અને તમે બાલ્કનીમાં ઉભા-ઉભા નીચે રમતા બાળકોને જોઈ રહ્યા છો. અનાયાસે આંખો ભીની થઇ જાય છે. આંખ બંધ કરીને તમે આ આંસુઓને ખાળવા મથો છો અને …. અને …. બંધ આંખોની સામે તરવરી ઉઠે છે કેટલીક યાદોની ફ્રેમ્સ … સાયકલ પર ડબલ સવારીમાં “ એની ” સાથે કરેલી સફર , સ્કુલમાં “ એનું ” હોમવર્ક કરવાના બદલામાં ગણીને લીધેલી ડેરી-મીલ્ક્સ , વરસાદમાં બાલ્કનીમાં “ એની ” સાથે બેસીને પીધેલી કટિંગ ચાય , “ એની ” મોમને એની ગર્લફ્રેન્ડ્સની ગોસિપ કરીને “ એને ” ખવડાવેલો માર , એક્ઝામ પહેલા “ એની ” આળસ , રીઝલ્ટ આવતા ટોપ કરવા છતાં પાર્ટી ના આપવાના “ એના ” નખરા , “ એનો ” બ્રાન્ડેડ શર્ટજ પહેરવાનો એટીટયુડ , “ એનો ” એ દર બે દિવસે થઇ જતો સાચો-પ્રેમ અને દર ત્રીજા દિવસનો બ્રેક-અપ , “ એનું ” છુપાઈને મંદિરે જઈ તમારા રિઝલ્ટના દિવસે પ્રે કરવું , તમારી સગાઈના દિવસે “ એનું ” ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ , તમારા લગ્નનાં દિવસે “ એનું ” – હવે તું બીઝી થઇ જઈશ ની ફરિયાદ કરતા સહેજ ત્રાંસુ જોઈને રડી લેવું … અને ઘણું બધું! મોબાઈલ હાથમાં લઇ , વોટસ એપ ઓપન કરીને તમે તરત કોન્ટેક્ટ સર્ચ કર્યું- લડ્ડુ. અને મેસેજ ડ્રાફ્ટ કરતા કરતા … સવારે બ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)