***
"દરેક
મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત
છે.. છતાં
શું દરેક મનુષ્ય જીવે છે
ખરો?"-પ્રશ્ન
વાંચીને ઘડીભરતો ગમ્મત પડી
ગઈ.
દિમાગ તરત બોલી ઉઠ્યું-"આવો કેવો ડમ્બ સવાલ? સિમ્પલ લોજીક છે- જો મનુષ્ય જીવતો હોય તો જ મૃત્યુ પામેને?"
અને દિલે ખળખડાટ હસીને કહ્યું-"ઇડીયટ, દરેક વાક્ય, તથ્ય, પ્રશ્નમાં લોજીક નથી. સવાલ એકદમ શાર્પ અને ઈન્ટેલેકટવાળો છે."
દિમાગે ધીરેથી મશ્કરી કરતા કહ્યું-"અચ્છા, તારું ઈન્ટેલેકટ મને સુપેરે ખબર છે.. ઇશ્ક-પ્યાર-મહોબ્બતથી આગળ તારી ગાડી પંક્ચર થઇ જાય છે, એટલે જીવવા મારવામાં પણ તું પ્રેમના જ તમ્બુરા વગાડીશ દોસ્ત!"
દિલ દિમાગની ટીખળ તો સમઝી ગયું છતાં મસ્ત મલકાઈને બોલી ઉઠ્યું-"બંધુ, અહી વાત પ્યાર-ઇશ્ક-મહોબ્બતની નથી અને છે પણ. ચાલ સમઝાવું. દરેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત છે- એ વાક્ય તો સરળ અને સ્વીકાર્ય જ છે. પ્રશ્ન હતો - શું દરેક મનુષ્ય જીવે છે ખરો? અને મારો જવાબ છે- નાં."
દિમાગ મઝાકનાં મુડમાં પૂછે છે- "જબરું લાવ્યા તમે, દરેક મનુષ્ય મરે છે ખરો પણ દરેક મનુષ્ય જીવતો નથી! એવું કઈ રીતે બને? જે જીવતો નથી એ કઈ રીતે મરી શકે?"
દિલ કહે છે-"એજ તો મઝાની વાત છે. ચાલ તારી જ વાત માંડીએ એટલે તને જવાબ મળી જશે. તારી ઉમર કેટલી? અને તું કેટલા વર્ષ જીવ્યો છે?"
દિમાગ હસીને વ્યંગમાં કહે છે-"દિલ દીવાના-પાગલ હોતા હે એવા બધા ગીતો આજે તું પ્રૂવ કરે છે હોં! જે મારી ઉમર હોય એટલા જ વર્ષો તો હું જીવ્યો હોઉંને? સિમ્પલ છે."
દિલ ધીરેથી જવાબ આપે છે-"દોસ્ત, તારો જન્મ થયો અને આ પૃથ્વી પર તારું હોવું- એ વર્ષો તારી ઉંમર ગણાય.. અને જે વર્ષો તે ખરા અર્થમાં "જીવ્યા" હોય તે તારી ઉંમર કરતા ઓછા કે વધુ પણ હોઈ જ શકે!"
હવે દિમાગ કન્ફયુઝ થયું-"અઘરું છે યાર, એટલે?"
દિલે આગળ સમઝાવવાનું ચાલુ રાખ્યું-"સીધું ને સરળ છે. આ પૃથ્વી પર નિર્જીવ સજીવ બધા જ ફિઝીકલી હયાત છે. એટલે માત્ર શારીરિક રીતે શ્વાસ લેવાની ક્રિયા કરીએ છે એને "જીવવું" થોડી કહેવાય? જીવવું એટલે ગમે એ અને ગમ્મે એ બધું જ કરવું. જીવવું એટલે ગણતરીની બહારના જવાબ માંડવા. જીવવું એટલે સમીકરણો-નીતિ-નિયમોની બહાર આઝાદ રહીને જાતને પ્રેમ કરવું અને ખુશ કરવું. "જીવવું" એટલે સમાજ-પરિવારની બીકે જે નથી કરતા કે છુપાઈને કરીએ છે એનો સ્વીકાર કરવો અને હિંમત-નિર્દોષતા-પારદર્શકતા સાથે પોતાને ગમે છે એ કરતા રહેવું.."
