લેપટોપ
ચાલુ કરું છું. લખવાનો
ખુબ બધો પ્રયાસ કરું છું.
પણ દિલો-ઓ-દિમાગમાં
હજુ થોડ દિવસ પહેલા જોયેલી
“ઇન્ડિયાઝ ડોટર”
ડોક્યુમેન્ટરીની સાઈડ ઈફેક્ટસ
યથાવત છે. કઈ
પણ લખવા, વાંચવા
અને પ્રોસેસ કરવાની દિલ-દિમાગ
અને આંખો સુદ્ધાં નાં પાડે
છે.
દિમાગ
અને દિલ કાયમની જેમ ચર્ચાના
ચગડોળે ચઢે છે.
દિમાગ:
આ કઈ પહેલો બનાવ
થોડી છે? તું
તો જાણે એમ રીએક્ટ કરે છે જેમ
આજ સુધી આ દુનિયામાં કોઈ
બળાત્કારનો બનાવ બન્યો જ નથી.
જાણે તું હજુ રામ
રાજ્યમાં જીવે છે.
દિલ:હા,
આ કળયુગ છે,
હું જાણું છું.
અને આ કઈ બળાત્કારનો
પહેલો બનાવ પણ નથી જ.. પણ
કોઈ બળાત્કારીને પોતાના મોઢે
નફફટાઈથી જાણે કોઈ મહાન કામ
કર્યું હોય એમ આખી ઘટના બયાન
કરતા પહેલા ક્યાં જોયું છે?
હજુ હું એમ જ માનું
છુ કે ગુનો કરનાર અંદરખાને
ખોટું કર્યાનો ભાર લઈને ફરે
છે, પોતે
કરેલા પાપકર્મ માટે પશ્ચાતાપ
પણ કરે છે. બુરાઈ
પર મોડેમોડે પણ અચ્છાઈની જીત
જરૂર થાય જ છે. પણ..
દિમાગ:
પણ શું? એ
રેપીસ્ટ મુકેશએ જે કહ્યું
એમાં આટલા આફ્ટરશોક્સ કેમ?
જે વિચારધારા એ
બળાત્કારીની છે એજ થીન્કીંગ
તારા પડોસીઓ, સગા-સંબંધીઓ,
દેશના નેતાઓ,
ધાર્મિક ગુરુઓ,
ભણેલા-અભણ-
ઓલમોસ્ટ બધાની
જ છે. ભલે
આજે આપણે એ ડોક્યુમેન્ટરી પર
બેનની માંગ કરીએ કે સરકાર અને
બીબીસી નો વિરોધ કરીએ,
એ સડેલી-ચીપ
વિચારધારા આપણી અંદર રહેવાની
જ છે. બદલાવની
તારે-મારે-બધાને
જરૂર છે. ખાલી
આમ દુખી બેસી રહેવાથી કે પછી
ડોક્યુમેન્ટરીન વિરોધમાં/બળાત્કારીની
વેદના વિષે લેખ લખવાથી કઈ નથી
થવાનું.
દિલ:
હમમમ..
અને
દિલ અને દિમાગ બંને પાછા ચુપ
થઇ જાય છે.
આંગળીઓ
કી-બોર્ડ
પર ચુપચાપ ચાલતી રહે છે અને
મિત્ર-ગુગલ
સાથે કૈક વાતો કરે છે.
ગુગલ તો જાણે આ
મુદ્દે મારા કરતા પણ વધુ ગુસ્સેલ
અને આક્રોશપૂર્ણ છે..
