લાઈફ સફારી, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર |
***
સીન-૧:
"હેલ્લો મેમ, આઈ હોપ હું તમને ડીસ્ટર્બ નથી કરી
રહ્યો! મેમ, તમારા લાસ્ટ યરના
ક્લાસના એક સ્ટુડન્ટની થોડી ઇન્ફોર્મેશન જોઈતી હતી. આઈ હોપ યુ વિલ નોટ માઈન્ડ!"- એક અજાણ્યા સજ્જન સભ્યતાથી અને
શાલીનતાથી પૂછી રહ્યા.
"
ઇટ્સ
પરફેકટલી ઓકે સર, બોલો , શું મદદ જોઈએ મારી ?" – મેં
કમ્પ્યુટરમાંથી ધ્યાન સામે બિરાજમાન સજ્જન તરફ દોર્યું.
"તમારા ક્લાસમાં એક સ્ટુડન્ટ છે "મિસ.એ", મારે એની માહિતી જોઈએ છે!"- સામે
બેઠેલા સાહેબ ધીરે રહીને ઉઘડવા લાગ્યા!
"સર, આઈ ફીયર, હું
કોઈ પર્સનલ માહિતી નહિ આપી શકું! છતાં આપને કેવી માહિતી જોઈએ છે ?"- મેં
શક્ય એટલી વિનમ્રતાથી જવાબ આપ્યો.
"માહિતી એટલે...
"મિસ.એ" વિષે તમે જે જાણતા હો
એ જ! એક્ચ્યુલી મારા સાળા
માટે, યુ સી લગ્નવિષયક એન્ડ
ઓલ ... "- મને એ સજ્જનને જવાબ
આપતા જેટલો ખચકાટ થતો હતો, એના કરતા હવે "સાહેબ" વધુ મૂંઝાઈ રહ્યા
હતા...
"એઝ આઈ નો, "મિસ એ" ઘણી સિન્સિયર છે, એકદમ રેગ્યુલર, સ્વભાવે નરમ, અને દેખાવે પણ ગમી જાય એવી છે ...
" - જવાબ આપતી વખતે મેં અત્યાર સુધી લગ્નવિષયક એડ્સમાં વાંચેલા બધા ટેગને
કન્સીડર કર્યા. અને હસી પડી, એ યાદ કરીને કે હમણાં જ રીસન્ટમાં વાંચેલી એક એડમાં કે
-એક ૪૫ વર્ષના લગ્નોત્સુક "નિર્દોષ ડિવોર્સી" યુવક [ ૪૫
વર્ષનો યુવક- હસના મના હે! ] ને - ૩૦-૩૫ વર્ષની સુંદર, સુશીલ ,સ્વીટ, સ્લીમ, સંસ્કારી
યુવતીની તલાશ છે.
"એમ નહિ! મેમ, આ બધી તો અમે તપાસ કરાવી... પણ એ ભણવામાં
કેવી છે? રીઝલ્ટ કેવું લાવે છે? કયા ક્લાસથી પાસ થાય છે? એને અત્યાર સુધીમાં કેટલી એટીકેટી છે? એવું
બધું... યુ સી - ફર્ક પડે ને આ બધી વાતોથી!" - સાહેબે ધીરે રહીને પ્રશ્નોનું
લીસ્ટ મારી સામે ધરી દીધું!
"તમારા સાળાને એની
સાથે લગ્ન કરવાના છે કે એને પોતાની કંપનીમાં જોબ આપવાની છે? " - હું જયારે આડા તેડા જવાબ આપું એટલે
સમજવું કે મારું ટેમ્પરેચર "અપ" છે.. પણ એ આ અજાણ્યા સજ્જનને કોણ
સમઝાવે?
"તમે સમઝ્યા નહિ મેમ, આ તો ભણવામાં સારી હોય તો બધી રીતે
સિન્સિયર હોય ને! અને વળી સેકંડ કે પાસ ક્લાસ લાવતી હોય તો ખબર પડી જ જાય કે રખડી
ખાતી હશે ... તમને બીજું શું સમજાવું? તમે તો મારા કરતા
દુનિયા વધુ જોઈ છે!" - સાહેબે એમનો પ્રશ્ન રીપીટ કર્યો!
