Skip to main content

લાઈફ સફારી~૫૯: સ્ત્રી, સફળતા અને સેક્રીફાઈઝ!શેરિલ સેન્ડબર્ગની સલાહ મારી સ્ટોરી સાથે!
*** 

તમે, શિખર અને શ્રદ્ધા આજે કેમ્પસ ઈન્ટરવ્યું માટે જઈ રહ્યા છો. ફોર અ ચેન્જ આજે તમે અને શ્રદ્ધાએ કોલેજ રૂટીન એવા વેસ્ટર્ન વેરની જગ્યાએ ટ્રેડીશનલ સલવાર કમીઝ ધારણ કર્યા છે. શિખર એના કેર ફ્રી એટ્ટીટ્યુડથી એકદમ  વિપરીત એવા ફોર્મલ્સમાં આજે એકદમ શરીફ અને સિન્સિયર લાગે છે! 
"યાર, મને તો બહુ જ બીક લાગે છે. આઈ મીન, આપણે ભલે સ્ટડીઝમાં સારા છીએ, રેન્કર છે, મહેનતુ છીએ.. પણ ઈન્ટરવ્યું શબ્દ સાંભળીને જ મને તો પસીનો વળી ગયો છે. આપણા સિલેક્ટ થવાના ચાન્સીસ કેટલા ઓછા છે, રહેવા દેને યાર... નથી જવું કેમ્પસ માટે!"- શ્રધ્ધાએ ઇન્ટરવ્યુની બીકમાં જાણે પોતાના પરની શ્રધ્ધા ગુમાવી દીધી!
"કમ ઓન! આપણે ત્રણ જ નહિ, આખી કોલેજ જાણે છે તારું ઇન્ટેલેક્ચ્યુઅલ કેલીબર. ડોન્ટ બી સ્ટુપીડ। ઈન્ટરવ્યું આપવાનો જ છે અને સારી એવી સેલેરી પણ ડીમાંડ કરવાની છે. તમે બંનેએ વિચાર્યું કેટલી સેલેરી ડીમાંડ કરશો? આપણે નેગોશીએટ નાં કરીએ તો આ કંપની-જાયન્ટ્સ સામેથી કઈ આપે એવા નથી!"- શિખર જાણે ઇન્ટરવ્યુંમાં સિલેક્ટ થઇ જ જવાનો છે એમ ફ્યુચર સેલેરી અને પર્ક્સની ડીમાંડની ગણતરી કરવા લાગ્યો.
"મેં તો કઈ વિચાર્યું જ નથી! આઈ મીન આમ સામેથી જોબ મળ્યા વગર નેગોશીયેટ કેવી રીતે કરાય? મને તો એમ લાગે જે -આપણી લાયકાત હોય એટલું એઝ પર ધ નોર્મ્સ મળે એ બહુ છે.."-સર્ટીફિકેટસની ફાઈલ પર્સમાં મુકતા મુકતા  તમે તમારા વિચારો રજુ કર્યા.
"કમ ઓન ગર્લ્સ, વી ડિઝર્વ અ બીગ ફેટ સેલેરી. કંપની કઈ મફતમાં નથી આપવાની- ધે નીડ  અવર બ્રેન, એન્ડ વી નીડ ધેર પોકેટસ! એટલે ખેંચીને માંગજો! યુ યોરસેલ્ફ નો યોર વેલ્યુ બેસ્ટ!- આસ્ક ઈટ!"- શિખરના શબ્દોથી તમને થોડો મોરલ પુશ તો મળ્યો. પણ તમે હજી વિચારી રહ્યા- શું સાચે તમે પોતાની જાતની કીમત જાણો છો?
ઈન્ટરવ્યું પત્યો.. અને જે ધાર્યું હતું કૈક એમજ થયું.. શ્રદ્ધા ઈન્ટરવ્યુંમાં બેઠી જ નહિ, પોતાની જાતને ઓછી કોમ્પીટંટ સમઝીને! તમે અને શિખર સિલેક્ટ થઇ ગયા, અલબત્ત તમે સેલરી નેગોશીયેટ કરવાનું ટાળ્યું અને શિખરે પોતાની સ્કીલ્સ અને આવડતની પૂરી કીમત ગણીને માંગી. 
તમે વિચારી રહ્યા- શું તમે શિખર કરતા દરેક ક્ષેત્રમાં વધુ આગળ અને ઉત્કૃષ્ટ નથી? નાં, એક ક્ષેત્રમાં નહિ જ! તમે પોતાનું મુલ્ય આંકવામાં, આત્મવિશ્વાસથી પોતાની જાતને રજુ કરવામાં પાછા પડ્યા છો!

