***
“મોમ, આજે મારા ફ્રેન્ડઝ આવવાના છે! તું પ્લીઝ કિચનની
બહાર ના નીકળીશ! આઈ ફીલ શેમ ઇન્ટ્રોડ્યુંઝીંગ યુ ટુ ધેમ!”- ચૌદ પંદર વર્ષની બેબલી
એની એજ્યુકેટેડ, સોફેસ્ટીકેટેડ,વર્કિંગ મોમને લગભગ ખખડાવી જ નાખે છે!
“બેટા, વોટ્સ યોર પ્રોબ્લેમ! તને કેમ મારાથી શરમ
આવે છે? હું એજ્યુકેટેડ છું, સારી જોબ કરું છું, ઈંગ્લીશ સ્પીકિંગથી લઈને
એટીકેટસમાં પરફેક્ટ છુ. તું છેલ્લા પંદરેક દિવસથી કેમ મારી સાથે આવું બીહેવ કરે
છે?”- છેલ્લા પંદરેક દિવસથી પોતાની દીકરીનું ઇન્સલટીંગ બિહેવિયર સહન કરી રહેલી એની
મોમ આખરે અકળાય છે.
“તને નહિ સમઝાય મોમ! યુ પ્લીઝ કીપ આઉટ ઓફ ઇટ.
મારા ફ્રેન્ડઝથી દુર રહેજે.”- એકદમ એટ્ટીટયુડથી ટીનએજ દીકરી બોલી જાય છે!
“તું સમઝાવીશ તો સમઝાશેને? ટેલ મી, એક માં તરીકે
તને મારામાં શું ઓછું લાગ્યું? શું હું એક પ્રેમાળ, કેરિંગ, જવાબદારીપૂર્ણ માં નથી
બની શકી? શું મેં તને પુરતો પ્રેમ નથી કર્યો? શું તારી નાની અમથી જરૂરીયાતથી લઈને
મોટી અને બિનજરૂરી ફરમાઈશો પણ મેં એક અવાજે પૂરી નથી કરી? શું તારા ભણતર, કેરિયર
કે સર્વાંગી વિકાસ માટે હું જાગૃત નથી રહી? હું ક્યાં ચુકી ગઈ છું એમ માં તરીકે-
કે આજે તું મને આવા શબ્દો સંભળાવી રહી છે?”-આખરે સહનશક્તિનો બાંધ તૂટે છે અને મોમ
છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી બધી જગદો-જહેદ એક આક્રોશ સાથે કહી જાય છે!
“તું આટલું બધું પૂછે છે તો સંભાળ- માય ઈશ્યુ ઇઝ-
યુ આર નોટ સેટીસફાઈંગ માય સ્ટાન્ડર્ડઝ! મને જેવી મમ્મી જોઈએ છે એવી મારી કલ્પનાની
મમ્મીના ક્રાયટેરિયામાં તું બંધ બેસતી નથી!”-હેરબ્રશથી વાળની લટો આમથી તેમ ઉડાવતા
દીકરી અલ્લડતાથી કહી ગઈ!
“એટલે? કેવા ક્રાયટેરિયા? કેવી મમ્મી જોઈતી હતી
તને, જે હું નથી?”-અસહ્ય આઘાતને કારણે મોમ વધુ બોલી કે પૂછી પણ ના શકી.
“ડોન્ટ બી ડ્રામા ક્વીન મોમ! સ્ટોપ ક્રાઈંગ.
ફેક્ટ ઇઝ ફેક્ટ – યુ હેવ ટુ એસેપ્ટ ઇટ! તારા રડવાથી હું મારી એક્સપેકટેશન બદલીશ
નહિ જ!”- શક્ય એવા ક્રૂર અને રુડ શબ્દો દીકરી વાપરી ગઈ.
“ઓકે, ટેલ મી. શું છે તારા કાલ્પનિક મોમના
ક્રાયટેરિયા? મને પણ ખબર પડે કે મારો પનો ક્યાં ટુંકો પડ્યો!”- આંસુ લુછી સ્વસ્થ
સાથે મોમએ દીકરીને પૂછ્યું.
