***
અચાનક
આજકાલ રોજના એ જ રસ્તાઓ પર લાલ રંગ વધુ જોવા મળે છે.. (જાણે બીજા બધા કલર્સને દેશ
નિકાલ આપી દીધો હોય!)
એકસામટા
ખુબ બધા મોટા મોટા સફેદ કલરના ટેડીબીયર્સ હાથમાં “આઈ લવ યુ” લખેલું લાલ દિલ
લઈને છેક રોડ પર આવી બેસે છે! (“આઈ લવ યુ” લખેલા દિલ જ રસ્તા પર આવતા હશેકે શું? )
મોટા
મોટા હોર્ડીંગ્સ પર, ટીવી-રેડીઓ-ન્યુઝ
પેપરની જાહેરાતોમાં પણ – તમે આ વેલેન્ટાઈન્સ ડે પર શું
કરવાના છો?- એ ચિંતા સાથે સલાહ, સુચનો
અપાય છે! (કેન્ડલ લાઈટ ડિનર, ડીજે પાર્ટી, સરપ્રાઈઝ ગીફ્ટ વિગેરે પહેલેથી જ પ્લાન
ના કરો તો તમે શહેઝાદે સલીમના અબ્બુ જેવા બોરિંગ, નોટ
હેપનિંગ, ખડ્ડુસ અને ઓલ્ડ ચિતરાઈ જાઓ!)
એક
એવો તહેવાર જે ઓફિશિયલી ભલે તહેવારના લીસ્ટમાં નથી- પણ એનું સેલેબ્રેશન પાંચ
વર્ષના બચ્ચાઓથી લઈને પંચાણું વર્ષના બુઝુર્ગો પણ હોંશે હોંશે કરે છે- શું છે આ
વેલેન્ટાઇનસ ડે?
પહેલાના
જમાનામાં દિલમાં જન્મેલી આ ઈશ્ક્વાળી ફીલિંગ્સ દિમાગ સુધી પ્રોસેસિંગમાં પણ નાં જઈ
શકતી એટલી સિક્રેટ રહેતી. મર્યાદા,
શરમ, સંકોચ, સંસ્કાર
જેવા ભારેખમ શબ્દોની આડાશમાં પ્યાર-ઇશ્ક-મહોબ્બતની છુપી-નાજુક લાગણીઓ ક્યાય દફનાવી
દેવાતી- દેવી પડતી! અને આજે...? આજે હાજર છે એક તહેવાર જે
તમને છૂટ આપે છે તમારી લાગણીઓ અને પ્રેમ એક અદા, અલગતા કે
નાઝાકતથી વ્યક્ત કરવાની! ના, આપણે
વેલેન્ટાઈન્સ ડે પર નિબંધ નથી લખવો।. માત્ર આનંદવું છે એ અનુભૂતિ સાથે કે -
વેલેન્ટાઇન્સ ડે ના અવસરે આપણે ક્યારેય ના જતાવેલી લાગણીઓ પણ શબ્દો, ભેટ કે કોઈ બીજા માધ્યમ દ્વારા વ્યક્ત કરી શકીએ છે! પહેલા આપનણે માત્ર
પ્રેમ કરી શકતા હતા, હવે દિલથી, મુક્તતાથી
- એ પ્રેમ કરવાના નીજી સત્યને જાહેરમાં સ્વીકારી પણ શકીએ છે!
તો
આ 14મી ફેબ્રુઆરીએ તમે કોને જતાવવાના છો તમારી સંવેદનાઓ? આ કોણ વાંચતા વાંચતા
શરમાઈ ગયું? કોને આ વિચાર સાથે ગાલ પર ખાડા પડી ગયા?
આ વેલેન્ટાઈન-પુરાણ વાંચતા વાંચતા કોનું એફ.બી ડીપી/વોટ્સ એપ
પ્રોફાઈલ પીક/ખીલ ખીલતું હાસ્ય કે મહેકતું અસ્તિત્વ યાદ આવી ગયું?
અચાનક
જાણે આજે
હું ઈન્ટરવ્યું લેવાના મુડમાં છું!