દિમાગે હવે દિલની વાતમાં રસ લીધો-"ઈન્ટરેસ્ટીંગ વાત છે દોસ્ત.. પણ કુટુંબ-કેરિયર-બાળકો-જવાબદારીઓ-વ્યહવાર-સમાજ આ બધામાંથી શ્વાસ લેવા જ જેમતેમ સમય મળે છે તો "ગમે એ અને ગમ્મે એ" કરવાનો ટાઈમ ક્યાંથી કાઢવાનો? રીટાયર્ડ થઈને નવરાશના સમયે ગમતા કામોનું-સપનાઓનું લીસ્ટ પૂરું કરીશું.. "
દિલે કહ્યું -" અચ્છા... અને રીટાયર્ડમેન્ટ પહેલા ભગવાનનું તેડું આવી ગયું તો એમને કહેવાશે- કે બોસ, મને એકાદ મહિનાનું એક્સટેનશ્ન આપોને જરા સપનાઓ અને ઇચ્છાઓની ઉધારી પૂરી કરવી છે! નહિ ને? "
દિમાગ દિલની વાત સાંભળીને વિચારમાં પડી ગયું..
દિલે સજેશન આપ્યું-"ચાલ તારી-મારી છોડીએ અને આપણી "જીવવા"ની ગોઠવણ કરીએ. આઈ મીન, શ્વાસ લઈને નહિ પણ ગમતું કરીને જીવતા થઈએ.. "
દિમાગે પૂછ્યું-"એવું કઈ તો કેમ કરીને થાય?"
દિલે રસ્તો બતાવતા કહ્યું-"જો હું તને એમ કહું કે આજથી 100 દિવસ પછી તારું મૃત્યુ નિશ્ચિત છે તો તું શું કરીશ? બસ એનું જ એક લીસ્ટ આપણે બનાવીએ! અને રોજના કરવા પડતા કામો સાથે ગમતા કામોને પણ કરતા જઈએ- એટલે સાચા અર્થમાં જીવતા આવડી જશે!"
દિમાગ પણ દિલની વાતથી ઉત્સાહમાં આવી ગયું.
અને દિલ અને દિમાગ બની ફોર અ ચેન્જ આર્ગ્યુંમેન્ટ કરવાની જગ્યાએ ગોઠડી માંડીને લીસ્ટ લખવા બેઠા..
અને લીસ્ટ લખાતું ગયું...
- "સૌથી પહેલા તો મને આખો દિવસ આખી રાત જાગીને, ઢગલો બુક્સની વચ્ચે પડ્યા રહીને, આંખોના પોપચા ઢળીના પડે કે પુસ્તકોનો ઢગલો પૂરોનાં થઇ જાય ત્યાં સુધી ખુબ બધું વાંચવું છે.. આ ઢગલો બુક્સમાં જે અગણિત સ્ટોરીઝ છે એ બધી જ મારે આંખો બંધ કરીને જીવવી છે, એમની લાગણીઓ ઝીલવી છે અને એ એ સ્ટોરીઝનાં દરેક કેરેક્ટરમાં સમાઈ જવું છે.. "--દિલ અને દિમાગ એકરસ થઈને લીસ્ટમાં લખી રહ્યા.
