***
ધારો
કે આજે રોજનાં જેવો જ એક સામાન્ય
દિવસ છે. તમે
રોજીંદા કામો આટોપવામાં વ્યસ્ત
છો. કિચનમાં
ફટાફટ હાથ ચલાવી રહ્યા છો.
સામે ગેસ પર કુકર
ચઢાવેલું છે જે એક પછી એક સીટી
વગાડીને પોતાનું પ્રેશર ઓછુ
કરવા મથી રહ્યું છે..અને
અચાનક કુકરની સીટીઓ અટકી જાય
છે. અને
પોતાનો બળાપો, ગરમી,
અકળામણ અસહ્ય
થઇ ઉઠતા કુકર આમતેમ કુદકા મારે
છે.. અર્થાત
કુકર પોતાનું પ્રેશર યેનકેન
પ્રકારે પણ બહાર કાઢવા ફાટવા
સુધ્ધા તૈયાર થઇ જાય છે..
તો તમારી કોઠાસુઝ
તમને શું કરવા સૂચવશે?
આપકે ઓપ્શન્સ
હે- એ)
ગેસ બંધ કરીને
કુકરથી દુર જતા રહીને કુકરને
એની કિસ્મત પર છોડી દેવું.
( એના નસીબમાં
હશે તો ફાટશે, નહિ
તો જાતે ઠંડું પડી જશે.
કૈક એવું...).
બી) ગેસ
બંધ કરીને કુકરને જાળવીને
ઠંડા પાણીનાં તપેલામાં કે
નળની ધારની નીચે મુકીને એને
ઠંડું પાડવા મથવું. સી)
ગેસ બંધ કરીને
કુકરને ઠંડું પાડવા એના પર
બરફના ચોસલા મુકીને ફૂંકો
સુધ્ધા મારવી અને અંતરમનથી
કુકરની ક્ષેમકુશળતા માટે
ભગવાનજીને પ્રાર્થના કરવી..
કે પછી ડી)
ગેસ બંધ કરીને
કુકરની સીટીને સહેજ ઉંચી કરીને
હવા નીકળી જવા દેવી...
ભલેને
તમે કે કુશળ ગૃહિણી હોવ,
કે કરિયર ફોકસ્ડ
પ્રોફેશનલ કે પછી કુકિંગ સાથે
તમારે મારી જેમ બારમો ચંદ્રમાં
હોય- સામાન્ય
સમઝ પ્રમાણે આપણે ઓપ્શન-ડી
જ સિલેક્ટ કરીશું રાઇટ?
હવે
તમને પ્રશ્ન થશે આજે આપણે આ
કુકર-કાંડ
કેમ માંડ્યું છે? તો
જવાબ છે- આ
કુકરની જેમ જ આપણું મન-શરીર-આત્મા
પણ મુસીબતો-વ્યથા-કથા-લાગણીઓ-સંવેદના-અકળામણને
કારણે પ્રેશરમાં રહે છે.
અને એ પ્રેશર
રીલીઝનાં કરવામાં આવે તો
દિલ-દિમાગ-શરીરને
નુકશાન થવું સ્વાભાવિક છે.
તો આપણે સૌ આ
પ્રેશર- ઈમોશનલ
આઉટબર્સ્ટને કઈ રીતે હેન્ડલ
કરીએ છે?
કોઈ
ટેન્શન-અકળામણમાં
એકલા લોંગ વોક પર જવું પસંદ
કરશે તો કોઈ મ્યુઝીકની દુનિયામાં
લુપ્ત થઇ જશે. કોઈ
મિત્રો સાથે ગોસિપ કરશે તો
કોઈ બુક્સમાં ખોવાઈ જશે.
અને સૌથી સામાન્ય
આઉટબર્સ્ટ છે ગુસ્સે થવા પર
જે-તે
વ્યક્તિને ગાળો આપીને ગુસ્સો
ઉતારવો. અને
જેમ કુકરની સીટી ઉંચી કરીને
એનું પ્રેશર ધીમે ધીમે ઓછું
કરી શકાય એમજ કૈક આપણા મન-શરીર
માટે ગાળો બોલવાથી થાય છે,
રાઇટ? ઇવન
મનો-વૈજ્ઞાનિકો
પણ કહે છે કે ગાળો બોલવાથી
દિમાગ અને દિલને રાહત મહેસુસ
થાય છે અને અકળામણ-ઉચાટ
ઓછો થાય છે. જેમ
“જબ વી મેટ”
મુવીનાં એન્ડમાં શાહિદ કપૂર
કરીના કપૂરને કહે છે-“નિકાલ
દો અપને દિલકી ભડાસ. ઉસે
જીતની આતી હે ઉતની ગાલીઆ દે
દો. યુ વિલ
ફીલ બેટર.”-
ડીટ્ટો એવું જ
તો!