"સોરી સર, હું નથી માનતી કે કોઈ વ્યક્તિનું
મૂલ્યાંકન એના રીઝલ્ટ, ગ્રેડ, કે માર્કશીટમાં છપાયેલા ક્લાસથી થવું
જોઈએ! અમે સ્ટુડન્ટસને ભણાવીએ છે, ફેક્ટરીમાં કોઈ વસ્તુ/ પ્રોડક્ટ મેન્યુફેક્ચર
નથી કરતા, જેના પર આ માર્ક/ ગ્રેડના પ્રાઈઝ ટેગ લગાડીને એને ઓળખવાનું હોય! બાય ધ વે, આપને
મળીને ખુશી થઇ, બીજું કઈ મારાથી થાય
એવું કામ હોય તો કહેજો, મારા ક્લાસનો સમય થયો
, મને રજાઆપો!" – મારી
જેમતેમ છુપાવી રાખેલી અકળામણ આખરે ગુસ્સો થઈને બહાર આવી ગઈ!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સીન -૨:
"ગુડ મોર્નિંગ મેમ, પ્રિન્સીપાલ સરનો કોલ હતો, તમને તરત મળવા બોલાવ્યા છે.. તમે જે
ક્લાસના ફેકલ્ટી એડવાઈઝર છો, એ ક્લાસની કોઈ મેટર છે તો તમારી ફેકેડ
ફાઈલ લઈને જ જજો! " - લેબ માંથી જેવી હું ડીપાર્ટમેન્ટમાં એન્ટર થઇ મને
"સારા સમાચાર" મળ્યા...
મારી જૂની કોલેજમાં એક ખુબ જ સરસ
કન્સેપ્ટ હતો "ફેકલ્ટી એડવાઈઝર- ફેકેડ"નો, પ્રત્યેક ફેકલ્ટીને ૧૫ થી ૨૦ વિદ્યાર્થીઓનું એક
ગ્રુપ સોંપવામાં આવતું, જેની એટેનડંસ થી લઇને
રીઝલ્ટ, પરફોર્મન્સથી લઇને
પર્સનલ મેટર્સની માહિતી ઓફિશિયલી/ અનઓફીશીયલી ફેકેડે રાખવાની રહેતી.
હું મારી ફેકેડ ફાઈલ સાથે પ્રિન્સીપાલ
સરની કેબીનમાં પહોંચી તો ઓલરેડી બે-ત્રણ બીજા ડીપાર્ટમેન્ટના ફેકલ્ટીસ હાજર હતા..
"મેમ, તમારી જ રાહ જોતા હતા, આજે "મેનેજમેન્ટ" સબ્જેક્ટના
લેકચરમાં વિદ્યાર્થીઓએ બહુ ધમાલ કરી.. સર પર્સનલીએ ધમાલિયા વિદ્યાર્થીઓને ઓળખાતા
નથી પણ આ લીસ્ટમાં છે એટલા પાંચ વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થીએ ધમાલ ચાલુ
કરી હતી.. મેં રીઝલ્ટ એનાલીસીસ કરાવ્યું તો આ પાંચમાંથી સૌથી ખરાબ રીઝલ્ટ જે
વિદ્યાર્થીનું છે એ રોલ નંબર-૧૦ પર જ અમને શંકા છે! તમે શું કહો છો?" - પ્રિન્સીપાલસરે પરિસ્થિતિ મારી સમક્ષ
રજુ કરી..
"સર, કઈ ગેર સમજ લાગે છે રોલ નંબર-૧૦ તો એકદમ
શાંત વિદ્યાર્થી છે!" - મેં મારી ફાઈલમાં રોલ નંબર-૧૦ની વિગતો
તપાસીને જવાબ આપ્યો!
"આ લીસ્ટમાં બાકી બધા
જ વિદ્યાર્થીઓ રેન્કર છે, આ કામ તો કોઈ ભણવાનો
આળસુ અને ડફોળ વિદ્યાર્થી જ કરી શકે!" - વિદ્યાર્થીઓની મસ્તીનું ટાર્ગેટ
બનેલા અને ગુસ્સાથી ધૂંધવાયેલા સરે એમનું લોજીક સમજાવ્યું!
