***
૧૧
સપ્ટેમ્બર ૨૦૦૧- માણસજાતનાં
ઇતિહાસનો એવો દિવસ કે જેણે
માણસાઈને લાગેલું આતંકવાદનું
ગ્રહણ દુનિયાની સામે આક્રમક
રીતે રજુ કર્યું.
૧૧
સપ્ટેમ્બર ૨૦૦૧નાં રોજ
અલ-કાયદાના ૧૯
આત્મઘાતી આતંકીઓએ ચાર વિમાનો
હાઇજેક કર્યા. જેમાંથી
બે વિમાનોએ ન્યુયોર્ક સ્થિત
વર્લ્ડ-ટ્રેડ-સેન્ટરના
ટાવર પર આત્મઘાતી હુમલો કર્યો,
એક વિમાને વોશિંગટન
ડી.સી.ના
પેન્ટાગોન ખાતે હુમલો કર્યો
અને ચોથું વિમાન પેનીસીલ્વેનિયામાં
ક્રેશ થઇ ગયું. લગભગ
૩૦૦૦ જેટલા લોકોના મૃત્યુ
અને હજારો ઘાયલોની પીડાના
નુકશાન સાથે લગભગ ૧૦ બિલિયન
ડોલરની પ્રોપર્ટીનું પણ નુકશાન
થયું. અને જાન-માલના
નુકશાનથી વધુ નુકશાન માનવતા,
વિશ્વાસ અને ધર્મના
પાયાઓને થયું!
અચાનક
આખું વિશ્વ “આતંકવાદ”ના સળગતા
પ્રશ્ન સામે જાગી ઉઠ્યું!
જોકે આપણો દેશ તો
વર્ષોથી આતંકનો ભોગ બનતો જ
આવ્યો છે પણ આ વખતે વાત હતી
સુપર-પાવર એવા
અમેરિકાને આતંકથી પીડિત
કરવાની! અને એટલેજ
આખા વિશ્વમાંથી આ ૯/૧૧ના
નામે જાણીતા આતંકી હુમલાના
વિરોધમાં આકરા પ્રત્યાઘાતો
આવ્યા!
હમણાં
જ ૧૧મી સપ્ટેમ્બરે આ ગોઝારી
ઘટનાને ૧૩ વર્ષ પુરા થયા ત્યારે
વિશ્વ-પરિપેક્ષમાં
નજર કરતા- આતંકવાદનો
અજગર વધુ બળવાન થઈને અખા વિશ્વને
ભરડો લઈને બેઠો હોવાનું દેખાય
છે! વિશ્વના ખૂણે
ખૂણે આતંકવાદની આગ ફેલાઈ ચુકી
છે અને માનવતા-ભાઈચારા-વિશ્વાસને
તણખે-તણખે બાળી રહી
છે! અને આ સવાલો આપણા
સૌને થવો ખુબ જ જરૂરી છે- આ
આતંકવાદની શરૂઆત કેમ થાય છે?
કોણ છે આ આતંકીઓ કે
જેઓ ધર્મના નામે નિર્દોષોના
જીવ લેતા એક પળનો પણ વિચાર નથી
કરતા! કયા સંજોગોમાં
પ્રેમાળ-લાગણીશીલ-કૌટુંબિક
માણસ શાંત અને સુખી પારિવારિક
લાઈફની સામે જેહાદી-આતંકી
ઓપ્શન પસંદ કરે છે? વિનાશ-આતંકવાદને
પસંદ કરનાર આ જેહાદીઓના પરિવારની
જીન્દગી કેવી હોય છે? જે
રીતે ડોક્ટરના છોકરા ડોક્ટર,
એન્જીનીયરના છોકરા
એન્જીનીયર બને છે એમ શું
આતંકવાદીઓના સંતાનો-પરિવારજનો
પણ આતંકની જ પસંદગી કરે છે?
કઈ રીતે વિસ્તરી રહ્યો
છે આ નફરત અને ક્રૂરતાભર્યો
અમાનવીય આતંકી સંપ્રદાય?
***
“માય
નેમ ઇઝ ખાન”, “કુરબાન”
અને “ન્યુયોર્ક”- આ
ત્રણ મુવીઝમાં તમને શું સામ્ય
લાગે છે?
