Skip to main content

લાઈફ સફારી~૯૧:એક પહેલ બદલાવ તરફ

***

“આજે શનિવાર છે, શનિવાર ચીકણો વાર કહેવાય એટલે માથામાં તેલ ના નખાય!”
{કેમ શનિવારે તેલ નાખો તો ક્યાંથી લપસી જવાય? શું લોજીક છે આ મનાઈ પાછળ?}

“શનિવાર હનુમાનદાદાનો વાર કહેવાય એટલે શનિવારે વાળ નાં કપાવાય!”
{લે, હનુમાનદાદાને હજામલોકો સાથે શનિવારે કઈ બબાલ થયેલી કે? આઈ મીન વૈજ્ઞાનિક રીતે આ પ્રતિબંધ પાછળ કોઈ કારણ ખરું?}

“સંધ્યાટાણે નખ નાં કપાય.- કેટલી વાર કહેવાનું?”
{અચ્છા, સંધ્યાટાણે નખ કાપીએ તો અંધારામાં ભૂલમાં આંગળી કાપી જાય એટલે? કારણ શું છે બોસ?}

“સોમવાર શંકરભગવાનનો વાર કહેવાય, સોમવારે નોનવેજ ના ખવાય હો!”
{એટલે બીજા બધા ભગવાનના દિવસોમાં નોન-વેજ ચાલે? ખોરાક ઋતુ-સ્વાસ્થ્ય અનુસાર લેવો જોઈએ કે કેલેન્ડરમાં બતાવેલા વાર અને ભગવાનની સૂચનાઓ પ્રમાણે?}

“પીરીઅડ્સમાં હોવ એટલા દિવસ મંદિરને અડવાનું નહિ. પાપ લાગે.”
{કેમ પાંચ દિવસ માટે એવા કયા ભૂત-પ્રેત કાયા-પ્રવેશ કરી લે છે કે મંદિરને અડાય પણ નહિ? પાંચ-સાત દિવસના માસિકસ્ત્રાવ સમય દરમ્યાન સ્ત્રીઓ નવા જીવને સર્જન આપવાની પોતાની શારીરક ક્ષમતાને વધુ સક્ષમ/સબળ કરે છે- શું એ ગુનો છે?}

“હનુમાનદાદાના મંદિરમાં સ્ત્રીઓથી ના જવાય!”
{ હનુમાનદાદા ક્યારથી ભેદભાવ કરતા થઇ ગયા? ભગવાન પોતેજ જેન્ડર બાયસ કરશે તો સમાજ તો કરશે જ! હું તો માનતી હતી કે ભગવાન માટે એના બધા બાળકો કોઈ જાતના ભેદભાવ વિના સામાન વ્હાલા છે!}

