" હુ ઈઝ ગેટીંગ મેરીડ સો અર્લી ? "- આજકાલ ડીનર ટેબલ મેટ્મોરનીઅલ કાઉન્સેલિંગ સેન્ટર વધુ લાગે છે એવો માહોલ છે!
" અગેન અ રીચ , સેટલ્ડ, ડેસ્પરેટ ફોર મેરેજ - મેચ ! બટ ફોર અ ચેન્જ - "વુડ બી બ્રાઇડ " ઈઝ ચેન્જડ! "- ખલ્લાસ ૨ કલાક માટે નો નાસ્તો મળી ગયો પૂરી બ્રિગેડ ને!
"ડોન્ટ લુક એટ ભુમિકા ! હાઉ શી કેન બી "વુડ બી બ્રાઇડ" ? આઈ મીન , શી ફોલ્સ ઇન ફીમેલ કેટેગરી ? એક પણ એન્ગલ થી લાગતું નથી! " - વેફર ની સાથે ભુમિકા નો નાસ્તો શરુ થયો!
"સ્ટોપ ઈટ ગાયઝ! ઇટ્સ સીરીયસ! " - એટ લીસ્ટ મેરેજ ટ્રબલ માં તો - એક લડકીહી દુસરી લડકી કે દર્દ કો સમઝ સકતી હે .. પ્રુવ કર્યું મારી ડીયર રૂમી એ!
" ઓબ્વીયઝ્લી , ઇફ સમવન ઈઝ ગેટીંગ મેરીડ વિથ ભુમ્સ , હી મસ્ટ બી સીરીયસ- એટલીસ્ટ મેન્ટલી ! " ..
મિત્રો ના બુમ બરાડા અને ધમાલ માં કદાચ વધુ પડતું જ ખવાઈ જતું , તો પણ માસી પ્રેમથી , આગ્રહ કરીને બધાને જમાડે . કદાચ એટલે કે આ એમના માટે બીઝનેસ નથી.. દીકરીઓ ને દીકરા ના યુ.એસ. સેટલ થયા પછી વસ્તી શોધવાનો રસ્તો માત્ર છે!
માસી એ ક્યારનું જમવાનું પતાવી ન્યુઝ પેપર માં ખોવાયેલા કેયુર ને મીઠી ટકોર કરી -"આજે શાહ સાહેબ કેમ સાઈલેન્ટ મોડ માં છે? "
"કઈ નઈ એ તો મોન્ટુ બૌ ઈમોશનલ છે , એને અત્યારથી બિચારા ભુમિકા ના "વુડ બી બ્રાઇડ" ની ચિંતા થતી હશે! ગાયઝ ડોન્ટ સ્ટેર, ભુમિકા વિલ બી ગ્રુમ ફોર શ્યોર, સો હર પાર્ટનર હેઝ ટુ બી બ્રાઇડ ! "- હરી ફરી ને દુખતી નસો ને હરી કરી દેવાની ને હસવાની કેટલી મઝા આવે છે આમને એ જોતા વિચાર આવ્યો- આજ રીતે મેં પણ એમનો દર વક્ખતે ભાર પુર નાસ્તો કર્યો જ છે! અને - હર કુત્તે ક દિન આતા હે! .....
" કટ ઈટ નાઉં! શી ઈઝ કોમ્યુટર ઇન્જિનીયર , હોટ મેરેજ ડીલ ફોર હર કાસ્ટ.. અનાવિલ્સ માં એજ્યુકેશન પતે એ પહેલા ગોળ-ધાણા ખવાઈ જ જાય! આ રીડીંગ વેકેશન માં એ ઘેર જશે , શી હેઝ ફોર પ્રપોઝલ્સ , ઓલ ફ્રોમ ફેમીલી ફ્રેન્ડસ ... એક સિલેક્ટ કરવાનું એન, ગેટ હુકડ, બીફોર સેમ એન્ડ્સ ! " - ઓબ્જેક્ટ ઇન મિરર આર ક્લોઝ ધેન ધે અપીયર, કદાચ પ્રોબ્લેમ્સ નું પણ એમ જ છે!
