Skip to main content

લાઈફ સફરો ૭૦~ એક અલગ માતૃત્વ


***
મોમ, કેન યુ ડ્રોપ એટ માય હોમ એટ ઈવ? આઈ મીન, ઓફીસ પતાવીને જો મારા ઘરે અવાય તો.. કંઈ અરજન્ટ નથી.. પણ..”-તમારી દીકરીનો ટેન્સડ અવાજ સાંભળીને તમે સહેજ ગભરાયા.
હા બેટા, હું આવી જઈશ. ડોન્ટ વરી..”-તમે શક્ય એટલું સ્વસ્થ થતા કહ્યું.
મોમ...આઈ વોન્ના સે સમથીંગ... મમ્મા આઈ લવ યુ એન્ડ આઈ નીડ યુ..”- એકદમ લાગણીભર્યા અવાજથી બેબુએ કહ્યું.
સ્વીટ્સ આઈ લવ યુ ટુ... સ્લીપ ફોર સમ ટાઈમ અને તું ઉઠીશ ત્યારે આઈ વિલ બી ધેર. “- તમે ફોન મૂકી ફટાફટ કામ પતાવી બોસને મેઈલ કર્યો કે આજે તમે જલ્દી ઘેર જવાના છો. કામ પતાવતા પતાવતા તમે બેબુ વિષે વિચારી રહ્યા છો. તમે એક ટ્રેડીશનલ મધર ક્યારેય નથી બની શક્યા અને એથીજ બેબુ એકદમ ઈન્ડીપેન્ડન્ટ અને સ્ટ્રોંગ બની શકી છે.
***
ઘરનો ડોરબેલ હજુ તમે વગાડ્યો ત્યાજ તરત બેબુએ દરવાજો ખોલ્યો. જાણે તમારી જ રાહ જોઇને બેઠી છે. બેબુની લાલ ઘૂમ આંખો, વિખરાયેલા વાળ અને ચિંતાતુર ચહેરો જોઇને તમે એક-બે ધબકારા ચુકી ગયા.
બેબુ...” તમે ઘરની અંદર આવીને કઈ બોલવા જાઓ છો એ પહેલા તો બેબુ તમને એક ટાઈટ હગ આપે છે.
બેબુ. કામ ડાઉન. શું હાલ કર્યા છે તારા તે.. મેં તને કીધું જ હતું કે કુમાર બીઝનેસ ટ્રીપ પર છે એટલા દિવસ ઘરે આવતી રહે પણ તું અને તારી ઈન્ડીપેન્ડનસ!”-તમે બેબુના માથામાં હાથ ફેરવી રહ્યા.. અને બેબુ જાણે પાંચ-છ વર્ષની નાની ટેણકી હોય એમ તમારા ખોળામાં આંખો બંધ કરીને પડી રહી. થોડી વારની ખામોશી ...અને ધીમે ધીમે બેબુની આંખોમાંથી એની બધી ચિંતાઓ અને વ્યથા વહી રહ્યા.. આંખો ખાલી થશે તો જ દિલ ખુલશે એ જાણતા હોઈ, તમે એને રડવા દીધી..
શું થયું? કુમાર સાથે કોઈ ઝગડો થયો? કે પછી જોબ પર કઈ ટેન્શન છે? વેઇટ, તારી મધર-ઇન-લો સાથે તો તારે કઈ થયું નથી ને? કે પછી તારી મેઈડ...”-તમે પોસીબલ બધી શક્યતાઓ એક પછી એક બોલી ગયા..
ડોન્ટ બી સચ અ ટીપીકલ મોમ! તને ખબર જ છે કે તે ગણાવ્યા એવા સિલ્લી રીઝન્સ માટે હું મારો મુડ અને તારો ટાઈમ કોઈ દિવસ નાં બગાડું.”-હજુ સુધી ગંભીર થઈને બેઠેલી બેબુના મોઢા પર નાની અમથી સ્માઈલ આવી અને તમને હાશ થઇ.
તો શું થયું છે? હવે બોલીશ?”-તમે અધીરાઈથી પૂછ્યું.
મોમ... મોમ... તને કેવી રીતે કહું? મોમ.. આઈ એમ એક્સ્પેકટિંગ.”-બેબુએ પ્રેગનેન્સી કીટની બે લાઈન બતાવતી સ્ટ્રીપ તમને બતાવતા કહ્યું.
