Skip to main content

Posts

Showing posts from February, 2012

હીર , સ્ટોરી બુક, ટેલેન્ટ શો અને કોમ્પીટીશન ની પીટીશન : રુક જાના નહિ તુ કહી હાર કે ...

"રીયલી , વોટ અ મુવી.. વોટ અ મેસેજ... હેટ્સ ઓફ !  ખરેખર બાળકો ને જે બનવું હોય, જે કરવું હોય એ જ કરવા દેવું જોઈએ! એમની ઈચ્છા , એમના સપના અને એમનું ગોલ જે હોય એ રસ્તે વળવા દેવા જોઈએ! આપડે તો બોસ માની ગયા ૩-ઇડીઅટ્સ ની ટીમ ને! કાશ આ જોઇને પણ માં-બાપ ની આંખ ઉઘડે! " " યુ આર એબ્સોલ્યુટલી રાઈટ બડ્ડી ! જો ને અમારી ચિંકી ની મોમ ને તો મેં પહેલે થી જ કહી દીધું છે, ચિંકી ને કોઈ વાત નું પ્રેશર ની જ આપવાનું! એને જે ગમે કરવા દેવાનું. આપણે આટલું ભણ્યા ને આ રેટ રેસ માં આટલું દોડ્યા ને હન્ફ્યા , હવે આપણા બાળકો ને તો નહિ જ આ ગાંડપણ ! અમારી ચિંકી ને મ્યુઝીક નો બહુ શોખ છે! એટલે એને અમે મ્યુઝીક ના એરિયા માં જ પુશ કરીએ છે.. ભણવા માં જેટલું ખેંચે ... જોર નહિ કરવાનું યાર! " " એકદમ સહી બોસ! "તારે ઝમીન પે"  મુવી માં પણ એવો જ મેસેજ છે ને કે બાળકો નાના છોડ જેવા છે , એમને ઉગવા દો, મનગમતી દિશા માં , મનગમતા શેપ માં .. એમના પર તમારા સપનાઓ અને અપેક્ષાઓ નો બોજો નહિ જ લાદો.. યાર ભલે ને આર્ટસ માં ભણે કે સાયંસ , ભેજું  અને પેશન હશે તો એની ફિલ્ડ માં કઈ પણ કરી ને સેટ થઇ જ જશે! આ કોમ્પીટ...

પામ્યા ના પેશન થી ગુમાવ્યા ના ગમ સુધી : કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હે...

P.S. ::  આ પોસ્ટ ડેડીકેટેડ છે . કયાંક સંજોગવશાત છૂટી ગયેલા સપનાઓ અને સ્વજનો ને ... આજની દોડધામભરી જિંદગીમાં મહત્વાકાંક્ષાઓ અને કરિયર ની ચેઝ માં ક્યાંક આપણે આપણા સ્વજન ને "ટેક્ન ફોર ગ્રાન્ટેડ" લઇ લઈએ છે ..  એ સ્વ-જન નું આપણી જિંદગી માં મહત્વ ભૂલી જઈએ છે ... કદાચ એ સ્વ-જન આપણા નસીબ માં સહજતાથી આવી ગયું છે , એથી એનું મહત્વ નાં સમઝી શકનાર આપણે એ નથી જાણતા કદાચ ... કે એ સ્વ-જન નું મહત્વ એને ગુમાવી ચુકેલા કોઈક ને વધુ છે , કદાચ એને પામી ચુકેલા અને છતાં કદર નાં કરી શકનાર આપણા કરતા!  કાલ્પનિક કેનવાસ પર વાસ્તવિકતાના આ શેડસ કદાચ મદદ કરે આપણી , જે ખોવાઈ ગયું છે એ શોધવા કે પછી જે ખોવાઈ જવાની તૈયારી માં છે એને સહેજવા!  આમીન !  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~` ટાક.. ટીક.. ટાક .. ટીક .. ફરી એજ અવાજ .. થોડો પરિચિત.. છતાં અજાણ્યો..  વર્ષો પહેલા દિલ ને ધબકાર ચુકાવી દેનાર.. એ હાઈ  હિલ ના સેન્ડલ .. ને સેન્ડલ પર ચાલી આવતી મારી મુસ્કુરાતી સવાર, શરારતી સાંજ ને શમણાઓ ભરેલી રાત ... અને એક બેફિકરાઈ ભર્ય...

સેકન્ડ સેક્સ : રેશમી ડોરી અને રૂહ ને રૂંધતી રીસ્પોન્સીબીલીટીઝ !

" દેર લગી લેકિન અબ મેને હે જીના સીખ લિયા .. અબ મૈને એ જાના હે , ખુશી એ ક્યા ગમ હે ક્યાં..." સવાર સવારમાં થોડીક ફુરસદ ...  હાથ માં ગરમ ચા, નજરો ન્યુઝ પેપર પર અને કાન માં મેલોડીયસ મ્યુઝીક...  કદાચ એટલે જ સંડે નો એક ચાર્મ હોય છે કેમકે, સંડે જે ફ્રીડમ અને સ્પેસ આપે છે જાત સાથે અને જાત પાસે રહેવાની એ વિક- ડેયઝ માં કયા?  મ્યુઝીક અને પેપર ના અલ્ટીમેટ એડીકશન માં અડચણ થતા નજર વંકાઈ - આ રુકાવટ કે લિયે ખેદ હે નું રીઝન શોધવા!  અને નજર ગોઠવાઈ નાના સા પડોસી પર.  એકદમ સ્વીટ , ક્યુટ અને હેન્ડસમ ! - પ્રિન્સ .. આજે કોણ જાણે પ્રિન્સ ની રિયાસત માં કઈ ગરાસો લુટાઈ ગઈ છે કે પ્રિન્સે આમ તબાહી મચાવી છે એ જોવા અને એને શાંત કરવા, પેપર ને હેડફોન્સ મૂકી ને સામેવાળા "શર્માઝ " ના ઘર તરફ ગઈ.. અને  હું પહોંચું એ પહેલા તો પ્રિન્સ ની મમ્મી પ્રગટ થઇ!  "પ્રિન્સ , સ્વીટ-હાર્ટ, શું થયું છે તને ? આર યુ હન્ગ્રી ? કે પછી ફીલિંગ કોલ્ડ? ડાર્લિંગ કામ ડાઉન ! " - મીસીસ શર્મા પ્રિન્સ ને શાંત કરવા એના સુંવાળા સફેદ વાળ ને સહેલાવી રહ્યા.. {     એક મ...

