1st November , 2010 ...
"ભૂમિકા , હવે અગ્નિસંસ્કાર આપતી વખતે પાપા ને માટે ટે લીધેલી બધી બધા ઓ મૂકી દેજે... "- ઉર્વી એ પ્રેમથી મારા ખભો પસવારતા કહ્યું ..
" હા, તમે બંને બહેનો , પાપા માટે દીકરા સમાન હતી તો અગ્નિ સંસ્કાર પણ તુ અને ઉર્વી જ કરો એવી મમ્મી ની ઈચ્છા છે . "- જીજાજી એ
માથે હાથ ફેરવતા કહ્યું ...
૧૨ કલાક માં જ મારા પ્રેમાળ પાપા મારી નજર ની સામે, મારા ને ઉર્વી ના હાથે જ આ દુનિયા ની પળોજણ ને માયા મૂકી , પાછલા ૬-૭ મહિના ની બધી વેદના ઓ અને સંવેદનાઓ ત્યજી નિરાકાર શાંતિ માં લીન થઇ ગયા..
એવી શાંતિ જે અમને કાયમ માટે અકળાવી ગઈ..
"લે થોડી ચા પી લે હવે .. તે કાલ નું કઈ ખાધું નથી " - કેયુર અને હીર મારી પાસે આવી ને બેઠા ..
"ના ઈચ્છા નથી ..." - કોણ બોલ્યું , દિલ કે દિમાગ એ મારા સ્થૂળ શરીર ને શું ખબર ?
"ભૂમિકા , થોડી ચા પી લે ને પછી આરામ કર.." - જીજાજી એ પ્રેમથી સમજાવી..
ચા નો એક ઘૂંટડો હજુ તો મ્હો માં ગયો ને ત્યાં ....
એક ઉબકા સાથે ચા નો હમણાં જ પીધેલો પહેલો ઘૂંટડો ને એની સાથે "બધી લાગણીઓ, પ્રેમ , માયા, વેદના, જૂની યાદો, ખાલીપો, થોડા વણપૂછ્યા સવાલો, થોડા ના આપેલા જવાબો , ને ઘણું બધું " - વોશબેસીન માર્ગે પાણી સાથે વહી ગયું ...
પાપા સાજા ના થાય ત્યાં સુધી ચા ના પીવાની બાધા તો તૂટી પણ એ સાથે મારી અંદર પણ કૈક તૂટ્યું...
કાયમ માટે.. .....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"Calling daddu ...." -
મોબાઈલ ના ડિસ્પ્લે પર પાપા નો હસતો ફોટો જે થોડા મહિનાઓ પહેલા ઉર્વી ને ત્યાં કુશ ના જનોઈ માં પડાવ્યો હતો તે ઝબકયો...
"હેલ્લો ... , હેલ્લો .... , હેલ્લો ...." - મમ્મી નો તીણોઅવાજ અને બેક ગ્રાઉન્ડ માં ખુલ્લા નળ માંથી વહી જતા પાણી નો સ્ટીરીઓ ટાઈપ અવાજ ..
એક બીપ અને પછી પાછી એ જ નીરવ શાંતિ ...
"Calling daddu ...."
.............................. ...............
"હેલ્લો ... હેલ્લો... ..... " -
ફરી ફોન કટ,
ને જાત સાથે ની એ જ જૂની જીભાજોડી ચાલુ થઇ ........... જે છેલ્લા ૧ મહિનાથી રોજ ચાલે છે ...
"ના, આ એ અવાજ નથી જે સાંભળવા આ નંબર હું ડાયલ કરું છું!
જો ડિસ્પ્લે માં પપ્પા નો સ્નેપ દેખાય છે તો પાપા નો અવાજ કેમ નથી સંભાળતો ...
કઈ નઈ ફરી ડાયલ કરું, પપ્પા ઊંઘતા હશે! "
"Calling daddu ...."
.............................. ...............
"હેલો , હેલ્લો ... ? સંભળાતું નથી ? હેલ્લો .... "
કંટાળી ને મમ્મી એ ફરી ફોન કટ કર્યો ...
આંખ માં થી ટપ ટપ ટપ આંસુ સારી રહ્યા ....
દિલ અને દિમાગ નું કોમ્યુનીકેશન બંધ થઇ ગયું હોય એમ બંને- દિલ અને દિમાગ , એક બીજા સાથે વાદે ચડ્યા ...
દિલ કહી રહ્યું - " ફરી ટ્રાઈ કરને , પપ્પા ઊંઘતા હશે ! ... પપ્પા ઊંઘતા જ હશે, નઈ તો મારો કોલ તો પપ્પા જ રીસીવ કરે છે ને ?"