*** 
"હે સ્વીટ્સ, વોટ્સ અપ? સાંભળ્યું છે તું કાલે છોકરો જોવા જવાની છે... ટેલ મી ઓલ.. આઈ એમ ઓલરેડી એકસાઈટેડ!"- તમારી જીગર-જાન, જાને-બહાર, ગુલે-ગુલઝાર, બેસ્ટ બડ્ડી જે છેલ્લા થોડા વર્ષોથી "એન.આર.આઈ."નું ટેગ લગાવી ઉડી ગઈ છે એનો અવાજ તમારામાં એજ દોસ્તાના કંપનો પેદા કરી ગયો જે વર્ષો પહેલા એકબીજાને મળીને સિક્રેટ શેર કરતા આવતા હતા..
"ઇટ્સ ફર્સ્ટ મિટ. કાલે બધું કહીશ, અત્યારે તો આઈ જસ્ટ નો હીઝ નેઈમ એન્ડ બાયોડેટા ડીટેઈલ્સ! યાર, મને બહુ બીક લાગે છે..શું કરું, કેવા પ્રશ્ન પૂછું, સવાલના જવાબમાં એને સારો લાગે એ જવાબ આપું કે સાચું કહું? - આઈ એમ ફ્યુઝ્ડ. સારું છે તું તો પ્રેમ કરીને આ છોકરા-છોકરી જોવાની વિધીથી બચી ગઈ!"-તમે ધીમે ધીમે તમારી બીક શેર કરી.
"અરે એમાં શું ડરવાનું? છોકરો જોવા જાય છે કે બાયપાસ સર્જરી કરાવવા? ચીલ.. પહેલા તું તારી જાતને પૂછ તને કેવો છોકરો જોઈએ છે. લીસ્ટ બનાવ એ ક્વોલીટીઝનું જે તને તારા જીવનસાથીમાં જોઈએ છે. કાલે સીધી કે આડકતરી રીતે માપી જો, કે તારા માપદંડમાં એ ફીટ થાય છે? "-એકદમ ભારેભરખમ તો પણ સો ટકા સાચ્ચો રીપ્લાય આપ્યો તમારી બડ્ડીએ.
"નાં યાર, આપણને જોઈએ એવું ક્યાં કઈ મળવાનું છે! યુ નો ઇન્ડિયન કલ્ચર વેલ.. અને આપણે એમાં થોડા સુધરેલા એટલેકે બગડેલા. લાસ્ટ ટાઈમ હું જે છોકરાને જોવા ગઈ હતી એને મેં થોડા સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યા હતા. આપણી જ જનરેશનનો, ભણેલા ગણેલા ફેમિલીનો, એજ્યુકેટેડ, સારી કંપનીમાં જોબ કરતો છોકરો અને વિચારો એકદમ ટીપીકલ. હું જોબ કરું એ એને ચાલશે-ગમશે પણ મને ઘરની જવાબદારીમાં મદદ કરવા એ બંધાયેલો નથી- કેમકે ઇટ્સ નોટ જોબ ઓફ મેન.. બાળ-બચ્ચા , ઘર, પરિવાર બધું સંભાળતા સાથે થાય એવી જ અને એટલીજ નોકરી કરવાની વણમાગી સલાહ પણ મને આપી દીધી! અને હાઈટ ઈઝ મારા મોમ-ડેડ કહે છે કે એ તો એવું જ હોય.. આઈ એમ એસ્પાય્રરીંગ રાઈટર એન્ડ સક્સેસફૂલ આર્કિટેક્ટ, કેવી રીતે હું બધું જ એકલા હાથે મેનેજ કરી શકું? "- તમે ગુસ્સામાં અંદર ધરબાએલુ બધુજ કહી દીધું।
અને એક ભારેખમ ખામોશી છવાઈ ગઈ અહી અને જોજનો દુર ત્યાં!
તમે વિચારી રહ્યા- " 1)  લગ્ન અને સુખી પરિવાર 2) કેરિયર અને સક્સેફુલ પ્રોફેશન 3) લગ્ન અને કકળાટ કરતુ કુટુંબ અને કોમ્પ્રોમાંઈઝ્ડ કેરિયર – ફીમેઈલ્સ ને કાયમ ધરી દેવામાં આવતી આ ચોઈસીસ શું અન્યાયકર્તા નથી? "

