***
"દિલ
ઢુંઢતા
હે
ફિર
વોહી, ફુરસત
કે
રાત
દિન. .બેઠે
રહે
તસવ્વુંરે
જાના
કિયે
બગેર.. "- મોબાઈલના
પ્લેલીસ્ટમાંથી
વાગતા
ગીત
અને
સામે
દેખાતા
દોડતા-ભાગતા
લોકો
વચ્ચે
જાણે
આસમાન
અને
જમીનનો
ફર્ક
દેખાઈ
રહ્યો. ઉનાળાની
દઝાડતી
ગરમીમાં
પણ
જોમ
અને
જુસ્સા
સાથે
પરિવાર-બાળકો
સાથે
સામાન
લઈને
બસ
અને
ટ્રેનની
ગિરદીમાં
જતા
લોકોને
જોઇને
દિમાગ
અચૂક
પૂછતું
કે-" આમ
ભર
તડકે
ફરવા
જવામાં
શું
લોજીક
હશે? ઘરે
આરામ
કરવાની
જગ્યાએ
આમ
ગરમીમાં
બફાવા
કેમ
જતા
હશે? "
અને
જાણે
દિમાગે
પુછેલા
પ્રશ્નો
જવાબ
આપતો
હોય
એમ
મોબાઈલ
ગાઈ
ઉઠે- "યે
દોલત
ભી
લે
લો, યે
શોહરત
ભી
લે
લો.. ભલે
છીન
લો
મુજસે
મેરી
જવાની, મગર
મુજકો
લૌટા
દો
બચપન
કા
સાવન, વો
કાગઝ
કી
કશ્તી
વો
બારીશ
કા
પાની.."
અને
દિલ
ધીરેથી
કહે
છે-"બધી
વાતોમાં
લોજીક
ના
શોધાય
મુર્ખ! આ
દોડતા-ભાગતા
લોકો
આખા
વર્ષની
ચિંતા-અકળામણ-જવાબદારીઓ
અને
થાકથી
દુર
જઈ
રહ્યા
છે. દુર,
ખુબ
દુર.. જ્યાં
સમય
ઘડિયાળના
કાંટે
નહિ
પણ
સુરજ
અને
ચાંદાની
સાથે
વહે
છે. જ્યાં
સોશિયલ
ઇન્ટરનેટ
પર
નહિ
પણ
બાળપણના
મિત્રો-સંબંધીઓ
અને
પડોશીઓ
સાથે
હળી-મળીને
થવાય
છે.. જ્યાં
ભલે
મુમેન્ટસને
કેપ્ચર
કરીને
શેર
નથી
કરવાની
પણ
દિલમાં
જતનથી
સાચવી
લેવાની
છે.. જ્યાં
ફોર્મલઅને
પ્રેક્ટીકલ
બની
રહેવાની
જગ્યાએ
મુર્ખ, ડોબા,
ચાઈલ્ડીશ,
ક્રેઝી
થઇ
શકવાની
ઓપ્શન
પણ
મળે
છે. જ્યાં
ભૂલ
કરીને
પણ
ખડખડાટ
હસી
શકાય
છે
અને
દુખ
થતા
પોક
મુકીને
રડવામાં
શરમ
નથી
આવતી.. જ્યાં
પોતાની
સાથે
વાત
કરવા
બ્લોગ, ટવીટર
કે
ડાયરી
નથી
વાપરવી
પડતી
અને
જાત
સાથે
પ્રમાણિક
થવું
સહજ
છે... જ્યાં..
"
"જ્યાં
અને
ત્યાંના
આ
લીસ્ટ
માં
સહેજ
કોમા
મુકીને
મને
આ
અજબના
હિલસ્ટેશનનું
નામ
તો
કહે? આવી
અજાયબભરી
જગ્યા
પૃથ્વી
પર
અસ્તિત્વમાં
છે એ
તો
આજે
જ
જાણવા
મળ્યું! આવી
અજબ-ગજબની
જગ્યાએ
જવાનું
પેકેજ
ક્યાંથી
બુક
કરવવાનું
એ તો
કહો?"-દિમાગ
ઉતાવળું
થયું.