પહેલી
નજરે જ સરખામણી કરતા આ ત્રણે
મુવીઝમાં રહેલી આતંકની થીમ
યાદ આવી જ જાય!
આ
ત્રણેય મુવીઝ્ને જો એક સિકવન્સમાં
ગોઠવીએ તો “કુરબાન”-“ન્યુયોર્ક”
અને “માય નેમ ઇઝ ખાન” – કૈક એમ
ગોઠવી શકાય! “કુરબાન”
અને “ન્યુયોર્ક” આ બંને
મુવીઝ્માં આતંકના મૂળિયાં
કઈ રીતે વવાય છે એની એકતરફી
વાર્તા રજુ કારમાં આવી છે જે
૨-૫% કેસમાં
સાચી હોઈ પણ શકે છે! પણ
બહુધા કોઈ ધર્મ કે સંપ્રદાય
આતંકવાદને કોઈ પણ પ્રકારે
પ્રોત્સાહન આપતો નથી જ!
“માય નેમ ઇઝ ખાન”
મુવીમાં ઇસ્લામિક આતંકીઓનો
ભોગ બનતા કરોડો ઇસ્લામિક
નિર્દોષોની વેદનાને વાચા
આપવામાં આવી છે! એવા
ઇસ્લામિક નાગરિકોની વાત
વણવામાં આવી છે જે પ્રેમ-વિશ્વાસ-માનવતામાં
માને છે અને છતાં જુજ ઇસ્લામિક
આતંકીઓના કારણે વિશ્વનો રોષ
ભોગવે છે!
મુવીઝ
અને ઇતિહાસને સાંકળતા આ
“આતંકવાદ”ના પ્રશ્નોના
રીયલીસ્ટીક જવાબ ક્યાંથી મળી
શકે?
જેણે
આતંક અને જેહાદી પ્રવૃત્તિઓને
ખુબ નજીકથી જીવી જાણી છે એજ
કદાચ આ પ્રશ્નોના જવાબ આપી
શકે!
***
આ
વાર્તા છે ઝેક ઇબ્રાહિમની!
ના, ઝેક
ઈબ્રાહીમએ એનું સાચું નામ
નથી જ! કયા સંજોગોમાં
એક તરવરીયા યુવાને પોતાનું
નામ-ઓળખ અને અસ્તિત્વ
બદલવાની અને પોતાની દુખદ
પારિવારિક કહાની અખા વિશ્વ
સમક્ષ કહેવાની ફરજ પડી?
ઝેક
ઈબ્રાહીમ- એટલે
આજથી તેર વર્ષો પહેલા વર્લ્ડ
ટ્રેડ સેન્ટર પર હુમલો કરનાર
આતંકીઓ પૈકી એકનો પુત્ર!
આ
કહાની છે એક અંતર્મુખી,
ચબ્બી, સ્વપ્નીલ
અને તેજસ્વી બાળકની! આપણે
એને ઝેકના નામે જ ઓળખીશું!
૧૯૮૩માં
પિટ્સબર્ગના પેનિસિલવેનીયામાં
જન્મેલ ઝેક ઈજીપ્તીયન એન્જીનીયર
પિતા અને અમેરિકન માતાનું
સંતાન છે! નાનપણના
વર્ષોમાં એક સુખી અને પ્રેમાળ
કૌટુંબિક જીવન જીવેલો ઝેક
જેમ જેમ મોટો થાય છે એમ એની
સમક્ષ એક નવી દુનિયા અને
કટુ-વાસ્તવિકતા
સ્પષ્ટ થતી જાય છે. ઝેકના
પિતા અલ સૈયદ નોંસાર અને તેમના
મિત્રો ઇસ્લામિક અંતિમવાદી
વિચારસરણી ધરાવે છે. નાનાસા
ઝેકને પિતા અને તેમના મિત્રોની
ધાર્મિક ચર્ચાઓ અને આંત્યિક
વિચારસરણી વિચારમાં મુકે છે.
