Skip to main content

લાઈફ સફારી-૬૮: ટુ ફેક્ટસ - પ્રેમ પછી લગ્ન પણ લગ્ન પછી પ્રેમ?


***

આજ કહેંગે દિલકા ફસાના જાણ ભી લેલે ચાહે ઝમાના..મૌત વહી જો દુનિયા દેખે ઘુટ ઘુટ કે યુ મરના ક્યાં? જબ પ્યાર કિયા તો ડરના ક્યાં?” - તમારી દીકરી આજે એકદમ મુડમાં તમારું ફેવરેટ ગીત ગાઈ રહી છે! આજે જ તમે તમારી ટીન-એજ દીકરી સાથે ચેતન ભગતની નોવેલ પરથી બનેલું મુવી "ટુ સ્ટેટસ" જોઈને આવ્યા છો. અને તમે બંને હજુ એ મુવીની અસરમાં જ છો, અલબત્ત તમારી દીકરી એની પ્રિ-ઇફેક્ટના કેફમાં છે અને આ સ્ટોરી મહદઅંશે જીવેલા તમે એની પોસ્ટ ઇફેક્ટસ વિચારી રહ્યા છો..
મોમ, રિયલ્લી આ લોચા--ઉલ્ફત પણ શું ચીઝ છે નૈ? આખી દુનિયા આ લોચામાં પડે અને તો પણ આખી દુનિયા એનો ઓપોઝ પણ કરે! ”- તમારી પ્રિન્સેસ આંખો નચાવતા તમને ક્હી રહી.
મીઠ્ઠી, આખી દુનિયા આ લોચા--ઉલ્ફતમાં પડે છે એટલે જ તો એનો ઓપોઝ કરે છે! પેલું કહે છે ને કે- યે ઈશ્ક નહિ આંસા , બસ ઇતના સમઝ લીજે.. ઇક આગકા દરિયા હેં ઓર ડૂબ કે જાના હેં!”-તમે એકદમ શાયરના અદામાં મસ્ત ડાયલોગ માર્યો!
વાહ વાહ વાહ, મોમ! ધેટ વોઝ ડેમ કુલ! આઈ એમ પ્રેટી શ્યોર યુ આર ગોઈંગ ટુ બી કુલેસ્ટ મધર ઇન લો!”- પોતાના નજીક હાથો, તમારા ગળે વીંટાળીને તમારી દીકરી પ્રાઉડલી કહી રહી.
હિઅર યુ આર રોંગ હની! બધા માં-બાપ ઓલમોસ્ટ સરખા જ હોય! થોડુંક વેરીએશન આવે, થોડા મોર્ડન વિચારધારા સાથે ચેન્જીસ સ્વીકારે અને થોડા પોતાની માન્યાતોઓ ને ચુસ્તપણે વળગી રહે! પણ એટ ધ એન્ડ ઓલ પેરેન્ટસ આર કવાએટ સેમ! પઝેસીવ, પ્રોટેકટીવ અને પ્રેમાળ!”- દીકરીના માથામાં પ્રેમથી હાથ ફેરવતા તમે કહી રહ્યા!
ટેલ મી મોમ, દાદી એન્ડ નાની પણ આવાજ અકડું અને ખડુસ હતા? દાદા એન્ડ નાનાએ તમારી લાઈફમાં આમ જ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરેલા? શું સાચે મુવીમાં બતાવ્યું છે એમ લવ મેરેજમાં આટલા બધા લોચા અને લફડા હોય? ”-અચાનક તમારી દીકરી તમારી સામેના સર્વિંગ ટેબલ પર બેસી ગઈ અને તમારા ભૂતકાળના સોનેરી દિવસોની પરતો ઉખેડવા લાગી..
આઈ ટોલ્ડ યુ, ઓલ પેરેન્ટસ આર સેમ! બધાને માં-બાપ સંતાનોને ખુબ જ પ્રેમ અને પેમ્પર કરે અને એટલેજ સંતાનના સારા ભવિષ્ય અને સુખ માટે એમની લવ-લાઈફમાં જાણે-અજાણ્યે વિલન પણ બની જાય! એમાં તારા દાદા-દાદી, નાના-નાની જ નહિ થોડા વખતમાં હું અને તારા પોપ્સ પણ આવી જઈશું! વેઈટ એન્ડ વોચ!”-તમે ચાનો કપ દીકરીના હાથમાં આપતા કહ્યું.
