Skip to main content

હા, હું બહુ નસીબદાર છું ... !


"you are very lucky bhumika!!! "

સાંભળી ને હું હસી પડી... મારી આસ પાસ બેઠેલા મારા મિત્રો [ આ સંવાદ ચાલતો હતો ત્યારે હું train માં હતી!] ને લાગ્યું એમાં શું હસવા જેવું છે? ફક્ત એક complement તો આપી છે!

--- હસતા હસતા હું મારા જ વિચારો માં ખોવાઈ ગયી હતી .....
હું વિચારી રહી હું કેટલી નસીબદાર!!!

back to flashback ::

---મારું ssc નું વર્ષ .. ભણવામાં આમ હું બૌ હોશિયાર -બૌ ની કહું, પણ હું સારી એવી મહેનત કરી જાણું એટલે હમેશા મારા class માં ૧ થી ૫ માં નંબર લાવું જ! મને ભણવાનું બૌ ગમે એમ કહી જુઠ્ઠું ની બોલું પણ ત્યારે મારી પાસે ભણવા સિવાય કોઈ કામ નહિ અને મારા મિત્રો ભણવામાં બૌ હોશિયાર એટલે એમને જોઇને હું પણ ભણી લેતી....
પણ હું ssc માં આવી ત્યારે મારા પપ્પા નું એક જ સ્વપ્ન , કે મારો board નંબર આવે.. મેં પણ એમનું સપનું સાકાર કરવા બૌ મહેનત કરી.. અંતે અમારી ઇન્તેઝારી પૂરી થઇ અને result નો દિવસ આવ્યો... હું ૧ mark માટે board માં નંબર ના લાવી શકી.....
"માત્ર ૧ માર્ક!" --- અને મારા પપ્પા નું સપનું તૂટ્યું... એ દીવસે મેં મારા પપ્પા ને પહેલી વખત રડતા જોયા... ...અને હું પણ રડી... ૯૨% આવ્યા પછી પણ...[અત્યારે એ વિચારી ને હસું જ આવે છે! ] ...

મેં વિચાર્યું -- "શું મારા નસીબ માં આ જ હશે? "

---- HSC - ધોરણ ૧૨ .... doctor બનવાના aim સાથે સખત મહેનત શરુ થઇ ...૧૦ માં ના છબરડા પછી મેં મારી મહેનત વધારી દીધી... મારું ધ્યેય હવે માત્ર ભણવાનું અને સારા માં સારા માર્ક્સ લાવવાનું હતું...[ કેવી rat race હતી! સારા માં સારા એટલે? ]
એજ રીઝલ્ટ નો કાતિલ દિવસ... એજ ટેન્સન , એજ આતુરતા ...અને એજ ભય --- નસીબ નો...
અને હું હારી અને મારો ભય જીત્યો... મારા ૮૭% આવ્યા અને.. રડવાનું એક લાંબુ શેશન ચાલ્યું... બધા એ દિલાસો આપ્યો... કઈ નહિ doctor નહિ તો engineer બનવાનું! - [દુનિયા માં જાણે ૨ જ profession છે!! ... આજે હવે હું વિચારું છું કે મારી દીકરી ને હું ક્યારેય નહિ કહું કે બેટા આ બનજે કે તે બનજે !]
મેં ઘણા બધા ના સપના તોડ્યા... પણ મને ત્યાર સુધી ના સમજાયું કે મારી ઈચ્છા શું છે?

મેં ફરી મન મનાવ્યું---" જેવા મારા નસીબ!!! ".........

---- કમ્પ્યુટર એન્જીનીરીંગ માં એડમીશન મળ્યું... પણ બરોડા M.S. University માં ના મળ્યું... મારા બધા જ મિત્રો ને ત્યાં એડમીશન મળ્યું હતું... અને હું થઇ ફરી હતાશ ... [મારી મમ્મી પણ દુખી થઇ કેમકે મને હોસ્ટેલ માં મુકવાની વાત થી જ એ ચિંતા માં પડી ગઈ!] .....વિદ્યાનગર ભણવાનું શરુ થયું....
પણ દિલ માં તો હજુ M.S.University ને ત્યાં ભણતા મારા મિત્રો જ હતા...
અને ફરી એજ રટણ --"મારા નસીબ જ ખરાબ !"

---- BE ના એ ૪ વર્ષ ક્યાં વીત્યા એ તો ખબર જ ના પડી... અને ભણવાનું first class સાથે પૂરું કાર્ય પછી પણ... જોબ ના મળી... અને માત્ર મારો મોબાઇલ બીલ અને બીજો પરચુરણ ખર્ચ કાઢવા મારે કરવી પડી એક non-technical જોબ એ પણ માત્ર ૩૫૦૦ ના નજીવા પગારે... [એમાં પણ ૧૫ દિવસ હું ગુલ્લી મારું... એટલે પગાર અડધો પણ ના આવે... !] --- મારા બધા મિત્રો અને સહાધ્યાયી ઓ ને એમની લાયકાત પ્રમાણે કે એના કરતા સારી જોબ ક્યારની મળી ગઈ હતી... અને મારું ફરી વિચારવું............
" મારા જ નસીબ આવા !!!"

