Skip to main content

લાઈફ સફારી~૭ : અચાનક આટલી પાબંદીઓ કેમ લાગી ?

લાઈફ સફારી-૭, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન 

***

સોનું , આજ થી તારે બહાર રમવા જવાનું બંધ. ઘરકામ ને ભણવામાં જીવ લગાવ. હવે તું મોટી થઇ." - દીકરી ને કેમ કરી ને સમજાવવું,  શું સમજાવવું  અને આ કલયુગ માં હવે એને કેમ કરી ને સાચવવી એ ચિંતામાં મમ્મીએ  દીકરી ને રાતો રાત મોટી બનાવી દીધી!
" મોમ, આજે મારી બેડમિન્ટન ટુર્નામેન્ટ છે. હું ટોપ ફાઈવમાં સિલેક્ટ થઇ છું, પ્લીઝ લેટ મી ગો!" - એક તો તબિયત ખરાબ ને ઉપરથી મમ્મીની જોહુકમી, જાણે આજે આખી કાયનાત નારાજ છે બિચારી નવી સવી મોટી થઇ ગયેલી સોનું ઉપર!
"
ના,જરાય નહિ. હવે આ બધી ટુર્નામેન્ટ ને એવું બધું બંધ. સ્કુલ ને ટ્યુશન સિવાય ઘર ની બહાર નથી જવાનું. અને જો કંટાળો આવે તો ઘરકામ કરવાનું." - મમ્મી આજે કેમ આમ હિટલરી બીહેવ કરે છે એ બિચારી સોનું ને કોણ સમજાવે?
"
મોમ, હું બાજુમાં કિટ્ટીને ઘેર જાઉં? " - લગભગ રડમસ થઇ ગયેલી સોનું ને અકળામણ વધી. પોતે અચાનક આમ કેમ મોટી થઇ ગઈ ને આટલી બધી પાબંદીઓ કેમ લાગી ગઈ એ નાનીસી સોનું માટે નવું હતું. હમણાં થોડા દિવસ થી એને કમર અને પેટમાં બહુ દુખતું હતું, પણ મમ્મી ડોક્ટર પાસે ના જ લઇ ગઈ.
ગઈ કાલે તો લોહી પણ નીકળ્યું. અને મમ્મીને કીધુ તો મમ્મી કેવી અકળાઈ ગઈ. ચોક્કસ મેં જ કઈ ખોટું કે ખરાબ કર્યું હશે. મમ્મી પણ હવે કેવી ધમકાવે છે મને , જાણે મેં કઈ... અને એક ડૂસકું નીકળી ગયું...
"
કિટ્ટી ના ઘેર હવેથી રમવા નથી જવાનું. કિટ્ટીને રમવું હોય તો આવે આપણા ઘેર. ચંદાના ઘેર જવું હોય તો જા." - રાતોરાત જે બહેનપણીઓના ભાઈ હોય, એ મમ્મીના હીટ લીસ્ટ માં આવી ગઈ!
"
મમ્મી કિટ્ટી ના ઘેર ના જવાય અને ચંદા ના ઘેર જવાય એવું કેમ? "- મમ્મી નું આ બ્રાન્ડ ન્યુ લોજીક સમજવા સોનું કદાચ બૌ નાની હતી ક્યાંક તો મમ્મી ની સમજાવટ બૌ ટૂંકી હતી.
"
તને ના સમજાય, કિટ્ટી ને ભાઈ છે, હવે તારે બોયસથી દુર રહેવાનું, સમજી? હવે તું મોટી થઇ." - મમ્મીએ  ગોળગોળ સમજાવીને સોનુંનું મગજ ચકરાવે ચઢાવી દીધું.