"દોસ્ત,
એ
જગ્યાએ
જવાનું
પેકેજ
કશેથી
બુક
નથી
થતું
અને
તો
પણ
સહેલાઈથી
ત્યાં
પહોંચી
શકાય
છે... આપણી
અંદર
પણ એ
જગ્યા
છે
અને
પૃથ્વી
પર
પણ.. હું
જેની
વાત
કરું
છું
એ
જગ્યાને
આપને
વતન-ગામ-નેટીવ
કહીએ
છે! એ
ભૂમિ-જમીન
જેની
માટીમાં
આજ
સુધી
આપણા
પગલાની
છાપ
છે
અને
જેની
હવા
હજુ
સુધી
આપણા
દિલમાં
વર્તાય
છે! આજે
પણ
આંખો
બંધ
કરીને
જેના
રસ્તાઓ
આપને
ખુંદી
શકીએ
છે
અને
જેની
ગલીઓમાં
હજુ
આપણું
અસ્તિત્વ
બાળક
બનીને
થપ્પો-પકડદાવ-સતોડીયું
રમે
છે. આ
બધા
લોકો
આખા
વર્ષની
જવાબદારીઓ
અને
થાકથી
પોરો
ખાવા
ત્યાં
જ જાય
છે. અને
નવી
ઉર્જા
અને
શાંતિ
મેળવીને
નવેસરથી
જીવન-એક-જંગમાં
જોતરાઈ
જાય
છે."-દિલે
પોતાની
ફિલોસોફી
સમઝાવી.
"સાચી
વાત
છે
બડ્ડી, આ
પૈસો,પરિવાર,વ્યહવાર,
વિસ્તારની
પળોજણમાં
ખોવાઈ
ગયેલો-”હું”,
કદાચ
જે
રસ્તે
વર્ષોથી
જાઉં
છું
ત્યાંથી
ફક્ત
પસાર
થાઉં
છું, અજાણ્યા
રસ્તાઓ, અજાણ્યા
લોકો, અજાણી
ધરતી. જે
શાંતિ
અને
સુકુન
એ
ઘર-ફળિયા,ગામ,વતન-માં
મળે
છે
એની
સામે
તો
આખી
દુનિયાની
દૌલત
કુરબાન!"
અને
જાણે
દિલ
અને
દિમાગનાં
વાર્તાલાપને
બયાન
કરવા
જ
મોબાઈલ
ગાઈ
ઉઠ્યો-"એક
અકેલા
ઇસ
શહેરમેં, રાત
મેં
યા
દોપહેરમેં
આબુદાના
ઢુંઢતા
હે.. આશિયાના
ઢુંઢતા
હે.. "
અને...
"જમ્મુ
કાશ્મીરનું
કોકડું
વધુ
ગૂંચવાયું. કાશ્મીરી
પંડિતો
માટે
અલગ
વસાહતની
યોજનાને
ચીફ
મીનીસ્ટર
શ્રીમુફ્તી
મહોમ્મદ
સૈયદ
દ્વારા
હામી
અપાઈ
અને
એ સામે
જમ્મુ
કાશ્મીર
લીબરેશન
ફ્રન્ટનાં
વડા
શ્રીયાસીન
માલિકે
વિરોધ
નોંધાવ્યો. 25 વર્ષથી
રાહ
જોતા
કાશ્મીરી
પંડિતો
હજુ
કેટલા
વર્ષો
દુર
રહેશે
પોતાના
માદરે-વતનથી?"-સામે
ટીવી
પર
આવી
રહેલા
ન્યુઝને
જોતા-જોતા
દિલ
અને
દિમાગ
બંને
ચુપ
થઈને
વિચારમાં
પડી.
