લાઈફ સફારી , પેજ ૩, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર *** “ નેકસ્ટ ટાઈમ આ રીપીટ થશે તો, આઈ વિલ કમ્પ્લેન ઇન પુલિસ. ”- રેલ્વેના વેહિકલ પાર્કિંગમાં એન્ટર થતાની સાથે જ કાને પડ્યો જાણીતો અવાજ. આરોહી, મારી ફ્રેન્ડ, એકદમ શાંત, સૌમ્ય અને સીધી, પોતાના કામથી કામ રાખનારી, એક સ્કુલ ટીચર. “ ચીલ, આરોહી. શું થયું? આજે કેમ માં સરસ્વતીએ માં દુર્ગાનું રૂપ ધારણ કર્યું છે? આ ટોન અને ટણી મારા કેરેક્ટરને સુટ થાય, તને નહિ. ” – મારી સ્કુટીની સ્લીપ લેતા લેતા મેં પાર્કિંગવાળાની સામે આંખો કાઢી અને ના પૂછેલા પ્રશ્નનાં જવાબની ઉઘરાણી કરી. “ દીદી, આ વીકમાં આ ત્રીજી વખત મારા એક્ટીવા પર કોઈ ચિઠ્ઠી મૂકી ગયું છે- કેટલી ગંદી અને ભદ્દી માંગણીઓ અને.... અને આ લોકો એમ કહે છે કે એમને કઈ ખબર નથી! ” – આરોહીનો ગુસ્સો હું સુપેરે સમઝી રહી. “ બોલો ભૈયા એ કિસ કી હરકત હે? લાસ્ટ ટાઈમ કે જેસે રેલ્વે પોલીસ કો હી જવાબ દેના હે યા ... ” – મેં આંખોની સાથે સાથે અવાજ પણ સહેજ મોટો કરી એઝ યુઝઅલ ધમકી આપી. ઘણી વાર સાચી વાત સરળ શબ્દો કરતા અણીયાળા કે ખરબચડા ટોનમાં જ વધુ અસર કરે છે. “ મેડમજી, બાત યહી ખત...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)