Skip to main content

લાઈફ સફારી 108: Q & Aવિથ કૃષ્ણભગવાન



*** 
ગુડ મોર્નિંગ સાસુમા.” – સવાર સવાર માં કોલેજ આવીને જીમેઇલ અકાઉન્ટ ઓપન કરતાની સાથે જમાઈ રાજ પ્રગટ થયા
સુ-પ્રભાત S.I.L. [ સન ઇન લો.] .” – આજના શિડ્યુલનું ગુગલ કેલેન્ડરમાં એન્ટ્રી કરતા કરતા આજની ગપ્પા-ગોષ્ઠી શરુ કરી.
“ M.I.L , આર યુ ધેર? “ – જમાઈરાજ ફરી પ્રગટ થયા.
ક્યા મરી જવાની અત્યારમાં ? પેપર ચેક કરું છું! “- એક હાથે પેપરમાં માર્ક્સ મુકતા મુકતા બીજા હાથે ધીમે-ધીમે ટાઈપ કર્યું.
પેપર પરથી યાદ આવ્યું , આઈ.આઈ.એમ. અમદાવાદમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે, ચાલોને એકાદ પેપર નાખીએ.. એટલે રીસર્ચ વાળું પેપર હો M.I.L. , તમે તો પાછા આખી આઈ.આઈ.એમ માં મારી પાસે ગુજરાત સમાચાર , સંદેશ ને દિવ્ય ભાસ્કર નખાવો એવા છો એટલે ચોખવટ કરું છુ! “ – મ્યુઝીકલ આધ્યાત્મિક ગુરુએ હવે ટેકનોલોજીકલ કથા શરુ કરી.
ગુડ આઈડિયા, સેન્ડ મી બ્રોશર , એન્ડ સબ્જેક્ટ ઓફ યોર ઇન્ટરેસ્ટ. આઈ ગેસ, એની લાસ્ટ ડેટ સબમીશનની આજે છે. હવે તારી ભાગવત, ગીતા અને કનૈયાના ભક્તિગીત બાજુ પર મૂકીને જલ્દી સેન્ડ કર મને ડીટેઈલ્સ! ” – આઈ.આઈ.એમ અમદાવાદ માં જવાનો મોકો મળે, એટલે કોઈ પણ બહાનું ચાલે ન્યાયે પેપર પબ્લીશ કરવાની આળસુ એવી હું પણ વખતે તૈયાર થઇ ગઈ.
સાસુમા, કૃષ્ણભગવાનની વાત આવે એટલી બધી બાબતો માટે રુકાવટ કે લીયે ખેદ હે.. ટેન્શન લેવાનું નહિ, મારા કનૈયાના ચરણોમાં અર્પણ કરી દેવાનું. પેપર-બેપર ફોરમેટ કરવાનું કામ તો મારો શ્યામ આમ-આમ ચપટી વગાડતા કરી દેશે, એક વાર આંખ બંધ કરીને પ્રેમથી એને યાદ તો કરો! “- મારા સો કોલ્ડ મુહ્બોલા જમાઈ એવા મિત્રનો રીપ્લાય વાંચી, અજાણતા ગુગલ પર સર્ચ મુકાઈ ગઈમેન્ટલ હોસ્પિટલ + કારેલીબાગ+બરોડા.. અને હું ખડખડાટ હસી પડી
સારું તો તારા કનૈયાને ફ્રી પડે ત્યારે અહી મોકલજે, રીસર્ચ પેપર નું ફોર્મેટિંગ કરવા.“ – ટાઈપ કરીને તરત સ્ક્રીન મિનીમાઈઝ કરીને હું પેપર ચેકિંગ માં ડૂબી ગઈ.
***
ભૂમિકા શાહ ? “- અચાનક મીઠા રણકાર જેવો સ્વરબદ્ધ છતાં સંભાળતા સંમોહિત થઇ જવાય એવો અવાજ સાંભળીને દિલ, ડીલ ને દિમાગ બધું જાણે હિપ્નોટાઈઝ થઇ ગયું.
જી હું છું ભૂમિકા શાહ બોલો.. શું હું આપને ઓળખું છું ? હાઉ કેન આઈ હેલ્પ યુ? “ – બાજુની ચેર પરથી પર્સ લઇ આગંતુક માટે જગા કરી બેસવાનો ઈશારો કરતા મેં કહ્યું.