- "દિવસ રાત જોયા વગર મારે દેશ-દુનિયામાં એકલા ફરવું છે, હા એકદમ એકલા.. સ્ત્રી હોવાની મર્યાદા-નીતિ-નિયમો ફગાવીને મને હવાની જેમ બધે જ ફરી વળવું છે-અદેહ થઈને. મારે રાતના અંધારામાં દરિયા કિનારે બેસીને દરિયાની અને કિનારાની લવ-સ્ટોરી સંભાળવી છે. મારે પર્વતોને અડીને મારા વ્હાલ અને હેતથી એમની બરછટતા- સખ્તાઈને પીગળાવવી છે.. મારે ગાઢ જંગલમાં પ્રાણીઓના અવાજો સંભાળતા, ડરતા ગભરાતા, કોઈ અજાણ્યા ઝાડને બાથ ભીડીને ઊંઘી જવું છે. મારે દોડતા-ભાગતા-હાંફતા રસ્તાઓની વચ્ચો-વચ કોઈક ડિવાઈડર પર કલાકો સુધી એમજ બેસી રહેવું છે અને આસપાસથી વહી જતા વ્યક્તિઓ અને સારી જતા સમયને માણવું છે. મારે વહી જતી નદીમાં પગ બોળીને કલાકો સુધી એમજ બેસી રહેવું છે અને દરેક ચિંતા-વ્યથા-દુઃખનાં નામે એક એક પથ્થરનો નદીમાં ડુબુક-ડુબુકનો અવાજ કરાવીને ઘા કરવો છે. મારે ઘડિયાળનાં કાંટે નહિ પણ પ્રકૃતિના સાદે ઉઠવું-જાગવું જીવવું છે..."
-"કાયમ પોતાની કમ્ફર્ટઝોન અને જાણીતા લોકો-પરિસ્થિતિમાં રહીને હું પણ કૈક અંશે બંધ પાણીમાં લીલ બનીને જામી ગઈ છું.. મારે અજાણ્યા લોકો પર આંખો બંધ કરીને વિશ્વાસ કરવો છે. મારે અજાણ્યા લોકોની સાથે કોઈ ફાયદા-નુકશાન-ગણતરીની આશા કે સંબંધના સીમાડા વગર હળવું-મળવું-ફરવું છે.."
-"આખી જિંદગી પ્રેમ-લગ્ન-કમીટમેન્ટ-જવાબદારી-અપેક્ષાઓનાં સમીકરણો ગણીને હું અંદરથી થાકી છું. કોણે કહ્યું કે પ્રેમ માત્ર પરિવાર-પતિ કે બાળકોને જ કરી શકાય? કોને કહ્યું કે એક જીવનમાં માત્ર એક જ વ્યક્તિને ચાહી શકાય? મને સાવ અચાનક, કોઈ જ કારણ વગર, સાચા-ખોટાની પરવાહ કર્યા વગર, ભલે થોડી જ ક્ષણો કે સમય માટે, સાવ પાગલની જેમ કોઈના પ્રેમમાં પડી જવું છે.. અને પછી હસતા હસતા એ અમુલ્ય યાદો-લાગણીઓને દિલમાં ખુબ જતનથી સંતાડી દેવી છે અને પાછું સો કોલ્ડ શરીફ-સભ્ય-સંસ્કારી બની જવું છે.."
-"મારે અચાનક મારી મહીને પાંચ આંકડાનો પગાર આપતી રિસ્પેકટેબલ જોબ છોડીને કૈક જુદું જ બની જવું-કરવું છે. લેખક બનીને મારી વાર્તાઓ આખી દુનિયાની આંખોમાં આંજવી છે કે પછી ડાન્સર બનીને દુનિયાને મારા તાલે નાચાવવી છે.. પાયલોટ બનીને આકાશ માપવું છે તો ક્યારે માછીમાર થઈને ભર-દરિયે ખોવાઈ જવું છે.. રેડિયો જોકી બનીને આખા શહેરને સવારમાં રેડિયો પર ટહુકો કરીને જગાડવું છે કે પછી મંદિરના ઓટલે બેસી રહેતા ડોસા-ડોસીઓને અલક-મલક ની વાર્તાઓ વાંચી સંભળાવી છે.. મારે ખુબ બધુંમાંથી અચાનક શૂન્ય થઇ જવું છે.. મારે એટીએમ મશીન જેવી નોટો ગણતી અને બીજાને ઈર્ષ્યા અપાવે એવી કેરિયરને લાત મારીને માત્ર માણસ બની જવું છે."
