લાઇફ સફારી - એટલે લાઈફ ને જીવી લેવું દરેક છેડે થી કચકચાવીને .. ભટકતા , રખડતા , ક્યારેક શરીફ તો કયારેક ઇનસેન બની જીવી લેવાની ખુમારી!
આવો મારી આ રખડપટ્ટી માં , મારી નજર માણો દુનિયા - લાઈફ સફારી ના સથવારે!
"લાઈફ સફારી "- એટલે ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર ની મંગળવાર ની સપ્લીમેન્ટ - વુમન ગાર્ડિયન નાં પેજ -3 પર શરુ થયેલી મારી કોલમ!
તો કરો સહન ... મારા અલ્લડ અને ફ્યુઝડ-કન્ફયુઝડ વિચારો હવે નિયમિત ...
લાઈફ સફારી - 1 ::
આવો મારી આ રખડપટ્ટી માં , મારી નજર માણો દુનિયા - લાઈફ સફારી ના સથવારે!
"લાઈફ સફારી "- એટલે ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર ની મંગળવાર ની સપ્લીમેન્ટ - વુમન ગાર્ડિયન નાં પેજ -3 પર શરુ થયેલી મારી કોલમ!
તો કરો સહન ... મારા અલ્લડ અને ફ્યુઝડ-કન્ફયુઝડ વિચારો હવે નિયમિત ...
લાઈફ સફારી - 1 ::
લગ્ન, મેરેજ, લવ મેરેજ , એરેન્જડ મેરેજ, એરેન્જડ લવ મેરેજ ... એક્સેત્રા....
ઉપરના બધા શબ્દો માં સૌથી ડેન્જર ને છતાં સૌથી લોભામણો શબ્દ છે "એરેન્જડ લવ મેરેજ"...
કોઈ પણ બે વિરુદ્ધ પ્રકૃતિ ને મિક્સ કરતા જે લોચો [ સુરતી લોચો ની રે.. ] થાય એવો ભયંકર લોચો એટલે "એરેન્જડ લવ મેરેજ" ..
માનવામાં નથી આવતું ..
તો સાંભળો .. ના રે વાંચો થોડા સંવાદો , પ્રેમ ને માતા પિતા ની મરજી નો થપ્પો લગાવી ને લગ્ન કરવા ઉત્સુક વધૂ ને એના માતા પિતા વચ્ચે ના !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" લગ્ન મારા જ છે ને? " - { દરેક વાત માં અણગમો ને શબ્દ્પ્રહાર થી કંટાળેલી ને છંછેડાએલી "ટુ બી વધૂ" નો કટાક્ષ! }
" હા એમ જ લાગે છે! " - { માતા નો " હું પણ તારી માં છું" ના લય માં પ્રતિ કટાક્ષ ! }
"મારા લગ્ન ની બધી જ જવાબદારી હું લઈશ તો તમે બધા શું કરશો? " - { લગ્ન અને તેની જવાબદારી મોટેભાગે ઘરના વડીલો જ લેતા હોઈ કન્ફ્યુઝ્ડ "ટુ બી વધૂ" નો પ્રત્યાઘાત ! }
" છોકરો પસંદ કરવા જેટલી તું મેચ્યોર છે તો , આ બધી જવાબદારી પણ તારી મરજી ને પસંદ પ્રમાણે જ કર " - { એક જ વાત માં સીધા લાઈન પર આવ્યા ને! પોતાને શું પેટ માં દુખે છે એ સીધું કેહવાઇ ગયું પુત્રી માટે ની લાગણી થી ઘેલા ને ઘાયલ પાપા થી ... }
" મેં કોઈ દિવસ મારી બુક્સ પણ જાતે નથી ખરીદી , તમને ખબર છે! " - { દરેક વાત માટે પાપા પર જ આધાર રાખતી બેબી બોઘલાઈને બોલી... }
" તો પણ તે છોકરો તો જાતે પસંદ કરી લીધો ને! આ તારા લગ્ન નું ટોટલ બજેટ છે , તેમાં એડજસ્ટ થાય એમ ખરીદી, હોલ, જમણવાર ને બધું નક્કી કરજે! આમંત્રણ અમે પતાવી દઈશું ! "- { સામાજિક શરમે દીકરી ની પસંદગી સ્વીકારી તો ખરી પણ મન માં ખટકી રહેલો જ્ઞાતિ બાધ ને વળી પોતાની પસંદગી ને નકારવાનો અહં ભંગ કેમ કરી ને જીરવાઈ.... }
" લગ્ન નું બજેટ? મેં કોઈ લગ્ન પૂરે પૂરું એટેન્ડ નથી કર્યું આજ સુધી મને શું ખબર કે લગ્ન માં કયું કયું ને ક્યાં ધ્યાન રાખવાનું ? " - { પોતાના પોકેટ મની નું બજેટ જેમ તેમ મેનેજ કરી શકતી ૨૨ વર્ષ ની "ટુ બી વધૂ" ને હવે સાડી થી લઇ ને લ્હાણી ને લગ્ન ના હોલ થી લઇ ને કેટરર ને કરવાના કોલ સુધીનું બધું મેનેજ કરવાનું ! }