આપ મને ઓળખો છો? એનો જવાબહા પણ છે અને ના પણ.. અને યુ નીડ નોટ ટુ હેલ્પ મી, આઈ એમ હિઅર ટુ હેલ્પ યુ!" – આગંતુક યુવાન ના સોહામણા દિવ્ય ચહેરા અને મંદિર ના ઘંટ જેવા મન ને શાંતિ આપે એવા અવાજને સાંભળતા એના જવાબમાં રહેલી ફઝ્ઝીનેસ પણ જાણે નવાઈ નાં પમાડી શકી.
આમ અપલક નજરે નાં જોઈ રહો મેડમ, આપે તો હમણાં મારા સખાને કહ્યું હતું મને કોઈ કામસર મોકલવા, એટલે હું હાજર થઇ ગયો. મિત્રનું આણ રાખવા દોડી આવ્યો છું! “ – જવાબ સાંભળી ફાટી આંખે હું જોઈ રહી, આંખો ચોળી, ગાલ પર હળવેકથી ચુંટલી પણ ખણી
હા હા હા.. વિશ્વાસ નથી આવતો.. કનૈયો, કૃષ્ણ, શ્યામ, ઘનશ્યામ, શ્રીજી દરેક સ્વરૂપે તમે મને ઓળખો છો અને હું હાજરા હજુર છું ત્યારે શું પ્રશ્ન છે? “- બાજુની ચેર પર બિરાજીને દિવ્ય આગંતુક સંમોહિત સ્વરે બોલી રહ્યા.
હું: “આપને વાંધો ના હોય તો, એક સ્નેપ લઉં તમારો ? મિસ-યુઝ નહિ કરું.. “
કૃષ્ણ : “ હા હા હા.. જરૂર, મને શું વાંધો હોય.. પણ તમારી ડેસ્ક પર મારા વિવિધ સ્વરૂપની આટલી તસ્વીર છે , ત્યારે વધુ એક તસ્વીર? ”
{ જવાબ પુરો થાય પહેલા મોબાઈલથી એક સ્નેપ લઇને તરત ગુગલ ઈમેજ પર હમણાજ લીધેલું સ્નેપથી ઈમેજ સર્ચ કર્યું. અને જવાબમાં અઢળક કૃષ્ણ સ્વરૂપ એક સાથે તાદ્રશ થઇ ગયા..}
કૃષ્ણ : “ હજુ વિશ્વાસ નથી આવતો? તમને ગુગલ પર વિશ્વાસ છે , પણ મારા પર નહિ? “
હું: “ એવું નહિ પણઆપ આમ , અચાનક , એકદમ સામે, આઈ મીન, તમારે કઈ કામ નથી ? “
કૃષ્ણ : “ હું અત્યારે મારું કામ કરું છુ .. આપની મદદ કરવાની અને મારા મિત્રની આણ નિભાવવાનું.”
હું: “ મને હજુ નવાઈ લાગે છે. તમને વાંધો ના હોય તો એક સ્નેપ લઉં આપણો સાથે? આઈ મીન, હાઉ લકી આઈ એમ, તમે સાક્ષાત મને મળવા આવ્યા, ફરી આવો લાહવો મળે કે ના મળે, એક યાદગીરી લઇ લઉં… “
કૃષ્ણ:” “જરૂર થી.. “
{અને ફરી, ફટાફટ એક ચીઝી, સ્માઇલી પીક લઇ ઇન્સ્તા-ટ્વિટર-ફેસબુક પર પોસ્ટ કર્યું.}
કૃષ્ણ : “ અહો , ફેસબુકમ! કેન આઈ યુઝ ધીસ પીસી? મારે પણ મારા મેઈલ્સ અને ફેસબુક અપડેટ્સ ચેક કરવાની છે.”
હું:”પ્રભુ, તમે ફેસબુક પર છો? “
કૃષ્ણ: “હું તો જળ-જડ સર્વત્ર છું, ભક્તોના દિલમાં પણ છું ને એમના ફેસ પર પણ છું, બુકમાં પણ છું ને ફેસબુકમાં પણ છું.”
