Skip to main content

લાઈફ સફારી~98 : પ્રાયવસી કેમ જરૂરી છે?

Image result for why privacy? images cartoon 
***
ધારોકે તમે કોઈ હિલ સ્ટેશન પર ફરવા ગયા છો. સુંદર રોમેન્ટિક વાતાવરણમાં તમે તમારા સાથી/મિત્રો/પરિવારની સાથે મહાલી રહ્યા છો. વેકેશન, વાતાવરણ, માહોલ, મુડ અને આઝાદી બધું છે છતાં કૈક ખૂટે છે. યેસ, તમે હજુ સુધી ફેસબુક પર "એન્જોયિંગ વેકેશન-ચિલીંગ વિથ ફ્રેન્ડસ " લખીને જીપીએસ વડે - એટ લોકેશન સિલેક્ટ કરીને પોસ્ટ મૂકી નથી, અર્થાત તમે વર્ચ્યુઅલિ હજુ સુધી વેકેશન શરુ નથી કર્યું! અને શું ફાયદો આટલી ખુબસુરત વાદીઓ, પહાડો, સમુંદર, નદીઓ ફરી આવવાનો- જ્યારે હજુ સુધી તમે ઇન્સટાગ્રામ પર એક પણ ક્લિક શેર નથી કરી. કમ ઓન, એવું તે કેવું વેકેશન જેમાં તમે -"#હેપ્પીનેસ ઈઝ સ્પેન્ડીંગ ટાઈમ વિથ સેલ્ફ #વેકેશન એટ #હોનુંલુંલું" જેવી ટવીટ કરીને પચાસ મિત્રોને ટેગ નથી કર્યા? અને ઓફકોર્સ દરેક સેલ્ફી ક્લિક કર્યા પછી વોટ્સએપ પર ડીપી ચેન્જ કરવું તો ફરજીયાત છે.
સોશિયલ એનીમલ્સ એવા આપણે થેન્ક્સ ટુ ટેકનોલોજી આપણી હયાતી, હાજરી, અસ્તિત્વ, ડે-ટુ-ડે લાઈફની બધી નાનેથી મોટી વાતો શ્વાસ લેવા જેટલી સહજતાથી વર્લ્ડ વાઈડ વેબના ગૂંચળામાં ફેલાવતા જઈએ છે. સોશિયલ નેટવર્કિંગનાં પગથીયા ચઢીને દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલો કોઈ પણ માણસ દુનિયાના કોઈ પણ બીજા ખૂણે રહેતા ભિન્ન ભાષા-વિચાર-સમાજ-સમઝ ધરાવતા માણસ સાથે વાર્તાલાપ કરી શકે છે, જોડાઈ શકે છે, પ્રેમ કરી શકે છે, સેક્સટીંગ કરી શકે છે, ચીટ-ફ્રોડ કરી શકે છે, લગ્ન કરી શકે છે. ઈન્ટરનેટનાં વમળમાં દુનિયા ધીમે ધીમે નાની થતી ચાલી છે અને સાથે નાનું થઇ રહ્યું છે આપની આસપાસ આપણે સભાનપણે રચેલું સર્કલ-સ્પેસ જેને આપને કહીએ છે- પ્રાયવસી/ગોપનીયતા.
નાં, આપણે આજે ઈન્ટરનેટ નાં ગેરફાયદા કે વર્ચ્યુઅલ વર્લ્ડની બદબોઈનાં ગીતો નથી ગાવાના. આપણે આજે કૈક અલગ અને રસપ્રદ વાત કરવી છે કે જે આપને સૌ જાણીએ છે અને છતાં કૈક અંશે નથી પણ જાણતા.
ચાલો વાતની શરૂઆત કરીએ એક વાર્તાથી.
***
દુનિયાની શરૂઆત વિષે આપણે સાંભળેલી પહેલી વાર્તા એટલે આદમ અને ઈવની વાર્તા.
