હું તો સુરજમુખી નો એક નાનકડો છોડ મને સુરજ બનવાના ઘણા કોડ!!!!
હું અને મારા સપના... એજ મારી દુનિયા.... સપના જોવા એ મારી હોબી છે.. સાંભળી ને હસવું આવ્યું ને? પણ એકદમ સાચું કહું છું.. મને સપના જોવા બૌ ગમે...પણ ખુલ્લી આંખે.. જાગતા.. મને ધૂની કે તરંગી કે પાગલ ના સમજો !!! હા હું થોડી વધારે મહત્વકાક્ષી ખરી... પણ મહત્વાકાંક્ષા રાખો તો જ તો ઈ પૂરી કરવા નું બળ મળે ને!
ચાલો આજે તમને મારા સપના ની સફરે લઇ જાઉં... [આ પોસ્ટ જાની જોઈ ને ગુજરાતી માં લખી છે, મારા સપના ની ભાષા ગુજરાતી છે એટલે જ તો!!!]
[૧] હું ખુબ નાની હતી સ્કૂલ માં જતી , ત્યારે હું શિક્ષક બનવાનું સપનું જોતી...
{ આ સપના પાછળ નો તર્ક બહુજ સરળ હતો.... "શિક્ષક બનવું એટલે આખો દિવસ રૂઆબ કરવાનો અને બધાને ખીજવાવાનું !!! જેમ તમે કહો એમ બધા કરે પણ તમારે તમારી મરજી થાય એમ જ કરવાનું !! -- કેવી મઝા !!" }
[૨] માધ્યમિક સ્કૂલ માં આવી ત્યારે મારી સ્કૂલ માં ચુંટણી થતી.. બધા વિદ્યાર્થી ઓ ને સાચવવા અને શિષ્ટ માં રાખવા એક સમિતિ અને સ્કૂલ ની સાફ-સફાઈ નું ધ્યાન રાખવા એક સમિતિ ... પહેલે થી મારા માં નેતાગીરી ના ભારે લક્ષણો , એટલે હું આ ચુંટણી માં હમેશા ચુંટાઈ આવું... [ચુંટાયા પછી મને સોંપેલું કામ પણ કરું, ખાલી વાતો જ નઈ!] ---એટલે બીજું સપનું ત્યારે વડાપ્રધાન બનવાનું... [આમ પણ મારી હેર સ્ટાઈલ શ્રી ઇન્દિરા ગાંધી જેવી, અને મને લેકચર અપાતા પણ સારું આવડે[વકતૃત્વ સ્પર્ધા માં તો ટાઈમ આઉટ થાય ત્યાં સુધી મારી જીભ અવિરત ચાલ્યા કરે ...] ]
{ વડાપ્રધાન બનવું એ તો શિક્ષક કરતા પણ સરસ... આખો દેશ આપડી વાત સાંભળે અને આપડે કહીએ એમ કરે... હું કહું દિવસ તો દિવસ, રાત તો રાત.. હું કહું અઠવાડિયા માં ૪ રવિવાર તો એમ જ થાય અને હું કહું સ્કૂલ માં એક્ઝામ ની લેવાની તો એક્ઝામ કેન્સલ !!! [દેશ ના કલ્યાણ ના વિચાર કરવા હું ત્યારે બહુજ નાની હતી... અને એવી બધી ખબર પણ ના હતી કે વડાપ્રધાન ની જવાબદારી અને કામ શું હોય ??? ...] }
[૩] હાઇસ્કૂલ માં આવી ત્યારે મારા ભાણીયા [મારી બેન - ઉર્વી નો બાબો- કુશ ] નો જન્મ થયો....
અને મારું ત્રીજું સપનું બન્યું ડોક્ટર બનવાનું. ગાયનેક ડોક્ટર ...
{ આ વખતે સપના પાછળ કોઈ ઉન્ધો છ્ત્તો ઈરાદો ના હતો... મારી બેન ને એક અઠવાડિયું હોસ્પિટલ માં રાખી અને એ દરમ્યાન મેં અનુભવ્યું કે ડોક્ટર નું કામ ભગવાન જેવું જ છે .. કેટલી બધી જવાબદારી છતાં કેટલો આનંદ , એક જીવ ને દુનિયા મા લાવવાનો અને એક સ્ત્રી ને માં બનવાનું સૌભાગ્ય આપવા!!! આ સપનું મને બૌ વ્હાલું હતું અને મેં જોયેલું સૌથી લાંબુ સપનું હતું... મારા દુર્ભાગ્યે અને મારી ૧૨ વિજ્ઞાન મા મહેનત ની જરા જેટલી કચાસે મારા સપના ના ટૂકડા કરી નાખ્યા હતા... [કેટલા બધા લોકો બચી ગયા!!! ] }
[૪] એક અણધાર્યું સપનું , પાયલોટ બનવાનું... મારી સૌથી સુંદર અને રંગબેરંગી સપનું...
