"ઓહ , હવે સમજાયું ! " - મારી દેહ વિહીન આત્મા નો આ અવાજ કોણ સંભાળશે?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ગઈ કાલે જ મને નવોઢા ની પેઠે પૂરી શણગારવામાં આવી હતી... એજ પાનેતર માં , જે મેં પુરા કોડ થી આજથી ૧૦ વર્ષ પહેલા લગ્ન દિવસે પહેર્યું હતું! ૧૬ શણગાર કરેલો મારો દેહ એટલોજ જાજરમાન લાગતો હતો જેટલી હું લગ્ન ના દિવસે સુંદર લગતી હતી!
વિધિ વિધાન પૂર્વક મારા દેહ ને "મારા" જ ઘર ને "મારા" જ સગા ઓ ની હાજરી માં "કાઢી" જવા નો છે, એ વાત થી સહેજ દુખ તો થયું , પણ દેહ જવાનું કેવું દુખ, આત્મા રૂપે તો હું પર પ્રિય જનો પાસે જ છું ને, એ વિચાર થી મન મનાવ્યું !
મારો પરિવાર મારી પાછળ જે આક્રંદ કરી રહ્યો છે એ જોઇને દુખ ની સાથે થોડો સંતોષ પણ થયો કે મારી લાગણી એક તરફી ના હતી!
બધા જ સગા વ્હાલા અને ઓળખીતા , અજાણ્યા ની વચ્ચે દેહ વિહીન હું "એમને" શોધી રહી , "જેમનો" હાથ પકડી ને હું આ કુટુંબ માં આવી ને "જેમના" હાથ ના અગ્નિદાહ થી મને મોક્ષ મળવાનો છે!
ચારે તરફ નજર કરી . "એ" કેમ નથી દેખાતા ?
કદાચ બૌ ઢીલા પડી ગયા હશે મારી વિદાય થી - અરે પણ ના એ તો વિકટ સંજોગો માં પણ ચટ્ટાન જેવું ધ્યેર્ય રાખે છે .... તો પછી તબિયત તો નહિ લથડી હોય ને ? એ વિચારથી મન વિચલિત થયું !
"અખંડ સૌભાગ્યવતી મૃત્યુ તો સદભાગી આત્મા ને જ નસીબ થાય! પતિ ના હાથે અગ્નિ દાહ માત્ર થી પરણીતા ને મોક્ષ પ્રાપ્તિ થાય છે! " - કર્મકાંડી બ્રાહ્મણ ના આ વિધાનો મારું અચેતન દેહ ભલે ના સાંભળી શકે , સચેતન હું એકધ્યાને સાંભળી રહી ...
આજ સુધી દરેક વિધિ વિધાન, રીત રસમ , પ્રસંગ, તહેવાર માં જેમનો મેં એક પડછાયો બની ને સાથ આપ્યો છે , એમને હવે મને માત્ર સ્મશાન સુધી "સાથ" આપવાનો છે! કેટલું વિચિત્ર છતાં કેટલું સત્ય!
"ચાલો જલ્દી "કાઢો " હવે... " ...
"હા ચાલો, હવે કોની રાહ જોવાય છે ? "
મારા દેહ ને જતો જોઈ રહી.. ....
માત્ર ૧૦ મિનીટ ના કોલાહલ પછી નીરવ શાંતિ વ્યાપી ગઈ મારા ઘર માં..
એક વાર તો "મારા" ઘર માં આંટો મારી આવું , ખૂણે ખૂણે મારી ને મારા પ્રિયજનો ની યાદો સમેટી આવું!
ડ્રોઈંગ રૂમ માં હજુ સ્નેહીજનો "રામ ધૂન" બોલાવી રહ્યા છે... પૂજાઘર માં મમ્મી ઈશ્વર ને મારું ધ્યાન રાખવા કરગરી રહ્યા છે! રસોડા માં ભાભી સાંજ ભોજન ને બપોર ની ચા ની ગોઠવણ કરી રહ્યા છે...
હાશ ... મારું ઘર ને બાળક સચવાઈ જશે .. એમ વિચારતા બેડ રૂમ માં આવી ને પગ એક દુખ ના ચિત્કાર સાથે અટકી ગયા ..
જેમના હાથે મારા દેહ ને મોક્ષ પ્રાપ્તિ થવાની હતી એ મારા "જીવનસાથી " સ્મશાન ની વાટે મારા દેહ ને સાથ અપાતા હોવાના સમયે "ઘર માં" !
ને પાછળ થી મમ્મી ને ભાભી નો વાર્તાલાપ સંભળાયો..
" મેં જ એને સમજાવ્યો કે ફરી લગ્ન કરવાના હોય એટલે સ્મશાન ના જવાય.. ક્રિયાકાંડ થી દૂર રહેવું પડે! હજુ એની ઉંમર જ શું છે! "
"ઓહ, હવે સમજાયું ..." દિલ રડી ઉઠ્યું ...
હવે આ ઘર ને સાથી ની કોઈ યાદ નથી સમેટ્વી મન ને મક્કમ કર્યું... ના "એમના " બીજા લગ્ન સામે વાંધો નથી ... દિલથી ખુશ છું કે એમને ઝીંદગી ની સફર માટે એક હમસફર મળશે ને મારી દીકરી ને માં !
પણ...
શું મારા દેહ ને અગ્નિ દાહ આપવાની "એમની" ફરજ નથી ?
બીજા લગ્ન માટે મારી આ આખરી ઈચ્છા ને મારો આખરી હક મારાથી કેમ ખૂંચવી લીધો ?
આ જ તમારા ૭ જનમ ના વાયદા!
અગ્નિ વગર મારો આત્મા બળવાની વેદના અનુભવી રહ્યો!!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સમાજ ના બનાવેલા નીતિ નિયમો કોઈ પણ લોજીક વગર માનવા ને એનું અનુકરણ કરવું કેટલી હદે જરૂરી છે?
સમાજ પહેલો કે પ્રિયજન અને તેની લાગણીઓ?
Comments
its really painful when ur loved one for whom u lived whole life becomes practical momentarily and forgets all love and feelings at a time just for the sake of so called "society" n "samaj" or "riti" n "rivaj" !!!
but i really HATE this SO CALLED "SAMAJ" & them SO CALLED "RITI-RIVAJ"..hunh :X
- Paresh Shah