હવે
જ્યારે આપણે કુકર-પુરાણને
ગાળ-પુરાણ
તરફ ધીમે ધીમે ડાયવર્ટ કરી
રહ્યા છે ત્યારે ઘણા બધા
સંસ્કારી-સભ્ય-સુશીલ
સામાજિક પ્રાણીઓની ભ્રમરો
વંકાઈ ગઈ હશે અને નાકનાં ટેરવા
ફૂલી ગયા હશે! આખું
પરિવાર વાંચતું હોય એવી
પૂર્તિમાં અને એમાં પણ
સ્ત્રી-વિષયક
કોલમમાં ગાળોની વાતો?
એક્સક્યુઝ-એ-મુઆફ.
આ લખનાર પોતાની
સામાજિક જવાબદારી પ્રત્યે
સભાન છે અને એથીજ જે મુદ્દો
ઉઠાવાઈ રહ્યો છે એ “ગાળ
બોલવાની યથાર્થતા-ખરાઈ”
નહિ.. પરંતુ
આપણા રોજ-બ-રોજનાં
સંવાદમાં અભાનપણે વણાઈ ગયેલી
ગાળો-અપશબ્દોનાં
સ્ત્રીત્વ અને સેક્ષ્યુઆલીટી
સાથેના સંબંધનો છે.
ઓફકોર્સ
ગાળો બોલવી સર્વ-સામાન્ય
આઉટ-બર્સ્ટ
છે છતાં સામાજિક અને સાંસ્કૃતિક
દ્રષ્ટિએ અસભ્ય અને અનિચ્છનીય
પણ છે. ઘણી
ખરી જ્ઞાતિઓમાં ગાળો સામાન્ય
શબ્દોની જેમ જ બોલચાલમાં વણાઈ
ગઈ છે છતાં સામાન્ય બોલચાલમાં
ગાળોનો વપરાશ સ્વીકાર્ય નથી
જ! અને તેમાં
પણ સ્ત્રીઓની સામે ગાળો બોલવી
એ તો અસભ્યતાની પરાકાષ્ટા
ગણી શકાય. બરાબરને?
હવે પ્રશ્ન એ
ઉદ્ભવે છે કે સ્ત્રીઓની સામે
નાં બોલાતી આ ગાળો બહુધા
સ્ત્રીવિષયક કે જાતીયતા વિષયક
જ કેમ હોય છે? નાં,
અહી ગાળો લખીને
આપણે કોઈ ઉદાહરણ નથી બેસાડવું,
કેમકે સ્ત્રી
હોય કે પુરુષ- ગાળોની
વિવિધતા સૌને પાઠ્ય-પુસ્તક
ઉપરાંત સ્વાભાવિક રીતે જ આવડતી
હોય છે. હવે
એક કામ કરો, નાં
તમારે કોઈ ગાળ બોલીને ડેમો
નથી આપવાનો.. પણ
તમારો ગાળો-અપશબ્દોનો
ડેટાબેઝ ચેક કરો અને જવાબ આપો-
કે તમને એવી કેટલી
ગાળો આવડે છે જે સ્ત્રીવિષયક
કે સેક્સવિષયક/જાતીયતાવિષયક
નથી? અઘરું
કામ છે ને?- આ
જ છે મારો મુદ્દો.
“માય
ચોઈસ”-વિષય
પર દીપિકા પાદુકોણબેન અને
વોગ સ્ત્રીઓને સ્વતંત્રતાનાં
નવા પાઠ ભણાવે અને એને પરાણે
“વુમન એમ્પાવરમેન્ટ”માં
ખપાવી પણ દે છે. મારે
મૂળભૂત મુદ્દાની વાત કરવી
છે. સવારે
ચાર વાગ્યા સુધી રાખડી શકાય,
લગ્નેતર શારીરિક
સંબંધ રાખી શકાય, મન
થાય એ પુરુષ-મિત્ર
સાથે સંબંધ બાંધી શકાય-
એ સ્વતંત્રતાની
સામે મને એક સ્ત્રીની સ્ત્રી
તરીકેની ગરિમા સચવાય એ સશક્તિકરણ
વધુ જરૂરી લાગે છે.
કમિંગ
ટુ ધ પોઈન્ટ, મુદ્દા
પર આવીએ તો- મને
ગુસ્સો આવે છે જ્યારે હું
કોઈના પર ગુસ્સો કાઢવા માટે
કોઈને ગાળો બોલતા જોઉં છું
ત્યારે? ગુસ્સો
જે-તે વ્યક્તિ
ગાળ બોલે છે એ વાતનો નથી.