હું : “ આઈ એમ ઈમપ્રેસ્ડ! હું તમને ફ્રેન્ડ્સ રીક્વેસ્ટ મોકલું છું, એસેપ્ટ કરજો, પ્લીઝ.. “
કૃષ્ણ : “ ટ્વીટર , લિન્ક્ડ-ઇન, સ્કાઇપ અને જી-ટોક માં પણ એડ કરી લો.. આમ તો હું આપના ફ્રેન્ડ્સ લીસ્ટમાં તમે જન્મ્યા ઘડી થી છું! “
હું : “ કમાલ છે, આપ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ યુઝ કરો છો એથી તમારા મંત્રીઓ, માતા-પિતા, રાણીઓને કોઈ પ્રોબ્લેમ નથી? આઈ મીન, ભગવાન થઇને તમે આમ-આદમીને પોતાના ફ્રેન્ડ્સ લીસ્ટમાં એડ કરી કેવી રીતે શકો? તમારી કોઈ ખાનગી વાતો પબ્લિકલી શેર થઇ જય તો! કોઈ દુષ્ટ અસુર તમારા ફોટો કે સ્ટેટસ પર અભદ્ર કમેન્ટ્સ કરી જાય તો? આઈ મીન, તમે જે પોસ્ટ પર છો, તમારા કામ અને કાર્યભાર પ્રમાણે તમારે મનુષ્યોથી એક અંતર નાં રાખવું જોઈએ? અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપ અમને શું કહેવા માંગો છો?"
કૃષ્ણ [મર્માળા હાસ્ય સાથે] : “ સોશીયલાઈઝેશન તો મનુષ્ય ને જાનવર થતા અટકાવે છે! તો સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ થી કેવો છોછ? અને રહી વાત મારા મંત્રીઓ અને માતા-પિતાની કે રાણીઓની તો એમને મારામાં એમણે સિંચેલા સંસ્કાર અને લાગણીઓ પર વિશ્વાસ છે, એટલે મારા કોઈ નિર્ણયથી એમને ક્યારેય પ્રશ્ન કે અસંતોષ હોતો નથી, ભલે રાધા સાથેની નિર્ભેળ લાગણીઓનો પ્રશ્ન હોય કે 16000 રાણીઓનું જીવતર બચાવવાનો. આજના સમાજને પણ પુત્ર-પુત્રી કે પતિ/પત્નીના ચોકીદાર/જમાદાર બનીને એમના મોબાઈલ, ફેસબુક/ટ્વીટર /મેઈલ અકાઉન્ટ ચેક કરવાની નહિ પણ પોતાના સંસ્કાર અને લાગણીઓના ઘડતર ને ચેક કરવાની જરૂર છે! જેમ આજના ટેક-સેવી સમાજને ગુગલ સર્ચ અને એની પ્રોડક્ટ્સ પર જેટલો ભરોસો છે, એનાથી દસમા ભાગનો ભરોસો પણ પોતાની પ્રોડક્ટ- પોતાના સંતાનો પર નથી. અને રહી વાત સોશિયલ મીડિયા પર મારી પ્રાયવસીની તો મારા ભક્તો, સખાઓ અને સ્નેહીજનો સિવાય મને પામવાનો કે જાણવાનો રાઈટ અને રસ્તો કોઈને મળતો નથી! “
હું : “ પ્રભુ , આપે તો સોશિયલ મીડિયાનાના ઉદાહર થકી બહુ ગુઢ વાત કહી દીધી. છતાં એક મુંઝવણ છે.પુછુ? “
કૃષ્ણ: “ ઈર્શાદ. આવવા દો સખા. “
હું : “ પ્રભુ મેં મારા આંગણામાં તુલસીનો નાનો છોડ રોપ્યો છે, મને એના માટે અપાર માયા-પ્રેમ અને લાગણી છે, એને પાણી આપ્યા વગર હું અન્નનો કોળિયો નથી ભરતી અને એના પોષણ માટે ઋતુ- અનુસાર હું નિયમિત જે તે જોગવાઈ કરું છું.. પણ પ્રભુ હવે મારા ઘરની બહાર જ્યાં તુલસી નો છોડ છે ત્યાં પાકી સડક થવાની છે એટલે પરાણે મારે એને ત્યાંથી કાઢીને સાચવીને નવી જમીનમાં રોપવો પડશે.. હું એવું તે શું કરું કે મારો છોડ નવી જગાએ હેમખેમ રહે, અને ફરી પહેલાની જેમ મહેકતો ચહેકતો થઇ જાય?”