આપણે રોજ-બ-રોજના જીવનમાં કેટલાય વણલખ્યા નિયમોનું આંખ બંધ કરીને પાલન કરીએ છે. સદીઓ-દાયકાઓથી ચાલી આવતી આ રૂઢીઓને આજ્ઞાંકિત થઈને પાળતા રહીએ છે. ક્યારેય આ ઘરેડમાંથી બહાર નીકળીને પૂછવાની હિંમત કરી છે કે – કેમ?  અને જો સમાજ અને સંસ્કૃતિના ઘડેલા આ નિયમોને સામે પ્રશ્ન કરીએ તો શું થાય? ભેદભાવ કે અન્યાય સમા કૈક કેટલાય રીવાજો અને સામાજિક ફતવાઓ જે આપણે મૂંગે મોઢે નિભાવી લઈએ છે- એનો વિરોધ કરીએ તો શું થાય?
સમાજ-પરિવાર-સ્નેહી-સ્વજનોને મનદુઃખ થાય, અને એથીયે વિશેષ બહિષ્કારનો ભોગ પણ બનવું પડે. પણ વિરોધ-મનદુઃખ-બહિષ્કાર પછી શું?
શું પોતાના સત્યસુરને દબાવીને સમાજ-પરિવાર સામે ઝુકી જવું, માફી માંગી લેવી અને ઘેંટાઓની જેમ જે રસ્તો ચીંધાય એના પર ચાલતા રહેવું? કે પછી પોતાના સત્ય અને સ્વાભિમાનની ગરીમા જાળવી લડત ચાલુ રાખવી? લડવું તો કોની સામે- સમાજ/પરિવાર સામે? લડાઈનું પરિણામ શું હોઈ શકે?
અચ્છા આ પ્રશ્નોના જવાબ એક વાર્તાના માધ્યમથી સમઝીએ તો?
***
આપણે વાર્તા માંડી રહ્યા છે મનાલ-અલ-શરીફની. મનાલ સાઉદીની વુમન્સ રાઈટ્સ એક્ટીવીસ્ટ છે. બેચલર ઓફ સાયન્સ થયા બાદ સિસ્કો સર્ટીફીકેશન મેળવી ચૂકેલી મનાલ વિખ્યાત –સાઉદી નેશનલ ઓઈલ કંપનીમાં ઈન્ટરનેટ સિક્યોરીટી કન્સલટન્ટ તરીકે જોબ કરે છે. મનાલ સાઉદીના દૈનિક અખબાર “અલ વતન”માં લખે પણ છે. એક વર્કિંગ મધર એવી મનાલ પોતાના પાંચ વર્ષીય વ્હાલા દીકરા સાથે એક સમાન્ય જીવન જીવે છે. સિંગલ પેરેન્ટ એવી મનાલને તેના પિતા અને ભાઈનો પરિવાર હુંફ અને સપોર્ટ આપતા રહે છે. મનાલની સીધી લીટીમાં ચાલતી જિંદગીમાં ત્યારે વળાંક આવે છે જ્યારે મનાલ પોતાના ઘરેથી જોબ પર જવા સરળતા અને સગવડતાના હેતુ સર, પબ્લિક ટ્રાન્સપોર્ટની જગ્યા એ સેલ્ફડ્રાઈવની પસંદગી કરે છે. દાયકાઓથી આપણા સૌ માટે ટુ –વ્હીલર કે કાર જાતે ડ્રાઈવ કરીને જોબ પર જતી, શોપિંગ કરવા કે બાળકોને સ્કુલે લેવા મુકવા જતી માતા-સ્ત્રી એટલીજ સામાન્ય છે જેટલી કિચનમાં રસોઈ બનાવતી માતા/સ્ત્રી! પરંતુ સાઉદી જેવા કેટલાય દેશોમાં કૈક વણ-લખ્યા નિયમો-કાયદાઓ છે. અને આ અંધાળા કાયદાઓ પૈકી એક એ છે કે સાઉદીમાં સ્ત્રીઓને કાર ડ્રાઈવ કરવાની મનાઈ છે. શા માટે?- એ પ્રશ્ન પૂછવા જેટલી હિંમત કે શા માટે નહિ?