ઉદાહરણ આપું તો-
ગુસ્સો આવે છે
છગનભાઈને મગનભાઈ પર. અને
છગનભાઈ મગનભાઈને ઢગલો ગાળો
અપાઈ છે- જે
બધા જ અપશબ્દોમાં અપમાન
મગનભાઇનું નહિ પણ મગનભાઈની
માં અને બેનનું જ કરવામાં આવે
છે. મારો
પ્રશ્ન છે- જો
ગુસ્સો મગનભાઈ પર છે તો એને
અનુલક્ષીને અપશબ્દ બોલો,
એના પરિવારની
કે બીજી કોઈ પણ સ્ત્રીને આ
મુદ્દામાં જોડવાની શી જરૂર?
જવાબ આપણી જરી-પુરાણી
સામાજીકતા-માનસિકતામાં
છે.
કોઈ
પણ માણસનો બીજા માણસને ગાળો
આપવાનો ઉદ્દેશ્ય શું હોય છે?
જેના પર ગુસ્સો
આવ્યો છે એનું અપમાન કરવું.
હવે “અપ-માન”
કરવું, એટલે
“માન-આદર-ગરીમા-ગૌરવ”
ભંગ કરવું રાઇટ? હવે
દિલ પર હાથ મુકીને જવાબ આપો-
તમે તમારું
માન-ઈજ્જત
કોને ગણો છો? જવાબ
મળશે – પરિવારની માં-દીકરી-બહેન-સ્ત્રીઓ.
અને પ્રોબ્લેમ
આ વિચારસરણીમાં જ છે!
સ્ત્રીઓને પરાણે
પરિવાર-સમાજની
“ઈજ્જત-આબરુ”ધારક
બનાવી દેવામાં આવી છે.
અને એટલે જ ગમેતેને
–ગમે એની સાથે વિવાદ થાય-ડખો
પડે-વેર
વંકાય, જેનું-તેનું
અપમાન-અહિત
કરવાનો સૌથી સીધો તરીકો એટલે
સામેના માણસની માં-દીકરી-બહેન-પત્ની
વિષયક/જાતીયતા
વિષયક ગાળો આપવી.
શું
તમને ક્યારેય પ્રશ્ન નથી થતો
કે – શું સમાજમાં ઈજ્જત-આબરુ
માત્ર સ્ત્રીને જ છે?
પુરુષને નહિ?
જો હા, તો
એક પુરુષ બીજા પુરુષનું અપમાન
કરવા માટે પણ સ્ત્રીઓ પર નિર્ભર
છે? જાતીયતા/શારીરક
સમાગમ/સેક્સ
શું શરમજનક ક્રિયા છે?
જો હા તો-
આપણા પુરાણો,
દેવી-દેવતાઓ
અને ગ્રંથોને અબ્બી-હાલ
સળગાવી દેવા પડે... અને
જો નાં- તો
શા કારણથી વ્યક્તિનું અપમાન
કરવા એનાં સેક્સ્યુઅલ
બિહેવિયર/જાતીયતા/શરીર
અંગે ટીપ્પણી-અપશબ્દો
કહેવા પડે? જ્યાં
સુધી આ અપશબ્દો-ગાળોનું
કેન્દ્ર સ્ત્રીઓ/સેક્સ
સુધી માર્યાદિત રહેશે ત્યાં
સુધી સ્ત્રીઓનું સમ્માન કે
સેક્સ એજ્યુકેશનનાં ગીતો
ગાવા નિરર્થક-વ્યર્થ
છે. અને જો
સાચે જ આપણે સ્ત્રી-સશક્તિકરણ
અને શારીરક-સેક્સ્યુઅલ-સભાનતા
ક્ષેત્રે વાર્તાઓ-પ્રયાસ-વિકાસ
કરવો હોય તો માનસિકતા અને
અપશબ્દો બંને ને બદલવા જ રહ્યા..
હવે
આ લાંબા પુરાણ બાદ, તમને
જો પ્રશ્ન થતો હોય કે-
ગાળોને તો વાળી
કઈ રીતે બદલી શકાય-અપડેટ
કરી શકાય.. તો
લેટ મી હેલ્પ યુ! આપણે
એક ખુબ સરળ કામ કરવાનું છે.
જે વસ્તુ ખોટી
છે, શરમજનક
છે – એનું લીસ્ટ બનાવીએ અને
એને ઉદ્દેશીને ગુસ્સો ઉતારીએ..