હેવ યુ ગોટ મેડ? આટલા મોટા ગુડ ન્યુઝ આવી રીતે આપે છે? તે કુમારને કીધું? તારા સાસરે ખબર કરી? કેટલા ખુશ થશે બધા.. આઈ કાન્ટ બીલીવ મારી બેબુ, મારી ઢીંગલી મોમ બનવાની છે!”-તમે વ્હાલથી બેબુના કપાળ પર કીસ્સી કરતા કહ્યું.
મોમ, યુ આર ઓવરરીએકટીંગ! અહી મારો જીવ તાળવે આવ્યો છે અને તું ટીપીકલ બોલીવુડ મોમની જેમ ખુશી કે આંસુ વરસાવી રહી છે!”-બેબુ ઉભી થઈને આમ તેમ આંટા મારવા લાગી. જાણે કૈક નિર્ણય કરવાની અસમંજસમાં અટવાઈ રહી.
વેઇટ, બેબુ.. આ પ્રેગનેન્સી ભલે પ્લાન્ડ નથી.. પણ તું કેમ ખુશ નથી? યુ આર લીગલી મેરીડ વિથ કુમાર અને કેન હેવ બેબી- ઇટ્સ નોર્મલ.. પ્રોબ્લેમ શું છે? તારા અને કુમાર વચ્ચે તો બધું નોર્મલ છે ને?”- આટલી મોટી ખુશીમાં બેબુનું વિચિત્ર બિહેવિયર જોઇને તમે શંકા-કુશંકાઓમાં અટવાઈ ગયા.
મોમ, એવરીથિંગઈઝ નોર્મલ બીટવીન અઝ. હું અને કુમાર સાથે રહીને પોતાની સ્પેસમાં જીવીએ છે, પ્રેમથી અને વી આર હેપ્પી. ઈશ્યુ એ છે કે મને બીક લાગે છે. મધરહુડ, માં, મોમ, મમ્મી, મમતા, વાત્સલ્ય, સહનશીલતા, બલિદાન, સમર્પણ- આ બધા શબ્દો એકબીજા સાથે જોડાયેલા છે.. અને આઈ કાન્ટ હેન્ડ ઓલ ધીસ.. હું હજી આ બધા માટે રેડી નથી.. કદાચ ક્યારેય રેડી ના પણ થાઉં. આઈ એમ નોટ શ્યોર. આઈ લવ કિડ્સ. કુમારને પણ બાળકો ખુબ ગમે, ઈનફેક્ટ હી ડ્રીમ્ઝ ટુ બી આઈડીયલ ફાધર.. પણ મોમ... કન્સેપ્ટ ઓફ આઈડીયલ મધર ઈઝ બીગ ઝોલ.”-બેબુ ધીમે ધીમે અંદર ઘૂંટાતી બધી વ્યથાઓ ઠાલવી રહી.
બેબુ હવે તું ઓવરરીએક્ટ કરી રહી છે. માં બનવામાં કોઈ ઝોલ નથી. ઇટ્સ બાયોલોજીકલ પ્રોસેસ. તું કોઇને પ્રેમ કરે છે, એ પ્રેમ તું શબ્દો, શ્વાસ અને શરીર સાથે ઉજવે છે અને અને જે બમણો થયેલો પ્રેમ સર્જાય છે એ જ તો બાળક છે! આ માણવાનો પ્રસંગ છે દીકરી, ચિંતા કરવાનો નહિ.”- તમે ફ્રીઝમાંથી આઈસ્ક્રીમ કાઢીને બેબુને આપતા કહ્યું.