-કહીને વિરોધ કરવાની હામ કદાચ ત્યાની સ્ત્રીઓ બતાવી શકી જ નથી. સાઉદીમાં જન્મીને મોટી થયેલી મનાલ પોતાના દેશને અને એની સંસ્કૃતિને ખુબ જ ચાહે છે છતાં ખોટી રૂઢીઓ અને નિયમોના બંધનને બિલકુલ સ્વીકારતી નથી. દરેક સાઉદીના પુરુષની જેમ સ્ત્રીને પણ મન થાય ત્યાં મન કરે એ વાહન ચલાવીને આવવા-જવાની આઝાદી હોવી જ જોઈએ, એમ સમઝતી મનાલ પોતાના ઘરેથી જોબ સુધી પોતાની કાર ડ્રાઈવ કરીને જવાનું શરુ કરે છે. સમાજના ઠેકેદારોએ મહિલા હોવા છતાં ગાડી ચલાવતી મનાલની કનડગત શરુ કરે છે. સમઝણ-સંસ્કારની દુહાઈ-કડક શબ્દોમાં ચેતવણી કઈ જ જ્યારે મનાલના દ્રઢ નિર્ણયને હલાવી નથી શકતું ત્યારે, પોલીસ દ્વારા મનાલની ધરપકડ સુદ્ધાં કરવામાં આવે છે. મનાલને પોતાની કાર ચલાવવા આપવા બદલ એના ભાઈની ધરપકડ કરીને પોલીસ એટલી હદે હેરાનગતિ કરે છે કે એનો ભાઈ પોતાના પરિવાર સાથે દેશ છોડીને ચાલ્યો જાય છે. મનાલે કાર ડ્રાઈવ કરીને કરેલા પાપના પ્રાયશ્ચિત માટે એના પિતાને મસ્જિદમાં હાજર હજારો લોકો-સ્નેહી-સ્વજનોની સામે ઈમામ દ્વારા અપમાનિત કરવામાં આવે છે. ઈમામ દ્વારા જાહેર મેદનીમાં મનાલના પિતાને કાર ચલાવતી સ્ત્રીઓ વૈશ્યા જેવી નીચ અને ચારિત્ર્યહીન હોવાનું અને બીજું ઘણું એક પિતા ના સાંભળી શકે એવું કહેવામાં આવે છે. પ્રિન્ટ-ટીવી-મીડિયા દ્વારા મનાલના હીન કૃત્યની નિંદા કરવામાં આવે છે. મનાલના પુત્રની શાળામાં એના જ મિત્રો દ્વારા એના પર હુમલો કરવામાં આવે છે- એની માતાના “ગંદા” કૃત્યને વખોડવા માટે! મનાલને એક સીધી વાત નથી સમઝાતી કે જે દેશમાં સ્ત્રીઓ ભણવા, હરવા ફરવા આઝાદ છે ત્યાં કાર ચલાવવા પર કાયદો પ્રતિબંધ કઈ રીતે મૂકી શકે? મનાલનો વિરોધ કરનાર અંધસમાજની સામે જુજ બુદ્ધિજીવીઓ મનાલને પુરો સપોર્ટ આપે છે. પોતાના મિત્રો સાથે આ પ્રશ્નનો મૂળ- પ્રતિબંધિત કાયદા- અંગે વિચાર-વિમર્શ કરતા મનાલને જાણ થાય છે કે ખરેખર તો સાઉદીમાં એવો કોઈ કાયદો ઓન પેપર છે જ નહિ કે જે મહિલાઓને ગાડી ચલાવવા સામે મનાઈ ફરમાવે છે! અર્થાત જે પ્રતિબંધિત હુકમનો સાઉદીની મહિલાઓ આંખ બંધ કરીને પાલન કરે છે તે તો માત્ર એક ફતવો છે. અને મનાલ નિર્ણય કરે છે આ ફતવાને કાયદાની મદદથી નેસ્તો નાબુદ કરવાનો! મનાલ ૧૭, જુન ૨૦૧૧ના રોજ સાઉદીની સ્ત્રીઓને આ ફતવાને ફગાવી દઈને પોતાની કાર ડ્રાઈવ કરીને એક સાથે આઝાદી માટે રોડ પર આવવા આહ્વાહન કરે છે. ૧૭,જુનના ઓફીશીયલ મિશન પહેલા જ મનાલ કાર ડ્રાઈવ કરતો પોતાનો વિડીયો યુ-ટ્યુબ પર મુકે છે અને એક જ દિવસમાં એ વિડીયો વાયરલ બની જાય છે. અને શરુ થાય છે મનાલ અને એના મદદગારો પર તવાઈ-ધમકીઓનો સીલસીલો! ડ્રાઈવિંગ કરીને સમાજના નિયમો તોડનાર સ્ત્રીઓને આકરા પરિણામો ભોગવવા પડશે-જેવી ગુઢ ધમકીથી શરુ કરીને અપહરણ-બળાત્કાર-હત્યા સુધીની ધમકીઓ મનાલ અને એના મિશનના સ્પોર્ટર્સ પર વરસી પડે છે.  છતાં મનાલ આઝાદી માટે અણનમ રહે છે!    
