Skip to main content

Posts

Showing posts from January, 2014

લાઈફ સફારી~૫૬: સત્યના યુદ્ધને અવગણવું કે સામનો કરવો?

***  “ આર યુ શ્યોર? તું પાછળથી તારું સ્ટેટમેન્ટ બદલીશ નહિ ને?”- જ્યારે સત્ય માટે આગળ પડવાની કે લડવાની વાત આવે તો હર-હમેશ તમે તૈયાર જ હોવ છો, પરંતુ આજે વાત બીજાના સત્યને ટેકો કરવાની છે. “હા મેડમ. મેં બહુ વિચાર્યું, હું મારા સત્યની સાથે જ રહીશ. જે મારી સાથે થયું એ બીજા કોઈ સાથે ના જ થવું જોઈએ.”- દરેક શબ્દ ભાર દઈને બોલતો એ માસુમ ચહેરો એકદમ મક્કમ લાગ્યો. “એક વાર ફરી વિચારી જો. પાછળથી દબાણ કે ઈમોશનલ એબ્યુઝને વશ થઈને તું જો તારી વાત બદલી નાખીશ તો મારી મુશ્કેલીઓ વધી જશે.”- તમે ધરમ કરતા ધાડના પડે એ વિચારે ફરી પૂછી રહ્યા. “હા, હું મક્કમ છું.”-એની ભીની આંખોમાં કોણ જાણે કેમ તમને બીજું ઘણું બધું દેખાયું. અને તમે વિચારી રહ્યા- શું આ એજ છોકરી છે જે બે દિવસ પહેલા ડરી-સહેમી પોતાની પાસે આવી હતી? શું આ એજ છોકરી છે જે એક શબ્દ બોલતા પણ ખચકાતી હતી? *** “મેડમ, તમે આજે ક્યારે ફ્રી છો?” – તમે લેક્ચર પતાવીને બહાર નીકળ્યા અને પાછળ એક વિદ્યાર્થીઓનું ટોળું ધીમેકથી આવીને પૂછવા લાગ્યું. “બપોર સુધી મારે કોઈ લોડ નથી. શું કામ હતું?”- તમે તમારું આજનું શિડ્યુલ યાદ કરીને જવાબ આપ્યો. “કઈ નહિ મે...

લાઈફ સફારી~૫૫: માતૃત્વ – મહાનતા અને ભગવાન સમક્ષતાથી પરે!

***  “વિચાર આવે છે-  આ બીજ પુરુષનું છે, પોતે છે માત્ર સંવર્ધક, છતાં પુરુષની શારીરિક જવાબદારી બાળક માટે કશી નથી! જે કઈ બધું બને છે તે માત્ર પોતાના જ શરીરમાં...તો પણ આ અવસ્થામાં મારે ક્યારે મુકાવું, એની પસંદગી કરવાની તક મને આપવામાં આવી નથી! બાળકો નથી ગમતા એમ નથી, પણ એ સંબંધમાં મારે કશું કહેવાનું હોય, એ કોઈ સ્વીકારતું નથી! લગ્ન કર્યા એટલે થોડા વખતમાં બાળક થવું જ જોઈએ એવી અપેક્ષા શા માટે રખાય છે?“-  તમે લાગણીઓને શબ્દોમાં બખૂબી ઢાળનાર કુન્દનિકા કાપડીયાની વિખ્યાત નોવેલ “સાત પગલા આકાશમાં” વાંચી રહ્યા છો.. શબ્દે શબ્દે જાણે અંદર કૈક સળવળાટ થાય છે. લગભગ ‘૮૪ની સાલમાં લખાયેલી આ નોવેલ આજના સમયમાં પણ કેટલી સત્ય છે એ વાત તમને અકળાવે છે! શું સમય બદલાય છે એમ સમાજ અને સ્ત્રીની પરિસ્થિતિ નથી બદલાતી? તમે સ્વગત પૂછી રહ્યા અને જાતે જ જવાબ આપ્યો- ના! નોવેલ્સ વાંચવામાં શતાબ્દીની સ્પીડ ધરાવતા તમે કોણ જાણે કેમ આ નોવેલના માત્ર ૪૦ પેજીસ જ વાંચી શક્યા છો- લગભગ એક મહિનામાં! એવું નથી કે ભાષા કઠીન છે, કે રસ નથી પડતો, પ્રશ્ન એ છે કે એક એક શબ્દ, એક એક વાક્ય અને એક એક પેજ પર, કઈ કેટલીય લાગણીઓ-વ્ય...