"ના સર, રોલ નંબર-૧૦ ને હું સારી રીતે ઓળખું છું, એ ભણવામાં ભલે “ઢ” રહ્યો, કલ્ચરલ એક્ટીવીટીમાં એણે જીતેલા પ્રાઈઝીસનું
મારી પાસે આખું લીસ્ટ છે! લાસ્ટ કાઉન્સેલિંગ મીટીંગમાં એણે મને એના ૨-૩ આર્ટીકલ્સ
વંચાવ્યા હતા, એનું મોરલ લેવલ ખુબ જ
ઊંચું છે! એ આવી મેટરમાં ઇન્વોલ્વના જ હોય એમ હું નથી કહેતી, પણ એના પર શંકા કરવા માટેનું તમારું આ રીઝન મને એકદમ હાસ્યાસ્પદ લાગ્યું! ખાલી માર્ક કે ગ્રેડના જ ભરોસે આવું ટેગિંગ
કરીને આપણે એમને અન્યાય નથી કરતા ?"- ગુસ્સો મને માત્રએ વાતનો હતો કે શા માટે
બધાજ વિદ્યાર્થીઓને માપવા એક જ ફૂટપટ્ટી વાપરવાની? જ્યાં દરેક
વિદ્યાર્થીની સ્કીલ્સ, હોબી, આવડત, ઈંટરેસ્ટ, ગોલ , લાઈફ
પાસેની એક્સપેકટેશન એકદમ ભિન્ન હોય છે!
***
સીન ૩:
"ચાલને યાર લેકચર બંક
કરીએ!"- કેન્ટીનમાં સામે બેઠેલા ફ્રેન્ડને બરડે ધબ્બો મારીને બીજા ફ્રેન્ડએ
સજેશન આપ્યું.
"કોનો લેકચર છે? "-
લેક્ચર બંક કરવાના પ્રપોઝલને પાસ કરવા સામેવાળા ફ્રેન્ડએ કાઉન્ટર ક્વેશ્ચન
પૂછ્યો.
"ખબર નહિ! કોઈ નવી
ફેકલ્ટી છે, પહેલા પાછળવાળી કોલેજમાં
ભણાવતી હતી, ત્યાં મારો એક
ફ્રેન્ડ ભણે છે. એ કહેતો તો, બધું જ બાઉન્સર જાય એમના
લેકચર માં, એકદમ બોરિંગ છે! તને અને મને શું ટપ્પો પાડવાનો છે એમના લેક્ચરમાં?"- અપુન
સબ જનતા હે, ના રોબ સાથે પહેલો ફ્રેન્ડ બોલી ઉઠ્યો.
"તું તો આખી હિસ્ટ્રી
લઇને ફરે છે ને યાર! પણ પહેલેથી આવી ખોટી ઇમ્પ્રેશન બનાવવાની જરૂર? આપણે લાસ્ટ સેમમાં સૌથી
સારી અને એક્સ્પીરીયન્સડ ફેકલ્ટી કેટલા બધા સબ્જેક્ટ્સ ભણાવતી હતી? છતાં બાઉન્સર નહોતું
જતું? એક તો સબ્જેક્ટ પણ ટફ અને પાછું આપણે કઈ જ સીરીયસલી ના લઈએ- પછી
બાઉન્સર જ જાય ને?... તો એમાં ભણાવનાર ફેકલ્ટીનો કોઈ વાંક? આમ વગર વાંકે ઍને આવું ટેગ કે બોરિંગનું સ્ટીકર તું તો લગાવતા લગાવી
દેશે, અને
બીજા બધા વગર વિચારે એજ લેબલ કન્ટીન્યુ કરશે!"- કૈક વિચારીને સામેવાળો ફ્રેન્ડ ખુબ મહત્વની અને ઊંડી વાત કહી ગયો.
***
દરેક ઓબ્જેક્ટ [વસ્તુ] ના એટરીબ્યુટસ[લાક્ષણીકતા] મેઝર કરવા
યુનિટ હોય જ છે!
પણ સબ્જેક્ટ [હ્યુમન બીઈંગ]ના એટરીબ્યુસ રીલેટીવ- ફઝ્ઝી હોય છે, અન્મેઝરેબ્લ હોય છે ...
ઘણી વાર આ અજાણતા લાગેલા ટેગ, વ્યક્તિને નેગેટીવીટી અને હતાશા સુધી દોરી જાય છે!
પ્રાઈઝ ટેગ માત્ર વસ્તુને જ હોય વ્યક્તિને
નહિ!આવો પારખીએ વ્યક્તિ માત્રને એના હોવા પણાથી માર્ક, ગ્રેડ કે પરફોર્મન્સના પેરામીટરથી ઉપર!
Comments