-"બાળ મજુરી વિરોધનાં નારાઓ, સ્ત્રી સશક્તિકરણનાં બણગાઓ અને માતૃ-પિતૃ દેવો ભવના મંત્રોચ્ચારથી દુર રહીને મારે સમાજને મારી હયાતીના હસ્તાક્ષર આપી જવા છે.. ચાની કીટલી પર કામ કરતા કે એંઠું ઉઠાવનારા બાળકોને દયા કે ભીખ આપીને મહાન નથી બનવું પણ તેમની સાથે રમીને, જમીને-જમાડીને, હસતા-રમતા-ભણતા કરાવીને કે તેમની વાર્તા સાંભળીને તેમના જીવનનો ભાગ બનવું છે. મારે એકલી રહેતી સ્ત્રીઓ કે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને દયા કે દાન નહિ એમના ભાગનો પ્રેમ, મિત્રતા, લાગણીઓ અને સમય આપવા છે. મારે સમાજસેવા નથી જ કરવી, મારે તો માત્ર જેમને "કોઈ"ના પ્રેમ-હુંફ-લાગણીની જરૂર છે એમની જરૂરીયાત બની જવું છે બસ."
"હઝારો ખ્વાહિશે એસી કે હર ખ્વાહીશ પે દમ નિકલે.. બહુત નિકલે મેરે અરમાન, મગર ફિર ભી કમ નિકલે.."-અચાનક મોબાઈલ તમારું મનગમતું ગીત ગાઈને દિલ અને દિમાગને જગાડે છે, જાણે ઉપરવાળા ભગવાનજી કહેતા હોય કે- આગે ભી જાને નાં તું, પીછે ભી જાને નાં તું.. જો ભી હે, બસ યહી એક પલ હે.. એટલે પહેલા આટલું લીસ્ટ તો પૂરું કરો!
અને તમે ખુબ હળવાશ મહેસુસ કરતા-કરતા તમારી વર્ષોથી બંધ પડેલી ડાયરીને ખોલીને દિલ અને દિમાગે હમણાં જ જોયેલા સપનાઓ એમાં શબ્દ-દેહે અદ્દલ ઉતારી લો છો, એમને એક એક કરીને પુરા કરતા જવાના મજબુત મનોબળ સાથે..
***
સપનાઓ અને ઇચ્છાઓનું પતંગિયા જેવું છે, રંગબેરંગી, સુંદર અને સ્વતંત્ર! પતંગિયાની જેમ સપનાઓને પણ જોયા જ કરીએ તો તેઓ ઉડી ઉડી જ જાય.. એમને પકડવા જઈએ તો પણ સ્વાભાવે આઝાદ એવા પતંગિયા જેવા સપનાઓ છટકી જ જાય.. એમની સાથે તો દોસ્તી માંડવી પડે, ગેલ-ગમ્મત અને રમત રમવી પડે, એમને બેશુમાર પ્રેમ-પેશન અને સમય પણ આપવો પડે, ગણતરીઓ-સમાજ-સંબંધી-જવાબદારીઓથી થોડું પરે જઈને, થોડું સ્વાર્થી પણ થઈને!
મારું એક આવુજ અમુલ્ય સપનું- એટલે આ તમે જે વાંચી રહ્યા છો એ-"લાઈફ સફારી", મારા માનોભાવ-લાગણીજગતની સફર શબ્દોના સ્વરૂપે. આજે "લાઈફ સફારી"ની મારી આ સફરને શતક પુરા થયા એ ખુશીમાં મેં મારા થોડા સપનાઓ અને ઇચ્છાઓ તમારી સાથે શેર કર્યા અને મારું "ગમે એ અને ગમ્મે એ" કરવાનું લીસ્ટ બનાવવાનું શરુ કર્યું.
તો તમે ક્યારે શરુ કરો છો આ સપનાઓ સાથેની શક્ય સફર?

Comments