લાઈફ સફારી~૫૪: ઉતરાણ: પતંગ ચગાવવાનો તહેવાર કે કાપવાનો?

રોજ સાંજ પડે તમે ચાનો કપ લઈને બાલ્કનીમાં તમારી બાપ-દાદાના જમાનાની ઇઝી-ચેર પર ગોઠવાઈ જાઓ છો. રોજનો આ એક કલાક તમે પોતાની સાથે, પ્રકૃતિ સાથે વિતાવો છો, કૈક મનોમંથન તો કૈક જાત સાથે સંવાદ કરવામાં! ચાની ચુસ્કીઓ સાથે દિમાગ ક્યાંક દોડી રહ્યું હોય, પણ આંખો કાયમ મંડાઈ હોય બાલ્કનીની એકદમ સામેના લીમડાના ઝાડ પર. જેમ આ વૈભવી આલીશાન બંગલો તમારું નાનુંસુ રજવાડું  છે એમજ તમારા બંગલાની સામે પડતા લીમડાના ઝાડ પર એક કબુતરનું કુટુંબ રાજાશાહી સાથે રહે છે. રોજ સાંજે તમારા ટી-ટાઈમે જયારે તમે ચા-નો કપ લઈને બાલ્કનીમાં પોતાની ઇઝી ચેરમાં ગોઠ્વાઓ છો ત્યારે સામે પડતા લીમડાના ઝાડ પર સુંદર મઝાનો માળો બનાવીને રહેતા કબુતર-ફેમિલીને જોઈ રહો છો. ક્યારેક નર અને માદા કબુતર બચ્ચાઓને કૈક ખવડાવી રહ્યા હોય છે તો ક્યારેક પોતાની પાંખો વળે ગરમાળો આપી એકબીજાને વ્હાલ કરી રહ્યા હોય છે. પોતાની મસ્તીમાં મસ્ત આ કબુતર-કુટુંબ પણ જાણે તમારી રોજીંદી જિંદગીનો એક ભાગ બની ગયું છે. રોજ જેમના કલબલાટથી તમને આ ગૂંગળાવી દેતી શાંતિ અને અકળાવી દેતી અમીરીવાળા સો-કોલ્ડ પોષ એરિયામાં એક હુંફાળી મિડલ-કલાસી કંપની મળી છે એ કબુતર-કુટુંબ આજે ગેરહાજર લા...