અને એટલે જ કદાચ
ગુગલ એક ક્લિક સાથે કૈક કેટલીયે
ઘટનાઓને પળવારમાં તાઝા કરી
દે છે. તાજેતરમાં
જ બંગાળમાં ૭૨ વર્ષની નન પર
લુંટનાં ઈરાદે કરેલા હુમલા
બાદ સામુહિક બળાત્કાર,
૨૩ જાન્યુઆરી
૨૦૧૪નાં રોજ વેસ્ટ બંગાળમાં
૧૩ ઇસમો દ્વારા પીડિતા મહિલા
પર કરવામાં આવેલો પાશવી સામુહિક
બળાત્કાર, ૪
અપ્રિલ ૨૦૧૪નાં રોજ મુંબઈ
ખાતે ત્રણ હેવાનો દ્વારા બંધ
મિલમાં એક ફોટોજર્નાલીસ્ટ
પર કરવામાં આવેલો સામુહિક
બળાત્કાર, ૧૫
જાન્યુઆરી ૨૦૧૪ નાં રોજ દિલ્હી
ખાતે પોતાની હોટેલનો રસ્તો
ભૂલી ગયેલી ડેનિશ પ્રવાસી
મહિલા પર થયેલો સામુહિક
બળાત્કાર, ૧૭
સપ્ટેમ્બર ૧૦૧૩નાં રોજ આસામ
ખાતે પાંચ યુવાનો દ્વારા દસ
વર્ષીય બાળકી પર સામુહિક
બળાત્કાર, ૪
જુન ૨૦૧૩નાં રોજ હિમાચલ
પ્રદેશમાં અમરીકન મહિલાનો
સામુહિક બળાત્કાર, ૩૦
અપ્રિલ ૨૦૧૩ન રોજ મધ્ય પ્રદેશખાતે
પાંચ વર્ષીય બાળકી પર અમાનુંશીય
બળાત્કાર, ૧૬
ડીસેમ્બર ૨૦૧૨નાં રોજ દિલ્હી
ખાતે ડોક્ટર બનવા જઈ રહેલી
યુવતી પર ચાલુ બસે ક્રૂર અને
અમાનવીય બળાત્કાર – માત્ર
જુજ ઘટનાઓ અને આંખો એક એક સમાચાર
અને એક એક ઘટનાને જાણે જીવતી
ગઈ, રડતી
ગઈ.
દિલ
અને દિમાગ જાણે કોમામાં જતા
રહ્યા. રહી
રહીને એક જ પ્રશ્ન અંદર ખાને
ઘુમરાઈ રહ્યો કે- એક
માણસ બીજા માણસ સાથે આટલો
અમાનવીય વ્યહવાર કઈ રીતે કરી
શકે? જબરદસ્તી,
ક્રૂરતા પૂર્વક
શારીરીક સમાગમ કરીને કોઈ
વ્યક્તિને આનંદ કઈ રીતે આવી
શકે? શારીરિક
ભુખ શું માણસ પર એટલી હાવી થઇ
જતી હશે કે એ માણસ મટીને જાનવર
બની જાય? અરે
જાનવર પણ ક્યારેય આવા ભયંકર
અને નિર્દય કૃત્ય નહિ જ કરતા
હોય ને?
પ્રશ્નો
ઘણા બધા ઉઠ્યા પણ જવાબ નાં જ
મળ્યો. કદાચ
એક સ્ત્રી થઈને હું બીજી
સ્ત્રીની પીડા-વેદના
સહજતાથી સમઝી શકું છું પણ એક
પુરુષની બર્બરતા કે
મનોભાવ-વિવશતા-વિકૃતિ
મને નથી સમઝાતી. અને
એટલે જ આ પ્રશ્નો હું મારા
મનોભાવમાંથી વિશ્વ સામે તરતા
મુકું છુ. અને
વિશ્વના એક જુદા જ ખૂણે થી મને
એના જવાબો પણ મળે છે – તે પણ
એક પુરુષ પાસેથી.
અમેરિકામાં
શિક્ષણશાસ્ત્રી, લેખક,
ફિલ્મ મેકર અને
સમાજશાસ્ત્રી એવા જેક્સન
કેટ્ઝ કહે છે કે –“સ્ત્રીઓ
પર થતો અત્યાચાર એ સ્ત્રીઓનો
નહિ પરંતુ પુરુષોનો મુદ્દો-પ્રશ્ન
છે.”
પોતાની વાતને
ખુબ સરળ શબ્દોમાં સમઝાવતા
કેટ્ઝ કહે છે કે “ઘરેલું
હિંસા, શારીરિક
અત્યાચાર, બળાત્કાર,
ક્રૂરતા,
સેક્ષ્યુઅલ્
હેરેસમેન્ટ, ચાઈલ્ડ
સેક્ષ્યુઅલ્ એબ્યુઝ”-
જેવી સંવેદનશીલ
સમસ્યાઓને “જાતીય
હિંસા”માં
ગણવામાં આવે છે.
