“મત દાન” V/S “મતિ-દાન”
“બેબુ, જલ્દી તૈયાર થઇ જા, આજે બધાને રજા છે તો મેં અને તારા પાપાએ મુવી નો પ્લાન બનાવ્યો છે!”- ડાયનીંગ ટેબલ પર નાસ્તો સર્વ કરતા મમ્માએ હોલીડે નો હોલી પ્લાન પ્રેઝન્ટ કર્યો!
"મોમ, ડેડ .... આજે કેમ રજા છે ખબર છે ને ? આજે તો આપણે વોટીંગ કરવા જઈશુંને? આઈ એમ એક્સાઈટેડ , હું ફર્સ્ટ ટાઈમ વોટ કરીશ એટલે ... એન્ડ પાપા તમે કોને વોટ આપવાના? મેં તો બધાજ કેન્ડીડેટસ ના પાસ્ટ પર્ફોરમંસ અને ફ્યુચર કમીટમેન્ટ ની રીસર્ચ કરીને જ નક્કી કર્યું છે કે હું કોને વોટ આપીશ .. અને હા , આ વખતે મોમ ને પણ વોટીંગ કરવા લઇ જઈશ ... " - દીકરી ની વાત સાંભળી ન્યુઝ પેપર નાં કોઈક પેજ માં ખોવાઈ ગયેઆ પપ્પા જાણે જાગી ઉઠ્યા ..
" તને પોલીટીક્સ માં શું ખબર પડે? સોસાયટી ના ગરબા માટે કમિટી નથી ચૂંટવાની કે નથી કીટી પાર્ટી માટે મેનુ નું સિલેકશન કરવાનું - કે તમને બૈરાઓને પણ ખબર પડે ... આ રાજનીતિ છે - પુરુષોની રમત ... તમારી આમાં ચાંચ નાં ડુબે ...ચુપ ચાપ હું કહું એને વોટ આપી દેવાનો ... આપણા સમાજ ના આગેવાન આ વખતે ઈલેકશન માં ઉભા છે , એમને વોટ આપીશું , એ જીતશે તો આપણી જ્ઞાતિ અને સમાજ નું કામ કરશે, જ્ઞાતિ ની અને આપણી પ્રગતિ થશે ... "- પપ્પાની વાત ... કદાચ લગભગ ઘણાખરા ભારતીય ઘરો ની વાસ્તવિકતા છતી કરી ગઈ ..
"પપ્પા , "મત" અને "બુદ્ધિમત્તા" કે "પોલીટીક્સ " ને કોઈ જેન્ડર નથી હોતા ! અને રાજ્ય કે દેશ ની પ્રગતિ થશે તો આપણી જ્ઞાતિ ની પ્રગતિ નહિ થાય ? હું મત જરૂર થી આપીશ કેમકે એ મારી ફરજ છે , અને મત એવા જ ઉમેદવાર ને આપીશ કે જે મારા દેશ થી મારા કુટુંબ સુધી બધા જ સર્કલ્સમા પ્રગતિ અને વિકાસ સાધવા સક્ષમ લાગશે .. સમાજ કે જ્ઞાતિ ની શેહ શરમ થી ખોટા ઉમદેવાર ને ચૂંટી ભાવી પેઢી ને અન્યાય નહિ જ કરું। " - દીકરી નાં શબ્દોથી મોમ પૂછી રહી જાતને - કેમ આ સમજ પોતે નાં કેળવી શકી ? સ્વતંત્ર રીતે વિચારવાની- નિર્ણય લેવાની ....અને મોમ મલકાઈ રહી - દીકરી સાચે જ મોટી થઇ ગઈ છે ..
શું જાણ્યે -અજાણ્યે આપણે જ આપણી જાત ને સીમાઓ માં નથી બાંધતા ?
દીકરી તો ઢીંગલી થી જ રમવી જોઈએ ... એને પિંક કલર જ ગમવો જોઈએ ! દીકરીને ફેશન , કુકિંગ અને શોપિંગ ના જ શોખ હોવા જોઈએ ...
જો આ એક બાયોલોજીકલ અસર છે કે ફીમેલ્સ ને પોલીટીક્સ કે શેર બજાર જેવા વિષયો માં બહુ ગતાગમ નાં જ પડવી જોઈએ ....