લાઈફ સફારી~૫૩: વર્ચ્યુઅલ વર્લ્ડ, વર્ચ્યુઅલ સંબંધો, છતાં રીયલ આત્મીયતા

" ઓ માડી, એમ.આઈ.એલ(મધર ઇન લો), ગુરુમૈયા કીથ્થે હો? આટલા દિવસથી દર્શન નથી દીધા ક્યાં છો, કયા લોક માં છો? ઓલ ઈઝ વેલ ને?”-તમે હજુતો મેલ્સ ચેક કરવા લોગ-ઇન કર્યું અને હર્ષ – ચેટ વિન્ડોમાં સહર્ષ પ્રગટ થયો. “અરે, થોડી મેસ્ડઅપ છું થોડા દિવસોથી. ઓલ ઈઝ વેરી વેલ. નથીંગ ટુ વરી!”- તમે ઉતાવળે વાત ટાળવા નાનો જવાબ આપો છો. “હોય કઈ? તમને એક વિકથી ઓનલાઈન નથી જોયા, ના તો ફેસબુક પર તમારી કોઈ પોસ્ટ દેખાઈ છે- કુછ તો ગડબડ હે!”-તમે હર્ષનો મેસેજ વાંચી હસી પડ્યા. આજકાલ ઓન લાઈન થવું જાણે શ્વાસ લેવા જેટલું જરૂરી છે, એવામાં કામના શીડ્યુલમાં એકદમ બીઝી તમે એક વીકથી ઓનલાઈન નથી થયા એટલે મિત્રોને ચિંતા થવી સ્વાભાવિક છે! “અરે કઈ પ્રોબ્લેમ નથી, હા થોડી ચિંતા છે, વિદ્યાર્થીઓને લઈને ત્રણ દિવસ માટે એક કલ્ચરલ પ્રોગ્રામમાં જવાનું છે. પણ જે સિટીમાં જવાનું છે એ મારા માટે એકદમ નવી છે, હું ત્યાં કોઈને ઓળખતી નથી. પચાસ છોકરા-છોકરીઓની ટીમને લઈને નવી જગ્યાએ જવાનું, એમના રહેવા, ખાવા-પીવાની વ્યવસ્થા કરવાની- ખબર નથી પડતી શું કરું. મારા બધા રીલેટીવ્સને કોન્ટેક્ટ કર્યો, કઈ ગોઠવણ ના થઇ. વિદ્યાર્થીઓ અને બીજા સ્ટાફવાળા પણ મથી ર...

લાઈફ સફારી~૫૨: “દેખ લે તું દેખતે હુએ કેસા દીખતા હેં!”

આજે એક રોજીંદો સામાન્ય દિવસ છે અને રોજની જેમજ સહજ ઉતાવળમાં ઓફીસ જવા નીકળે છે. દોડતા ભાગતા આ શહેરના દરેક મિડલ કલાસી નોકરિયાતની માફકજ સહજ શેરિંગવાળી રીક્ષામાં ઘેંટા-બકરાની જેમ ગોઠવાય છે. દરેક મીનીટે નજર ઘડિયાળના દોડતા કાંટા અને દુશ્મનની જેમ રોજ રીબવતા ટ્રાફિક તરફ વાર-ફરતી મંડાય છે. દિમાગને થોડું કુલ કરવા અને આસપાસની મશીની રૂટીન પ્રોબલેમેટીક પરિસ્થિતિથી મોમેન્ટરી દુર જવા સહજ મોબાઇલના મ્યુઝિક મેનુમાંથી દિલને કરીબ એવા સોન્ગ્સ શોધીને શ્ફ્ફ્લ મોડમાં પ્લે કરે છે. મ્યુઝીકની મેસ્મરાઈઝીંગ દુનિયામાં સરકી રહેલો સહજ અચાનક અકળાય ઉઠે છે. એક અજાણ્યો અણગમતો સ્પર્શ સહજને પોતાની અસહાયતા અને મજબુરીનો અહેસાસ કરાવે છે. સહજ સહેજ સંકોચાઈને દબાઈને બેસી જાય છે, જેમ લજામણીનું ફૂલ અડવાથી કરમાઈ જાય છે એમ જ! પરંતુ સહજના ગભરાઈ જવાથી એ અજાણ્યા સ્પર્શની હિંમત વધી અને... સહજની આંખો ભીની થઇ ગઈ અને દિલ દુભાઈ ગયું. રોજનું થયું આ તો – એમ વિચારી નીચું જોઈને સહજ રીક્ષા ઉભી રહેવાની રાહ જોવા લાગ્યો. સહજે ગુસ્સામાં આંખો મોટી કરીને હિંમત કરીને કહ્યું- “સીધા બેસો ને!”. અને એક નફ્ફટ જવાબ મળ્યો સામેથી- “હાથ સીધા કરવાનો જ તો ક્યા...