મોમ, મને બોયોલોજી ના સમઝવ. આઈ નો ઇટ વેલ. આઈ એમ જસ્ટ વરીડ વિથ ધ પેરેન્ટિંગ હાઈપ. યુ નો,લાસ્ટ મંથ હું મારા સાસરે ગઈ હતી. અને મને એમજ થોડી બેચેની લગતી હતી, અને આખું ફેમીલી ફરી વળ્યું હતું. આ ના ખાઇશ, તે ના કરીશ..લેપટોપ ના અડીશ. ફરવા ના જઈશ. હવે જોબ છોડી દેવાની. બચ્ચાને નવું નવું ખાવા જોઇશે એટલે કુકિંગ શીખવાનું છે.હવે આમ ટૂંકા કપડા, આ જીન્સ ને બધું નહિ પેરવાનું- માં જેવી લાગવી જોઈએ. સવારે થોડું વહેલા ઊઠવાનું, છોકરાઓ સાથે નહીતો કામ નો પાર નહિ આવે. અત્યાર સુધી જેમ ચલાવ્યું તેમ પણ હવે પૂજા-પાઠમાં ધ્યાન પરોવવાનું એટલે બાળક પણ શીખે. રોજ ટીવી પર કથા અને પાઠ સંભાળવાના, રસોઈ બનાવતી વખતે મ્યુઝીક પ્લેયર પર ભજન વગાડવાના, ગીતા-રામાયણના પાઠ કરવાના એટલે બાળકમાં ધાર્મિક વૃત્તિ અને સારા સંસ્કાર આવે. અને આ ડાયેટિંગ, જીમ જવાનું બધું બંધ! અને.... મને યાદ પણ નથી કેટલું લાંબુ લીસ્ટ ફરમાવવામાં આવ્યું હતું.. આઈ એમ સ્ટીલ સ્કેર્ડ! તું જ વિચાર જયારે મારા પ્રેગ્નન્ટ હોવાની અશાન્કામાં મને આટલી બધી પાબંદીઓ-ફરમાનોથી બાંધી દીધી હતી તો મારી એક્ચ્યુઅલ પ્રેગ્નેન્સીમાં શું થશે?”-બેબુ તમારી સામે બેસીને ધીમે ધીમે એનું દિલ ખોલી રહી..
બેબુ, ડોન્ટ બી સો ઇનસેન્સીટીવ. તને આ મનાઈ અને ફરમાનો દેખાયા પણ એમાં છલકાતો પરિવારનો પ્રેમ અને લાગણીઓ ના વર્તાયા? તારા અને કુમારના બાળક માટે બંને પરિવાર ખુબ આતુર અને ઉત્સાહિત છે! એટલે...”-તમે સહેજ ચિંતા છતાં પોઝીટીવીટી સાથે બેબુને સમઝાવવા પ્રયાસ કર્યો.
મોમ, આઈ વોન્ટ ટુ બી મધર. પણ... પોતાની જાતને ખોઈ દઈને, મારી ઓળખ-અઈડેન્ટીટી ભૂંસી દઈને, મારું અસ્તિત્વ ઓગળી દઈને- મારી લાઈફને સેક્રીફાઈઝ કરીને મારે માં નથી જ બનવું! આઈ મીન, આઈ કાંટ ચેન્જ માયસેલ્ફ એઝ એન આઈડીયલ મધર હેઝ ટુ બી. આઈ કાંટ લીવ માય કેરિયર! આઈ કાન્ટ સ્પેન્ડ હોલ લાઈફ જસ્ટ ઇન કિચન. હેવિંગ બેબીઝ મીન્સ નેપીઝ, ડાયપર, ઊંઘ વગરની લાંબી રાતો, આઉટ ઓફ શેઈપ બોડી, જવાબદારી, બલિદાન એન્ડ વોટ નોટ!”-બેબુની નાની આંખોમાં એના સપનાઓ અને રીયાલીટી વચ્ચેની એ મહેસુસ કરી રહેલી અસમંજસ દેખાઈ ગઈ..
બેબુ, ચીલ. યેસ, હેવિંગ બેબી ચેજીસ યોર લાઈફ. તમે માં બનો એટલે તમારી દુનિયા બદલાઈ જાય છે, પણ યુ સ્ટીલ હેવ યોર લાઈફ એન્ડ ડ્રીમ્ઝ. લુક એટ મી! હું પણ તારા જન્મ વખતે આમ વિચરત તો તું આ સુંદર દુનિયામાં આવી હોત? હા જે તું અત્યારે વિચારે છે તે મેં પણ ક્યારેક અંદરખાને મેહસૂસ કર્યું જ છે કેમકે આપણા સમાજમાં બાળકના આવવાથી બહુધા માત્ર માંની જ દુનિયા બદલાય છે.. બાપને માત્ર નાણાકીય જવાબદારી વધે છે! છતાં પ્રેમ, સમજદારી અને ધૈર્યથી બધું જ શક્ય છે એમ પેરેન્ટિંગનું સેલિબ્રેશન પણ શક્ય છે! તારા જન્મ વખતે મેં મારી જોબ નથી છોડી, અલબત્ત પરિવારની ઈચ્છતો એવીજ હતી, પરંતુ તારા