કૃષ્ણ : “ જેમ તમે લાંબા પ્રવાસે જાઓ ત્યારે કોઈ સ્નેહીજનના ઘેર લાલજીએટલે કે મને પધરાવીને જાવ ત્યારે સ્નેહીને પ્રેમ-સુચનો કરો છો, જેવા કે . મારા લાલજીને આટલા ભોગ ચઢાવવા, મારા લાલજીને આટલા લાડ લડાવવા. એમ તમારો તુલસી ક્યારો જે નવી ભૂમિમાં માંડો, એને પણ પ્રેમ આગ્રહ કરો. ભૂમિને વંદન કરી, એક માં ના દિલથી એને પ્રાર્થો કે તુલસી ક્યારો નહિ મારી પુત્રી છે, જે હું તમારા આંગણે વળાવું છું, હજી બાળક છે, નાસમજ છે, ભૂલ કરે તો સમજાવજો, અણધારી મુશ્કેલીથી બચાવજો, અને તમારું સંતાન ગણી પોષજો. એની આટલી આદતો ચલાવી લેજો અને સમય આવે તમારા પ્રવાહ માં વાળી લેજો [ તોડ્યા વગર] અને આટલા લાડ લડાવવાનું ભૂલતા નહિ .. – માત્ર તુલસીના છોડને બીજી ભૂમિમાં રોપીને તમારું કામ પતી જતું નથી, ત્યાંથી તો કામ શરુ થાય છે. એની સમયાંતરે દેખરેખ, એના પર જરૂર પડ્યે લાગણીરૂપી પાણી અને સમજણના ખાતરનો છંટકાવ તમારે કરવાનો છે! બધું પ્રેમથી, જવાબદારી નહિ પણલાગણીની માગણી સમજીને કરી જુઓ; અને પછી જુઓ, બીજાના આંગણે પણ કેવો ખીલી ને મહેકે છે તમારો અંશ, તમારી તુલસી"
હું : “ તુલસી ની વાત કરો છો પ્રભુ કે દીકરીની? આપ તો ખરેખર અંતર્યામી છો, તુલસીના છોડના માધ્યમથી મેં પૂછેલા મારા પુત્રી પ્રત્યેની ચિંતાના પ્રશ્ન નો તમે સહજતા થી જવાબ આપી દીધો. પણ પ્રભુ જો પુત્ર કે પુત્રી પ્રેમ લગ્ન કરે ત્યારે માતા પિતાના સપના અને એમની અપેક્ષાઓ તોડવા માટે એમને સ્વાર્થી ગણવા કે પોતાનો જીવનસાથી જાતે પસંદ કરવાનો નિર્ણય લેવા બદલ એમની સમજદારી ને બિરદાવવી?"
કૃષ્ણ: “ તમે પહેલી વાર જ્યારે કાર/સ્કુટી/ બાઈક લઇને મેઈન રોડ પર નીકળો ત્યારે મા-બાપને એક ભય રહે છે, અકસ્માત થવાનોતમારી ચંચળતા અને બાલીશતાને કારણે તો! અને તમે હેમખેમ ઘેર પરત ફરો ત્યારે એમને ગર્વ પણ થાય છે, પુત્ર/પુત્રીના મોટા થવાનો, સાચા/ખોટા નિર્ણય જાતે લઇ શકવાનો. લગ્નમાં પણ કૈક એવું છે, અરેન્જડ કે પ્રેમલગ્નસંબંધની સફળતા કે નિષ્ફળતા તો સંબંધમાં પરોવાયેલા [ બંધાયેલા નહિ] બે જીવ પર નિર્ભર છે! ક્યાં તો માતા-પિતાના પૈસે એમની પસંદગીનું વ્હીકલ ચલાવો અથવા પોતાની કમાણીએ પોતાની પસંદગીનુંઅકસ્માત તો બંને માં શક્ય છે ! કોઈ પણ સંબંધ ભલે માતા-પિતાને હોય, મિત્રતાનો હોય, પ્રેમનો હોય કે લગ્નનો હોય, – પરાણે પ્રેમ થાય.”