મનાલ અને એના ડ્રાઈવિંગ મિશન તરફ સાઉદીની સરકાર સારો કે ખરાબ કોઈ પ્રત્યાઘાત આપતી જ નથી અને એથી ૧૭-જુનના દિવસે શું ઘટશે એ જાણવા મનાલ ફરી એક વાર મિશન પહેલા પોતાના ભાઈ સાથે કાર ડ્રાઈવ કરીને રસ્તા પર ઉતરે છે. મનાલ અને એના ભાઈની ધરપકડ કરવામાં આવે છે, છતાં આશ્ચર્યજનક રીતે પોલીસના ચોપડે કોઈ સીધો ગુનો નોંધવામાં આવતો નથી. પુછતાછ બાદ મનાલના ભાઈને મુક્ત કરી દેવામાં આવે છે અને મનાલને જેલમાં ગોંધી દેવામાં આવે છે. મનાલની ધરપકડથી સાઉદીમાં ઉથલપાથલ થઇ જાય છે! કટ્ટરપંથી એવો એક વર્ગ મનાલ પ્રત્યે હાય-તૌબા મચાવી પ્રિન્ટ-ટીવી-સોશિયલ મીડિયા દ્વારા મનાલને બદનામ કરવામાં કોઈ કસર છોડતો નથી! તો સામે પક્ષે મનાલની વ્યાજબી માંગણી અને લડતમાં સાથે રહેલા અનેકો લોકો મનાલને છોડાવવા પીટીશન ફાઈલ કરી ઝુંબેશ ચલાવે છે! આખરે ફરી કાયદો-ભંગનાં કરવાની શરતે મનાલને મુક્ત કરવામાં આવે છે. મનાલ એક જવાબદાર દેશપ્રેમી નાગરિકની જેમ દેશના બધા કાયદાઓનું ચુસ્ત પણે પાલાન કરે જ છે અને એટલે જ પોતાની ઝુંબેશ પહેલા એ કાર ડ્રાઈવિંગ વિરોધી ફતવા-કાયદા પાછળનું સત્ય શોધી કાઢે છે. એ સત્ય અનુસાર વર્ષો પહેલા સાઉદીના રાજા દ્વારા એક સલાહ-સુચન સમિતિ- શુરા કાઉન્સિલ નીમવામાં આવી હતી. આ કાઉન્સિલમાં સાઉદીના એક પ્રોફેસર દ્વારા તેનો રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો જેના અનુસાર–યુનેસ્કો દ્વારા કરેલા એક અભ્યાસ મુજબ જે દેશોમાં સ્ત્રીઓ કાર ડ્રાઈવ નથી કરતી એની સરખામણીમાં જે દેશોમાં સ્ત્રીઓ કાર ડ્રાઈવ કરે છે તે દેશોમાં બળાત્કાર-વ્યાભિચાર-અનૌરસ સંતાન-ડ્રગ્સ-વૈશ્યાવૃત્તિ જેવા દુષણો અનહદ વકરેલા છે.
અને આખરે ૧૭, જુન ૨૦૧૧નાં રોજ મનાલની સાથે સેંકડો બહાદુર સાઉદી સ્ત્રીઓ પોતાની ગાડીઓ ચલાવતી ચક્કાજામ પોલીસ બંદોબસ્તવાળા રસ્તા પર ઉતરી આવે છે. એક પણ સ્ત્રી-ચાલકની ધરપકડ કરવામાં આવતી નથી! મનાલનું ડ્રાઈવિંગ મિશન સફળ થાય છે- એક ફતવો-કાળો કાયદો નેસ્તો નાબુદ થાય છે!
મનાલ મક્કમ રીતે પોતાના વિચારો રજુ કરે છે કે- “સમાજ સ્ત્રીઓને જડ કાયદાઓ અને નિયમોમાં બાંધી રાખવા ઈચ્છે છે. અને સમાજનાં આ અન્યાયિક નિયમોમાં જ્યારે ધાર્મિક માન્યતાઓ ઠોકી બેસાડવામાં આવે છે ત્યારે એ સમાજનો સડો બની જાય છે! કાયદા-નીતિ-નિયમ આપણી સહુલીયત માટે જ છે, જેમાં બદલાવ જરૂરી છે. કોઈ પણ રૂઢી-રીવાજ કે કાયદા થકી થતા અન્યાનને સહેવા કરતા એનો વિરોધ કરીને બદલાવની માંગણી કરવી વધુ સાર્થક છે!”
***
પીક્સેલ:
હવે શું તમે વાર્તાની શરૂઆતમાં લખેલા સંવાદ(કે એના જેવા બીજા કાળા કાયદાઓ, અંધશ્રધ્ધાઓ કે અન્યાયી રૂઢીઓ)ની પરિસ્થિતિમાં કૌંસમાં લખેલા પ્રશ્નો પૂછવાની-કારણ જાણવાની-વિરોધ કરવાની હિંમત કરશો?
આપણા દેશને પણ સેંકડો મનાલની જરૂર છે!



Comments

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...