પિતાનો સપોર્ટ હતો! તારા આવવાથી મારી દુનિયા બદલાઈ, રાતે ઊંઘવાનું બંધ થયું, અરીસામાં મોઢું જોવાનો સમય પણ ના મળતો, ખાવાનું, પહેરાવનું બધું જ બદલાયું પણ એક ટૂંકા ગાળા માટે.. સમઝદારી અને સહકાર દાખવીને તારા પિતાએ મારી બધું મૂંઝવણ અને મુશ્કેલીઓ વહેંચી છે. જેટલી નેપીઝ મેં તારી નથી બદલી એટલી તારા પિતાએ બદલી છે. તને સાચવવા, રાતે જાગવાના અમે પ્રેમપૂર્વક વારા રાખ્યા હતા, કે જેથી બંનેને સરખી ઊંઘ મળે અને તારા પ્રત્યેની કાળજી પણ સરખે ભાગે વહેંચાય! તારી કાળજી, ઉછેર અને જવાબદારી અમે સરખા ભાવે વહેંચી છે, એકબીજાની સાથે તારો પ્રેમ વહેંચવાના ભાવે! પેરેન્ટિંગ એવી જવાબદારી છે જે એક ખભે ના જ ઊંચકી શકાય, માતા-પિતા બંને સપ્રેમ નિભાવે તો એ જીવન-ઉત્સવ બની જાય! અને રહી વાત તારા જીન્સ-શોર્ટ્સ, મુવીઝ, નોવેલ્સ, લેઇટ નાઈટ પ્રોજેક્ટ કે સપનાઓની તો... શું તે તારી મોમને આ બધું કરતા જીવતા નથી જોઈ? માય સ્વીટ હાર્ટ, બાળકના જન્મ પછી ટીપીકલ માં બનીને- બાળકની પાછળ દોડીને, એની માલિક હોય એ હદે પ્રોટેક્ટ અને પેમ્પર કરીને – બાળકની લાઈફ- તારે નથી જીવવાની એટલે તું સુકુનથી તારી લાઈફ અને સપના જીવી જ શકીશ.. તું એક કુલ, હેપનિંગ, સ્વીટહાર્ટ મોમ બનીજ શકીશ. આદર્શ-માં નહિ બની શકે તો દોડશે!”- તમે તમારો અનુભવ વહેંચીને બેબુના પેરેન્ટિંગ મિથ્સ દુર કરવા પ્રયાસ કર્યો..
મોમ, આઈ લવ યુ!”-એક જાદુની ઝપ્પી આપતા તમારી દીકરીએ મસ્ત મોટ્ટી સ્માઈલ સાથે કહ્યું.
***
માતૃત્વ-એક અલૌકિક ઈશ્વરીય અનુભવ. માતૃત્વ- નારીત્વની પૂર્ણતા. માતૃત્વ- બાળક સાથે માતાનો નવો જન્મ.
મધરહુડ એટલેકે માતૃત્વની આસપાસ આપણે સર્જેલી આદર્શતા એન ઈશ્વરસમક્ષતાની વ્યાખ્યાઓ બાળકના જન્મ સાથે એક માંને જરૂર જન્મ આપે છે પરંતુ એનામાં રહેલા સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વ અને અલાયદા સપનાઓને ભૂંસીને.

ધીર ગંભીર, મેચ્યોર, જવાબદાર, સમર્પિત, કુટુંબ પ્રેમી, બાળકોને કેન્દ્રમાં રાખીને જીવતી અને અંદરથી ટુકડે ટુકડે, રોજે રોજ મરતી માં ને અપગ્રેડ કરીએ .. સહેજ મેચ્યોર તો ઘણી બધી ચાઈલ્ડીશ, કેરિયર અને કુટુંબમાં બીઝી રહેતી- બેલેન્સ્ડ લાઈફની બોરીયતની જગ્યાએ મેસ્ડઅપ લાઈફને એન્જોય કરતી, જીવનસાથી સાથે જવાબદારીઓ વહેંચીને એ પૂરી કરવા હોશથી જીવતી અને છતાં નાના-મોટા લોચા મારતી, આદર્શવાદથી કોસો દુર- કુલ,હેપનિંગ, ઈન્ટરેસ્ટીંગ,એક્ટીવ,અલાઈવ અને રોકસ્ટાર મોમના લેટેસ્ટ વર્ઝનથી!     

Comments

Unknown said…
એક દિક્રરી ને તેનિ જવાબ્દારિઓ પ્રત્યે સાચિ સમજણ આપ્તો લેખ છે દરેક મા અને દિકરી એ વાંચ્વો જોઇએ .
jitesh said…
Classic...
Sweta Khalasi said…
Bhumika, Its June Mid and still no new post? on Vacation? Everything is ok na?

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...