Skip to main content

લાઇફ સફારી~ 96:બાળપણ એટલે જીવનના પાયાનું ચણતર


*** 
મમ્મા, આ હોળી અને ધુળેટીનાં તહેવારો આપણે કેમ ઉજવીએ છે? આઈ મીન દરેક ફેસ્ટીવલની જેમ આ ફેસ્ટીવલની પણ કોઈ સ્ટોરી હશે ને?-નાનકડી બેબુએ આંખો પલકારતા પૂછ્યું.
બેબુ, તને લાસ્ટ યર તો એ સ્ટોરી કીધી હતી. એક રાજા હતો, એનો એક દીકરો હતો. અને...-હું દીકરીની યાદદાસ્તન પેટારાને ખોલતા બોલી.
ઓહ યેસ.. યાદ આવ્યું. પેલો બેડ કિંગ અને એનો ગુડ સન-એ સ્ટોરી... જેમાં કિંગ પોતાની જાતને ભગવાન સમઝતો હતો અને એનો સન ભગવાનની બહુ પૂજા કરતો હતો એટલે.. એટલે બેડ પાપા એ પોતાના દીકરાને મારવા બૌ બધા ટ્રાય કરેલા. યાદ આવ્યું મોમ...-બેબુ એકદમ ઉત્સાહમાં એની ગુજલીશ ભાષામાં યાદ આવી એટલી વાર્તા નામ-ઠામ વગર બોલી ગઈ.
યેસ બેબુ. એજ સ્ટોરી. એ કિંગનું નામ હતું હિરણ્યકશીપું અને એમના દીકરાનું નામ હતું પ્રહલાદ. જ્યારે કિંગ કોઈ પણ રીતે પ્રહલાદને મારી જ નાં શક્યા ત્યારે કિંગની સિસ્ટરે એમની મદદ કરી. કિંગની સિસ્ટર હોળીકા પાસે અગ્નિ નાં બાળી શકે એવી વરદાન વાળી ઓઢણી હતી. એટલે હોળીકા, એ ઓઢણી ઓઢીને, ખોળામાં નાનાસા પ્રહલાદને બેસાડીને અગ્નિમાં બેઠા. પણ ભગવાનનાં આશીર્વાદ અચ્છાલોકો સાથે હમેશા જ હોય, એટલે પ્રહલાદ બચી જાય અને હોળીકાની જાદુઈ ઓઢણી ઉડી જતા-એ બળી જાય. અને એન્ડમાં કિંગને કોઈ માણસ કે જાનવર નાં મારી શકે એવું વરદાન હોવાથી ભગવાન નર-સિંહ અવતાર ધારણ કરીને કિંગની હત્યા કરે અને પ્રહલાદને બચાવી લે. આમ બુરાઈ પર અચ્છાઈની જીત થઇ એ યાદ અને ખુશીમાં આપણે હોળીનો તહેવાર ઉજવીએ છે.-મેં બેબુની રેન્ડમ સ્ટોરીને થોડી ધારદાર કરીને પાત્રાલેખન કરી આપતા કહ્યું.
હમમમ.-કૈક ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ હોય એમ બેબુ હોંકારો ભર્યો.
શું વિચારે છે દીકરા..?-મેં દીકરીનાં માથે વ્હાલથી હાથ ફેરવતા કહ્યું.
મોમ, કિંગ હિરણ્યકશ્યીપું તો પ્રહલાદનાં પાપા હતા ને? -બેબુએ કૈક વિચારતા-વિચારતા પૂછ્યું.
હા બેટા. કિંગ પ્રહલાદના પિતા હતા. કેમ?-મને બેબુના પ્રશ્ન અંગે ઉત્કંઠા વધી.
મોમ, જો કિંગ પ્રહલાદના પાપા હતા તો પછી એ પ્રહલાદ સાથે આવું બુરું કઈ રીતે કરી શકે? પાપા તો પ્રેમ કરે, લાડ કરે, વ્હાલ કરે. પાપા તો આપણને પ્રોટેક્ટ કરે, આપણી સાથે રમે, આપણા ફ્રેન્ડ બનીને આપણી બધી વાતો પણ સાંભળે. પાપા આપણને ચોકલેટ અને ગિફ્ટ્સ પણ અપાવે.. પાપા કોઈ કોઈ દિવસ ગુસ્સે પણ થાય અને બહુ ગુસ્સે થાય તો કદાચ હાથ પણ ઉપાડે.. પણ પાપા બૌ જ પ્યારા હોય. હે મમ્મા, કોઈના પાપા આટલા બુરા કઈ રીતે હોઈ શકે?-નાનીસી બદામી આંખોમાં અઢળક લાગણીઓ ભરીને બેબુએ પૂછ્યું.