“ઈટ્સ સિમ્પલ મોમ! આજે જમાનો કેટલો આગળ વધી ગયો
છે- એન્ડ લુક એટ યોર સેલ્ફ! યુ આર સો ડમ્બ! ડુ યુ અપડેટ યોરસેલ્ફ વિથ નોલેજ? તને
છેલ્લે પ્રમોશન ક્યારે મળ્યું હતું? તે છેલ્લે ક્યારે કોઈ નવી ટેકનોલોજી કે ભાષા
શીખી હતી- જે તારા કરિયરગ્રોથમાં કામ લાગે?
તે કોઈ દિવસ ફર્ધર સ્ટડીનો સુધ્ધા વિચાર ના કર્યો? કોઈ મને પૂછે કે મારી મોમ નું
એજયુકેશ શું? આઈ ફીલ શેમ ટુ સે- યુ ડીડ ઓન્લી ગ્રેજ્યુએશન! મોમ, ગ્રેજ્યુએશન ઇઝ સો
એલ.એસ.(લોવર સોસાયટી)! લુક એટ માય ફ્રેન્ડ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ! સોહાની મોમ
ડોક્ટર છે- ન્યુરો સર્જન, એટલી ફેમસ છે કે પ્રાઈમ મીનીસ્ટર કે ચીફ મીનીસ્ટર લેવલના
હાઈ પ્રોફાઈલ કેસ પણ એજ હેન્ડલ કરે છે! મિલિન્દની મોમ હોમમીનીસ્ટર છે, છેલી ત્રણ
ટર્મ્સથી! સ્નેહલની મોમ પી.એચ.ડી. છે એ પણ કોમ્પ્યુટર ઇન્જીન્યરીંગમાં અને
પ્રોફેસરની જોબની સાથે આપણી સિટીની ઓનલાઈન-સર્વેલન્સ સિસ્ટમના એડવાઈઝર પણ છે!
શ્લોકની મમ્મી મલ્ટીનેશનલ કંપનીમાં સી.ઈ.ઓ છે અને દર મહિને મીટીંગ માટે ફોરેન ટુર
પર જાય છે! અને તું મોમ- તું શું છે?”- દીકરીએ મમ્મીને તોડવા જાણે છેલ્લો ઘા કર્યો!
“બેટા, હું જે છું, જેવી છું- તને ખુબ જ પ્રેમ
કરું છું! એક સારી માં હોવા શું એ પૂરતું નથી? મારા એજ્યુકેશન કે પ્રોફેશનલને મારા
માતૃત્વ સાથે કોઇજ સંબંધ નથી! તું સમઝે છે હું શું કહું છું?”- શક્ય એટલા સૌંમ્ય
અને સરળ શબ્દોમાં દીકરીને સમઝાવવા માં મથી રહી!
“હું સમઝુ છું માં, પણ તું અને ડેડ નથી
સમઝતા!”-અને દીકરીએ કૈક મોઘમ વાત કહી!
“હું શું નથી સમઝતી?”- ભીની આંખોએ માં એ પોતાની
દીકરીના બદલાયેલા વર્તનનો તાગ પામવા પ્રશ્ન પૂછ્યો!
“મોમ, પંદર દિવસ પહેલા વીકએન્ડ પર ભાઈ હોસ્ટેલથી
ઘેર આવ્યો, ત્યારે શું થયું હતું યાદ છે ને? એના ફર્સ્ટ અને સેકન્ડ ટર્મની એટીકેટી
ભેગી થઇ ગઈ અને એને યુનિવર્સીટીએ ડીટેઈન કરી દીધો- એમાં તો તે અને ડેડએ જાણે એને
દીકરાની પોસ્ટ પરથી બેદખલ કરી દીધો! બારમાં ધોરણમાં ભાઈને પોતાનું સ્ટેટ્સ જાળવવા
જબરદસ્તી સાયન્સ સ્ટ્રીમ લેવા દબાણ કર્યું તમે! ઓછા ટકા આવ્યા છતાં ભાઈની બી.બી.એ
કરવાની ઈચ્છાને રોળી એને ધરાર ઈન્જીનીયરીંગમાં એડમિશન અપાવ્યું તમે! હવે એ
એકઝામમાં નિષ્ફળ જાય છે, એ તમારી અને તમારી અપેક્ષાઓની નિષ્ફળતા છે- ભાઈની નહિ!