ઉપર ના તો માત્ર ખાસ ખાસ બનાવ છે મારી life ના... માત્ર headlines...
બાકી ....
-- હું જે ટ્રૈન માં જાઉં ઈ જ હમેશા લેટ પહોંચે અને લેટ આવે....
-- મને ઉતાવળ હોય ત્યારે જ બધા traffic signal બંધ હોય.... [જાણે મારા આવવાની રાહ જોતા ના હોય!]
-- હું નવરી પડું અને ટીવી જોવાનું વિચારું ત્યારે જ કેબલ વાળા ને રીપેરીંગ નું મુહુર્ત આવે!
-- મારી બંને જૂની જોબ ના provident fund ને clear કરાવતા કરાવતા મારા husband ને એટલા બધા વિધ્નો નડ્યા કે... હવે કેયુર પોતાની consultancy ખોલી શકે છે! [ પહેલી વાર ૩ વાર ફોર્મ પાછું આવ્યું- જુદા જુદા કારણો થી .. અને બીજી વાર ૨ વાર ફોર્મ પાછું આવ્યું તો ત્રીજી વખત PF Office વાળા એ check માં મારો account number ખોટો લખ્યો હતો!!! -- હજુ સુધુ આ લખાય છે ત્યાં સુધી એ clear નથી થયું! તમે પ્રાર્થના કરો તો કઈ થાય! - બોલો આવો પ્રોબ્લેમ સંભાળ્યો ક્યાય??? ]

End of Flashback

નસીબ.............. શું હું માનું છું?
ખરેખર ઉપરના બધા co-incidence છે? કે ખરેખર મારા નસીબ માં કયાંક કઈ નાનું અમથું કાણું છે?

ઉપરના કોઈ પ્રશ્ન નો મારી પાસે જવાબ નથી... તમને જે ઠીક લાગે તે જવાબ તમે જરૂર થી મને કહેજો!
વિચારતા વિચારતા હું હસું છું.......

પણ છતાં હું માનું છું કે હું બૌ lucky છું...


કેમ?? result , admission, money, job,train કે કોઈ પણ luxury ભલે મળી હોય કે નહિ...

મને ભગવાને આપ્યા છે -------- કેયુર અને હીર અને એમનો અનહદ પ્રેમ ... ............... જે મારી દુનિયા છે!!!

" હા, હું બહુ નસીબદાર છું ... ! "

Comments

Rinku said…
Yes dear U r very lucky person..God bless u nd yr family....
Bhumika said…
thanx dear...

u know what? i was aware that u will be the 1st to read the post and comment!
thanx dear!
Vishal Kansagra said…
I have been your fan all along, but after reading this blog I doubt whether you made right career choice. You should have been a writer more than anything. Look at the brighter side, that way you would find more time for Jigarbhai (aka Keyur) and little HEER. And then you won't have to travel by train or face traffic jams. :)
Bhumika said…
thanx vishal!!!
i know i m nt that good.. bt i like to write my thoughts!

thanx for reading...
Dumb Eagle said…
wow bhumika... ur positivity is really commendable! someone who believes in luck would definitely say u're Lucky after reading this... :)
Minal said…
after 2,3 weeks visited ur blog and liked it as u're writing with feelings and "Dilse nikli hui baat dil tak pahochti hi hai"

i like that line 'ke hu jutthu nahi bolu ....pan mitro bhanta hata ane bhanava sivaay biju kai kaam nahotu" amzing, same as mine :D

That's the point i thought u wud concluded as if a person got love of his life and in good relationship, always feel blessed and lucky. As expected and bang on it. I believed it too. :)BTw don't u feel that after being a mother our heart fulfilled with whole world or universe's happiness and love?
Swatantra said…
Hey!!

I cannot read maarathI!! But i can read your emotions!! Good Luck!!
krunalc said…
પ્રથમ વખત મેં સૂરતી ડાયલેક્ટમાં લખાયેલો કોઇ બ્લોગ વાંચ્યો.

મજા આવી સપનાઓ વિશે વાંચવાની.

બે વાત યાદ રાખવી..
1) ભગવાન જે કરે એ સારા માટે જ કરતો હોય છે. (જો કે આ વાત ગળે ઉતારવી દરેક સંજોગોમાં શક્ય નથી હોતી... એટલા માટે નીચે બીજી વાત લખી છે... )
2) कभी किसी को मुकम्मल जहां नहीं मिलता.....
pinakin said…
its a really good post
u know u r good in writing
u should try it
and this post is i think direct frm heart
waiting for update
i m ur new fan
Rahul said…
I personally believe that naseeb plays just 20% role while ur work weighs 80%(although those 20% are very crucial!), hope u understand what i m trying to say!!apart from that, m really impressed with ur positive attitude of life...after going through all these ,u r still happy n find ur happiness in ur closed ones!!keep it up!!
n yes, u have one more fan from this moment
Rahul said…
first of all..let me compliment u for ur writing!u have a unique style to express urself..
i m saying this coz i myself could never write what's in my mind..actually ur last blog is not just your story but story of almost every Indian child(specifically-toppers)!
everyone has hidden dreams but the pressure of society crushes it without giving u time to act. I too admit tht Mech is nt my line of interest but i think u can understand why i m here(Expectations-worst thing)
so just wanted to say tht ,u cant say 'mara naseeb kharab hata'...i didnt like tht 'naseeb' thing in ur blog!!
આપના આ લેખ પરથી પ્રેરણા મેળવી મે મારો લેખ લખ્યો છે.
આભાર.
http://marisamvedana.blogspot.com/
krutarthgroup said…
Hi,

Very Intersting Post...

Keep it....




Divyesh

http://www.krutarth.com

http://guj.krutarth.com

http://eng.krutarth.com

http://dreams.krutarth.com

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...