Skip to main content

લાઈફ સફારી~૯ : મારો વેલેન્ટાઈન અને હું!

લાઈફ સફારી, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર 


“એસ.એમ.એસ” – ફરીથી મારો મોબાઈલ ટહુક્યો!
સ્પેશિયલ ઓકેઝન્સ પર એસ.એમ.એસ પેઈડ થયા એટલે અગલી રાતે જ મિત્રો વિશિઝનાં વરસાદ અને “સો કોલ્ડ” લાગણીના ફુવારા ચાલુ કરી દે! અને આપણે કઈ અર્જુના વંશજ તો નથી જ એટલે એક એક બીપ ધ્યાનભંગ કરી, પ્રેઝન્ટેશન માં માંડ માંડ પરોવેલા દિમાગ ને કષ્ટ આપે!
મોબાઈલને સાયલેન્ટ અને દિમાગને લાઉડ કરી જેમ તેમ કામ પતાવ્યું. એક કામ પત્યું એટલે વર્કોહોલિક દિમાગને કૈક નવું કામ જોઈએજ, અને શરુ થઇ વિચારયાત્રા, જાત સાથે પ્રશ્નોત્તરી...
વેલેનટાઇન્સ એટલે ? – { શું જીવનસાથી કે બોય/ગર્લ ફ્રેન્ડ માત્ર? કે પછી પરિવાર, મિત્રો અને લેબલ-ટેગ વગરના લાગણીના સંબંધો પણ ? }
વેલેનટાઇન્સડે એટલે શું? – {જો એ પ્રેમ કરવાનાનો કે પ્રેમ જતાવવાનો દિવસ છે તો વર્ષ માં એક જ દિવસ કેમ?}
કોને વિશ કરું હું કાલે, જો પ્રેમ જતાવવા માટે વિશ કરવાનું છે તો? – { પતિ, બાળકો અને પરિવારને મારો પ્રેમ તો દિલથી અને ચીવટથી હું એમને માટે કરું છું એવા નાના મોટા કામથી લઇ- સવાર સાંજ બનતી રસોઈ સુધી વર્તાતો જ રહે છે!}
છતાં છે કોઈ એવું જેને પ્રેમ કરવાનું અને જતાવવાનું હું આટલા વર્ષોમા લગભગ ભૂલી જ ગઈ છું!- દિલ અને દિમાગ બંને એ જાણે સરખું રીમાઈનડર આપ્યું!
***
“હેપ્પી વેલેન્ટાઇન્સ ડે! “ – વિશ કર્યું મેં એ સ્પેશિયલ-વનને!
એક સ્વીટ સ્માઈલ અને પારદર્શક આંખોમાં લાગણીની ભીનાશ, જાણે કહી રહી- શુક્રિયા~ જહેનસીબ, આટલા વર્ષે પણ મારી યાદ આવી ખરી! 
“વાત યાદ કરવાની નથી, પ્રેમ અને યાદી તો યથાવત છે પણ પ્રાયોરીટીઝ બદલાઈ જાય છે!”- અનાયાસે જ બોલાઈ ગયું મારાથી, કાશ કાયમ આમ જ બોલી શકત સત્ય અનાયાસે-હમેશ!
“હા, હું જાણું છું, પ્રેમ નું લીસ્ટ હોય કે પ્રાયોરીટીનું, હું કાયમ જ હાશિયામાં!”- મારા સમવન સ્પેશીયલે નાનીસી કમ્પ્લેઇન કરી.   
“ચાલો તો આજે આ હાશિયાને મેઈન પેજ બનાવી દઈએ! આજનો આખો દિવસ માત્ર અને માત્ર તારી સાથે અને એ પણ તું કહે એમ! “- મારી મુસ્કુરાહટ આજે ઘણા સમયે રીયલ લાગી મને!
“ઓકે , તો શરૂઆત બ્રેકફાસ્ટ થી! આજે બ્રેકફાસ્ટમા બનશે ફ્રાઇડ ઈડલી અને અદરક ફૂદીનાવાળી ચા. “ – મારા વેલેન્ટાઈનએ સુચન કર્યું.