" કોઈ લગ્ન પૂરું અટેન્ડ કર્યું હોત તો સારું હતું , આપડી જ્ઞાતિ નો કોઈ સારો ને ભણેલો મુરતિયો ત્યાજ દેખાઈ ગયો હોત! " - { જ્ઞાતિ ... જ્ઞાતિ ના લગ્ન માં લગ્ન કરનાર વરરાજા ને દુલ્હન કરતા બધા નું ધ્યાન "પરણવાલાયક " યુવક ને યુવતી ઓ નું વિર્ચ્યુઅલ લીસ્ટ બનાવામાં ને લાકડે માંકડું ગોઠવવા માં ને એ ગોઠવણ માટે "જશ" ખાતી જવામાં જ વધૂ હોય છે! }
"નો ડિસ્કશન ! હું મેનેજ કરી લઈશ! આના કરતા તો ભાગી ને કરેલા લગ્ન કે કોર્ટ મેરેજ કર્યા હોત તો એટ લીસ્ટ મારા લગ્ન હું તો માની શકત! " - { લાગણી વિહીન ને માત્ર સમાજ ની શેહ શરમથી થતા લગ્ન કરતા ૨ જણા ની સાક્ષી એ કે કાયદાની સાક્ષી એ થતા લગ્ન માં એટ લીસ્ટ જેના લગ્ન છે એ તો ખુશી ખુશી પોતાના લગ્ન મની શકે!! }
" હજુ મોડું નથી થયું ! બધું જેમ તું જ પસંદ ને નક્કી કરે છે એમ આ પગલું પણ ભરી જ લે ને! " - { વડીલો ની આમન્યા ને લાગણી સાચવવાની સંસ્કારગત જવાબદારી બાળકો ની .. અને બાળકો ની લાગણીઓ ને સમજવાની એક કોશિશ કરવામાં શું નાનપ ? }
" જલારામબાપા , તમે જુઓ છો ને ? " { હે ભગવાન!!! આથી વધુ એક "ટુ બી વધૂ" શું કહી શકે એના લગ્ન ના ૧ મહિના પેહલા ! }
"હવે શ્રીનાથજી ને ફરિયાદ કર, જલારામ બાપા ની સંભાળે ! " - {પોતાના કુટુંબ ને લાગણીઓથી અભિન્ન એવી પુત્રી ને પરાણે "લાગણીગત છૂટાછેડા" આપવા મથતી માતા નો આક્રોશ!! ભગવાન ને પણ જ્ઞાતિ ને વાડા હોય એ તો નવાઈ નું કહેવાય! }
સ્પીચલેસ .................................................
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
લગ્ન નો દિવસ... જાન ની પધરામણી માં એક કલાક બાકી ...
" તમે ટોટલ કેટલા છો જાન માં ? " - "ટુ બી વધૂ" નો "ટુ બી વર" ને સવાલ . { જ્યાં રોમેન્ટિક વાતો કે પ્રેમભર્યા સંવાદો થવા જોઈતા હતા! }
" કેમ ? ટોટલ આંકડો પેપર માં છાપવાનો છે? તારી વોર્નિંગ કરતા ખાલી ૧૦ માણસ વધુ છે! ટોટલ છે ૧૧૦ ... તુ તૈયાર થઇ ગઈ? અમે થોડી વર માં પહોચીશું .. " - "ટુ બી વર" નું કન્ફયુઝન ...
" મેં તને ચોખ્ખા શબ્દો માં કીધું હતું ને કે કે ૧૦૦ કરતા જાન માં એક માણસ વધવું ના જોઈએ! Hell, u knew how badly i had managed to stick to the food budget! now it will collapse! god, how i will compensate it! " --- "ટુ બી વધૂ" માંથી વધૂનો છેદ થઇ ને "ટુ બી ઓર નોટ ટુ બી" નો પ્રશ્ન થઇ ગયો!
" સારું તો છેલ્લા ૧૦ જણા ને જમવા સાથે બીલ પણ આપી દેજે ! " - કોલ કટ ને લગ્ન નો ઉત્સાહ પણ કટ! ......
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"આના કરતા તો ભાગી ને લગ્ન કર્યા હોત કે કોર્ટ મેરેજ કર્યા હોત તો એટ લીસ્ટ મારા લગ્ન હું તો માણી શકત! " - પરાણે , દુખી દિલે તૈયાર થઇ રહેલી "ટુ બી વધૂ " નું દિલ બોલી ઉઠ્યું!
Comments