“જાતીય
હિંસા”ને એવી
સમસ્યા ગણવામાં આવે છે જેમાં
કેટલાક ખરાબ પુરુષો છે જે
અત્યાચાર કરે છે અને કેટલાક
સારા પુરુષો છે જે એનાથી બચવામાં
મહિલાઓને-બાળકોને
મદદ કરે છે.
કેટ્ઝ આ માન્યતાને
ગેરવ્યાજબી ઠેરવતા કહે છે કે
– “જાતીય હિંસા”
ભલે સ્ત્રી-બાળક-પુરુષ
કોઈની પણ સાથે થાય, એ
સૌથી પહેલા પુરુષોનો મુદ્દો-સમસ્યા
છે. કેટ્ઝ
કહે છે કે આપણે જાણે અજાણ્યે
“જાતીય હિંસા”ને
“મહિલાઓનાં
મુદ્દા-વુમન્સ
ઇસ્યુ”માં ખપાવી
દઈએ છે કે જેથી પુરુષો સહેલાઈથી
આંખ આડા કાન કરી શકે છે.
કેટ્ઝ કહે છે કે
“જાતીય હિંસા”નાં
મુદ્દા પર પુરુષોને સૌથી વધુ
સભાન થવાની જરૂર છે કેમકે
પીડિત બાળક-સ્ત્રી
કે પુરુષ ભલેને હોય-
હુમલાખોર બહુધા
પુરુષ જ હોય છે. આથીજ
આ સમસ્યાનો ઉકેલ માત્ર પુરુષો
જ લાવી શકે છે સ્ત્રીઓ નહિ.
કેટ્ઝ કહે છે કે
વિચારી જુઓ કે એક એવી દુનિયા
બનાવીએ કે જ્યાં – જાતીય હિંસા
આચરનાર પુરુષોને સામાજિક-કાયદાકીય
કડક શિક્ષા/બહિષ્કાર
કરવામાં આવે..તો
કદાચ આવી અમાનવીય ઘટનાઓ ખુબ
જ ઓછી થઇ શકે, કેમકે
બળાત્કાર, છેડતી,
શોષણ, હિંસા
આચરનાર ઘણું ખરું હું-તમે
કે મારી તમારી આસપાસ રહેનારા
કહેવાતા નોર્મલ અને સામાજિક
પુરુષો જ હોય છે. કેટ્ઝ
ઉદાહરણ આપતા કહે છે કે પ્રશ્નો
આપણી વિચારધારા અને બોલ-ચાલ
સાથે પણ છે. જેમકે
ક્યાંક કોઈક પુરુષ સ્ત્રીને
મારે છે ત્યારે એ ઘટના “જ્હોને
મેરીને માર્યું.”
એ વાક્ય દ્વારા
કહી શકીએ. જે
વાક્યમાં જ્હોન સબ્જેક્ટ-મુખ્ય
પાત્ર છે, મારવું
ક્રિયા છે અને મેરી પીડિતા-ઓબ્જેક્ટ
છે. કેટ્ઝ
બીજું ઉદાહરણ આપતા કહે છે કે
એજ વાક્યને જો
“મેરીને જ્હોન થકી માર
પડ્યો.”-
એમ કહેવામાં
આવે તો તે એક નકારાત્મક વાક્ય
છે કેમકે પહેલા વાક્યમાં મુખ્ય
પાત્ર જ્હોન(મારનાર)
હતો જયારે
બીજા વાક્યમાં મુખ્ય પાત્ર
મેરી(પીડિતા)
છે.
હવે આપણે ખુબ
જ ચાલાકીથી બીજા વાક્યને તોડી
મરોડીને –“મેરીને
માર પડ્યો.”