નો વેય્સ! તું અને ડેડ કોઈ દિવસ મારી કે ભાઈની લાઈફમાં વિલન બની જ ના શકો! મને ખબર છે જો આઈ વિલ બી ઇન લવ, યુ વિલ બી ફર્સ્ટ આઈ વિલ શેર ઇટ વિથ! અને તું મારા માટે ખુશ પણ થઈશ અને મારા પ્રેમને ખુલ્લા દિલે સ્વીકારીશ પણ! અને જો પોપ્સ એમાં નાટક કરશે તો તું એમને મનાવી પણ લઈશ! હેં ને? એન્ડ મોમ..એટ ધ એન્ડ શું મેટર કરે છે રીલેશનશીપમાં? માત્ર અને માત્ર પ્રેમ! તો જો કોઈ બે જણા એકબીજાને બેશુમાર પ્રેમ કરે છે, તો કોઈ ત્રીજા કે ચોથાને શું કરવા વાંધા-વચકા હોવા જોઈએ? ”-ચા નો કપ ટેબલ પર મુકીને એકદમ એક્સાઈટેડ થઈને તમારી દીકરી બોલી.. અને એની નાની-ચાઈનીઝ આંખોમાં તમને કોઈ ગમવાના સપનાઓ દેખાયા, અને તમે અંદરથી સહેજ ડરી ગયા!
મીઠ્ઠી એક વાત પૂછવી હતી મારે તને!”-અચાનક કૈક પૂછતાં તમે વાત બદલી.
ફરમાવો ને મોમ!”-ચાની ચુસ્કીઓ લેતા મીઠ્ઠીએ તમારી વાત પર કોન્સનટ્રેટ કરતા કહ્યું.
તું તો સોફીને બહુ સારી રીતે ઓળખે છે ને? આજકાલ તારો ભાઈ આખો દિવસ એની સાથે વોટ્સએપ અને એફબી પર વાતો કરવામાં બીઝી રહે છે! તને પર્સનલી સોફી કેવી લાગે છે? આઈ ફીલ તારો ભાઈ-કીટ્ટુ એના માટે ખુબ જ સીરીયસ છે!”-તમે આચાનક પોતાના કોલેજ-ગોઈંગ દીકરાની ગર્લ-ફ્રેન્ડ અંગે મીઠ્ઠી સાથે ગોસિપ શરુ કરી.
મોમ, શી ઇઝ હીપ્પી! ભાઈ એના માટે સીરીયસ ના જ હોઈ શકે! આઈ કાન્ટ સી હર એઝ માય ભાભી, નેવેર! હેવ યુ સીન હર ક્લોઝ્લી? શી હેઝ પીઅર્સડ હર બેલી...અને પાછળ ગળા પાસે એણે ટેટ્ટુ કરાવ્યું છે - એ પણ કોબ્રાવાળું! મને સોફી સહેજ પણ પસંદ નથી. જો કીટ્ટુભાઈ એની સાથે લગ્ન કરશે તો હું એમની સાથે પણ વાત નહિ જ કરું! ક્યાં ભાઈ અને ક્યાં સોફી? ભાઈ એમ.ટેક કરી રહ્યા છે, અને સોફી ઇઝ ડુઇંગ ફેશન ડીઝાઈનીંગ-એ પણ કોઈ લોકલ પ્રાઈવેટ ઇન્સ્ટીટ્યુટમાંથી! ભાઈ કેટલા મેનર્ડ, સેન્સીબલ અને મેચ્યોર છે અને સોફી... નો, નેવર!”
અને તમે અચાનક ખડખડાટ હસવા લાગો!
તમને આવા સીરીયસ ટોપિક પર હસતા જોઈને બોઘલાયેલી મીઠ્ઠી પૂછે છે-”મોમ, ઈટ્સ નોટ જોક! એના કપડા, એની હેર સ્ટાઈલ, એની ફૂડ હેબીટ્સ, એની લેઝીનેસ, એની નોન-સ્ટોપ બોલવાની આદત, એનું લાઉડ અને સીલી બિહેવિયર, એનો જુદો રીલીજીયન...શી ઇઝ નોટ એટ ઓલ લાઈક અઝ! કીટ્ટુભાઈને ભલે હમણાં પ્રેમના બુખારમાં આ વાત ના સમઝાય, આપણે જાણીએ જ છે તો એમ કઈ ભાઈને કુવામાં પડવા દેવાય? ભાઈ અને સોફી કેન બી ગુડ ફ્રેન્ડ્સ બટ નેવર લાઈફ-પાર્ટનર્સ! ”
ધેટ્સ ધ પોઈન્ટ મીઠ્ઠી! આઈ પ્રુવ્ડ માય પોઈન્ટ, એન્ડ ડીફેન્સ રેસ્ટસ!”- તમે એક મોટ્ટી સ્માઈલ આપતા આપતા કહ્યું.
એટલે? મને ખબર ના પડી મોમ!”- તમારા જવાબથી મીઠ્ઠીની મુંઝવણ વધી ગઈ!
તેં જે પ્રશ્ન મને પૂછ્યો એનો જવાબ પણ તેં જ આપી દીધો દીકરા. થોડી વાર પહેલા જ તે કહ્યું કે- એટ ધ એન્ડ રીલેશનમાં માત્ર પ્રેમ મેટર કરે છે! અને હવે તું જ કહે છે કે સોફી અને કીટ્ટુના લગ્ન નાં જ થવા જોઈએ કેમકે- સોફી ક્રિશ્ચિયન છે, જુદા બેકગ્રાઉન્ડમાંથી છે, એની રહેણી-કરણી, એનો પહેરવેશ, એની ભાષા કે એનું કલ્ચર આપણા કરતા એકદમ જુદું-બીજા શબ્દોમાં ઓપોઝીટ છે!”- તમે મીઠ્ઠીને એના જ શબ્દોમાં સમઝાવવા પ્રયાસ કર્યો.