હું : “ પ્રભુ , બધી વાતો તો બુક્સમાં સારી લાગે. મોટીવેશનલ અને રીલેશનશીપ મેનેજમેન્ટની બેસ્ટ-સેલર બુકસમાં કૈક આવું બધું લખે છે, પણ બધું બકવાસ છે. પ્રેક્ટીકલ લાઈફમાં કોઈ થીયરી ચાલતી નથી. આપણા દેશમાં તો તમે પતિ કે પત્ની સાથે નહિ પણ એના આખા ફેમીલી સાથે લગ્ન કરો છો. હવે દીકરાના લગ્ન પછી જો વહુ માથાની આવી જાય તો આખા કુટુંબ ને તહસનહસ કરી દે છે. આજકાલની જનરેશનની વહુને ગમે એટલું નવા પરિવારની પરંપરા અને રીવાજો સમજાવો , કેમેય કુટુંબ માં ભળતી નથી. એવી આજકાલ બધા દીકરાઓના કુટુંબ ની ફરિયાદ છે. આપને શું લાગે છે?”
કૃષ્ણ : “ તમે કોઈ ફેમીનીસ્ટીક ચળવળ ચલાવો છો કે શું? [ હળવા હાસ્ય સાથે.. ] ધારો કે આપણે એક ખીલ્લી ક્યાંક લગાવવી છે ક્યા લગાવીએ? હા સામેની દીવાલ સરસ અને મજબુત લાગે છે.”
હું: “ પ્રભુ દીવાલ નહિ પાર્ટીશન છે, અને લોખંડનું છે. એમાં ખીલ્લી જાય.”
કૃષ્ણ : “ એકઝેટલી. એક ખીલ્લીને આપણે મજબુત હથોડીથી લોખંડની દીવાલ પર લગાવવા દિલથી મહેનત કરીએ. કેમ અંદર જાય, આજે તો એને દીવાલમાં ખોસીને રહું એમ જુસ્સાથી વિચારી મંડી પડીએ. કઠોર પરિશ્રમના પરિણામે લોખંડની જડતા વિચલિત નથી થતી પણ ખીલ્લી દીવાલની જડતાથી અજાણ અંદર જવાના પ્રયત્નો કરીને અંતે એક થ્રેશોલ્ડ પછી તૂટી જાય છે.. અને ખીલ્લીને લાકડામાં, કે કોન્ક્રીટની દીવાલમાં મહેનત થી લગાવો તો સમાઈ જાય છેવાત સ્વીકાર કરવાની છે, જગા આપવાની છે- દિલમાં. પરિવારમાં નવા સદસ્યને, ભલે વહુ હોય કે જમાઈસામેથી સ્વીકારતા સમાઈ જાય છે પણ લોખંડની જડતા બતાવો તો બટકી જાય છે.. સ્વીકાર બંને પક્ષે કરવાનો છે નવી પરિસ્થિતિ અને નવા સદસ્યનો, અઘરું છે પણ દિલથી કરો તો અશક્ય હરગીઝ નથી!"
હું : “ પ્રભુ આટલી સરળતાથી કદાચ પરિસ્થિતિ આપથી વિશેષ કોઈ સમજાવી શકે! પણ વાત માત્ર કુટુંબથી પણ અટકી જતી નથી ! લગ્ન બાદ કુટુંબની સાથે સમાજની મર્યાદા અને નિયમો બંને ને પાળવા જતા, સ્વયંને જાળવવું કઠીન થઇ જાય છે. લગ્ન બાદ કુટુંબના ભરણ-પોષણની જવાબદારી માત્ર પતિની છે. પત્ની માત્ર રસોઈ અને ઘર-પરિવાર સાચવવો એવું કયા વેદ-પુરાણ માં લખ્યું છે? અને માની લઈએ કે લખ્યું છેતો શિરોમાન્ય ગણીને સદીઓ સુધી જીવવું કેટલું વ્યાજબી છે? કારકિર્દીનું તો કોઈ જેન્ડર નથી, તો એને હર- હંમેશ પુરૂષ સાથે શાથી સાંકળવામાં આવે છે? જો બાળક એના પિતાના ધંધા -રોજગાર, નોકરીને સહજતાથી લઈને પિતાની નિશ્ચિત કલાકો દરમ્યાન ગેરહાજરી સ્વીકારી શકે છે તો માતાની નોકરી કે વ્યવસાયને કેમ પાપ કે સ્વાર્થ ગણવામાં આવે છે? "