***

 "ઓલ ઈઝ વેલ? લગ્ન પછી તો લોકો ખુશખુશાલ રહે..અને તું તો...આમ અચાનક.. આજકાલ તું કેમ બહુ  જ ટેન્સડ લાગે છે?"- તમારી બાજુની ડેસ્ક પર બેસતી અને તમારી નિકટની મિત્ર સંકોચ અને ચિંતાથી પૂછી રહી.  
"હા, ઓલ ઈઝ વેલ. આમ તો કઈ ટેન્શન નથી.. પણ.."- તમે હજુ પોતે કેમ આટલા ટેન્સડ છો એ માટે પોતેજ કન્ફ્યુઝ્ડ છો!
"પણ શું? આમ ચુપ રહેવું, કારણ વગર ક્યાય ખોવાઈ જવું અને કામમાં વારે-વારે નાની મોટી ભૂલો કરવી એ તારો સ્વભાવ તો નથી જ!"- તમારી મિત્ર તમને સુપેરે ઓળખે છે અને એટલેજ તમે કહો એ પહેલા જ પૂછી બેઠી તમારી ચિંતાનું કારણ!
"બે દિવસ પહેલા બોસ સાથે મીટીંગ થઇ હતી. હેડ ઓફીસના પેલા નવા એમ્બીશીય્સ પ્રોજેક્ટ માટે પ્રમોશન સાથે મારું નામ રેક્મેન્ડ થયું છે.."- તમે સુશ્ક્તાથી તમને મુંઝવી રહેલી વાત કહી. 
"હે, આટલા મોટા ગુડ ન્યુઝ અને તું આજે શેર કરે છે! કંજૂસ પાર્ટી નાં આપવી પડે એની બધી નૌટંકી નથી ને? આઈ એમ સો હેપ્પી ફોર યુ! ક્યારથી પ્રોજેક્ટ સ્ટાર્ટ કરે છે વિથ પ્રમોશન?"-તમારી સખીનો અવાજ જે થોડી ક્ષણો પહેલા ચિંતાઘેરો હતો એ હવે આનંદથી ગુલાબી થઇ ગયો! 
"શું ગુડ ન્યુઝ યાર, આઈ એમ થીંકીંગ ટુ ડિનાય। નવો પ્રોજેક્ટ, મોટી જવાબદારીઓ અને પ્રમોશન એટલે લોંગ વર્કિંગ અવર્સ અને બીજી પંચોતેર પ્રોબ્લેમ્સ! "-તમે નીચે જોઇને એ જ શુષ્ક અવાજમાં કહ્યું।
"ડોન્ટ ટેલ મી! થોડા મહિનાઓ પહેલા- તું કેટલી એમ્બીશીય્સ, ઉત્સાહી અને પોઝીટીવ હતી. લગ્ન થયા છે કોઈ સજા નથી મળી યાર! થઇ જશે બધું. આટલી મોટી તક જવા ના દેવાય."-તમારી મિત્ર તમને સમઝાવવા માંથી રહી..
"ના, મેં બહુ વિચાર્યું. ઇટ્સ ટફ.. હમણાં જ આટલી પારિવારિક પળોજણ અને આગળ જઈને બચ્ચાની જવાબદારી- આઈ વિલ બી ક્રશ્ડ!"- તમે ભવિષ્યની શક્યતાઓ સમઝાવી.
"સો વોટ? યુ જસ્ટ ગોટ મેરીડ. આટલી જલ્દી ગીવ અપ ના કર! યુ હેવ બ્રાઈટ ફ્યુચર એન્ડ કેરીયર અહેડ! ભવિષ્યની ચિંતામાં અત્યારની સફળતા કેમ પાછી ઠેલે છે?”- તમને થોડે ઘાને અંશે વાત સાચી પણ લાગી...
અને તમે વિચારી રહ્યા –“મારે અનિવાર્ય સંજોગોમાં ગમતી ઓપ્શન કે કેરીયર છોડવું જ પડે એ પહેલા જ હું કેમ આશા છોડી રહી છું?”