ઝેકના પિતા પોતાના
પુત્રને પોતાના બીબામાં-પોતાની
વિચારધારામાં ઢાળવાના સભાન
પ્રયત્નો કરતા રહે છે. અને
છુટક છુટક બનતા કેટલાક પ્રસંગો
ઝેકની લાઈફની ટાઈમલાઈનમાં
પોતાની છાપ છોડતા જાય છે.ઝેકના
પિતા તેમના મિત્રો સાથે એક
આઈલેન્ડ પર લોંગ રેન્જ શુટીંગની
પ્રેક્ટીસ કરવા જાય છે અને
નાનાસા ઝેકને ત્યાં બંદુક
પકડાવીને નિશાનો લગાવવાનું
કહેવામાં આવે છે. આતંક
અને વિનાશની દુનિયાથી પરે
નાનકડો ઝેક રમત સમઝીને બંદુકથી
ટાર્ગેટ પર નિશાનો લગાવે છે.
નિશાનાની ખુબ નજીક
શુટ કરી શકેલા ઝેકને બિરદાવતા
એના પિતાના મિત્રો એને “લ્બ્ન
અબૂહ” અર્થાત જેવો બાપ-તેવો
બેટો-એમ કહે છે અને
ઝેકને આ વખાણ ખૂંચે છે!
પિતાના ઝેહાદી વિચારો
અને સંપર્કોના કારણે વારે
વારે શહેર અને ઘર બદલતા
નાના-સાઝેકનું
બાળપણ અને યુવાની એકલતામાં
વીતે છે! વારે વારે
શહેર-શાળા બદલતા
ઝેક ક્યારેય દિલોજાન-દોસ્ત
કે બેસ્ટ-બડ્ડીઝ
બનાવી જ નથી શકતો. વારંવાર
શાળા બદલતા ઝેકને દરેક નવા
વાતાવરણમાં, નવા
સહાધ્યાયીઓ વચ્ચે એડજસ્ટ
થવું પડે છે અને અલગ, અતડો
અને અંતર્મુખી હોવાથી બુલીંગનો
ભોગ પણ બનવું પડે છે! ઝેક
ક્યારેય એક સામાન્ય શાળાજીવન
કે બાળપણ જીવી નથી શકતો!
માત્ર પુસ્તકો,
ટીવી અને વિડીયો ગેમ્સ
વચ્ચે રહીને જ ઝેકનું બાળપણ
યુવાનીમાં પલોટાય છે! ઝેક
મિત્રો માટે, પ્રેમ
માટે, કાળજી માટે
તરસે છે! અને સામે
એને મળે છે-નફરત,
અણગમો અને રેગિંગ!
ઝેકની
દુનિયા બદલાય છે કેટલાક મહત્વના
લોકો અને બનાવોથી! ૨૦૦૦માં
ઝેક ફિલાડેલ્ફિયા ખાતેના એક
નેશનલ યુથ કન્વેન્શનમાં ભાગ
લે છે. જેમાં ઝેકનું
કોલેજ ગ્રુપ “યુથ વાયોલેન્સ”ની
થીમ પર કામ કરે છે. બાળપણથી
બુલીંગનો ભોગ બનેલો ઝેક ખુબ
પેશન સાથે આ વિષય પર રીસર્ચ
કરે છે. “યુથ વાયોલેન્સ”
વિષય પર કામ કરતો ઝેક ધીમે
ધીમે પોતાની ટીમના મેમ્બર્સને
નજીકથી ઓળખતો થાય છે. ઝેકને
પોતાની ટીમમાં કે યહુદી
વિદ્યાર્થીની હાજરી હોવી
શરૂઆતમાં થોડી નવાઈ ભરી લાગે
છે કેમકે એના પિતા દ્વારા એણે
માણસની ઓળખ ધર્મ-જાતિ
અને દેશ જેવા પેરામીટર્સ પર
કરવાનું શીખ્યું હોય છે!
પણ ધીમે ધીમે સાથે કામ
કરતા ઝેક અનુભવે છે કે એનો
યહુદી ટીમ-મેટ એના
જેવો જ સહૃદય છે અને એની સાથે
કામ કરીને પોતે ઘણું શીખી
શક્યો છે! ઝેક પોતાની
ગેરમાન્યતાઓમાંથી મુક્તિ
મેળવે છે અને માણસને માણસ
તરીકે એના ગુણો-લાગણીઓ-સ્વભાવ
દ્વારા જજ કરતા શીખે છે! આ
બનાવ પરથી ઝેક બધા ધર્મો અને
જાતિઓના લોકો પ્રત્યે સમભાવ
રાખવાનો પાઠ શીખે છે!