દીકરા, બધાના પાપા અચ્છા અને પ્યારા જ હોય. પ્રહલાદના પપ્પા પણ એને બહુ પ્યાર કરતા હશે પણ એમનો સમય ખરાબ ચાલતો હશે એટલે એમની બુદ્ધી બગડી. અને એમણે પ્રહલાદને આમ સજાઓ કરી. દીકરા આપણે પણ ઘણી વાર ભૂલ કરીએ જ છે ને? પછી આપણને કેવો પશ્યાતાપ થાય છે, હે ને? એમ જ કૈક થયું હશે..-મેં મારાથી શક્ય એટલી સરળતાથી જવાબ આપવાનો પ્રયાસ કર્યો.
મમ્મા.. પણ સ્ટોરી તો કિંગ મરી જાય એટલે પૂરી થઇ જાય છે. એ પછી પ્રહલાદનું શું થયું હશે? એ પણ એના પપ્પાને કેટલો પ્યાર કરતો હશે.. તો એના પપ્પા મરી ગયા તો એને કેટલું દુખ થયું હશે? મને તો પપ્પા મારી ગલતી માટે પણ પનીશમેન્ટ આપે તો મને કેટલા બધા દિવસો સુધી એ યાદ કરીને રડવું આવે છે.. દુખ થાય છે. પ્રહલાદને તો એના પપ્પાએ ગલતી વગર આટલી બધી પનીશમેન્ટ આપી, તો એ યાદ કરી-કરીને એને પણ તો દુખ તો થતું જ હશે ને? બિચારો પ્રહલાદ, ભલે એ રાજા બન્યો પણ એને આખી જીન્દગી બાળપણમાં એને મળેલી બધી પનીશમેન્ટતો યાદ આવી જ હશેને?-નાનીસી દીકરી બહુ જ ઊંડી અને મોટી વાત કરી ગઈ..
દીકરા, પ્રહલાદ ને ભગવાને બચાવીને રાજા બનાવ્યો એ પછીની વર્તાતો મને નથી ખબર.. પણ તું કહે છે એ ખરેખર બન્યું હોઈ શકે.. એક બાળક નાનપણમાં જે જીવે છે, અનુભવે છે, શીખે છે, પામે છે- એ બધાથી જ એનું ઘડતર થાય છે..મેં બેબુના માથે હાથ ફેરવતા ફેરવતા કહ્યું, જાણે હું મારી જાતને જ સમઝાવી રહી હતી. અને છતાં બેબુના પ્રશ્નો અને પ્રહલાદની લાગણીઓ અંગે વિચારી પણ રહી..
મારા ખોળામાં નિશ્ચિંત થઈને ઉંઘી રહેલી દીકરીને જોઈને એક તીવ્રતાથી મને પ્રહલાદની વિલાપ-ખાલીપો મહેસુસ થયો..
અને વિચારયુદ્ધમાં વહેતા વહેતા મેં મારા મિત્ર ગુગુલને બેબુએ પૂછેલો પ્રશ્ન પૂછ્યો.
અને ગુગલે મને કૈક નવાઈ અને ચિંતા પમાડે એવી વાત કહી. ગુગલે મને એક એવી વ્યક્તિની ઓળખાણ કરાવી જે દુનિયાના બીજા ખૂણે, દુર ખુબ જ દુર રહીને, અદ્દલ મારા જેવો જ પ્રશ્ન આખી દુનિયાને કરી રહી હતી. એક એવી વ્યક્તિ જેણે આ પ્રશ્નની અગત્યતા અને એનો ઉકેલ બંને આખી દુનિયાને સમઝાવીને એક સ્વસ્થ-સુખી દુનિયાનું ઘડતર કરવાનું સપનું જોયું હતું. અને આ વ્યક્તિ એટલે યુનાઈટેડ સ્ટેટ્સની વિખ્યાત બાળકોની ડોક્ટર નાદીન બર્ક હેરીસ.
