?

***

"
એસ.એમ.એસ "- નિરાંતે ટીવી જોઈ રહેલા મિસ્ટર પટેલ ઘડિયાળ તરફ નજર નાખે છે અને એક આંચકા સાથે ઉભા થઇ પત્નીનો મોબાઈલ હાથ માં લે છે.

"
રશ્મીક્યા ગઈ? રસોડામાં ઉંઘી નથી ગઈ ને? જ્યાં જાય તારો આ મોબાઈલ ગળે લટકાવી ને જ ફર તું! તારા ચાહકો રાતે ૧૧ વાગે પણ તને યાદ કાર્ય કરે છે. મને કોઈ વાંધો નથી પણ મને ડીસ્ટર્બ થાય છે! તારા આ લફડે બાજ મિત્રોને કહી ને આવતી હોય તો કે તું  ઘરે પહોંચે એટલે એમનો પ્રેમાલાપ બંધ કરે!" - મિસ્ટર પટેલની વાત સાંભળીને ઘડીભર તો વિચાર આવે કે કેટલી આઝાદ કે સ્વતંત્ર મિજાજની હશે એમની પત્ની...


"કોનો, કોનો એસ.એમ.એસ છે? હું તો કોઈને એસ.એમ.એસ કરતી જ નથી. તમને ખબર તો છે, મને ક્યા એવી નવરાશ મળે છે? સહેજ તો બોલતી વખતે ધ્યાન રાખો, બાજુના રૂમમાં મમ્મી પપ્પા હજુ જાગતા હશે!"- એકદમ સંકોચ સાથે રશ્મી પોતાનો મોબાઈલ હાથમાં લે છે અને ઇન્બોક્ષ ચેક કરે છે. કોઈ અજાણ્યા નંબર પરથી કોઈ ફોર્વર્ડેડ એસ.એમ.એસ જોઈ એના પેટમાં જાણે ફાળ જ પડે છે!

"
કોણ છે આ નવો આશિક? હજુ નંબર પણ  સ્ટોર નથી કર્યો ને? કે હજુ વિચાર્યું નથી કે કઈ વાર્તા બનાવાની છે એના નામની? આ મોબાઈલ તને તારી નોકરી પર વહેલું મોડું થાય, ટીંકુની સ્કુલમાં કઈ કામ હોય કે મમ્મી પાપાને કઈ કામ હોય તો, તારા સંપર્કમાં રહી શકે એ માટે અપાવ્યો છે... - આમ લફડાબાજી કરવા નહિ!"- મિસ્ટર પટેલની અસ્લખિત વાણીની પીચ મોટી થતી ગઈ, બાજુના રૂમમાંથી મમ્મી પાપા પણ બહાર આવી આ ભાવાઈની મઝા લઇ રહ્યા!

"
મને... મને નથી ખબર. સાચે,નથી ખબર. કોનો નમ્બર છે, મને નથી ખબર.  ભૂલમાં કોઈનાથી મોકલાઈ ગયો હશે. સાચું કહું છું.. મને.. "- શબ્દો જાણે ધીમે ધીમે ગેરહાજર થતા ગયા, અને એમની અવેજી પુરવા આંસુઓ દોડી આવ્યા!

"
અમને તો કોઈ ધોળા દિવસે પણ ભૂલમાં કોલ કે મેસેજ નથી કરતુ! બધા તને જ કેમ કરે છે? કાલ સુધીમાં મને જવાબ જોઈએ - નામ-ઠામ  જોઈએ- આ આશિકનું!"-ટીવીનું રીમોટ પછાડી , ન્યુઝ પેપરનો છુટો ઘા કરી મિસ્ટર પટેલ ધમ ધમ પગ પછાડતા બેડ રૂમ તરફ જઈ રહ્યા..
અને રશ્મી ...

અને રશ્મી વિચારી રહી- કાશ કોઈ હોત, સાચે જ કોઈ હોત તો .. હાલ , હમણાં જ..
આ રોજ રોજની અકારણ ગાળો ખાવા કરતા - સાચે જ કોઈ ...

આંસુઓ જાણે શબ્દો સાથે વિચારોને પણ ગળી રહ્યા અને નિશ્ચેત રશ્મી પતિના શર્ટમાં બટન ટાંકી રહી! આજે સોઈ વાગવાથી પણ કોઈ ઉન્હ્કારો નથી નીકળ્યો, હા સોઈની જગાએ કરવતનાં હોવાનું દુખ જરૂર અનુભવાયું!

***
"
હની, આઈ નીડ યોર ફેસબુક એન્ડ ઈ-મેઈલ પાસવર્ડ."
"
શ્યોર, બટ વ્હોટ ઇસ ધ રીઝન? "
"
માય કલીગ સેય્ડ હી ઇઝ ગોઈંગ સ્ટેડી વિથ સમ ગર્લ, શી ઇઝ મેરીડ લાઈક યુ, વર્કસ ઇન સેમ કંપની એઝ યુ, એન્ડ હેઝ સેમ હોબીઝ એઝ યુ... એન્ડ ફ્રોમ હિઝ દીસ્ક્રીપશ્ન આઈ ડાઉટ... "
"
હેવ યુ ગોટ મેડ? વિ આર મેરીડ સીન્સ ૧૨ યર્સ! ગેટ સમ લાઈફ ઓર ગો ટુ હેલ!"
***

આજે સવારેમેં લંચમાં ઇદડા બનાવ્યા, ગેસ સમયસર બંધ કરવાનું ભૂલી ગઈ કે "નિષ્કાળજી" રાખી..  અને ઇદડા થોડા વધુ સોલીડ સ્ટેટમાં કન્વર્ટ થઇ ગયા!

એનો સ્વાદ જાણે એની "મજબુતાઈ"માં ખોવાઈ ગયો!
ક્યારે આપણે સંબંધ પ્રત્યે નિષ્કાળજી દાખવી- શંકા અને ગુસ્સાના તાપમાં લાગણીઓને બરછટ અને નિર્જીવ બનાવાનું બંધ કરી શકીશું?
કોલેજ આવતા, મારી  પ્રિય ભીલાડના પ્રવાસમાં - ઉનાળો ધરાહાર વર્તાઈ રહ્યો! વેકેશનમાં પિયર જતી નસીબદાર ફીમેલ્સ સાથે મન્ડે-બ્લુસમાં ઓફીસ જતા અમારા જેવા - કમપાર્ટમેન્ટ એકદમ "હોટ " લાગ્યું! અને એક કોલેજીયન, નવી સવી અપડાઉન કરતી છોકરીને સહેજ ચક્કર આવતા રહેવાયું નહિ અને એનાથી કહેવાઈ જ ગયું - " યાર બારી ખોલો, તડકો આવશે પણ સાથે તાજી હવા પણ લાવશે આને અંદરનો ઉકળાટ બહાર કાઢશે!"

ક્યારે આપણે નિશ્ચિંત રહીને બારી ખોલતા શીખીશું?
"
સ્પેસ " જરૂરી છે જીવવા , કદાચ ઓક્સિજન જેટલી જ જરૂરી! 
જીન્દગી "આઈ"~શ્વાસ [માત્ર મારા શ્વાસ લેવાથી] , "યુ "~"શ્વાસ" [માત્ર તારા શ્વાસ લેવાથી] નહિ - "વી" ~ " શ્વાસ" [આપણા એક બીજા સાથે, એકબીજાની હુંફમાં રહેવાથી] સાથે જ જીવી શકાય! 

Comments

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…