“ અસ્તિત્વની ખોજ માં ખોવાઈ જતી નારી ..."
"ભૂલો ભલે બીજું બધું માં-બાપ ને ભૂલશો નહિ...
અગણિત છે ઉપકાર એના એહ વિસરશો નહિ ..."
ટીવી પર લોકલ ચેનલ ની પ્રભાત ભક્તિ પ્રોગ્રામ માં સુમધુર ભજન વાગી રહ્યું અને ...
બેક-ગ્રાઉન્ડ માં ....
" આ નવી પેઢી ના નવા તાયફા બધા.વર્ષો થી ચાલી આવતી પરંપરા છે કે લગ્ન કરી ને સાસરે જાય એટલે સ્ત્રી ને જ એડજસ્ટ કરવું પડે. “બીજાના” ઘર માં રહેવાનું અને પાછી ચરબી બતાવવાની! ગમશે, ચાલશે, ફાવશે પર તો સ્ત્રી નો સંસાર ચાલવો જોઈએ અને પતિ અને કુટુંબ ની ઈચ્છા ને સેવા માટે તો સ્ત્રી નો જન્મ છે! સ્ત્રી ને તો કેવી સ્પેસ , મોકળાશ ને મિત્ર ? પુરુષને તો પચ્ચીસ લફડા ને કામ હોય, ઘર ને વર ને સાંભળી ને બેસે એજ સન્નારી !”

નાં રે, અહી કોઈ નારી સ્વતંત્રતા ની સુફીયાણી વાતો નથી કરવી, માત્ર બતાવવો છે અરીસો – ડબલ સ્ટાન્ડર્ડ ની સ્ટાન્ડર્ડ મિસાલ એવા તમારા ને મારા થી જ બનતા સો કોલ્ડ સમાજ ને!
સીન ૧:
" આ ઉનાળે ક્યાં જવાનો પ્રોગ્રામ છે પ્રભુ? "
" મથુરા વ્હાલા ના સાક્ષાત્કાર કરવા જવું છે , ચાલો આવવાના ? "
"ના રે , અમારે તો બેબી ને રીડીંગ વેકેશન છે , પણ તમે સિધાવો છો તો તમારા "લાલજી " ની સેવા કરવાનો અવસર આ વખતે અમને આપજો પાછા .."
" હાસ્તો , મારા ઠાકોરજી ની પાકી સેવા જાળવવા તમારા જેવા ધાર્મિક અને લાગણીશીલ માણસ જ જોઈએ! મારા લાલજીને સવારે તમારે હાથે પ્રેમથી જમાડજો અને હા, મીસરી તો તાજી જ ધરાવવાની એ ભૂલતા નહિ! લાલજી નાં બધા લાલન-પાલન ની યાદી આપી ને જઈશ, એક પણ ચુક્યા તો મારાથી ભૂંડું કોઈ નહિ, યાદ રાખજો! “
કેવો અસીમ પ્રભુ પ્રેમ !
કેવા હેત થી પ્રભુ ને નાના બાળ નીજેમ લાડ લાડાવાના અને એમની પ્રેમભરી આગતા સ્વાગતા કરવાની!
સીન -૨ :
"અંકલ , આજકાલ પાર્ટી ફોર્મ માં છે ને ! યુ.એસ. ની ટ્રીપ તો ગોઠવી દીધી પણ તમારા ડોગ નું શું ? સાથે લઇ જવાના?"
" ડોગ ના કહો બોસ! "વિસ્કી" - કેવું નશીલું નામ રાખ્યું છે મારા હેન્ડસમ દીકરાએ! મારા સન ને વિસ્કી વિના સહેજ ના ચાલે , એ તો વ્હીસ્કી ને ટ્રીપ પર સાથે લઇ જવાની જીદ પર હતો ! પણ એની ગર્લ ફ્રેન્ડે બૌ ફોર્સ કર્યો તો એને ઘેર વ્હીસ્કી ને મહેમાન બનાવાનો છે! ૧૦ પેજ લાંબુ લીસ્ટ આપ્યું છે વ્હીસ્કી ની આદતો અને જરૂરિયાતો નું ધ્યાન દોરવા.."