બીજો
હૃદય-પરિવર્તન કરતો
બનાવ ઝેક સાથે એની સમર જોબ
દરમ્યાન બને છે! ઝેક
ઉનાળાની રજાઓમાં એક એમ્યુઝમેન્ટ
પાર્કમાં નોકરી કરે છે.
જ્યાં તે જુદા જુદા
ધર્મ, જાતિઓ,
દેશના લોકોના સંપર્કમાં
આવે છે! આખી જીન્દગી
ઝેકને “હોમોસેક્ષ્યુઆલીટી”
એક પાપ છે-એમ શીખવાડવામાં
આવ્યું હોય છે! એમ્યુઝમેન્ટ
પાર્કમાં નોકરી કરતા-કરતા,
ઘણા ગેમિત્રો બનાવી
ચુકેલો ઝેક અનુભવે છે કે માણસનું
સેક્ષ્યુઅલ્ ઓરીએનટેશન દ્વારા
એનું સારા કે ખરાબમાં વર્ગીકરણ
કે જજમેન્ટ કરવું ખોટી વાત
છે! માણસને ઓળખવાના
નવા પરિમાણો ઝેક શીખતો જાય
છે!
અને
એક વધુ બનાવ-વ્યક્તિ
કારણ બને છે ઝેકની ઝીન્દગીના
બદલાવનું! જોન
સ્ટુવર્ટ- જે જેકને
દર રોજ, દિવસના અંતે
પોતાની સાથે પારદર્શિતા અને
સચ્ચાઈ સાથે વાત કરતા શીખવે
છે! ઝેક માટે પિતા-તુલ્ય
જોન, ઝેકને એની
પૂર્વધારણાઓથી મુક્ત થઇ,
ધર્મ-જાતિ-સેક્ષ્યુઅલ્
ઓરીએન્ટેશનથી પર થઈને માણસને
માણસ તરીકે મૂલવતા શીખવે છે!
અને
જેકને દુનિયાને નવી નજરે
જોવામાં મદદ કરનાર સૌથી
મહત્વપૂર્ણ વ્યક્તિ બને છે
એની માં! ઝેકની માંના
શબ્દો -“હું લોકોને
નફરત કરીને થાકી ગઈ છું!”-
થોડામાં ઘણું કહી જાય
છે! ઝેકને સમઝાય છે
કે નફરત માણસને અંદરથી ખોખલો-ખાલી
કરી જાય છે!
વર્લ્ડ
ટ્રેન સેન્ટર પર હુમલો કરનાર
૧૯ આતંકીઓમાંથી એક જેનો પિતા
છે એવો ઝેક પોતાની કહાની આખા
વિશ્વને કહે છે. ઝેક
ઈચ્છે છે કે શાંતિની સામે
આતંકની પસંદગી કરતો મનુષ્ય
એની વાર્તા સાંભળે અને એક પળ
માટે પોતાનું-પોતાના
બાળકો-પરિવારનાં
ભવિષ્ય અંગે વિચારે! ઝેકના
પરિવારે એના પિતા સાથે બધા
સંબંધો તોડી નાખ્યા છે અને એ
સાથે એક નવી નામ અને અસ્તિત્વ
ધારણ કર્યું છે પરંતુ ઝેકને
એના ખોવાયેલા બાળપણ, મિત્રો
સાથે નહિ જીવેલી મુમેન્ટસની
ખોટ કદાચ આજીવન રહેશે!
અત્યારે ઝેક વિશ્વભરમાં
શાંતિ પ્રચાર કરે છે, આતંકવાદનો
ભોગ બનેલા પરિવારોને મદદ કરે
છે અને આતંકના અજગરને નાથવા
પોતાનાથી બનતા દિલી પ્રયાસો
કરે છે.
૯/૧૧-
ના હુમલાને જયારે ૧૩
વર્ષ થયા છે ત્યારે ઝેક અખા
વિશ્વને આતંકનો માર્ગ છોડીને
શાંતિ અને પ્રેમના માર્ગને
અનુસરવા વિનવે છે.
***
ઝેક
ઈબ્રાહીમ, એક કુખ્યાત
આતંકવાદીનો પુત્ર જો પ્રેમ
અને શાંતિની મશાલ બની શકે તો
આપણે કેમ નહિ?
Comments