પૃથ્વી પરના સૌથી પહેલા પુરુષ અને સ્ત્રી - આદમ અને ઈવ એડન ગાર્ડનમાં પ્રેમથી સુખી જીવે રહેતા હતા. ભગવાનનાં બનાવેલા બગીચામાં મઝાના ફળો ખાતા હતા, એકબીજાના પ્રેમમાં કિલ્લોલ કરતા હતા. ભગવાનજીએ એમના માટે માત્ર એક નિયમ બનાવ્યો હતો કે આખા બગીચામાં એક વૃક્ષનાં ફાળો તેઓ નાં ખાઈ શકે, સિવાય બધાજ ફળો ખાઈ શકે અને આનંદથી રહી શકે. ભગવાનજીનું ફરમાન હતું કે-જો તેઓ મનાઈ કરેલા વૃક્ષના ફળ ચાખશે તો તેઓએ બગીચાને છોડવું પડશે.ભગવાનજીએ જે વૃક્ષનાં ફાળો ચાખવાની આદમ-ઈવને મનાઈ કરી હતી એના ફાળો ખાવાથી માણસને સારા-ખરાબ અને સાચા-ખોટાની સમાજ આવી જાય એવી હકીકત હતી. અર્થાત ભગવાનજી સુદ્ધાં જાણતા હતા કે સુખ-આનંદ ત્યાં સુધી છે જ્યાં સુધી સાચા-ખોટા, સારા-ખરાબનું ભાન નથી. શેતાન દ્વારા દોરવાઈને ઈવ અને ઈવનો સાથ આપીને આદમ વૃક્ષના ફળ ચાખે છે અને ભગવાન તેમને બગીચામાંથી કાઢી મુકે છે. જ્યાં સુધી સારા-ખરાબ/સાચા-ખોટાથી અલિપ્ત હતા ત્યાં સુધી ભગવાનનાં બગીચામાં આનંદ-પ્રમોદ-કિલ્લોલ કરતા આદમ અને ઈવ જિંદગીની વાસ્તવિકતા જીવે છે, સુખે દુખે કાળનાં ચક્રને આગળ ધપાવે છે.
વાર્તા પૂરી.
હવે વાર્તામાં મઝાની વાત શું હતી?
એજ કે જ્યાં સુધી પોતાનાં માર્યાદિત વર્તુળ અને મર્યાદિત સત્ય સાથે જીવતા હતા ત્યાં સુધી આદમ અને ઈવ સુખી હતા. બગીચો એમની પ્રાયવસી/ગોપનીયતા ગણો, એટલે આખી વાર્તા પોતાની જાત સાથે આપોઆપ સંકળાઈ અને સમઝાઈ જશે.
એક સુંદર બગીચામાં રહેવાની જગ્યાએ આપણે વર્ચ્યુઅલ વર્લ્ડમાં આપણી જાતને ઓવર -ઇઝીલી અવેલેબલ, ઓવર એક્સ્પોઝડ કરી રહ્યા છે અને એના કારણ સ્વરૂપે ધીમે ધીમે આપણી પ્રાયવસીના સર્કલ-બગીચામાંથી બહાર જતા જઈએ છે.
માનવામાં નથી આવતું?
આવો એક બીજી વાર્તા માંડીએ!
***
વૈશ્વિક મહાસત્તા અમેરિકાનું એક જાણીતું અખબાર " ગાર્ડિયન" એક સવારે અમેરિકાની નેશનલ સિક્યોરીટી એજન્સીની ગુપ્ત માહિતીઓ જાહેર કરે છે. મહિતી આખા અમેરિકામાં ખળભળાટ મચાવી દે છે કેમેકે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યનાં બ્યુગલ વગાડનાર અમેરિકન સરકારની નામોશી ભરી હરકતો જનતા સામે ખુલ્લી પડી જાય છે. " ગાર્ડિયન"નાં બાહોશ પત્રકાર ગ્લેન ગ્રીનવલ્ડ હિમત કરે છે વ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ મારનાર અમેરિકન સરકારની સામે પડવાની અને શરુ થાય છે એક નવી રમત. એડ્વર્ડ જોસેફ સ્નોડેન નામનો કોમ્પ્યુટર નિષ્ણાંત કેટલીક હેરતભરી સરકારી ગુપ્ત વિગતો પત્રકાર ગ્લેન ગ્રીનવલ્ડને આપે છે અને નાગરિક અધિકાર અને સ્વતંત્રને અનુલક્ષીને " ગાર્ડિયન" ન્યુઝ પેપર માહિતીને છાપે છે. દસમાં ધોરણમાં