આપની
પરમીશન હોય તો થઇ
જાય "કોફી વિથ ભૂમિકા"?
પ્રશ્ન
પૂછનાર છું હું - અને જવાબ આપનાર પણ હું...(કદાચ તમારા સૌમાં તમને આ
"હું" અને એના જવાબો ચોક્કસ મળશે!)
***
પ્રશ્ન:
"14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન્સ ડે કેમ ઉજવવામાં આવે છે?"
જવાબ:
"આવા અઘરા પ્રશ્નો ગુગલને પૂછવા અમને નહિ! (બાય ધ વે જેમ આપણે ત્યાં પ્રેમ(!!!)નો પ્રચાર
પ્રસાર કરવાનું કામકાજ હમણાં થોડા સમયથી એશોઆરામ બાપુ એન્ડ કંપનીએ લીધું છે...
એનાથી કૈક જુદા પ્રકારના પ્રેમ( <3)નો પ્રસાર કરવાનું કામ
પશ્ચિમી દેશોમાં સૈકાઓ પહેલા વેલેન્ટાઈન નામના સંત
કરતા- એમ ગુગલદેવ દ્વારા જાણવા મળ્યું છે! જેમની યાદમાં 14મી ફેબ્રુઆરીએ
વેલેન્ટાઈન્સ ડે ઉજવવામાં આવે છે! -- આ સાંભળીને દયા કરી એશોઆરામ-ડે, શશીથરુર-ડે, નિર્મલબાબા-ડે ઉજવવાની પ્રસ્તાવના મુકવી
નહિ!)
પ્રશ્ન:
"આપ વેલેન્ટાઈન્સ ડે ઉજવો છો? આઈ મીન આવા ડેયઝની
ઉજવણીમાં માનો છો?"
જવાબ:
"ભારતીય સંસ્કૃતિના સભ્ય,સંસ્કારી, સુશીલ,શાલીન,
સૌમ્ય અને બીજા ઘણા વિશેષણોવાળા અમે સાયન્ટીફીક રીઝન શોધ્યા વગર
એકવીસમી સદીમાં ઋષિપંચમી અકા(એટલેકે) સામા પાંચમ જેવા તહેવારો પણ ધર્મ અને ભવાનના
કોપની બીકે ઉજવીએ છે - તો દિલ અને દિમાગ બંનેને ગમે એવો તહેવાર તો ઉજવવાના જ ને!
અમે દિલને ખુશી અને દિમાગને સુકુન આપે એવા બધા ડેયઝ સેલીબ્રેટ કરવામાં માનીએ છે-
સનડે હોય કે વેલેન્ટાઇન્સ ડે!“
પ્રશ્ન:"
જાણીને આનંદ થયો કે તમે આ પ્રેમોત્સ્વ ઉજવો છો. હું ઈઝ યોર વેલેન્ટાઈન ધીસ
યર?"
જવાબ:
"દર વર્ષે વેલેન્ટાઈન બદલી શકાશે એવું અમારા સિલેબસમાં હતું જ નહિ! આ યર્લી
રીન્યુ કે ચેન્જ કરાય એવો વેલેન્ટાઈનનો કન્સેપ્ટ ગમ્યો!"
પ્રશ્ન:"ગ્રો
અપ! આઈ એમ નોટ આસ્કીન્ગ અબાઉટ રોમીઓ-જુલીએટ ટાઈપ્સ લવ ઓન્લી. કેટલા નેરો માઈન્ડેડ
છો તમે...વેલેન્ટાઇન તો કોઈ પણ હોઈ શકે, જેને તમે ચાહો છો! તમારો જીવનસાથી, એક્સ-બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ, બેસ્ટ બડ્ડી, કમ્પેનિયન, મમ્મી, પાપા,
ભાઈ-બહેન! અચ્છા, લેટ અઝ પ્લે અ ગેમ- હું
પૂછું એનો જવાબ આપો - એન્ડ વી વિલ ફાઈન્ડ આઉટ યોર વેલેન્ટાઈન!"
જવાબ:"ઇન્ડિયન
આઇડોલ જેવા સડું કે
સ્પીટ્સ વિલા/રોડીઝ જેવા વલ્ગર ક્વેશ્ચન નહિ પુછોને?"