બટ મોમ, આઈ લવ ભાઈ. આઈ એમ વરીડ ફોર હિમ એટલે...”-મીઠ્ઠી પોતાની ભૂલ સમઝતા અચકાતા અચકાતા બોલી રહી.
ઈટ્સ ઓકે બેટા! આઈ અન્ડરસ્ટેન્ડ. જેમ તું ભાઈને પ્રેમ કરે છે એટલે પ્રોટેકટીવ થઈને એની લાઈફ પાર્ટનર માટેની પસંદગીને નકારે છે, કૈક એવુંજ લવ મેરેજ કરતા સંતાનોના પેરેન્ટ્સ પણ ફીલ કરે છે! એન્ડ ઈટ્સ નોર્મલ. પણ એક વાત જે તું અને આપણે સૌ ભૂલી જઈએ છે એ એ છે કે - પ્રેમ કોઈ ઇક્વેશન કે લોજીકથી નથી થતો. અને એટલેજ મોટેભાગે એકબીજાથી એકદમ ભિન્ન એવા બે લોકો અજાણે પ્રેમમાં પડી જાય છે! અને પ્રેમમાં પઝેસીવ અને પ્રોટેકટીવ આપણે સૌ મોટેભાગે જ્યારે આપણું કોઈ સ્વજન પ્રેમ કરે તો એની ચોઈસને રુક્ષતાથી નકારીએ છે.. અને જો બળ-જબરીથી એ પ્રેમસંબંધ સ્વીકારીને એને લવ-કમ-એરેન્જ મેરેજ બનાવવા પડે તો... લગ્ન બાદ આપણે જાણે-અજાણ્યે આપણા એ સ્વજનને અને એના લાઈફ પાર્ટનરને તેઓ જીવનસાથીની પસંદગીમાં કેટલા ખોટા પડ્યા એ ડગલે ને પગલે મહેસુસ કરાવતા જ રહીએ છે. પોતાના પરિવારમાં પોતાના સંતાન-સ્વજનની પસંદગીથી, આવેલી એ નવી વ્યક્તિને ડબલ પ્રેમ અને હૂંફથી સ્વીકારી, એની ભિન્નતા બદલવાની જગ્યાએ એને જેવી છે એવી જ આપણામાં હોંશથી સમાવવાને બદલે...આપણે સૌ એને નીચું દેખાડવાનો, એની ભૂલ કાઢવાનો, એની અલગતા છતી કરવાનો અને એને ખરાબ ચીતરવાનો એક પણ મોકો ચુકતા નથી! કોઈ આપણા કરતા જુદું છે - એટલે ખરાબ છે એમ તો નથી જ! અને એટલે જ આપણા સમાજમાં "ટુ સ્ટેટ્સ" જેવી ઢગલો પ્રેમ-કહાનીઓ ક્યાંતો લગ્ન સુધી નથી પહોંચી શકતી! અને જો ભૂલમાં લગ્ન થઇ પણ જાય તો રોજ-રોજના પારિવારિક ફ્રીક્શનમાં પ્રેમ અને લાગણીઓનું બાષ્પીભવન થઇ જાય છે અને રહી જાય છે મેરેજ-સર્ટીફીકેટ નામનું એક કાગળિયું અને "લવ-મેરેજ" કેમ કર્યાનો છુપો રોષ!”- તમે સબ-કોન્શિયસ માઈન્ડમાં વર્ષોથી ઘૂંટાતી લાગણીઓ વ્યક્ત કરીને એકદમ હળવું અનુભવી રહ્યા!
***
ટુ-સ્ટેટ્સ", “એક દુજે કે લીયે" મુવીઝ જેમ ઇટરનલ લવ-સાગા છે તો "સાથીયા" અને "ચલતે-ચલતે" મુવીઝ આઈ-ઓપનર છે!

પ્રેમ કરવું અને પ્રેમ લગ્ન કરવા ડ્રીમ સિકવન્સ જેવું ફેન્સી છે! જ્યારે એ પ્રેમ લગ્નમાં હુંફ, લાગણીઓ, વિશ્વાસ અને એકબીજા માટે રીસ્પેક્ટ જાળવી રાખવું એ રીયલ લાઈફ સ્ટંટ કરવા જેવું જોખમી છે- કે જેમાં પરિવારનો ટેકો, સલાહ-સુચન, સ્વીકાર અને પ્રેમ હોય તો જ સફળ થઇ શકાય!

Comments

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…