દિમાગ અકળાયું - " પોતાની જાત ને વધુ છેતરીશ નહિ ... આજે એક મહિનો થયો પૂરો , પપ્પા ને ગયા ને .. પરિસ્થિતિ નો સામનો કર..
પપ્પા નો અવાજ તને હવે ક્યારેય નઈ સંભાળવા મળે એ જેટલી જલ્દી સ્વીકારી લે એ સારું છે તારા માટે.... "
દિલ ના ડુસકા , કદાચ ઓવર પ્રેક્ટીકલ સીમાગ ની પહોંચ ની બહાર હતા ...
"ભૂમિકા , તારો મોબાઈલ ક્યાં છે? રીસીવ ધ કોલ ... મમ્મા નો કોલ હતો કે તુ ક્યારની એમના નંબર પર કોલ કરે છે ને કઈ બોલતી નથી , શી ઈઝ હેલ વરીડ ... નાઉ સ્ટોપ બીહેવિંગ લાઈક અ કીડ, એન્ડ કોલ મોમ બેક ! " - કેયુર ના એક કોલ થી ફરી દિલ અને દિમાગ વાસ્તવિકતા ની દુનિયા માં સામસામાં ભટકાઈ પડ્યા ..
ઇન્કોમીંગ કોલ...
"Daddu calling... "
પાપા નો એજ સરળ ને પ્રેમાળ ચહેરો ફરી સ્ક્રીન પર ફ્લેશ થયો , જાણે મને કહેતો હોય કે હું કદાચ ફિઝીકલી આસ પાસ નથી , પણ વર્ચ્યુઅલ્લિ હું હમેશ તારી સાથે, તારી પાસે જ છું!
"હેલ્લો ..." - ફરી એ જ પાપા નો અવાજ સંભાળવાની કસક સાથે મેં ફોન રીસીવ કર્યો...
"હેલ્લો , શું થયું બેટા? ક્યારની તુ કોલ કરે છે, હું રીસીવ કરી ને બોલું છું પણ કઈ સંભળાતું નથી .. તને કઈ થયું તો નથી ને? ક્યાં છે તુ ? " - મમ્મી એક માં સહજ ચિંતા થી એક સાથે કેટલા પ્રશ્નો પૂછી ગઈ..
"મમ્મી , કઈ નથી થયું... હું કોલેજ જ છું .. હવે થોડી વાર માં નીકળીશ .. તારી યાદ આવતી હતી એટલે કોલ કર્યો હતો ... " - આંખ માંથી આંસુ સારી રહ્યા...
ચાર આંખો રડી રહી...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પપ્પા ,
તમારા ગયા પછી મારા માં સર્જાયેલા ખાલીપા નું દુખ કરું કે ... તમારા સ્થૂળ શરીર થી મુક્ત થઇ શુક્ષ્મ રીતે તમે કાયમ મારી સાથે, મારી પાસે જ છો એવા તમારા અહેસાસ થી સંતોષ અનુભવું ?
પપ્પા ..... તમે સાંભળો છો ને ?
Comments
http://harshpandya.blogspot.com/2010/11/blog-post_15.html
ઉર્વી અને તું બંને તેમના બે બાજુઓ છો અને હંમેશા રહેશો જ.
ma' m tamari bhavna hu bo j sari rite samjhi saku chu...karanke ame pan 2 baheno j chiye, mare pan koi bhai nathi. khali vichar matra thi mara ashu avi jai che to tame to badhu joyu che..sache tame bo strong cho ane mane tamari pase ghanu badhu sikhva made che...tamara pappa hamesha tamari sathe j che....
This is what u have written by heart..
Love and hugs.
તેમના ગયા પછી અને અગ્નીસંસ્કાર સુધીનો ૧૮ કલાક તેમના શરીરને સાચવવાનું હતું. આખ્ખુ ઘર રડતું હતું ત્યારે હું તે બધી વિધીમાં પડ્યો હતો. એક પણ આંસુ આંખ માથી નોતું ટપક્યું. હું પોતે જાત ને પ્રશ્ન કરતો હતો કે આવું કેમ ? પણ તે સમય સાચવવાનો હતો. જ્યારે આજે ? લગભગ આખા દીવસમાં બે થી ત્રણ વખત આંખો ભીની થઈ જાય છે. હું માનું છુ કે હું બીજા કરતા જીવનને વધુ સારી રીતે ઓળખુ છું પણ જ્યારે આવું કાઇક થાય ત્યારે આંતરીક મોહ છતો થયા વગર નથી રહેતો. આ પોસ્ટ ખરેખર તો મારા બ્લોગ માટે લખાયેલી હતી પણ ત્યાં આ લખવાની હિંમત જ થતી નથી એટલે અહી મુકુ છું.
આભાર.