મોમ, જેમ એજ્યુકેશન અને કેરિયરથી નહિ- માં એના પ્રેમ અને લાગણીથી મૂલવાય એજ વાત
શું સંતાનને પણ લાગુ ના પડે? એક કે બે પરીક્ષામાં ફેઈલ થવાથી, ન ગમતા વિષયમાં
તમારી ઈચ્છાને માન આપીને ભણવાના ભારથી ઓછા ટકા લાવવાથી- શું ભાઈનો તમારા માટેનો
પ્રેમ, લાગણી, જવાબદારી ઓછા થયા? તો કેમ એને નિષ્ફળ પુત્ર, બેજવાબદાર દીકરા અને
ડફોળ હોવાના લેબલ્સ તમે જ પહેરાવી દીધા? શું સારો દીકરો બનવા માં-બાપને ખુબ બધો
પ્રેમ, માવજત, કાળજી આપવા જરૂરી છે? કે સંતાને કમને બની જવું જોઈએ-માત્ર નિર્જીવ
આંકડાઓ-માર્ક્સ, માં-બાપને ફેક અભિમાન અપાવી શકે એવું ખોખલું આઈ.આઈ.ટી કે
આઈ.આઈ.એમ.નું એડમિશનહોલ્ડર, સમાજ અને સ્નેહીઓમાં દેખાડો કરવાનું બહાનું?”- દીકરી
છેલ્લા પંદર દિવસથી માં-બાપને પાઠ ભણાવવા પોતે કરી રહેલી રુક્શ્તા અને અપમાનના નાટકનો
અંત લાવે છે!
અને માં ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. પંદર દિવસથી
દીકરીનું અપમાન અને અવહેલના સહી રહેલી મમ્મીના આંસુઓ બધા બંધ તોડી અવિરત વહી જાય
છે, પોતાની દીકરીના શબ્દોથી દુખી થઈને નહિ, પરંતુ પોતે અજાણ્યે કરેલી ભૂલનો પાઠ
પોતાની દીકરીના હાથે જ શીખવાની ખુશીમાં!
***
જાન્યુઆઆરી, ફેબ્રુઆઆઆઆઆરી, માઆઆઆઆઆઆઆઆઆઆઆર્ચ... –
મને મહિનાના નામ બોલતા બરાબર આવડે છે હોં! આતો આપણે આ મહિનાઓને કઈ રીતે જીવીએ છે એ
મેં શબ્દોમાં લખ્યું છે! ના સમઝાયુ? સીધા શબ્દોમાં કહું તો આપણે સૌ જાન્યુઆરી
મહિનો આવે અને જેવી ઉતરાણ જાય કે સબ-કોન્શિયસ માઈન્ડમાં એક ભાર લઇ લઈએ છે.
જાન્યુઆરીમાં એ ટેન્શન માત્ર આપણા જહેનમાં જન્મે છે. ફેબ્રુઆરીમાં આપણે
સબ-કોન્શિયસ અને કોન્શિયસ બંને દિમાગને એ ટેન્શનન હવાલે કરી દઈ છે, અને માર્ચમાં
તો દિમાગ બાકાયદા દિલનું દર્દી થઇ જાય એ હદે આ ટેન્શનથી પીડિત થઇ જાય છે! કયું
ટેન્શન સમઝાયુ? ઓફ કોર્સ એજ...જેનાથી એક જમાનામાં આપણે ગભરાતા હતા અને હવે આપણે
આપણા બાળકોની પાછળ ફિલ્ડીંગ ભરીને એમને ગભરાવીએ છે! આ ટેન્શન એટલે
એક્ઝામ-પરીક્ષા-કસોટી!
