Skip to main content

પપ્પા , હું અને ...ગણતરી : સંબંધ ની, સ્વાર્થ ની , જવાબદારી ની ..


"પાપા , પાપા , તમે સાંભળો છો કે? કેમ આજે કઈ બોલતા નથી? જુઓ હું સ્પેસીઅલ તમને મળવા આવી છું! હવે તમને કેમ લાગે છે?"
મારો એક બીજો પ્રયાસ વ્યર્થ રહ્યો! 

છેલ્લા અડધા કલાક થી મારા પુછાયેલા દરેક સવાલ નો પાપા એ એક  જ જવાબ દીધો છે , આંખો થી , આંસુ ઓ થી! 
પાપા ના ચહેરા પર છે વેદના અને લાચારી... જે મારી પીડા માં અનેકગણો વધારો કરે છે! 

હું આઈ.સી.યુ માં બેઠી છું , સામે મારા પ્રિય પપ્પા છે ! પણ ના જાણે કેમ આજે એમની વેદના મારાથી નથી જોવાતી! અને અજાણ્યે મન ના કોઈ ખૂણે થી ભગવાન ને પ્રાર્થના થાય છે - " ભગવાન આટ-આટલું રીબવા કરતા હવે એમને બોલાવી લે! " અને દિલ ને એક અપરાધભાવ અનુભવાય છે , અને આંખો ની સામે પાછલા ૨૮ વરસ ઘુમરાય છે!
 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ધોરણ ૧૨ , પછી કોલેજ માં એડમીશન નો દિવસ .... એલ. ડી એન્જીનીયરીંગ કોલેજ પર વળી ઓ નો અભૂતપૂર્વ ધસારો , ચહેરા પર ચિંતા ના ભાવ સાથે... ૧૯૯૯ નું સાલ. 

મારી ઈચ્છા કોમ્પ્યુટર ઇન્જીન્યરીંગ માં એડમીશન લેવાની હતી , જેમાં મારા પપ્પા સંપૂર્ણ પણે સંમત! [ મારા દરેક સ્વપ્ન ને મારા પપ્પા નો હંમેશ ટેકો રહ્યો છે! ] 

પણ પ્રશ્ન હતો કઈ કોલેજ? મિડલ ક્લાસ પરિવાર માટે બાળક નું શિક્ષણ એ પણ "સારું શિક્ષણ" ઘણી મૂળભૂત જરૂરિયાતો ની બલિદાન નું કારણ બને છે! આથી બરોડા એમ.એસ યુનીવર્સીટી માં જ એડમીશન લેવાનો મેં નિર્ણય કર્યો હતો, જે બ્રાંચ માં મળે તે... હોસ્ટેલ નો અને બીજો ખર્ચો તો બચે! 

"પપ્પા મને કોમ્પ્યુટર માં તો એમ.એસ માં નહિ મળે, પણ હમણાં ઈ.સી ની પણ સારી ડીમાંડ છે! હું એમાં જ લઇ લઈશ.." મન ને અને પપ્પા ને માનવ વાનો મારો પ્રયાસ...
"હજુ આપડો વારો તો આવવા દે! " પણ કધાચ પપ્પા ની "ગણતરી" બીજી હતી!

મારો વારો આવવાની તૈયારી જણાતા પપ્પા એ જ એડમીશન માટેની પ્રાયોરીટી નું ફોર્મ ભર્યું જેમાં બધી ખ્યાતનામ કોલેજ માં કોમ્પ્યુટર બ્રાંચ ભરી! મને આનંદ  તો થયો પણ ચિંતા વધુ થઇ.. વર્ષો થી બંધ એવી "સારાભાઇ કેમિકલસ " ના એમ્પ્લોયી માટે હોસ્ટેલ નો અને બીજો ખર્ચો કાઢવો .... આ મિડલ ક્લાસ અડધો તો કેલ્ક્યુલેશન માં જ ઘસી જાય છે! 

"પપ્પા , તમે ખોટું ભર્યું છે! લો હું બીજું ફોર્મ ભરું . " - મેં "ચાદર પ્રમાણે પગ લાંબા કરવા " એ મમ્મી ની સલાહ નો અમલ કરવા પ્રયાસ કર્યો, કમને !