નાદીન બર્ક હેરીસ વાત કરે છે-ચાઈલ્ડહુડ ટ્રોમાની. નાં, એક્ઝામમાં ફેઈલ થવાનો કે ક્રિકેટ મેચ હારી જવાનો ટ્રોમા નહિ. બાળકોના ડોક્ટર એવા નાદીન અનુભવે છે કે એમની પાસે વિવિધ બીમારીઓની સારવાર કરાવવા આવતા બાળકોમાં કૈક સામ્ય છે. એક ડોક્ટર તરીકે સામાન્યરીતે તેઓ શીખ્યા છે કે જ્યારે બહુધા પેશન્ટસ માં એક સમાન બીમારી કે લક્ષણો જણાય ત્યારે એક સમાન એન્ટીબાયોટિક દવા આપીને એ બીમારીનું તત્કાળ શમન કરી શકાય. પરંતુ ડોક્ટર બન્યા પહેલા પબ્લિક હેલ્થમાં ડીગ્રી લઇ ચુકેલા નાદીન જાણે છે કે ઈલાજ સાથે સાથે એ બીમારી થવા પાછળનાં કારણોની શોધખોળ કરીને એ કારણોને દુર કરવાના પ્રયાસો આદરી બીમારીને નામશેષ કરવું પણ એટલું જ જરૂરી છે.
બાળકોની સારવાર કરતા કરતા તેમની શારીરિક અને માનસિક તપાસ કરતા-કરતા નાદીન અનુભવે છે કે શારીરિક બીમારી સાથે મહદઅંશે કોઈક માનસિક બીમારી કે વ્યથા ચોક્કસપણે સંકળાયેલી જ છે. અને આ દિશામાં વધુ કામ કરતા કરતા નાદીનનાં હાથમાં ડોક્ટર વિન્સ ફેલેત્તી અને ડોક્ટર બોબ એન્દ્રાએ કરેલા રીસર્ચનાં રિઝલ્ટ્સ આવે છે. ડોક્ટર વિન્સ ફેલેત્તી અને ડોક્ટર બોબ એન્દ્રાનું રીસર્ચ એડવર્ઝ ચાઈલ્ડહુડ એક્ષ્પિરિયન્સ અર્થાત એસ (ACE) સ્ટડીનાં નામે જાણીતું છે. આ રીસર્ચમાં આશરે ૧૭૫૦૦ જેટલા વયસ્કોને શામેલ કરાયા હતા. આ વયસ્ક વ્યક્તિઓનાં શારીરક બાંધા અને સ્વાસ્થ્યની નોંધ કરાઈ હતી અને તેમને તેમના બાળપણ અંગે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. દરેક વયસ્ક વ્યક્તિના બાળપણને એના એસ (ACE) સ્કોર દ્વારા નોંધવામાં આવ્યું હતું. શારીરિક-માનસિક-જાતીય સતામણી, શારીરિક કે માનસિક એકલતા, માતા-પિતાની માનસિક બીમારીઓ, નશાના બંધાણી હોવું, ઘરમાં કેદ-પુરાયેલા-ગોંધી રાખવામાં આવે, માતા-પિતાનું જુદા રહેવું કે લગ્નવિચ્છેદ, ઘરેલું હિંસા – આ પૈકી કોઈ પણ પરિબળ જો બાળપણમાં અનુભવ્યું, ભોગવ્યું હોય તો દરેક પરિબળ માટે પોતાના એસ (ACEACE) સ્કોરએક ગુણ ઉમેરવામાં આવે. દાખલા તરીકે-જો કોઈ વયસ્ક વ્યક્તિ બાળપણમાં જાતીય સતામણીનો ભોગ બન્યું હોય , વળી નાનપણમાં કોઈ નશીલા પદાર્થનો બંધાણી બન્યું હોય અને માતા-પિતાનો લગ્નવિચ્છેદ પણ થયો હોય તો, દરેક પરિબળનો એક ગુણ વધારતા એનો એસ (ACEACE) સ્કોરથાય ત્રણ(). અને આ એસ (ACEACE) સ્કોરજેટલો વધુ એટલો જ વયસ્ક વયે વિવિધ શારીરિક બીમારીઓમાં સપડાવાનો રેશોયો વધુ. રીસર્ચ દ્વારા અનુભવાયું કે ચાર કરતા વધુ એસ (ACEACE) સ્કોરધરાવનાર વયસ્ક એક કરતા વધુ જટિલ શારીરિક રોગોનો શિકાર બન્યો હતો. અર્થાત ઓછો એસ (ACEACE) સ્કોરએટલે સારું સ્વાસ્થ્ય અને વધુ એસ (ACEACE) સ્કોરએટલે શારીરક બીમારીઓની મહત્તમ સંભાવનાઓ.