***

"વીનું, સ્મિતાને સમજાવી દેજે કે એના ઘેર જે ચાલતું હોય તે, આપણા ઘેર આમ નહિ ચાલે!"- હજુ તો વિનય ઘરમાં પગ મુકે એ પહેલા મમ્મીના આજતક ન્યુઝ ચાલુ થઇ ગયા અને આજની તાઝા ખબર છે સ્મિતા નું કોઈ નવું પરાક્રમ.
"
મમ્મી શું થયું? હવે સિમ્મી એ શું કર્યું? "- વીનું ગભરાયો!
"
જો આપણું તો મરજાદી કુટુંબ, લાલજીની રોજ સેવા થાય ને એ પાળે નહિ તો મારા માથે પાપ ચઢે ! સમજાવી દેજે એને, કે ૭ દિવસ તો પાળવું જ પડશે! રાતે હું કાથીની પથારી કરી આપીશ, એના પર જ ઊંઘવાનું, એના આ ૭- ૮- દિવસ ના કપડા જુદા રાખવાના, અને આ કપડા જાતે જ ધોવાના, એના વાસણો જુદા રાખવાના અને કોઈને અડવાનું નઈ!" – વીનું વિચારી રહ્યો -સિમ્મી ઉર્ફે સ્મિતા ને જો આ લીસ્ટ પોતે ગણાવે તો ઝાંસી ની રાણી તો શું લડી હતી, એનાથી મોટી લડાઈ છેડાઈ જાય..
"
મમ્મી, તને તો ખબર છે, સિમ્મી નોકરી કરે છે, આ બધું કેમ ફાવે એમાં? હવે જમાનો બદલાયો છે.." - વીનું હજી વાક્ય પુરુ કરે એ પહેલા તો મમ્મી નું સાસુપણું ત્રાટક્યું ....
"
હા , લગ્ન થયા એટલે હવે તારા માટે બધાને બદલાવાનું ? જમાનો બદલાઈ ગયો હશે, પણ ધર્મ અને ભગવાનની ભક્તિ તો શાશ્વત છે! એની સાથે તું પણ પાપનો ભાગીદાર ના બન એને છાવરી ને! તારી મોટી ભાભી-સ્નેહા નથી પાળતી? જો સ્નેહા બધું પાળી શકે તો તારી સિમ્મી કાચની ઢીંગલી છે? "
"
લે આ સિમ્મી પણ આવી ગઈ, એને જ કહી દે જે કહેવું હોય એ!"- સિમ્મી જોબ પર થી આવતાની સાથે જ સાસુમાં કી અદાલત માં હાજર થઇ!
"
મમ્મીજી, શું થયું ? " - આખા દિવસની થાકેલીને પરસેવે રેબઝેબ સિમ્મી, ઘરમાં આવતા જ સમજી ગઈ કે કયો કેસ ચાલે છે!
"
સવારે જે મેં તને સમજાવેલું એજ વીનું ને કહું છું! તું તો અમારી વાત સાંભળે નહિ, એટલે વીનું ને સમજાવું છું. " - મમ્મીજી નો કટાક્ષ ક્યાંક ઊંડે ઉતારી ગયો સિમ્મી ને.
"
મમ્મી , આ પીરીયડસ માં ૭ દિવસ પાળવાનું, કોઈ ને નઈ અડવાનું, રસોડે નઈ જવાનું એની પાછળ સાયન્ટીફીક રીઝન છે, જેને આપણે જ રીતી રીવાજ માં ઢાળી દીધા છે અને... "
"
બેટા આ સાયન્સ ના પુંછડા અને લેક્ચર તમારે કોલેજ માં જ મૂકી ને આવવા. અહી ઘરમાં એજ થશે જે પહેલેથી થાય છે!" - અજીબ કોર્ટ છે આ જ્યાં સફાઈ રજુ કરવાની કે પ્રતિ દલીલ કરવાની પરવાનગી પણ નથી, સાંભળવાનો છે માત્ર ચુકાદો!
"
સોરી મમ્મીજી, જે વસ્તુ ખોટી છે એ મારાથી નહિ થાય! રસોડે નહિ અડવાનું, પણ વાસણ ને કપડા કરવાના , જેમાં છેલ્લે મમ્મીજી કે ભાભી સહેજ પાણી છાંટી દે એટલે બધું મારા અડવાથી અભાડાયેલું શુદ્ધ થઇ જાય! આ કેવો આરામ – જેમાં રસોઈ ના થાય પણ કપડા- વાસણ તો કરવા પડે? અને સૌથી હોરિબલ એ છે કે હું સેનેટરી પેડ વાપરું તો પણ તમારી પરંપરા અને નિયમો ખરડાય છે! આઈ જસ્ટ કાન્ટ યુઝ ક્લોથ, ઇટ સ્પ્રેડસ ઇન્ફેક્શન! અને જે દિવસો માં કમર તુટતી હોય, પગ દુખતા હોય, કાથી પર સુવાનું એન્ડ ઓલ!મારાથી નહિ થાય."
મમ્મી અને સિમ્મી ની પ્રશ્નાર્થ ભરી નજરો વીનું ને અકળાવી રહી.
દિલ અને દિમાગ એક અવાજે સંમત હતા સિમ્મી સાથે પણ.. નિયમો , ધર્મ , ભક્તિ, પાળવાનું ને એવું બધું ...
"
સિમ્મી , ટ્રાય તો કર! મમ્મી અને ભાભીથી થાય તો તારાથી કેમ ના થાય?" - વીનું અટકતા, કચવાતા બોલ્યો...

અને સીમ્મીની આંખો બોલી રહી એ શબ્દો જે બોલવાની એની જીભને પરવાનગી નથી!


***

સદીયો અને દાયકાઓ પૂર્વે આપણા બુદ્ધિમાન, દુરંદેશી પૂર્વજોએ જે રૂઢી અને રીવાજ બનાવ્યા એ જે-તે સમયની જરૂરિયાત હતી!  
સમય બદલાય, એ સાથે બદલાય એજ ધર્મ અને પ્રથા ટકી રહે છે, નહિ તો એ તૂટે એ જ હિતાવહ છે!
મેન્સીસ , પીરીયડસ , ઋતુ સ્ત્રાવ ને એવું બધું ...
કેટલી ભારતીય માં પોતાની દીકરી ને સમજાવે છે વૈજ્ઞાનિક ઢબે?
જે  સમયમાં દીકરી પોતાના માનસિક અને શારીરિક ફેરફારોથી કન્ફ્યુઝ્ડ છે ત્યારે એના પર પાબંદીઓ લાદવી કેટલી વ્યાજબી છે? 
આ પાબંદીઓ લાદવાની જગ્યાએ જો એને સાચી સમજણ, સાચા સમયે આપાય તો કદાચ એને સમય પહેલા મોટી બનતા અટકાવી શકાય!
સ્ત્રી શરીરમાં એક પ્રોસેસ જે દર મહિને થાય છે, જેને ઋતુ ચક્ર કે મેન્સીસ કહે છે. એ જ કદાચ સ્ત્રીને એક નવા જીવ ને જન્મ આપવા સક્ષમ બનાવે છે, ભગવાનની કક્ષાએ પહોંચાડે છે. આ એ દિવસો છે જયારે સ્ત્રી ભગવાન ની સૌથી નજીક છે, પવિત્ર છે!
તો આ દિવસો માં કેવી આભડછેડ ?
"
વ્હાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ ?...  ઈટ્સ નોટ અ સીન . પિરિઅડ. "

Comments

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…