આપણે નાના હતા ત્યારે લાઈફમાં કદાચ એકજ દુખ અને
પરેશાની હતી- એક્ઝામ! અને હવે માતા-પિતા બન્યા પછી દુખ-પરેશાનીઓના લાંબા લીસ્ટમાં
જાન્યુઆરી મહિનો આવે એટલે ટોપ પર એક ટેન્શન એડ થઇ જાય- દીકરા કે દીકરીની એક્ઝામ.
આપણે ભલે “તારે ઝામીન કે” અથવા “સ્ટેનલી કા ડબ્બા” મહિનામાં એક વર તો જોઈજ કાઢતા
હોઈએ, એ મુવીનો મેસેજ અને ઇફેક્ટ ક્યાં ટકે છે? તમે આ વાંચતા વિચારમાં પડી જશો કે
માર્ચ મહિનાને હજુ વાર છે અને ક્યાં હું આ એક્ઝામની કથા લઈને બેઠી! આજે વાત એક્ઝામ
કે એજ્યુકેશન સિસ્ટમની નથી , અકારણ કસોટીની છે! એક્ઝામ અને કસોટીમાં વળી શું ફર્ક-
એમ વિચાર્યુંને તમે? એક્ઝામ માત્ર જે-તે વ્યક્તિ જે-તે કોર્સમાં ભણી રહ્યો હોય એ
પુરતી જ આપે છે. પરંતુ વ્યક્તિની કસોટી જાત-જાતના પેરામીટર્સ પર આજીવન થતી જ રહે
છે, અને એના રીઝલ્ટ રૂપે દરેક વ્યક્તિને કોઈક લેબલ્સ લગતા રહે છે! સિન્સિયર, ડફોળ,
હાર્ડ વર્કિંગ, પરફેક્ટ, આઇડીયલ, મહાન, ફેઈલ્યર, ઝીરો- કોણ જાણે કેટકેટલા લેબલ્સ
ગળે લગાવીને જીવીએ છે આપણે! ઘણી વાર આ લેબલ્સ અજાણતા આપણી ઓળખાણ બની જાય છે,
જ્યારે સ્નેહી-સ્વજન જ વારે વારે ટોકે! આપણે આપણા બાળકોને સુપર-કીડ બનવવા કેટલી
જહેમત ઉઠાવીએ છે, જાણે એની લાઈફ જાતે જ જીવી જઈએ છે- એની મરજી ના હોવા છતાં!
બાળકની નિષ્ફળતા આપણે જ પચાવી નથી શકતા તો એને એ પચાવતા કેમ શીખવી શકાય? બાળકની
લીમીટેશ્ન્સ વાલી તરીકે આપણેજ સ્વીકારી નથી શકતા તો સમાજ કેમ સ્વીકારે?
આવો આપણા સંબંધોને આંકડાઓ, સફળતા-નિષ્ફળતા અને
લેબ્લ્સથી દુર રાખીએ અને પ્રેમ-લાગણીઓની નજીક રાખીએ!
Comments
Just write something fresh instad of giving any "Shikhamans" ~Advices. Ofcourse you can do better!
Just write something fresh instad of giving any "Shikhamans" ~Advices. Ofcourse you can do better!
I will indeed put my best to give fresh! :)
And who are you who always Have to preach about a single thing? Are You Aamirkhan or what?? ;)
I value ur suggestion to write in new directions and i will definately put it on my way..
But i believe for talkin about any issues neone need not to b aamir khan! U live around that issue or live it- thats enough to make u write about that issue!
And i dnt write only issues...i try to show d simple things we neglect behind it, which we neglect following mass.
:)
And talking about only good things is like closing eyes and saying all s perfect! I too know world around me is beautiful but what i feel worth change i try to share...:)
Thanks for commenting and suggesting. Expect soon write ups with new concepts :)
I will keep that in mind and will try to give my best! :)