જેમકે..
- આખો દિવસ ફેસબુક પર સ્ટેટ્સ અને ફોટો અપડેટ કરી કુલ અને હેપનિંગ બનવા માથે પણ રીયલ લાઈફમાં એકદમ બોરિંગ-એન્ટી સોશિયલ હોય એવા મનુષ્યો(હી અને શી બંને)ને આપવાની ગાળ – “ફાટેલો ફેસબુકીયો”.
- દિવસના ૨૪ કલાકમાં ૨૫ કલાક વોટ્સએપ પર ઓનલાઈન રહીને દુનિયાભરમાં ફલર્ટ-ગોસિપ કરનાર માટે ગાળ- “વાયડો વોટ્સએપીયો વાંદરો.”
- ટ્વિટર અને ઇનસ્તાગ્રામ પર નાની નાની વાતોમાં ડહાપણ અને દેખાડો કરનારાઓને માટેની ગાળ- “સડેલો સોશિયલ સાંઢ”.
- મોબાઈલ-લેપટોપ-ટેબ્લેટને કવર ચઢાવીને ટીપ-ટોપ રાખે પણ હેલ્મેટ પહેર્યા વગર, ધૂમ-ધૂમ બાઈક ચલાવીને રખડી ખાનાર માટેની ગાળ- “હેલ્મેટહીન હેવાન”.
- સમય-ક-સમયે જોર જોરથી મોબાઈલ પર વાત કરનાર અને હેડફોન વગર જોર જોરથી અલ્તાફ રાજાથી લઈને હની સિંઘનાં ગીતો સંભાળનાર માટેની ગાળ-“બુદ્ધિથી બહેરો અને કાનનો કાણો”.
- મેદાનમાં મિત્રો સાથે ગેમ્સ રમવાની જગ્યાએ હાથમાં આઈપેડ-આઈફોન-ટેબ્લેટ લઈને રોલ્લા પાડનાર બગડેલી સંતાનો માટેની ગાળ-“ચીપ ચીપકુડીયો”.
- આખો દિવસ મોઢા પર મેકઅપનાં લેયર્સ લગાવીને વટ્ટ મારતી છોરીઓ માટેની ગાળ-“દેસી મેકઅપ બોક્સ”.
- લાંચ રુશ્વત આપનાર-લેનાર કરપ્ટ લોકો માટેની ગાળ- “વ્યહવારી વાંદરો” કે “લાંચીયો લખોટો”.
બની
ને નવી ગાળો?
એવી ગાળો કે
જેમાં છગનભાઈને મગનભાઈ પર
ગુસ્સો આવે તો,
છગનભાઈ મગનભાઈની
લાક્ષણિકતાઓ-ખામીઓની
હાંસી ઉડાવે-
અપમાન કરે.
અપશબ્દો-ગાળો
અંગે સ્વસ્થ અને સચોટ ચર્ચા
જાણીતા લેખક શ્રી.ધૈવત
ત્રિવેદી અને બ્લોગર મિત્ર-
હર્ષ પંડ્યા
ઘણા વર્ષો પૂર્વે ઓરકુટનાં
ઓટલે કરી ગયા છે જેના કૈક અંશો
સબ-કોન્શિયસ
માઈન્ડમાં કાયમ ફરતા રહ્યા
છે અને આજે એ જ મુદ્દાઓ આપની
સમક્ષ રજુ કર્યા છે.
જાણીતા
લેખક શ્રી ચંદ્રકાંત બક્ષી
કહી ગયા છે-“ગાળો
એ તો પુરુષોનું શાબ્દિક માસિક
છે.”
–
જેણે એક્સટેન્ડ
કરીને જેન્ડર બાયસ કર્યા વગર
કહું તો એમના વાક્યમાં પુરુષ
શબ્દને સ્થાને મનુષ્ય શબ્દ
પ્રયોજીએ તો એકદમ યથાર્થ છે.
***
પિક્સેલ:
ગાળો-અપશબ્દો
બોલવા મનુષ્યના સ્વાભાવ માટે
અસામાજિક પ્રકારનો છતાં
અનિવાર્ય –“એક્ઝોસ્ટ
વાલ્વ” છે.
સંયમ અને
સ્થાય-સમય-વ્યક્તિભાન
સાથે આ “એક્ઝોસ્ટ
વાલ્વ”નો ઉપયોગ
કરી જ શકાય.
બદલાતા
સમય-વિચારધારા-સમાજની
સાથે અપશબ્દો-ગાળોનાં
શબ્દકોશમાં બદલાવ અનિવાર્ય
જરૂરીયાત છે.
Comments