છોડી દેનાર, અને પોતાની રુચિના આધારે કોમ્પ્યુટરના ક્ષેત્રમાં આગળ ધપનાર એડ્વર્ડ - અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ એજન્સી અને ડીફેન્સ ઈન્ટેલીજન્સ એજન્સીમાં સીસ્ટમ એડમીન તરીકે અને નેશનલ સિક્યુરીટી એજન્સીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનાલીસ્ટ તરીકે કામ કરી ચૂકેલ છે. જુના મહિનાની શરૂઆતમાં એડવર્ડ પોતાના ગુપ્ત માહિતીના બોમ્બ " ગાર્ડિયન" ન્યુઝ પેપર દ્વારા ફોડવાની શરૂઆત કરે છે અને 14 જુન 2013નાં રોજ ઓફિશિયલી સરકાર દ્વારા એડવર્ડને સરકારી ગુપ્ત માહિતી અને પ્રોપર્ટીને જાહેર કરવા/નુકશાન કરવાના આરોપસર દેશદ્રોહી જાહેર કરવામાં આવે છે. એડવર્ડ એવી તો કઈ માહિતી જાહેર કરે છે કે જેના કારણે એના પર આટલા ગંભીર આરોપ લગાવવામાં આવે છે? નાં, વાત અહી સરકારની ગોપનીય મીલીટરી-સુરક્ષા-નાણાંકીય બાબતો ખુલ્લી પડવાની કે દેશદ્રોહી વર્તન કરવાની નથી.
નેશનલ સિક્યુરીટી એજન્સીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા એડવર્ડને ધીમે ધીમે સમઝાય છે કે અમેરિકન સરકાર સામાન્ય નાગરિકોના વ્યક્તિ-સ્વાતંત્ર્યનું બે-રોકટોક હનન કરી રહી છે.
જેમકે - એક વિચિત્ર ખાનગી કાયદાનુસાર અમેરિકી કોર્ટ એન.એસ.(નેશનલ સિક્યુરીટી એજન્સી)ને કોઈ પણ નાગરિકના ફોન કોલ્સ ઈચ્છે ત્યારે ટેમ્પર કરવાની છૂટ આપે છે. અર્થાત એન.એસ. ઈચ્છે નાગરિકનાં કોલ્સ ઓબ્સર્વ-રેકોર્ડ કરી શકે, ભલેને તે નાગરિક બિન-હાનીકારક, સામાન્ય, કાયદાનું પાલન કરનાર અમેરિકી નાગરિક કેમ નાં હોય!
- ગુગલ, ફેસબુક, માઈક્રોસોફ્ટ, એપલ,યાહૂ વિગેરે એન.એસ.એને ઇચ્છિત દરેક નાગરિકની દરેક પ્રકારની માહિતી આપવા બંધાયેલા છે. અર્થાત સામાન્ય નાગરિકનાં ઈમેઈલ્સ, ફેસબુક ચેટ, ગુગલ હિસ્ટ્રી - દરેક ઓન લાઈન એક્ટીવીટી એન.એસ. ઈચ્છે ત્યારે જોઈ-જાણી શકે.
- એન.એસ. માત્ર અમેરિકી નાગરિકો નહિ પરંતુ દેશ-વિદેશની ગુપ્ત માહિતી, મહાનુભાવો(નેતા, મીલીટરી ઓફિસર્સ, અભિનેતાઓ, વરિષ્ટ નાગરિકો વિગેરે)ની ગોપનીય માહિતી પણ ખાનગી રીતે મેળવે છે.
- એન.એસ. જે નાગરિકોની માહિતી હેક નથી કરી શકતું તેમની માહિતી મેળવવા પોતે અલાયદી હેકર્સની ટીમ રાખે છે.
મુદ્દો છે કે સરકારી સિક્યુરીટી એજન્સી એવી એન.એસ., આતંકવાદીઓ અને આતંકી ગતિવિધિ પર નજર રાખવાના બહાના હેઠળ- નિર્દોષ, સામાન્ય, બિન હાનીકારક નાગરિકોની અંગત-ગોપનીય માહિતી પણ આંતરે છે.
અર્થાત સામાન્ય નાગરિકો અને તેમની અંગત પળો-માહિતી પણ નજરકેદ છે.
વિશ્વ જમાદાર અને આઝાદીનો વ્યાખ્યાકાર દેશ જ્યારે નાગરિક સ્વાતંત્ર્ય સાથે ચેડા કરે છે ત્યારે આપણે શું સલામત છીએ?
