૨૬ જાન્યુઆરી , પ્રજાસત્તાક દિવસ સ્પેશિયલ - અવસર - પેજ-૩ "ધ્વજ વંદન કરવામાં કેટલું જોર પડે? " “ ૨૬ જાન્યુઆરી ઇઝ સેલીબ્રેટેડ એઝ રીપબ્લિક ડે એવરી યર ઇન ઈન્ડીયા. અવર ગ્રેટ ઇન્ડિયન કોન્સટીટયુશન વોઝ ફર્સ્ટ અપ્લાઇડ ઓન ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ . ” – એક નેતા ની અદાથી હાથ હલાવી હલાવીને બેબુ છેલ્લા ૧ કલાક થી પ્રેક્ટીસ કરી રહી અને છતાં બે જ લાઈન્સ પર સ્પીચની ગાડી અટકી જતી. બેબુની નર્વસનેસ અને પોપટ જેવી ગોખણપટ્ટી જોઈ અનાયાસે જ હસી પડાયું. “ મોમ , સ્ટોપ લાફિંગ. મારે કાલે સ્પિચ આપવાની છે. અને હેલ્પ કરવાની જગ્યાએ તમે તો મારું ફિઅર વધારો છો. કોન – સટી – ટ –યુશન ... મોમ , કેટલો ટ્ફ વર્ડ છે આ.. શું મીનીંગ થાય એનો? અને એવું તો શું થયું હતું ૨૬ જાન્યુઆરીએ કે આખી કન્ટ્રી આ દિવસે હોલીડે મનાવે ? ” – કન્ફ્યુઝ્ડ બેબુએ ફાયનલી એઝ ઓલ્વેઝ ‘ઓફ લાઈન ગુગલ’ એટલેકે મમ્મીની શરણ લીધી! “ ગુડ ક્વેશ્ચન! ઇન્ડિયન કોન્સટીટયુશન એટલે ભારતીય સંવિધાન, સાદા શબ્દો માં કહીએ તો આપણા દેશ નાં કાયદા-કાનુન, જેનો અમલ કરવા દરેક ભારતીય બંધાયેલો છે. વર્ષો પહેલા, ૧૯૪૭મા જ્યારે અંગ્રેજો આપણો દેશ છોડીને ગયા ત્યારે આપણા દેશમ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)