Skip to main content

મોનીટર મેગેઝીન- મેં ગલત હું, તો કોન સહી!તુમ લોગો કી ઇસ દુનિયા મેં, હર કદમ પે ઇન્સાન ગલત,
મેં સહી સમઝ કે જો ભી કરું,
તુમ કહેતે હો ગલત..
હોન્ડા સીટી માં મોહિત ચૌહાણનુ રીયલમાં રોકિંગસોંગ વાગી રહ્યું..
સબ-રજીસ્ટ્રાર ની કચેરી” , બોર્ડ ની લગભગ બાજુમાં જ તમે ગાડી પાર્ક કરી, બાજુમાં ઝુકીલુ નો પાર્કિંગનુ બોર્ડ જોયા વગર જ!
બહારથી નામનો જ સફેદ ચૂનો લગાવેલી જૂની ઢબની બે માળ ની ઈમારત. બહાર છુટા છવાયેલા ટેબલો. તમને તમારી હોન્ડા સીટી થી લઈને હાથમાં રહેલા આઈફોન ફાઈવ સુધી ઓબ્ઝર્વ કરી ,પોટેન્શિયલ કસ્ટમર તરીકે માપી રહેલી સરકારી નજરો.
હું પહોંચી ગયો છું અહી. પપેર્સ રેડી છે ને? હું ઇઝ કમિંગ વિથ પેપર્સ? અહી કોને મળવાનું છે? –તમે સત્તાવાહી અવાજે ઓર્ડર કર્યો.
સામેથી ‘એજન્ટ-દસ્તાવેજ’નાં નામે મોબાઈલ માં સેવ થયેલો નંબર રણક્યો – સરજી, બસ મારો એક પંટર ઓન ધ વે જ છે. બધા પેપર્સ રેડી છે અને સાહેબ સાથે વાત પણ થઇ ગઈ છે ..બસ ૫ મીનીટ ની ફોર્માલીટી છે.
અને સાચે જ તમારા એજન્ટનાં કહ્યા પ્રમાણે માત્ર ૫ મીનીટમાં બધું કામ પતી ગયું. પેપર્સ માં વિટનેસ નાં સિગ્નેચર કરવા પણ બે ડમી પપલુ તમારા એજન્ટનાં પંટરએ મેનેજ કરેલા છે એ જોઈને તમે એમનાં સેટિંગને મનોમન વખાણી રહ્યા. સાહેબની સામે સામે ચેર પર બેસી એક ફોટો, બે થમ્બ ઈમ્પ્રેશન અને પેપર્સ પર ૪-૫ સિગ્નેચર. કામ પૂરું.
હાશ , ફીલ થયું તમને.
સરજી, પેપર્સ ૩ ઝેરોક્સનાં સેટમાં કાલે સાંજ સુધી મળી જશે! – કામ પત્યાનુ સિગ્નલ આપી એ પંટર આશાભરી નજરે તમને જોઈ રહ્યો.
થેન્ક્સ, તો હું નીકળું? કાલે મારો મેનેજર પેપર કલેક્ટ કરી જશે. – દિવસ રાત નોટ છાપવામાં અને બેંકનાં એકાઉન્ટ ભરવામાં બીઝી તમને નાના મોટા કામ કરવા કાયમ જ સમયનો અભાવ રહ્યો છે!
સર , મોટાસાહેબનો વ્યહવાર? બોલે તો પેપર્સ પાસ કરાવવા ખુરશીની સલામી!”-ખુંધુ હસતા ઝીણી આંખો કરી તમારા પપલુએ તમને સરકારી સેટિંગ યાદ કરાવ્યું.
અને એક સેકંડ પણ વિચાર્યા વગર તમે હજાર-હજારની લીલી નોટો ગણીને એને પકડાવી. ડાબા હાથે મોડું થઇ ગયું એ રીયાલાઈઝ કરાવતી રોલેક્સમાં નજર નાખી અને ગાડી તરફ પરાયણ કર્યું...
ગાડી સ્ટાર્ટ થતા જ મોહિત ચૌહાણ જાણે તમને સંભળાવવા જ ગાઈ રહ્યો –
મેં ગલત હું,
 તો કોન સહી,
મરઝી સે જીને કી ભી મેં, ક્યાં તુમ સબ કો અરઝી દુ,
મતલબ કી તુમ સબકા મુઝ પે મુઝસે ભી જ્યાદા હક્ હે!
સાદ્ડા હક ઇથ્થે રખ..!
અને એકદમ રીઢા , કેલ્ક્યુંલેટીવ અને મની-માઈન્ડેડ બિઝનેસમેનની અંદર ક્યાંક ઊંડે ઊંડે છુપાએલા અને દબાવી દેવાએલા કેટલાક ઇમોશન્સ-સિદ્ધાંતો અને સંસ્કારો થોડી વાર માટે સળવળી ઉઠ્યા!
કંઇક ખોટું-ગલત-રોંગ કર્યાની ફીલ એક પળ માટે ધૂંધવાઈ અને સળગાવી ગઈ તમારી અંદર છુપેલા કોઈને!  
વ્યહવાર સાચવીને કેટ-કેટલી ફાઈલસ, કોન્ટ્રાક્ટસ , ટેન્ડરસ  અને ડીલ્સ પતાવ્યા નો આંકડો પણ કોને યાદ છે હવે, તો આ ધૂંધવાટ હજુ સુધી?