પચીસ
વર્ષો
કરતા
વધુ
સમયથી
જેઓ
પોતાના
મુળિયા- પોતાના
વતનથી
કપાયેલા
છે
એવા
લોકોને
શું
મહેસુસ
થતું
હશે? જેમ
પોતાની
મૂળ
ધરતીથી
કાપી
જતા
છોડવા
કે
ઝાડ
પણ
વખત
જતા
ચીમળાઈ
જાય
છે
એમ
શું
એમની
અંદર
પણ
કૈક
કરપાઈ-કરમાઈ-મરી
જતું
હશે? શું
તેઓ
પોતાના
બાળપણ-વતનની
વાતો
અને
યાદોને
ખુશીથી
મમળાવી
શકતા
હશે
કે
પછી
દિલમાં
ક્યાંક
ઊંડે
એ
યાદોને
ધરબી
દીધી
હશે? શું
તેમને
ગુસ્સો
આવતો
હશે
તેઓને
પોતાની
ધરતી
પરથી
ઉખાડીને
ફેંકી
દેનાર
લોકો
સામે? કે
પછી
તેમને
નારાજગી
થતી
હશે
તેમની
નિસહાયતા
અને
દર્દને
અવગણી
જનાર
સરકાર
અને
સમાજ
સામે? પોતાના
જ
દેશમાં
નિરાશ્રિત-રેફ્યુજી
થઈને
જીવતા
શું
તેમની
લાગણીઓ
પણ
નીર્વસાહિત
થઇ
જતી
હશે? શું
વીત્યું
હશે
એમના
પર એ
વર્ષોમાં, કે
આ બધા
જ
વર્ષો
દરમિયાન? શું
હશે
એમની
કહાની?
અને
દિલ
અને
દિમાગ
બંને
પચીસ
વર્ષ
પહેલાનાં
એ
સમયમાં
જવા
અને
એમની
કહાની
જાણવા
તૈયાર
થયા, ટાઈમ
મશીનથી
નહિ
પણ
ગુગલ
સર્ચથી!
અને
ગુગલદેવે
એક
વાર્તા
માંડી...
***
સમય-
સન
1990નો
ઉનાળો..
સ્થળ-શ્રીનગર
( ભારતના
તાબા
હેઠળનાં
કાશ્મીરનું
પાઠનગર
).
વાર્તા
છે
એક
માંડ
વીસેક
વર્ષીય
સમાન્ય
નાગરિકની, જેમનું
નામ
છે- સંજય
ટીકુ.
સંજય
ટીકુને
ખુબ
સારી
રીતે
યાદ
છે એ
સવાર, એ
દિવસ.. એક
સમાન્ય
ભારતીય
અને
કાશ્મીરી
નાગરિક
એવા
સંજયને
પોતાના
ઘરની
બહાર
એક
ઉર્દુમાં
લખેલું
ફરફરિયું
ચોંટાડેલુ
મળે
છે. સંજય
ટીકુને
ઉર્દુ
નાં
આવડતું
હોઈ
તેઓ
પોતાના
દાદાજી
પાસે
એ
ચોપાનિયું
વાંચવા
લઇ
જાય
છે. અને
સંજયના
દાદાજી
જેઓએ
પોતનું
આખું
આયખું
કાશ્મીરમાં
વિતાવ્યું
છે એ
આ
પત્તું
વાંચીને
ધ્રુસકે
ને
ધ્રુસકે
રડી
પડે
છે... ઉર્દુમાં
લખેલા
એ
ચોપાનિયામાં
સંજયના
પરિવારને
ઉદ્દેશીને
ધમકી
લખી
હોય
છે
કે- કાશ્મીર
છોડીને
ચાલ્યા
જાવ
અથવા
મારવા
તૈયાર
રહો..
આશરે
1,00,000 જેટલા
કાશ્મીરીઓ
પોતાના
ઘર-બાર-જમીન
છોડીને
જીવ
બચાવીને
નિરાશ્રીતોની
જેમ
પોતાની
ભૂમિને
છોડી
ગયા.. જાણે
એકસાથે
લાખો
પરિવારો
પોતાના
મુળિયાઓથી
ઉખડીને
ખેદન-મેદાન
થઇ
ગયા..