તો ઝાંસી ની રાણી થી શરુ કરી સુષમા સ્વરાજ ના ડી. એન.એ . ટેસ્ટ કરાવવા જ રહ્યા !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" વોટ્સ અપ ગાય્ઝ! હોલીડે ટુમોરો એની પ્લાન્સ ? " - કેન્ટીન માં એન્ટર થતા જ રજાના એકસાઈટમેન્ટ માં ગ્રુપ ની બિન્દાસ્ત બેબીબેને બુમ પાડી.
"આઈ હેવ અ બ્યુટી ટ્રીટમેન્ટ ડ્યુ! કાલે મેળ પડી જશે! હુ વોન્ટસ ટુ જોઈન ? " - બીજી એની જ ઉમર અને અસર વાળી ફેશનપરસ્ત બેબ્ઝ બોલી ...
"નાં બાબા , કાલે છુટ્ટી છે તો હું તો બધા એસાઈનમેંન્ટસ ફિનીશ કરીશ। રજા નો સદ- ઉપયોગ!"- ટાઈટન આઈ પ્લસ ની લેટેસ્ટ ફ્રેમ ની પાછળ થી સિન્સિયર અને સ્કોલર બેબીએ રજા ના પ્લાન્સ રજુ કર્યા ...
"ગલ્ઝ ... કાલે કયા રીઝન થી રજા છે? " - અત્યાર સુધી લેપટોપ માં સંતાયેલું માથું ધીમે રહી બહાર આવ્યું ...
" ઈલેકશન સ્વીટ્સ .. પણ હું કેરસ ...ઓલ પોલીટીશીયન્સ આર કરપ્ટ! "
"દેશ ને લુટવામાં બીઝી છે .. કોને વોટ આપવો ..બધા સરખા ... "
"સાચી વાત .. પણ ટેલીંગ ટ્રુથ મને તો પોલીટીક્સ માં ટપ્પી જ નથી પડતી... આ બધું તો મેલ-ગેમ છે, ડર્ટી બિઝનેસ "
એક પ્રશ્ન ના જવાબ માં બધી બ્રાન્ડ ની અને ઈસ્ટાઈલ ની ગલ્સ એકમત થઇ ને ટૂટી પડી ...
" ઓકે ... ડોન્ટ વોટ. પણ ડોન્ટ સે ઈટ્સ મેલ-ગેમ! ફેશન, ફૂડ અને પેજથ્રી ન્યુઝ માંથી પેજ૧ ન્યુઝ માં પણ નિયમિત ધ્યાન આપીએ તો દેશમાં શું ચાલે છે એ સહેજે ખબર પડે! દેશ આપણું ઘર છે , જો ફીમેલ્સ ઘર સુપેરે ચલાવી જાણે તો દેશ પણ વધુ સારી રીતેજ ચલાવી શકે! અભાવ છે જાગૃતતા અને જવાબદારી ની ભાવનાનો! નાં આપશો વોટ, પણ પછી કોઈએ ચોમાસા માં ફરિયાદ નાં કરવી કે રસ્તા કેટલા બિસ્માર છે .. ઉનાળા માં પાણી નાં મળે ત્યારે સરકાર ના નામે છાજીયા નાં લેવા .. પેટ્રોલ ના ભાવ વધે કે મોંઘવારી વધે મોઢે પટ્ટી બાંધી ચુપ ચાપ જોયા કરવાનું - ફરિયાદ કરવી નહિ। કેમકે ફરિયાદ કરવાનો અધિકાર માત્ર એને જ છે જેની પાસે વોટ આપવા સમય છે , અને ગણતરી ના ઉમેદવારોમાંથી પણ સારું ભવિષ્ય સર્જી શકે એવા નેતા ને ચૂંટવા ની આવડત છે ! " - લેપટોપ બંધ કરી એક હતાશા અને ગુસ્સા સાથે બોલી રહ્યું દેશનું ઇન્ટેલેક્ચ્યુઅલ ભવિષ્ય ...
મતદાન - મારી નજરે શબ્દ જ ખોટો છે!
"મત" એટલી કીમતી અસ્મત છે જેને દાન નાં કરાય પણ ફરજ પરસ્તીથી એની સાચા, સુયોગ્ય અને સક્ષમ હાથો માં સોંપણી કરાય એ પણ એક ખુમારી એ ધમકી સાથે કે - પ્રોબેશન પર છો, સરખું કામ કરજો બધા વાયદા પુરા કરજો - અમારું પૂરું ધ્યાન છે તમારા પર અને તમારા કામ પર .... અમારો "મત- વિશ્વાસ" અમે મફત માં નથી જ આપ્યો ..
Comments