પ્રશ્ન:"ના
રે આપનણે તો તમારા વેલેન્ટાઈનની ખોજ કરવાની છે! ચાલો લેટ્સ સ્ટાર્ટ! જ્યારે તમે
એકલા હોવ છો- તમે શું વિચારો છો?
તમારા દિલો-દિમાગમાં કોણ અને શું હોય છે?"
જવાબ:"હું
એકલી હોઉં ત્યારે... હું ગુનગુનાઉ છું - "જબ કાલી ઘટા
છાયે।.ઓ..રે..હો..રે..ઓ... અંધેરા સચ કો નિગલ જાયે, જબ દુનિયા સારી ડર કે આગે સર અપના ઝુકાયે, તું શોલા બનજા, વોહ શોલા બન જા, જો ખુદ જલ કે જહાન રોશન કર દે - એકલા ચાલ્બો રે..." અને હા.. ક્યારેક
સીલીન્ડીઓનની જેમ ગઈ પણ ઉઠું કે- "ટીલ નાવ આઈ ઓલ્વેઝ ગોટ બાય ઓન માય ઓવ્ન,
આઈ નેવર રિયલ્લી કેર્ડ અનટીલ આઈ મેટ યુ! એન્ડ નાવ ઈટ ચીલ્સ મી ટૂ ધ
બોન.. હાવ ડુ આઈ ગેટ યુ અલોન? અલોન...અલોન...અલોન.."
પ્રશ્ન:"અચ્છા, તો તમે જવાબ આડકતરી રીતે આપશો-
ગીતો દ્વારા? મઝા આવશે તમારો વેલેન્ટાઇન શોધવાની! હવે એમ કહો
તમે ખુબજ ખુશ હોવ છો ત્યારે એ ખુશી કોની સાથે અને કેવી રીતે શેર કરો છો? આઈ મીન કેવી રીતે એક્સપ્રેસ કરો છો?"
જવાબ:"હું
ખુબ જ ખુશ હોઉં છું ત્યારે હું ફીલ કરું છું કે-"નાં લફ્ઝ ખર્ચ કરના તુમ, નાં લફ્ઝ ખર્ચ હમ કરેંગે.નઝરકી કંકડોસે, ખામોશિયોકી ખિડકીયા યુ તોડેંગે, મિલા કે મસ્ત બાત ફિર કરેંગે...ના હરફ ખર્ચ કરના તુમ, ના હરફ ખર્ચ હમ કરેંગે... નઝરકી સ્યાહીસે લિખેંગે તુઝે હઝારો ચિઠ્ઠીયા,
ખામોશ ખિડકીયા તેરે પતે પે ભેજ દેંગે... સુન ખનખનાતી હે ઝીંદગી,
સુન હંમે બુલાતી હે ઝીંદગી- જો કરના હે, વો આજ
કર.. ના ઇસ કો ટાલ બાવરે.." અને મારી ખુશીઓ બેવડાઈ
જાય અને ખુશ થવાના કારણો વધી જાય!"
પ્રશ્ન:"
ફરીથી જવાબ માં સોંગ! અચ્છા.. જો કોઈ પોતાનું ખુબ જ કરીબ એવું કોઈ ચીટ કરે, દિલ તોડે તો તમે કેવોક ગુસ્સો
કરો? ખબર છે ને જેને સૌથી વધુ
પ્રેમ કરીએ એના પરજ સૌથી વધુ ગુસ્સો આવે..."
જવાબ:
"મને ગુસ્સો આવે, પણ તરત
શાંત પણ થઇ જાય. હા લાગણીઓ કચડાય ત્યારે અનાયાસેજ એનરીકનું આ સોંગ દિલથી મમળાવી જવાય - "... એન્ડ ઇવન ધો ધ
ફીલિંગ્સ બિન ગોન, આઈ જસ્ટ વોન્ના બી હિઅર ટુ પીક અપ લીટલ
પીસીસ ઓફ રીમેઈન્સ। આઈ એમ ગોઇંગ ડાઉન, ધ પ્લેન ઈઝ સ્મોકિંગ,
એન્ડ થે ઓન્લી વન- હું કેન સેવ મી ઈઝ યુ બત યુ વોન્ના થ્રો મી અવે..