{મને આકાશ મા ઉડવું હતું, વાદળો સાથે વાત કરાવી,કરવી હતી.... મારે ઉડવું હતું... પણ મોડે થી સમજાયું કે આ સપનું નો બૌ ખર્ચાળ છે... અને એટલા રૂપિયા ભેગા કરવા એ પણ જોયેલા સપનું જ થયું! ... }
[૫] કોલેજ મા મેં કમ્પ્યુટર એન્જિનિરીંગ મા પ્રવેષ લીધો .. એક નવી દુનિયા.. થોડા નવા સપના .. હવે મારું સપનું બન્યું એક વિખ્યાત કંપની મા નોકરી કરવી ... આખો દિવસ માત્ર હું અને મારું કમ્પ્યુટર... મને ગમતું પ્રોગ્રામિંગ ... હું સતત કલાકો સુધી પ્રોગ્રામિંગ કરતી ..... અને વિચારતી મારે જોબ પણ આવી જ જોઈએ ...
{ આજકાલ કંપની ની નોકરી એટલે સવારે ૮ થી સાંજે ૮, કોઈ રજા નૈ... કામ ના પતે ત્યાં સુધી ફરજીયાત સમય નું ધ્યાન કર્યા વગર કામ કરવું .... અને મારા કુટુંબ સાથે મારા સંબંધો અને જવાબદારીઓ સાથે [લગ્ન પછી એક છોકરી ને એક નહિ ઘણા બધા રોલ ભજવવા પડે છે ...] એક કંપની ની નોકરી મારા માટે શક્ય જ ના હતી !!! }
હવે મળો મને.... હું છું ભૂમિકા કેયુર શાહ , લેકચરર છું, કમ્પ્યુટર એન્જિનિરીંગ મા... મને ગમે છે ભણાવવું અને ભણવું ... મને ગમે છે મારા વિદ્યાર્થી ઓ મા નવા સપના રોપવા ... મારા વિદ્યાર્થી ઓ ને સપના જોતા સીખાવવું... અને મારા વિદ્યાર્થી ઓ ને પ્રેરણા આપવી જોયેલા સપના પૂરા કરવા ... આજે ભલે મારા જોયેલા ઘણા સપના પુરા નથી થયા , પણ મારા સપના મેં ઘણા વિદ્યાર્થી ઓ મા રોપ્યા ચી, અને એ પુરા થતા જોયા છે ..
હું છું ભૂમિકા શાહ , એક સ્વપ્નીલ , મહત્વાકાંક્ષી માણસ..

Comments
very well written... I like it..!!
Now, mari vaat mano to 1 vadhare sapnu joi lyo... Writer banvanu... I am sure k tame ema 100% success thaso... :)
- Yakin Thakkar
(A student of your favourite class 02CP)
aa to maro allad vicharo ane tarangi sapana .. je kyarey poora na thay... thanx for reading all this crap!
(We share some of the dreams too.... :P)
Nice one as usual....
Keep them coming.
thnaks
from http://jugaadworld.blogspot.com/
સ્કુલના શિક્ષક બનવાનો વિચાર છે? ;)
Very Intersting Article about your dream...
Keep it....
Divyesh
http://www.krutarth.com
http://guj.krutarth.com
http://eng.krutarth.com
http://dreams.krutarth.com
પણ તમે અહિં લાઇન જ ખોટી લખી છે..બહુ ઓછા લોકો ને આ સિરીયલ યાદ હશે,અને એનાં કરતાં પણ ઓછા લોકો ને આ ગિત યાદ હશે..ઓડિયો તો નથી,લીરીક્સ અહિં લખું છું..નવા કવિઓની રચના વાંચવામાં કોઇને રુચિ હોય તો આ સાઇટ એકવાર જરુર થી વિઝીટ કરજો.. http://www.gujaratikavita.com/ અને જુના ગુજરાતિ ગિતો માટે આ સાઇટ, http://www.tahuko.com/
હું તો સૂરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ થાવાના બહુ કોડ,
સુરજને મળતી આખા નભની વિશાળતા ને મારી પાસે તો એક છોડ..
પીળમીટાં તડકા ને પાંખડીમાં સાચવી હું ઊગમણે-આથમણે ઝૂલતી,
ધરતિ ની ધૂળમાં હું ઉછરતિ હોઉં છતાં મારા સરનામા ને પૂછતી,
સુરજ ની મેડી ભલે આખી દેખાય મને વહાલી છે તડકાની સોડ,
હો... ઓ... હું તો સૂરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ થાવાના બહુ કોડ..
નવા કવિઓની રચના વાંચવામાં કોઇને રુચિ હોય તો આ સાઇટ એકવાર જરુર થી વિઝીટ કરજો.. ઉભરતા કવિ તેમજ ગઝલકારો
તમે તમારી રચનાઓ પણ મૂકી શકો છો...
http://www.gujaratikavita.com/ અને જુના ગુજરાતી ગીતો,ગઝલો માટે- http://www.tahuko.com/
જૈમિન મક્વાણા- “બદનામ”
allad vicharo ane tarangi sapana ..j life ma pura thai chhe.....hu pan duniya thi kaik alag karva mangu chhu...a hu karish....
all the best for your dreams.
- Dhaivat