શ્રદ્ધા ની આંખો જાત મેળે ફોડી ~ ગાંધારી સમી અંધશ્રદ્ધા એ , જણી કૌરવો ની ટોળી!

(૧)  { ~~ " ઈટ્સ અ પ્રોબ્લેમ ! " ~~" વ્હેર આઈ એમ પ્રેઝન્ટ , પ્રોબ્લેમ ઇઝ ઓબ્વીઅસ! બોલ હવે શું થયું ? " ~~" આઈ ટોલ્ડ યુ, કે પાપા તને જન્મ તારીખ કે કુંડલી માટે કઈ પણ પૂછે તો જુઠ્ઠું બોલજે અથવા ચુપ રહેજે ! પણ ." ~~"યુ નો આઈ કાન્ટ લાઈ ! અને એ પણ તારા મોમ-ડેડ ની સામે ? ફરગેટ ઇટ. એમ પણ વહેલા કે મોડા આ વાત સામે આવવાની જ હતી. હું છુપાવી રાખત તો મારા મોમ -ડેડ કહી દેત. એન્ડ ઈટ્સ નોટ અ બીગ ડીલ યાર, હું એહ.આઈ.વી પોસીટીવ નથી , આઈ એમ જસ્ટ મંગલીક- એન્ડ ઈટ્સ નોટ સીન! " ~~" એવું નથી યાર, પણ ફર્સ્ટ ટાઈમ મોમ-ડેડ તને મળ્યા ત્યારે જ આં બોમ્બ ફોડવાની જરૂર હતી? પછી શાંતિ થી કહી શકાત! યુ ડોન્ટ નો સિચ્યુએશન હીયર ! પાપા જન્માક્ષર માં બહુ જ માને છે ! અને એમણે તારી અને મારી કુંડલી અમારા ફેમીલી-જ્યોતિષ ને બતાવી અને...." ~~ "વેઈટ અ સેક , ફેમીલી-જ્યોતિષ? એ શું હોય ? મેં ફેમીલી ડોક્ટર સાંભળ્યું છે પણ ફેમીલી-જ્યોતિષ? અને વોટ-એવર , જ્યોતિષ કઈ પણ કહે શું ફરક પડે છે ? તને ફરક પડે છે એનાથી ? તો લેટ ઇટ બી !!  આઈ ડોન્ટ કેર! " ~~ " કાન્ટ ...

રીલેશનશીપ ની શીપ , લાગણી V/S માગણી ની સુનામી અને એવું બધું !"

“ દીદી, આમ કેમ થાય? બાળપણની મિત્રતા , એના પ્રેમ પ્રત્યેની મારી શ્રદ્ધા અને લોહીમાં જાણે વણાઈ ગયેલી મારી લાગણીઓની એને કેમ કોઈ જ કીમત નથી ? એક-બીજાની આંખો વાંચીને જ આખી સ્ટોરી સમજી જનાર , કેમ મારી લાગણી અને પ્રેમ ના સમઝ્યો ? હું એને લાયક ન હતી ?- જો ખરેખર એમ હતું તો એક વાર એની અપેક્ષાઓ કહી તો હોત, હું એના ઢાળમાં ઢળી ગઈ હોત.... જે મારા પ્રેમ અને નિષ્ઠાને ના સમજયો એની મિત્રતાનો પણ શું ભરોસો કરું? “ – ભાવનાના શબ્દોની સાથે એની ભીની આંખોમાંથી જાણે લાગણીઓ પણ બોલી રહી હતી. બાળપણની મિત્રતા કહો કે બાળપણની પ્રીત; વર્ષોથી આંખમાં પ્રેમથી આંજેલું કાજળ જ આજે વાસ્તવિકતા ની ઝાંય બનીને કઠિ રહ્યું અને રાતો જાગીને જોયેલા સપનાની કરચો એ કાજળના ઘેરા રંગમાં વેદનાનો લાલ રંગ ઘૂંટી રહી... શું કહું ના કહું ની અવઢવમાં હું સુન્ન મગજે , અધખુલ્લી બુકમાં જાણે જવાબ શોધી રહી.. મારા, ભાવનાના અને બીજા કેટલાય રીલેશનના લેશનથી થાકેલાઓના.. “ કૃષ્ણ સાથેનું આ તાદાત્મ્ય મારે માટે અસ્તિત્વનો પર્યાય હતું. મારી તમામ ઈચ્છાઓને હું એમના ચરણોમાં ધરી દેતી એવી દ્રઢ શ્રદ્ધા સાથે કે હું જે ઝંખી રહી છું તે કૃષ્ણ જાણે છે. જો હું ય...