***
સર, આપણા ‘યુનીટ-એ’માં ચોરી થઇ છે. નાઈટ શીફ્ટનો વોચમેન હમણાં જ રીપોર્ટીંગ કરીને ગયો. જે કેમિકલ ચોરાયું છે એ પોઈઝ્નસ છે અને કોસ્ટલી પણ. આઈ થીંક વી શુડ રીપોર્ટ ટુ પોલીસ સુન.- ઓફીસ માં એન્ટર થતા જ તમારા રાઇટહેન્ડ એવા મેનેજરે ન્યુઝ આપ્યા.
મોબાઈલ માં આજની એપોઇન્મેનટ્સ ચેક કરી સહેજ વિચારી, બેક ઓફ ધ માઈન્ડ ટાઈમ વર્સીસ મની અને લોસની ગણતરી માંડી તમે સુચના આપી – નાં, એફ.આઈ.આર લખાવાની કોઈ જરૂર નથી. નાહકનાં પોલીસ સ્ટેશન અને કોર્ટનાં ધક્કા થશે અને એવો ફાલતું ટાઈમ કોની પાસે છે! ડુ વન થીંગ ફ્લોર સુપરવાઈઝર ને મોકલી ‘જાણ ખાતરની અરજી લખાવી દો આ ચોરી ની. એટલે કેમિકલ મિસયુઝ થાય તો વી વિલ બી સેફ.
પણ સર, આઈ બીલીવ એફ.આઈ.આર. લખાવવી જ જોઈએ! સવાલ ચોરી નો કે ફાઈનાન્શિયલ લોસ નો નથી.. એક વાર ચોરી કરી બચી ગયેલો એ ચોર બીજી વાર મોટી હિંમત કરશે. ઈટ્સ રોંગ! રીપોર્ટનાં લખાવીને વી આર મોટીવેટીંગ ધ થીફ એન્ડ ડેમેજીંગ સોસાઈટી. આપણે ભણેલા ગણેલા થઈને લો અને રૂલ્સ ફોલો નહિ કરીએ તો ... – તમારો યંગ, ડાયનેમિક અને ઝીલસ મેનેજર તમારું રુક્ષ અને ખુંધુ હાસ્ય જોઈ અધવચ્ચે જ બોલતા અટકી ગયો.
વેલ સેઈડ, પેન ડાઉન ઓલ યુ સેઈડ! હમણાં જે લેક્ચર આપ્યું એ કંપની ટ્રેનીંગમાં કે સેલ્ફ મોટીવેશનનાં કોઈ વર્કશોપમાં ક્વોટ કરવા કામ લાગશે. આ બધું ફેસબુક કે રીયલ બુક માં જ શોભે! રીયલ લાઈફ માં ટાઈમ કોની પાસે છે? ટાઈમ ઇઝ મની! એન્ડ મની સેવ્ઝ ટાઈમ! એટલે પોલીસ માં અરજી લખાવો, એમનો વ્યહવાર અને ચા-પાણી આપો એટલે વાત પૂરી. અને સમાજ સુધારવા સરકાર, પોલીસ, એન.જી.ઓ.સ અને બીજા ઘણા બધા નવરા લોકો છે, બેટર વી ડુ સમથીંગ ફ્રુટફૂલ અને યુઝફૂલ. – લેપટોપ પર ટ્પ ટ્પ કીઝ દબાવતા તમે તમારી અંદર પણ કૈક દબાવી રહ્યા.
***
કોલેજ નો ચિક્કાર ભરેલો ઓડીટોરીયમ, સ્ટેજ પર ચારે તરફ ચકડ-વકળ જોતી સ્વપ્નીલ આંખો, માઈક હાથમાં લઇને એકદમ આક્રમકતાથી બોલી રહેલો યુવાન અવાજ – શરૂઆત ક્યાંક થી તો કરવી જ પડશે! હું અને મારું ભૂલીને આપણું સમઝવું અને  વિચારવું જ પડશે! સક્સેસ માટે નાં શોર્ટકટ ભલે લોભામણા રહ્યા, એમાં સિદ્ધાતો અને નીતિ નિયમો ને વળગીને- લડીને, નડીને જીતવાની અને નવો રસ્તો બનવાની એ ખુમારી અને ખુશી ક્યારેય નહિ જ મળે! સિસ્ટમ કે સરકાર કરતા સમાજ માં કરપ્શન નાં કેન્સર માટે સૌથી વધુ જવાબદાર ‘હું’ જ છુ- એ સ્વીકારૂ છુ! અને હું , ભારતનું ભવિષ્ય પોતાની જાતને એક પ્રોમીસ કરું છું – પોતાની જાતને દિવસ પુરો થાય કોલર પકડીને યાદ કરાવવાની કે – હું લડીશ , ખોટું કરનારને નડીશ અને નવા કરપ્શનફ્રી ઇન્ડિયા ની પહેલી ઈંટ હું જ બનીશ!
તાળીઓ નો ગડગડાટ .....
અને આંખો ની ખુમારી , શબ્દે શબ્દ જીવવાની કસક, લડવાનું  જુનૂન નો સરવાળો એવો એ યુવાન, કોણ? નાં, તમે તો કોઈ કાળે નાં જ હોઈ શકો!
***
તાળીઓનો એ ગડગડાટ હજુ રોજ રાતે એકાંત માં કાન માં ઘુમરાય છે અને અરીસામાં પોતાની જાતને જોઈ નજરો નીચી થઇ જાય છે.Comments

Envy said…
As usual, superb write up.

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…