" પણ -ના પણ પાડી જ શકાય ને! એજ્યુકેશન, ફેમીલી બેકગ્રાઉન્ડ, સેલેરી, લુક્સ, સીટી , તમારે તો કેટલા બહાના હોય ના પાડવા ! એન એબોવ ઓલ- અભી મેરી ઉમર ભી ક્યાં હે! - મુઝે આગે પઢના હે! વોટ સે ? "- અત્યાર સુધી સાઈલેન્ટ કેયુર ને પણ હવે આ કોમેડી માં ઈંટરેસ્ટ પડ્યો!
" ટ્રાઇડ ઓલ! હમણાં પાપા નો જ કોલ હતો! ઓલ ફોર પ્રોપોઝ્લ્સ આર ફ્રોમ માય પાપા સ ક્લોઝ ફ્રેન્ડસ ફેમીલીસ ! ઓલ અર્નિંગ હેન્ડસમ , વેલ સેટલ્ડ એન્ડ અમારા માં તો એન્ગેજમેન્ટ કે મેરેજ પછી સાસરા વાળા જ હોંશે હોંશે ભણાવે ! "- મારી મજબૂરી મને જ ના સમજાઈ.. એક પણ મેરેજ- પ્રપોઝલ માં કોઈ જ ખામી ના હતી તો પણ ખબર ની કેમ- દિલ કેમેય કઈ સમ્ઝ્તું જ ના હતું..
"મને તો આ ફંડો જ નૈ સમઝાતો.. તુ એક એવા માણસ સાથે કઈ રીતે મેરેજ કરીશ , જેને તુ ઓળખતી જ નથી.. હુમ યુ ડોન્ટ લવ? પોતાની લાઈફ આમ સ્પોઈલ તુ કઈ રીતે કરી શકે ? જસ્ટ સે - નો ! "- મિસ્ટર શાહ ને મિસ્ટર એન્ગ્રી યંગ મેન બનતા જોઇને બધાની સાથે મને પણ નવાઈ લાગી!
" મારાથી ના કઈ રીતે કેહવાય ! મારી પાસે કોઈ રીઝન નથી! હુ ચારેય ફેમીલી ને બૌ સારી રીતે ઓળખું છું! અને ચારેય "વુડ બી ગ્રુમ " મારા ફ્રેન્ડસ છે- સીન્સ ચાઈલ્ડહુડ ! " - નાના સીટી માં જ્યાં અમારી કાસ્ટ ની વસ્તી પણ ઓછી ને પાપા નો મળતાવડો ને સોશિયલ સ્વભાવ એટલે એમને મિત્રો પણ ઝાઝા ! અને એમની સારી શાખ થી જ તો મોટી બહેન નું પહેલાજ માંગે, ઝટ ગોઠવાઈ ગયું હતું!
"તારે જ ના નથી પડાવી અને તને પ્રોબ્લેમ નથી તો આટલું ડિસ્કશન કેમ ? ગો અહેડ ! એડવાન્સ માં - બેસ્ટ વિશિઝ ! " - અચાનક ગુસ્સે થઇ ને એનું નીકળી જવું ને ... કદાચ મને સમજાઈ ગયું .. કેમ આટલા એપ્રોપરીએટ રિશ્તાઓ પણ મને નથી ગમતા .. કદાચ પહેલી વાર દીલ અને દિમાગ એ વાત સ્વીકારવા મથી રહ્યા જે અત્યાર સુધી જાણી બુઝી ને અવગણી હતી.. શું ઉતાવળ છે એમ વિચારી...
અમારા બંને નું અકારણ ઝગડવું અને આમ કેયુર નું ગુસ્સા માં જતું રહેવું કદાચ મિત્રો ને ના સમ્ઝાયું ... પણ .. મને સમ્ઝાયું કે - ઇટ્સ પરફેક્ટ ટાઈમ ટુ ટોક ... ટોક અબાઉટ અઝ..