હવે આપણને સૌને પ્રશ્ન થાય કે આમાં તે વળી શું રીસર્ચ? જેમનુ બાળપણ કઠીન-દુઃખદાયી વીત્યું હોય એમની આગળ જતા સિગરેટ-દારુ અને બીજા વ્યાસનો તરફ વધવાની અને એથી સ્વાસ્થ્યને નુક્સાન કરવાની શક્યતાઓ સામાન્ય જ છે.
પરંતુ વાસ્તવિકતા વિજ્ઞાન સાથે સંકળાયેલી છે. ચાલો એક ઉદાહરણ દ્વારા સમઝીએ. ધારોકે તમે જંગલમાં ખોવાઈ ગયા છો. અચાનક તમારી સામે રીંછ આવીને ઉભું રહી જાય છે. તમારી પ્રતિક્રિયા શું હશે? તમે ડરી જશો. કદાચ એકાદ ધબકારો ચુકી પણ જશો.. પણ તુરંત તમારું દિમાગ સ્ટ્રેસ હેન્ડલ કરવાના હોર્મોન્સ રીલીઝ કરશે, તમારી આંખો તેજ થશે, હૃદયનાં ધબકારા વધી જશે અને...શરીર અને દિમાગની સ્ટ્રેસ રિસ્પોન્સ સિસ્ટમ તમને પ્રતિક્રિયા રૂપે સ્વ-બચાવ માટે ઝડપથી ભાગવા કે નજીકના કોઈ ઝાડ પર ચઢી જવાનું સુચન આપશે. અને તમે બચી શકશો! પણ હવે ધારી લો કે તમે આ જ જંગલમાં રહો છો અને રોજ રાત્રે એ રીંછ તમારા ઘરે, તમારી સામે આવીને ઉભું રહી જાય છે. રોજ-રોજ આ તણાવ અને ડરથી માનસિક અને શારીરિક નુકશાન થશે જ. અને આજ ઘટે છે કુમળા-માસુમ બાળકો સાથે. બાળપણમાં જીવેલી તણાવ-ડર-પીડા-મુશ્કેલીઓ દિમાગને નુકશાન કરે છે, શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી કરે છે, હોર્મોન્સની સિસ્ટમ વેરવિખેર કરે છે, ડીએનએ સ્ટ્રક્ચરને સુદ્ધાં નુકશાન કરે છે.
નાદીન આખા વિશ્વને આ રીસર્ચ સમઝાવીને, બાળકોનાં એસ(ACE) સ્કોર ઘટાડવામાં મદદ કરીને, એક સ્વસ્થ અને સુખી સમાજનું ઘડતર કરવાનું સપનું જુવે છે. અને એ માટે જરૂરી છે આપણા કુટુંબ, સમાજ, દેશ, દુનિયામાં – પેરેન્ટિંગમાં – માતા-પિતાના અભિગમમાં -બદલાવ લાવવાની.
શું આપણે નાદીનને સાથ આપીને સ્વસ્થ-સુખી સમાજનો પાયો ચણીશું?
***
પિક્સેલ:
માતા-પિતા બનવું એ માત્ર શારીરક-બાયોલોજીકલ પ્રક્રિયા નથી.
માતા-પિતા બનવું એ સમય-સંયમ-પ્રેમ-લાગણી-માવજત-લાગણીઓનું સિંચન છે જેમાં જવાબદારીનું ખાતર અનિવાર્ય છે.


Comments

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…