“પણ, બેબુ અને એના ડેડને બ્રેકફાસ્ટમાં પરાઠા જોઈએ અને મોમજી અને પાપાજીને થેપલા. ઈડલી નો વન લાઈક્સ ઓર ઈટ્સ ઇન ફેમીલી . “ – નજર નીચી અને અવાજ પણ, કદાચ પોતાની પસંદગીની નીચી પ્રાયોરીટી સાથેજ!
“મને ભાવે છે, તને પણ અલબત્ત , એમાં પણ ફ્રાઇડ ઈડલી તો એકદમ ફેવરીટ- ભૂલી ગઈ તું? “-  એક તીખી ફરિયાદ પણ મૂકી ગઈ એક મીઠી મુસ્કાન અમારા બંનેનાં ચહેરા પર.
“અને હા, આજે પેલો બ્લેક ડ્રેસ પહેરવાનો છે મહોતાર્માએ, અલોંગ વિથ પેલી ગ્રે હિલવાળી સેન્ડલ. “- ઈડલીનાં ડોઝ સાથે જાણે નવી ફરમાઈશોનો ખજાનો ખુલતો ગયો.
“જેમ મારા વેલેન્ટાઈનની વિશ, આજે તો એઝ યુ સે! પણ ... યુ નો ઇટ! ઘરેથી પાબંદી છે બ્લેક કલર પહેરવાની. કોણ જાણે કેટલા વર્ષો થયા એ સ્પેશિયલ બ્લેક ડ્રેસ પહેરે. અને હાય હિલ પહેરું એટલે બેબુના ડેડ ની કટ કટ ચાલુ ... શું જરૂર છે આ બધાની ?” – અંદર કૈક ખૂંચ્યું પણ એ તો કદાચ હવે રોજ નું જ!
“જરૂર છે એટલે જ કહું છું! બ્લેક કલર તારો અને મારો બંને નો ફેવરીટ કલર છે! અને હાય હિલનો તો તને કેટલો શોખ હતો! કોલેજમાં તારું હાય હિલ્સ ભરેલું રેક અને આજે તું પહેરે એ ઓલ્ડ ફેશન્ડ ફૂટવેર- યે બાત કુછ હઝમ નહિ હુઈ! “ – મારા વેલેન્ટાઈનની નાની નાની ફરમાઈશ જાણે મારી નાની નાની ઇચ્છાઓ, જે ક્યાંક અધૂરી, દબાયેલી અને ધરબી દેવાએલી હતી.
“હવે મારી ઉમર થઇ, સારું નાં લાગે, હાય હિલ અને એવું બધું...”- ચા નાં છેલ્લા સીપ સાથે જાણે જીન્દગી ને પણ ઘૂંટડે ઘૂંટડે ઉતારી રહી, ભાવે કે નાં ભાવે- ફરિયાદ વગર, હસતા હસતા, કાયમ ની જેમ!
“અચ્છા, આજે તારે ઓફીસમાં લંચબ્રેક પડે એટલે આપણે ક્રોસવલ્ડૅ જવાનું છે. થોડી મસ્ત બુક્સ ગીફ્ટ કરવી છે મારે મારા વેલેન્ટાઇનને...” – સ્પેશિયલ હોવાની એ ફીલ, આ શબ્દોથી જીવંત થઇ અને વિચાર આવ્યો- કેમ આપણને સ્પેશિયલ ફીલ કરાવા પતિ/પ્રેમી , બાળકો કે પરિવાર જરૂરી છે? કેમ પોતાની જાતને જાતે જ એપ્રીશીયેટ કે એડોર નથી કરતા આપણે?
“ડીલ! એમ પણ કોણ જાણે છેલ્લે ક્રોસવલ્ડૅ કે ઇવન લાઈબ્રેરીનાં પગથીયા હું ક્યારે ચઢી હોઈશ. પણ બુક્સ ખરીદવા હમણાં મારી પાસે કોઈ બજેટ નથી એટલે... “- અડધા બોલાયેલા શબ્દો પછી અડધા હું જાણે સ્વ-ગત બોલી ગઈ, વંકાઈ ગયેલી મારા વેલેન્ટાઈનની આંખો જોઈને.