એક "ના" ની બીક થી હિંમત ના હારી જવાય અને આખી જિંદગી "દીલ ની વાત ના કહી શકવાના " અફસોસ સાથે જીવી પણ ના શકાય ...
અને એ પછી ...
જે મેં કદાચ ખુબ સમય પહેલા લખ્યું હતું... I think We need to talk!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તારા જન્મ- દિવસે ... ૯/૧૦/૨૦૧૧ .........
કદાચ જો એ દિવસે મને ના સમ્ઝાયું હોત, કે હુ એ હિંમત ના કરી શકી હોત તો ...
વિચાર માત્રથી જ એક અધુરપ મેહસૂસ થાય છે!
જેની સાથે લાઈફ એક જલસા ની જેમ વીતી છે , જેને માંગ્યા વગર મને મારી લાઈફ મારી રીતે જીવવા ની પૂરી પેસ અને સ્પેસ આપી છે , જેને મારી ઈમ - મેચ્યોરીટી અને મારા અભાવો ને પણ પુરા પ્રેમ થી સ્વીકાર્ય છે , મારી અગણિત ભૂલો અને મહા-બ્લનડરસ પણ જે હસી ને- તું ક્યારે સુધારીશ ના ટીપીકલ ટોન માં ઉડાવી શકે છે અને જેણે સપ્તપદી ના સાત ફેરા ને દીલ થી ફરી - મને કાયમ હુંફ અને હોંસલો આપ્યા છે - એ મારા પતિજી - કેયુર શાહ ને અમેની ૩૦ માં વર્ષગાંઠે એક જ વાત કહેવી છે ...
કદાચ ...
જીંદગી આટલી સિલ્લી, અણધારી , ફૂલ ઓફ બ્લંડરસ અને અનેક્સ્પેકટેડ પણ હોઈ શકે એ તારા જેવા પરફેકશનીસ્ટ ને કેમ ખબર પડત?
૨ ટાઈમ ગરમ નાશ્તા ને ફૂલ પરફેક્ટ લંચ-ડીનર તો બધા ના નસીબ માં હોય... ખીચડી ની આટલી વેરાયટી અને નામ પૂછીને ખાવી પડે એવી વાનગીઓ તને કોણ ખવડાવત?
અને રહી વાત મારી તો ....
તારા વગર કદાચ ... હુ એક નોર્મલ લાઈફ જીવી શકું એ વિચાર જ મારા એબનોર્મલ દિમાગ માંથી પ્રોસેસ નથી થઇ શકતો!
મારા આગળ ભણવા ના એક સપના ને પોતાનું સપનું બનાવી - ધરાર બધાના વિરોધ વચ્ચે પણ , પરિવાર થી જુદા રહેવા જવા ની અગવડ અને અધુરપ સાથે પણ ....
પત્ની પતિ કરતા વધુ ભણેલી હોય કે વધુ કમાતી હોય એ ના ચાલે... ની અભિમાન થી
લઇ ને અકેલે હમ એકેલે તુમ સુધીની બધી લવ-સ્ટોરીઝ કદાચ તારી સહનશક્તિ અને
પ્રેમ થી જ ખોટી પડી છે!
કદાચ પૂર્ણતા ને અધુરપ નો સરવાળો એજ - "તારો ને મારો" સંબંધ!
Comments
This feel between you two (you speak out and he says silently) makes you the best couple I know. :-)
Be like this and Keep Smiling Always......
thanks a lot for admiring our perfectly imperfect combo!
:p
we are not best couple indeed, but we do have little exclusive ORed relation! :p
a little tough for ur friend though! :)
be always with us :)
to sort out our bugged up minds!
Thanks dear :)
@krishna
thnaks a lot for wishes on behalf of keyur :)
Cheers!
ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
આપના આગમનની પ્રતિક્ષાએ
– કુમાર મયુર –