"૧૦ પેજ લાંબુ ? એવું તો શું સ્પેશિયલ ધ્યાન રાખવાનું તમારા ડોગ નું સોરી તમારા વ્હીસ્કી નું ? "
"વ્હીસ્કી ને માટે જુદો બેડરૂમ જોઈએ જ! વ્હીસ્કી ને સવારે ૯ વાગ્યા સુધી શાંતિ થી ઊંઘવા દેવાનું! વ્હીસ્કીને ઉઠ્યા પછી ૩૦ મિનીટ્સ માં બ્રેકફાસ્ટ જોઈએ - એકદમ ગરમ અને એલોંગ વિથ ફ્રેશ મીલ્ક્ શેક ! વ્હીસ્કી ને વોક પર મેડ સાથે નહિ જ મોકલવાનું!

સીન-૩:
" જો બેટા , હવે આમ મોડા ઉઠે એ ના ચાલે . “પારકા” ઘેર જવાનું છે! સવારે સૌથી પહેલા ઉઠવાનું ને રાતે બધા ઊંઘે પછી ઊંઘવાનું ! અને આ વારે ઘડીએ એજ્યુકેશન ના સેમિનાર ને વર્કશોપ માટે અહી તહી રખડવાનું હવે બંધ! સારા ઘરની છોકરીઓને ના શોભે! જો જોબ માંથી ટાઈમ મળે તો કુકિંગ ક્લાસ કરવાના , થાઈ - મેક્સીકન - ચાઈનીઝ ને એવું બધું આવડે તો તારું "ગોઠવવામાં " અમને પણ સહેલું પડે ! "
"મોમ , મને ગુજ્જુ ડીશ આવડે છે એ બૌ છે ! કુકિંગ ઇસ નોટ માય કપ ઓફ ટી ! મને શોખ નથી! "
" શોખ ગયો ચુલા માં! ગાય ની જેમ રહેતા શીખ. જેમ સાસરિયા કહે એમ કરવાનું. પોતાની જાત ને ભૂલી ને પતિ ને “એના ઘર” માં જીવ પરોવાનો. ભણતર તો સમઝ્યા સારો વર મળે ત્યાં સુધી! સાચું ભણતર દીકરી માટે તો સહનશીલતા અને મર્યાદા! પતિ એટલે પરમેશ્વર અને એના બોલ બ્રહ્મ વચન એ યાદ રાખીશ તો સુખી થઈશ. આ બધા પસ્તી ના પેપર ને રીસર્ચ કરવાથી કઈ નઈ મળે! "
પી.એચ.ડી ની થીસીસ સોરી પસ્તી ના પેપર્સ હાથ માંથી સરક્યા...
દિમાગ માં ઘમાસાણ છે !
૨૦-૨૫ વર્ષ ના વાવેલા સપના , અને અલાયદું નોખું વ્યક્તિત્વ સાચવવા લડી લેવાની ખુમારી છે!
પોતાના અસ્તિત્વ , પોતાના ઘર ને પોતાના કુટુંબ ની શોધ માં ભટકવાની વિવશતાને પરાસ્ત કરી "પોતાનું " પોતે સર્જવાની ઈચ્છા છે!
અને એક દિલ ને અકળાવતો પ્રશ્ન છે-
" જે સમાજ પથ્થર ને શ્રદ્ધાથી પુજે છે અને જીવ ની જેમ જાળવે છે ,
પોતાના ભગવાન ને બાળ સ્વરૂપે લાડ લડાવે છે ,
પોતાના પાલતું જાનવરો ને પોતાના સંતાન સમકક્ષ લાગણી અને પ્રેમ આપે છે ,
એ જ સમાજ પોતાની વ્હાલસોયી દીકરીને પરણાવવા શા માટે જાનવર[ગાય ની જેમ સૌને પોતાના લોહી થી પોષવું અને ગધેડા ની જેમ વૈતરું કરવું , દફણા પણ ખાવા છતાં હરફ સુધ્ધા ના ઉચ્ચારવો ! ] બનવા મજબુર કરે છે ? "
દીકરી- એક છોડ, જેને તમે પ્રેમ નાં નીર, લાગણી ની હુફ અને સલામતી ની છાયા માં ૨૦-૨૫ વર્ષ હોંશથી ઉછેરો અને લગ્ન નામના એક પ્રસંગ પછી એને જડ-મૂળ થી ઉખેડી નાખો?
શું એ છોડને જ્યાં નવેસર થી રોપવાનો છે એ જમીનને એની સ્વભાવગત જરૂરિયાત અને લાક્ષણિકતાઓ જણાવવાની જવાબદારી ભૂલી નથી જતા ?
Comments