લગભગ
1989થી
ચાલતી
આ
નફરતની
રાજનીતિ
અને
ધાર્મિક
અફરા-તફરીમાં
વર્ષોથી
હળી-મળીને
રહેતા
બે
ધર્મો
અચાનક
દુશ્મન
થઇ
ગયા! એકબીજાના
સુખ-દુઃખમાં
પડખે
ઉભા
રહેતા
પડોશીઓ
એકબીજાથી
આંખો
ફેરવતા
થઇ
ગયા. કાશ્મીરને
પાકિસ્તાન
સાથે
ભેળવવાની
રણનીતિની
રમતમાં
કાશ્મીરને
બહુમતી
મુસ્લિમ
રાજ્યમાંથી
સંપૂર્ણ
મુસ્લિમ
રાજ્ય
બનાવવાનું
પાસું
ફેંકાયું
અને... અને
ફુંકાયું
નફરત-હિંસા-બર્બરતાનું
વાવાઝોડું. મસ્જીદોમાંથી
સ્પીકરો
પર
એનાઉન્સ
કરવામાં
આવ્યું
કે- "અગર
કશ્મીર
મેં
રહેના
હે
તો
અલ્લાહ-ઓ-અકબર
કહેના
હે!" જાત
જાતના
અક્રોશ્જનક
અને
ધાર્મિક
જેહાદી
નારાઓથી
કાશ્મીરની
સુંદર
વાદીઓ
બળી
ઉઠી. કાશ્મીરમાં
વર્ષોથી
રહેતા
હિંદુ
પરિવારોને- ખાસ
કરીને
કાશ્મીરી
પંડિતોને
સ્પષ્ટ
શબ્દોમાં
ધમકી
આપવામાં
આવી
કે- ક્યાં
તો
ધર્મપરિવર્તન
કરવું, ક્યાં
તો
કાશ્મીર
છોડીને
દુર
ચાલ્યા
જવું
અથવાતો
પોતાની
મોત
માટે
તૈયાર
રહેવું. આ
નફરતની
રાજનીતિ
કરનાર
ગણ્યા-ગાંઠ્યા
લોકોએ
બહુમતી
અને
સહૃદયી
કાશ્મીરી
મુસ્લિમોને
પણ
જાણે
નિશબ્દ
અને
પાંગળા
કરી
દીધા
અને.. યેનકેન
પ્રકારે
કાશ્મીરી
પંડિતોને
કાશ્મીરમાંથી
ખદેડી
કાઢવાની
હિંસક
જેહાદ
શરુ
થઇ. નિર્દોષ
બાળકો-યુવાનો-વૃદ્ધોની
ક્રૂર
હત્યા, સ્ત્રીઓ
પર
અમાનુષી
બળાત્કાર,ઠેર
ઠેર
સામુહિક
હત્યાઓ- કાશ્મીર
જાણે
હિંસા
અને
નફરતના
લાલ-કાળા
રંગે
બદસુરત
થતું
ગયું! અને
ધર્મભીરુ, સહૃદયી
કાશ્મીરી
મુસલમાનો
નિસહાય
બનીને
મૂંગા
મોઢે
પોતાના
જ
ભાઈ-બંધુઓ
એવા
કાશ્મીરી
પંડિતોની
દુર્દશાનાં
સાક્ષી
બની
ગયા...