વાત માત્ર અમેરિકાની નથી, ટેકનોલોજીના કારણે દરેક દેશમાં પરિસ્થિતિ છે.
હવે તમને પ્રશ્ન થશે- જે માણસ ખોટું કરતુ નથી એને શું ચિંતા? અર્થાત ભલે ને સરકાર આપણા પર નજર રાખે, આપણે વળી ક્યા બોમ્બ ફોડવા છે કે બેંક લુંટવી છે? જવાબ છે - કઈ ખોટું નાં કરનાર મનુષ્યને પણ પોતાની અંગત સ્પેસ જોઈએ છે. ઈમેઈલ્સ-ફેસબુકના પાસવર્ડ, ઘરની સિક્યુરીટી સીસ્ટમ, ફોનમાં લોક- આપણે ભલે કઈ ખોટું નાં કરીએ છતાં ખાનગી વાતો-સિક્રેટ્સતો રાખીએ છે. હવે જો તમને 24 કલાક અને 365 દિવસ સીસીટીવી કેમેરા હેઠળ રાખવામાં આવે અને સતત તમારું નિરીક્ષણ-જજમેન્ટ કરવામાં આવે તો?
ઓફ કોર્સ અકળામણ થાય કેમકે કોઈક આપણને સતત જોઈ રહ્યું છે ફિલ સાથે સામાન્ય-સહજ વર્તણુક કરવી શક્ય નથી. અવલોકન/નિરીક્ષણ હેઠળ અને એકાંતમાં- દરેક મનુષ્યનું વાણી-વર્તન ખુબ જુદું હોય છે. અને આથી જો એક એવી કલ્પના કરીએ કે આખી દુનિયા કોઈ અદ્રશ્ય સીસીટીવી કેમેરાના નિરીક્ષણ હેઠળ છે અને કોઈ પણ ક્ષણે તમે શું કરો છો કોઈ પણ જોઈ-જાણી શકે છે તો અત્યંત અસામાન્ય-ફોર્મલ-દેખાડાની દુનિયાનું સર્જન થશે. ખરું કે નહીં?
અને આવું થવાનું કારણ? ઘણું ખરું આપણે જાતે આપણી પ્રાયવસી અર્થાત ગોપનીયતા અંગે નીરસ છે અને એટલેજ જાણે-અજાણ્યે એને શેષ કરી રહ્યા છે.
ફેસબુક-ટવીટર-ઇનસ્ટાગ્રામ-ગુગલ-યાહૂ-વોટ્સેપ -ટેકનોલોજીને આપની રજે-રજની ખબર છે અને એના દ્વારા વિશ્વના કોઈ પણ ખૂણે બેસીને કોઈ પણ તમારા અને તમારા સિક્રેટ્સ સુધી પહોંચી શકે છે.
ધારોકે તમે કોઈ ગાર્ડન/મોલ/હોસ્પિટલમાં છો, કોઈ અજાણી વ્યક્તિને તમારામાં રસ પડે છે અને પોતાના સ્માર્ટફોન દ્વારા તમારો ફોટો પાડીને ગુગલ કે ફેસબુકના ઈમેજ ડેટાબેઝમાં સર્ચ કરે છે. ગણતરીની મીનીટોમાં વ્યક્તિને તમારું નામ-ઈમેઈલ-મિત્રો-રસરૂચીના વિષયો-એડ્રેસ- લાસ્ટ વેકેશન ડેસ્ટીનેશન-લાસ્ટ બ્રેક અપ-કરંટ હુક અપ- લગભગ બધું ખબર પડી જાય છે! જાણે તમારા કપડાની આર-પાર તમારા અસ્તિત્વ સુધી કોઈ તમને જોઈ શકે છે.


***
પિક્સેલ:
ઈન્ટરનેટ અને ટેકનોલોજી એક વિશાળ સમુદ્ર છે જેમાં અણઆવડત કે અભાનપણે ડૂબી જવાય.. પરંતુ પોતાની પ્રાયવસી અંગે સાવચેતી રાખવામાં આવે, આંખ-કાન-દિમાગ ખુલ્લા રાખવામાં/વાપરવામાં આવે તો દરિયાને તરીને મૌજ સાથે પાર પણ કરી શકાય!


Comments

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…