કૃષ્ણ : "શાંત સખા શાંત. વેદ-પુરાણ કે અન્ય કોઈ સાહિત્યનું સર્જન જે-તે સમાય ના સમાજને અનુલક્ષીને થાય છેઅને સમાજ એટલે? તું, હું અને આપણે બધા .. સમય જતા, સદિયો વહેતાજેમ પ્રલય [ સુનામી, પુર, ભૂકં ઈત્યાદી કુદરતી આફતો ] આવે છે, પોતાની સાથે બધું નષ્ટ કરે છે, ખુવારીમાં પણ એક સર્જનશક્તિ છેનહિ બદલાઈ શકતી જડતાને નષ્ટ કરી સમયની માંગ પ્રમાણે નવું સર્જવાની. એમ સમાજ, સમાજ વ્યવસ્થા અને એના નિયમો આપણી સહુલીયત માટે છેજે બદલાવા જરૂરી છે અને બદલવાનું આપણા હાથમાં છે! પાર્ટનરશીપ ફર્મ જો સહજતાથી અને સફળતાથી, લાંબાગાળા માટે ચલાવવી હોય તો બંને પાર્ટનરના મંતવ્યો અને દ્રષ્ટિકોણને મહત્વ આપવું જરૂરી છે! અને સમયાંતરે બંને સમજુતીથી કામ-કાજની વહેચણી પ્રેમથી, જવાબદારીનો ભાર રાખ્યા વગર કરે તો ફર્મ વિકસે , પ્રગતિ કરે.. માત્ર જવાબદારી નહિ પ્રેમભરી માવજત જરૂરી છે, વ્યવસાય હોય કે સંબંધ કે પછી બાળક.. સમાજે તો મને પણ વખોડવાનું બાકી નથી રાખ્યું સત્ય જાણ્યા વગર તો તમે કયા ખેતર નું ગાજર છો? [ મર્માળ હાસ્ય પછી] કારકિર્દીની જેમ પ્રેમ અને સમજદારીને પણ જેન્ડર નથી હોતું, આથી પરસ્પર સમજુતીથી અને પ્રેમથી સ્વીકારેલી દરેક વ્યવસ્થા જ્યાં પ્રેમભરી માવજત છે તે પ્રગતિ છે, વિકાસ છે.. બાકી કુછ તો લોગ કહેંગે.. લોગો કા કામ હે કહેનાલોકોની ચિંતા પણ આપણે કરીશું તો લોકો શું કરશે? “
હું:” પ્રભુ આટલા જટિલ લાગતા પ્રશ્નો ખબર નહિ આપની સાથે વાત કરી ને કેમ આટલા સરળ અને સહજ લાગે છેજો કે હું બહુ ધાર્મિક જીવ નથી, મંદિરમાં પણ વર્ષે દહાડે એકાદ વાર આવું છુ. છતાં.. આપની સાથે સંવાદઆવો સંવાદ ફરી ખબર નહિ ક્યારે શક્ય બનશે?”
કૃષ્ણ : “ નાસ્તિક અને આસ્તિક તો આપણે ચોંટાડેલા લેબલ માત્ર છે. હું અહી છુ. મને મળવા મંદિરમાં આવવું એવું જરૂરી નથી! જ્યારે જ્યારે તમે નિર્દોષ ભાવે કોઈ ની મદદ કરો છો, કે જ્યારે પણ તમે કોઈને દુ:ખી નથી કરતા ત્યારે તમે મને પ્રાર્થો છો. આને સંવાદ તો તમારોતમારા પોતાની સાથેનો સંવાદ છે.. હું સુક્ષ્મ સ્વરૂપે તમારા અસ્તિત્વમાં છું , ભલે તમે આસ્તિકનું લેબલ લગાવો કે નાસ્તિકનું! “

આઈ એમ એલાઈવ…” – મોબાઈલની રીંગ વાગતા એક તંદ્રા સાથે જાણે ભાવ-સ્વપ્ન તૂટ્યો, કે નવા સ્વપ્નમાં હું લીન થઇ!
દિલ ને એક અજીબ સુકુન મળ્યું.
કાન તરસી રહ્યા મીઠા રણકાર સમા અવાજ માટે..
અને બહુ દિવસે નાસ્તિક દિલ ગાઈ રહ્યું- “પ્રભુ મોરે અવગુણ .. ચિત્ત ધરોહરી મોરે અવગુણ ચિત્ત ધરો- હેપ્પી બર્થડે મિત્ર, હેપ્પી બર્થડે કૃષ્ણભગવાન!”

Comments

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...