સંજય
ટીકુ
કદાચ
લાખો
કાશ્મીરી
પંડિતો
કરતા
જૂની
નિયતિ
સાથે
જન્મ્યા
હતા, અને
એમણે
પોતાની
જન્મભૂમી
છોડીને
નાં
જ
જવાનો
નિશ્ચય
કર્યો. સંજયે
પોતાને
મળેલ
ધમકી
ભર્યા
ચોપનીયાને
જાહેરખબર
સ્વરૂપે
પૈસા
આપીને
સામચારપત્રમાં
છપાવ્યું. જાણે
સંજય
પોતાના
પાડોશી, મિત્રો,
સ્નેહીઓ-એવા
મુસ્લિમ
બિરાદરોને
પૂછી
રહ્યા- કે
શું
આ
તમારી
ઈચ્છા
છે
મિત્રો? અને
આશ્ચર્ય
સાથે
સંજયની
જાહેરખબર
વાંચીને
પડોસી-મિત્રો-સ્નેહીઓ-કાશ્મીરી
મુસ્લિમો
સંજયના
પરિવારની
પડખે
આવીને
ઉભા
રહ્યા. અને
જરૂર
પડ્યે
સામે
ટેકો
કરવાની
ધરપત
આપીને
સંજયના
પરિવારનાં
પોતાનું
ઘર-વતન
નાં
જ
છોડવાના
નિર્ણયમાં
બળ
આપ્યું.
સંજયની
જેમ
જેઓ
હિંમત
નાં
કરી
શક્યા
તેઓ
પોતાની
માતૃભુમી
છોડીને
નિરાશ્રીતોની
જેમ
વિસ્થાપિતોની
છાવણીમાં
રહ્યા
કે
દેશના
કોઈ
ખૂણે
નવેસરથી
જીવવાની
જગદ-ઓ-જાહેદમાં
જોતરાઈ
ગયા. 1980 માં
જ્યાં
હિંદુઓની
વસ્તી
1,40,000 હતી
ત્યાં
1998માં
19,865 જ
હિંદુઓ
બચ્યા. ટીકુ
દુખ
વ્યક્ત
કરતા
જણાવે
છે
કે
આજની
તારીખે
કાશ્મીરમાં
માત્ર
3,400 જેટલા
જ
કાશ્મીરી
પંડિતો
બચ્યા
છે!
સંજય
ટીકુ
હાલમાં
કાશ્મીરમાં
"કાશ્મીરી
પંડિત
સંઘર્ષ
સમિતિ" નામક
સંસ્થા
દ્વારા
કાશ્મીરમાં
રહેતા
કાશ્મીરી
પંડિતોના
પ્રશ્નો
અને
પચીસ
વર્ષથી
પોતાના
વતનમાં
પાછા
ફરવા
તડપતા
વિસ્થાપિત
કાશ્મીરી
પંડિતોના
અધિકારો
માટે
કાર્યરત
છે.
પચીસ
વર્ષ
એક
ખુબ
મોટો
સમયગાળો
છે, આ
સમયમાં
કેટલાય
વિસ્થાપિત
કાશ્મીરી
પંડિતોની
એક
આખી
પેઢી
યુવાન
થઇ
છે
જેણે
પોતાના
વતનને
જોયું
સુદ્ધાં
નથી! અને
એવા
અનેકો
પરિવારો
પચીસ
વર્ષ
પછી
પણ
અંદરખાને
સળગી
રહ્યા
છે
જેઓ
રોજ
રાત્રે
સુતી
વખતે
તકિયા
નીચે
પોતાના
વતનની
યાદોને
સંભાળીને
સલામત
રીતે
છુપાવી
દે
છે, રખેને
આ
અનમોલ
યાદોને
કોઈ
ફેંદી
જાય.. અને
હજુ
ખુલી
આંખોથી
અને
બંધ
આંખોથી
એક જ
સપનું
જુવે
છે- પોતાના
વતનમાં
પાછા
જવાનું, પોતાના
મુળિયા-લાગણીઓ-યાદોને
ફરીથી
કાશ્મીરમાં
વાવવાનું!
***
પિક્સેલ:
વતનથી
દુર
રહેવાની
પીડા
અને
દર્દ
લઈને
પોતાના
જ
દેશમાં
વિસ્થાપિત
બનીને
જીવતા
લાખો
કાશ્મીરી
પંડિતોનાં
આપણે
ગુનેહગાર
છે. એમની
પીડા- પ્રશ્નોનાં
મુક
પ્રેક્ષક
બનેલા
આપણે
એમને
મદદ
નાં
કરી
શકીએ
તો
આપની
ભારતીયતા
ઠાલી
અને
નિરર્થક
છે!
Comments