“ બુક્સની વચ્ચે જ કાયમ ખોવાયેલી રહેતી તું આજે પોતાની જાતને જ તો ખોઈ નથી બેઠીને? બુક્સ માટેનું બજેટ તો બાજુ પર રહેશે, જાત માટેનું કોઈ બજેટ આટલા વર્ષોથી તે રાખ્યું છે? પતિ, બાળકો અને પરિવારને ચાહવામાં અને એમના તરફ તારી ફરજો નિભાવવામાં તું પોતાની જાતને  જીવવાનું જ ભૂલી ગઈ છે કદાચ! મા,પત્ની, વહુ , દીકરી અને બીજા સંબંધો ઉપરાંત તું પોતે પણ એક સ્વતંત્ર અસ્તિત્વ છે. જીવ પોતાની જાત ને, સમઝ મહત્વ પોતાનું! પ્રેમ કરવાની શરૂઆત કર પોતાની જાત ને ચાહવાથી!”- મારા વેલેન્ટાઈનનાં શબ્દો ઘુમરાઈ રહ્યા, મારી આસ-પાસ અને હિસાબ માંગી રહ્યા આટલા વર્ષો નાં વેલેન્ટાઈન્સ ડે નો અને મેં ધરાર નહિ જ કરેલા પ્રેમનો!
“આઈ ગેટ વિંગ્સ ટુ ફ્લાઈ.. ઓહ્હ આઈ એમ અલાઈવ...”- મોબાઈલ ની અચાનક વાગેલી રીંગટોન થી સાચેજ જાણે હું અલાઈવ થઇ.
“તો આજ આપ કિસે સબસે પહેલે વિશ કરને વાલે હે, કોન હે વો ખુશનસીબ! કોલ ક્જીએ ઇસ નંબર પર ઓર ભેજીએ આપકે વેલેન્ટાઈન કો એક પ્યારભર સંદેશ.”- સામેથી રેકોર્ડેડ જાહેરાત જાણે મશ્કરી કરી રહી મારી અને વેલેન્ટાઈન ડે બંને ની!
કોલ કટ કરી શોધી રહી હું મારા સમવન સ્પેશિયલ- મારા વેલેન્ટાઈનને!જેને યાદ છે મારી નાની નાની ખુશીઓ અને મોટા મોટા સપનાઓ પણ. જેને પ્રેમ કરવાનું હું વર્ષો થી ભૂલી ગઈ છું પણ જે આજે પણ મને ચાહે છે – જેવી છું એવી જ , કોઈ બદલાવ વગર!
કોણ ?
આસ પાસ નજર કરી. યાદ કર્યા હમણાજ કરેલા વેલેન્ટાઈન્સ સ્પેશિયલ વાયદાઓ અને રીવાઈન્ડ કર્યું એ સ્પેશિયલ હોવાનું ફીલ અને ...
સામે નજર પડી અને ખડખડાટ હસી પડયું.
સામે-મારો વેલેન્ટાઈન દેખાયો મને- અરીસા માં.
– હું , પોતે , બોલેતો અપુન - જાત્તે!
***
વેલેન્ટાઇન્સ ડે એટલે એક સ્પેશિયલડે!
 જીવનસાથી, બાળકો, પરિવાર, મિત્રો કે ઇવન લેબલ વગરનાં તો પણ સ્પેશિયલ એવા બધા જ પ્રકારના દિલોજાન સ્નેહીજનોને ચાહવા અને એમને આ પ્રેમની ઇન્ટેન્સિટી મહેસુસ કરાવવાનો દિવસ!
પણ શું બધાને ચાહવામાં આપણે ભૂલી નથી જતા – પોતાની જાતને પ્રેમ કરવાનું?
પોતાનું મહત્વ અને પોતાની ખુશી જો આપણે જ ભૂલી જઈએ તો બીજું કોઈ પણ યાદ શું કરવા રાખે?
આવો આ વેલેન્ટાઈનડે પર ઉજવીએ પોતાની જાત સાથેનો પ્રેમ અને બનાવીએ પોતાની જાતને જ પહેલો વેલેન્ટાઈન!

Comments

Anonymous said…
બિલકુલ સાચી વાત છે..બધાને માટે અલગ અલગ વ્યક્તિ બની ખુસ રાખવા માટે ઘણા દિવસો હોય છે પણ પોતાને માટે નહિ..વેલેન્ટાઇન દિવસ માત્ર કોઈક ની માટે નથી કે જે તમને ગમે છે અને પ્રેમ કરે છે..એક ડાયલોગ યાદ આવે છે
કરીના ઉવાચ: મેં અપની ફેવરેટ હું
તો ક્યારેક પોતાના એ ઓલ ટાઈમ ફેવરીટ સાથે પણ સમય વિતાવો જરૂરી છે..
Anonymous said…
agree.... :)

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…