“ તુમ લોગો કી ઇસ દુનિયા મેં, હર કદમ પે ઇન્સાન ગલત, મેં સહી સમઝ કે જો ભી કરું, તુમ કહેતે હો ગલત.. ” હોન્ડા સીટી માં મોહિત ચૌહાણનુ રીયલમાં રોકિંગસોંગ વાગી રહ્યું.. “ સબ-રજીસ્ટ્રાર ની કચેરી ” , બોર્ડ ની લગભગ બાજુમાં જ તમે ગાડી પાર્ક કરી, બાજુમાં ઝુકીલુ “ નો પાર્કિંગ ” નુ બોર્ડ જોયા વગર જ! બહારથી નામનો જ સફેદ ચૂનો લગાવેલી જૂની ઢબની બે માળ ની ઈમારત. બહાર છુટા છવાયેલા ટેબલો. તમને તમારી હોન્ડા સીટી થી લઈને હાથમાં રહેલા આઈફોન ફાઈવ સુધી ઓબ્ઝર્વ કરી ,પોટેન્શિયલ કસ્ટમર તરીકે માપી રહેલી સરકારી નજરો. “ હું પહોંચી ગયો છું અહી. પપેર્સ રેડી છે ને? હું ઇઝ કમિંગ વિથ પેપર્સ? અહી કોને મળવાનું છે? ” –તમે સત્તાવાહી અવાજે ઓર્ડર કર્યો. સામેથી ‘એજન્ટ-દસ્તાવેજ’નાં નામે મોબાઈલ માં સેવ થયેલો નંબર રણક્યો – “ સરજી, બસ મારો એક પંટર ઓન ધ વે જ છે. બધા પેપર્સ રેડી છે અને સાહેબ સાથે વાત પણ થઇ ગઈ છે ..બસ ૫ મીનીટ ની ફોર્માલીટી છે. ” અને સાચે જ તમારા એજન્ટનાં કહ્યા પ્રમાણે માત્ર ૫ મીનીટમાં બધું કામ પતી ગયું. પેપર્સ માં વિટનેસ નાં સિગ્નેચર કરવા પણ બે ડમી પપલુ તમારા એજન્ટનાં પંટરએ મેનેજ કરેલા છે એ જોઈન...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)