***
આજે આમ અચાનક આવી એકબીજાથી કૈક જુદી એવી વાતોને સાંકળવાનું એક કારણ છે.
“શા માટે આપણી પાસે ખુબ જ ઓછી ફીમેલ લીડર્સ છે?” – એ વિષય પર આપણા સૌના ચહિતા ફેસબુકની એકમાત્ર મહિલા સી.ઓ.ઓ. શેરિલ સેન્ડબર્ગની એક થોટ પ્રોવોકીંગ ટેડ-ટોક હાલમાં જ સાંભળી.
ઉપર કરેલી ત્રણે વાર્તાઓ- શેરિલે રજુ કરેલા ત્રણ પ્રોબ્લેમ્સ છે- જે કારણોથી વધુ મહિલાઓ પ્રોફેશનલી ટોચ પર પહોંચી શકતી જ નથી. ક્રમાનુસાર - પહેલી વાર્તા મુજબ- શેરિલ કહે છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓ ઘણું ખરું વધુ સિન્સિયર, કાર્યદક્ષ અને આઉટ પરફોર્મિંગ હોય છે પરંતુ- મહિલાઓ મોટે ભાગે પોતાની જાતને અન્ડર એસ્ટીમેટ કરે છે, પોતાની વેલ્યુ સમઝતી જ નથી! બીજી વાર્તામાં કહ્યા જેવું જ કૈક શેરિલ પણ કહે છે- વિશ્વભરમાં થયેલા સંશોધનો પરથી સ્પષ્ટ છે કે વર્કિંગ કપલ્સમાં પત્ની કાયમ પતિ કરતા બમણું ઘરનું કામ અને ત્રણ ઘણી બાળકોની દેખરેખ રાખે છે. અર્થાત જીવનસાથી સમાન-સરખો જવાબદારીનો હિસ્સો ક્યારેય લેતો જ નથી અને સરવાળે પત્નીની કેરીયર અને સક્સેસ સેક્રીફાઈઝ થાય છે-કમને! ત્રીજી વાર્તામાં વર્ણવ્યું એવા કિસ્સાઓને અનુલક્ષીને શેરિલ શિખામણ આપે છે કે –ડોન્ટ લીવ બિફોર યુ લીવ! જવાબદારી, પરિવાર કે સંબંધોની માંગણીએ જો કેરીયર સાથે બાંધછોડ કરવી જ પડે તો પણ એ માટે ઉતાવળ કરવી નહિ! જ્યારે પરિવાર, પ્રેમ અને બાળકોની જરૂરીયાત અને પરિસ્થિતિ અનિવાર્ય બને ત્યારે અલબત્ત છોડવું- પરંતુ એ પહેલા દરેક તક/દરેક કામને ઉત્સાહ-હોંશ અને પૂરી મહેનતથી કરવું. છેલે સુધી લડી લેવું!
આવો બદલીએ આંકડાઓ, વધારીએ ફીમેઇલ લીડર્સની સંખ્યા અને શેરિલની જેમ અપવાદ સર્જીએ- પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ટ પ્રદાન કરીને!
   
શેરિલ સેન્ડબર્ગ એક માં છે, પત્ની છે, જે પરિવાર અને પ્રોફેશન સંભાળે છે અને સાથે સાથે એના ક્ષેત્રમાં પણ ઊંચાઈઓ મેળવી ચુકી છે.

શેરિલ કરી શકે તો આપણે કેમ નહિ? 

Comments

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…