એમ કહી દઈએ
છે. અર્થાત
આખી વાર્તા માત્ર મેરીની છે,
આપણે એને મારનાર
અને મુખ્ય પાત્ર એવા જ્હોનને
વાર્તામાંથી સફળતાપૂર્વક
બચાવી લીધો છે.
અને અંતે આપણે
એજ વાક્યને “મેરી
માર ખાનાર બિચારી સ્ત્રી છે.”-
બનાવી દઈને
એનું સ્ત્રીસમુદાય સાથે જોડાણ
કરી દઈએ છે.
પહેલા વાક્યમાં
જ્હોનની વાત થી શરુ કરીને આપણે
આખી વાર્તાને દુખિયારી સ્ત્રીઓ
તરફ વાળી દઈએ છે અને જ્હોન ને
બાઇજ્જત બરી પણ કરી દઈએ છે.
અર્થાત –“પાંચ
હેવાનો દ્વારા નિર્ભયા પર
બળાત્કાર”ની
ઘટના “નિર્ભયા
પર પાંચ હેવાનો દ્વારા બળાત્કાર”-
“નિર્ભયા
પર થયેલો બળાત્કાર”-
“નિર્ભય
બળાત્કાર પીડિતા મહિલા છે.”
બની જાય છે.
હવે
મુખ્ય પ્રશ્ન અહી આવે છે અને
એ છે- ગુનો
કરનારની તપાસ-પ્રશ્નો
કરવાની જગ્યાએ પીડિતાને
પ્રશ્નોત્તરી કરવાની માનસિકતા.
છોકરીએ રાતે
ઘરની બહાર કેમ નીકળવું જોઈએ?
છોકરીએ
પુરુષમિત્રો કેમ રાખવા જોઈએ?
છોકરીએ આવા-તેવા
કપડા કેમ પહેરવા જોઈએ?-
ખામોશ!
જો તમારે જાતીય
હિંસાન પ્રશ્નો ઉકેલ જોઈએ છે
તો -પ્રશ્ન
મેરીને/નિર્ભયાને
નહિ જ્હોન/મુકેશને
પૂછવાના છે!
કેમકે જાતીય
હિંસા સ્ત્રી સાથે થાય,
બાળકો સાથે
કે પુરુષ સાથે – હિંસા આચરનાર
મોટે ભાગે પુરુષ જ હોય છે.
કેટ્ઝ
કહે છે કે ઘણુંખરું આપણા આદર્શ
પુરુષો, નેતાઓ,
ફિલ્મસ્ટાર,
ક્રિકેટર્સ,
રોલ મોડેલ્સ જાણે
અજાણ્યે આપણા વાણી-વર્તનને
અભિભૂત કરતા હોય છે. અને
ખામી આ રોલ મોડેલ્સની નેતાગીરીમાં
છે. બળાત્કારીઓ,
ખૂનીઓ,
ચાઈલ્ડ અબ્યુઝર-જાતીય
હિંસા કરનાર પુરુષો જ્યાં
સુધી નેતાગીરીની બાગડોર
સંભાળશે ત્યાં સુધી સમાજમાં
પેસેલા આ “જાતીય
હિંસા”નાં સડાને
કાઢવું અશક્ય છે. આથી
આવા જાતીય હિંસામાં સંડોવાયેલા
કહેવાતા-રોલ
મોડેલ્સને એમની સાચી જગ્યા
બતાવી દંડિત કરવું જરૂરી છે,
જેથી સમાજ માટે
અનુકરણીય ઉદાહરણ બને.
કેટ્ઝ
કહે છે કે જાતીય હિંસાની સમસ્યા
માત્ર પુરુષો જ ઉકેલી શકે છે,
અને એથી જ “જાતીય
હિંસા”નાં આ
કોકડાને ઉકેલવા -વધુને
વધુ હિમતવાન-ઉદાહરણીય-યુવા
પુરુષોની જરૂર છે. અંતે
કેટ્ઝ કહે છે કે સ્ત્રીઓ અને
પુરુષો સાથે માંડીને નિશંક
“જાતીય હિંસા”ને
ડામી શકશે જ.
***
પિક્સેલ:
એવા
મર્દ બનો કે જેને દર્દ જોઈને
દર્દ થાય.
Comments