અવે...અવે.. ઓહ વ્હાય?" - જાણે મારો બધો ગુસ્સો શબ્દોથી
ઠલવાઈ જાય!”
પ્રશ્ન:”ઠીક
છે, લાગે છે હવે સીધું જ પૂછવું પડશે..- તમને કોઈના પર ખુબ જ પ્રેમ આવે ત્યારે તમે શું કરો? કેવી રીતે વ્યક્ત કરો?”
જવાબ:”આહ,
આતો મારો મનગમતો પ્રશ્ન, મને તો ખુબ નાની નાની વાતોમાં પ્રેમ ઉભરાઈ આવે..અને
કહેવાનું મન થાય કે-“તુમ આયે તો આયા મુઝે યાદ ગલીમે આજ ચાંદ નિકલા, જાને કિતને
દિનો કે બાદ ગલીમે આજ ચાંદ નિકલા...” અને પાછુ આકાશવાણીનું ગીત એકદમ પરફેક્ટ ફીટ
બેસે એમ ગાવાની ઈચ્છા થાય કે-“ ઇક તેરી ઘૂંટમેં બેહ્કી સી મૈ હો ગયી..પી કે તેરી
ખુશ્બુએ મેહ્કી સી મેં હો ગયી.. બહેકી બહેકી ઝુમું, મહેકી મ્હેકી ઘૂમું, શૈતાની
રાહોકા નયા કદમ તુમ હો! જાને કીસ શાયર કા ઝૂઠા વહેમ તુમ હો..!”- અને મારી પ્રેમની
લાગણીઓમાં શરારતનો મસાલો પણ ભળી જાય!”
પ્રશ્ન:”તમે
તો મારા બધા પ્રશ્નોને સોન્ગ્સમાં ગઈ નાખ્યા- પણ જવાબ નાં જ મળ્યો! લાગે છે સીધ્ધું
પૂછી જ લેવું પડશે- કે તમે આંખ બંધ કરો ત્યારે કયો ચહેરો દેખાય છે, જ્યારે દુખી
હોવ કોણે શોધો છો-કોણ તમને શાતા આપે છે? જ્યારે એકલા હોવ તો કોની કંપની ઝંખો છો?
ખુબ ખુશ હોવ તો કોની સાથે એ ખુશી શેર કરવાનું મન થાય છે?- આ બધા પ્રશ્નો નો જવાબ
એટલે તમારો વેલેન્ટાઇન...”
જવાબ:”હમમ,
આ કરી બંધ આંખો.. અને મને દેખાય છે એ જે કાયમ, હર હમેશ મારી સાથે અને પાસે હોય છે!
હું દુખી હોઉ તો એ મારું દુખ દુર કરે છે, હું થાકી જાઉં તો મને ચીયર કરે છે, હું
ગુસ્સે થાઉં તો મારો મુડ સુધારી ડે છે, હું ખુશ હોઉં તો મારી ખુશી બેવડી કરી દે
છે! જે મારા અસ્તિત્વમાં કોણ જાણે ક્યારથી છે...અને ક્યારેય મારાથી દુર નહિ થાય!”
પ્રશ્ન:”કોણ
છે એ? નામ તો આપો? બહુ સસ્પેન્સ ક્રિએટ કર્યું!”
જવાબ:”
અરે આટલી બધી વાર તો એને યાદ કર્યો. દરેક પ્રશ્નના જવાબમાં... મારો વેલેન્ટાઇન
એટલે મ્યુઝિક-સંગીત! જે મને મારા મુડને અને મારા અસ્તિત્વને સંભાળે અને નિખારે
છે!”
***
તો
તમારે પણ “મ્યુઝિક” સાથે આવું જ તાદામ્ય ખરુંને?
તો
બનાવો “મ્યુઝિક”ને વેલેન્ટાઇન અને ઉજવો આ ૧૪ ફેબ્રુઆરી નવા સુરમાં!
Comments