"ના બરાબર છે! મને ખબર છે તું કેમ બરોડા એમ.એસ ભરવા કે છે! ખર્ચા ની ચિંતા ના કર! તારા પપ્પા જીવે છે ત્યાં સુધી તારે જેટલું ભણવું હોય , જ્યાં ભણવું હોય ભણ! મને જલારામ બાપા પર પૂરો ભરોસો છે! બધું થઇ પડશે! "- પપ્પા નું એક જ કેલ્ક્યુલેશન હતું, જે દુખ એમને વેઠવું પડ્યું , ઓછા ભણતર ને કારણે તે એમની દીકરી ઓ ને ના પડે! 

લખવા બેસું તો એક પુસ્તક લખી શકું છું એમના પર " મારા પ્રિય પપ્પા "!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"કાલે ઓપરેશન છે ! બીજી આંગળી અને બે હાડકા ઓપરેટ કરી કાઢી નાખવાના છે! ૨:૩૦ વાગ્યાનો સમય ડોક્ટર સાહેબ એ આપ્યો છે ! તમારા સગા ને જાણ કરી દેજો! "

દિલ રડી ઉઠ્યું ..
[ગેન્ગ્રીન - એવો રોગ જે મોટેભાગે માણસ ને ભરખે જે છે!]
 અને આ કદાચ શરૂઆત છે! એક કષ્ટદાયક , લાચાર અંત ની...

દિમાગ બોલી ઉઠ્યું.. કાલે તો રાજા લેવી અશક્ય છે .. ૩ જા વર્ષ ની મારા સબ્જેક્ટ નું સબમીશન છે. ૧ લા વર્ષ ની પરીક્ષા માથે છે અને સિલેબસ પતાવવા એમ પણ વધારા ના ક્લાસ લેવાના છે ... મારા માથે મારા વિદ્યાર્થી ઓ ની પણ જવાબદારી છે! 

દિલ બોલી ઉઠ્યું - ફટ તું સ્વર્થીં જ રહી! પાક્કી વાણીયણ થઇ ગઈ... ગણતરી માં તને કદાચ કઈ નહિ પહોચે! 

Comments

soham said…
how is ur father now?
Bhumika said…
@soham...
what i wrote is yesterday's episode!
he s still in ICU...
Khyati said…
i felt to cry after reading this..
my warm wishes to u nd ur father..to get well soon
mOnaRk said…
Bhumikaji, my father is also an employee of Sarabhai Chemicals so I can understand the hardship our parents have experienced throughout our education. Let me pray for your father to recover without much pain.
ભગવાન આટ-આટલું રીબવા કરતા હવે એમને બોલાવી લે!

aa bahuj vagyu dil par..aa situation kyare ave ne ema ket ketlu sahan karvu pade eto jene viti hoy enej khyal ave..

ane sachu kahu aaje fari ek var mane nari ni sahalshilta par maan thayu..tame jem kahyu ke he bhagwan have bas ...!! kharekhar e kaheva mate pan himmat ghani joie..

hu bakhubi samji shaku chhu aa situation..pan sachej bhagwan jyare aavi situation ma muke chhe apanane tyare ene sahan karvani shakti pan apij de chhe..jaat anubhav chhe ho..bas ummar ma hu tamara thi ghani ghani nani hati..pan touch wood aaje papa saja sara chhe..

ne tamara papa pan saja thai jashe jaldij...dnt wry just have faith in god...
sejal kara said…
ohhh bhumika,, tamari post vanchi ne to radvu j aavi gyu,,,mara papa no face mari najar same tarvari uthyo... bhagvan ne prathna j kari saku tamara papa mate ke emne ochi taqlif thai ne saja thai jay...
Minal said…
Bhums dear, don't worry and have faith in god. At time of reading i literally chocked by ur words and can feel what u're passing through. He will be back soon with u.
અધીર said…
I pray God....for whatever is best possible under the circumstances! and yes, and for u...too!
Prima said…
this is why I feel bad about being sooo far away from my dad! :(
Alpesh Bhalala said…
My pray to God for the best resolution of the situation. May God give you will to handle the situation. Our sympathy is with you.
jasmin said…
hello,bhumika,

At the age of 50, i still miss my father whom i lost 5 years back.my best wishes to you to handle the situation and get well soon to your father.
Internet Marketer said…
Hey Bhumika, How about health of your dad? I wish your dad will become alright very soon. Have faith in God. "Jay AMBEY!"
Anonymous said…
Hi Bhumika:
My wishes are with you,I will pray that your father can come out of this problem. I am suru's friend and we met at her house to study ED. I do not know you remember me or not but I remember you.
Best wishes
P

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…