Skip to main content

"માં" ની ગરિમા સાચવનાર મોટી બહેન ને ~ પ્રેમાર્પણ


"ક્યારની ફોન કરું છું, શું કરે છે? ઉંઘી જ ગઈ હશે ખબર છે મને ... પછી તે શું કર્યું ચીક્કી બનાવવાનું ? બે  દિવસ પહેલા તે ચીક્કી ની રેસીપી પૂછેલી તો બનાવી કે નઈ? મને ખબર છે નહિ જ બનાવી હોય. મારે જ તને ચીક્કી કુરીયર કરી દેવાની હતી , તું ના પાડે તો પણ.. "- એક વાર બોલવાનું ચાલુ થાય એટલે ફુલ સ્ટોપ દુર-દુર સુધી દેખાય જ નહિ , અને મને પણ બોલવામાં કોમ્પીટીશન આપે એવી મારી સિસ- ઉર્વી . હર-હમેશ જાણે મારી ચિંતા કરવાનો પાપા નો વારસો , પાપા ની હયાતી માં જ એણે ખબર નહિ ક્યારે ઉઠાવી લીધો! 
" મોબાઈલ સાયલેન્ટ હતો. અને ચીકી હવે ક્યારે બનાવું? મેં વિચાર્યું હતું કે વીક-એન્ડ માં બનાવીશ પણ કેલેન્ડર માં જોયું તો વીક-એન્ડ માં તો ઉતરાણ છે, સો પ્લાન ચોપાટ. હું અહી થી જ ખરીદી લઈશ. અને ચીકી  પણ કોઈ કુરિયર કરે યાર? સંભાળ ને , આ ઊંધિયું બનાવવા નો કોઈ શોર્ટ કટ છે? કેયુરને ઊંધિયું આરોગવાનું મન થયું છે! " - રોજની ૮ થી ૮ સુધી દોડતી ભાગતી , એક એક મીનીટ માટે ખેંચાતી જીન્દગી માં , એક વધારાનું કામ પણ જાણે એક ટેન્શન લાવી દે! 
" હે ભગવાન , તારે હવે ઊંઘીયું બનાવવું છે? એક કામ કરીશ હું મમ્મી [ સાસુમાં ] ને પૂછી ને કહું કોઈ સીધો રસ્તો ઊંધિયું બનાવાનો, ના.. એક કામ કર ને રાતે મમ્મી ને જ ફોન કરી ને પૂછી લે જે , મમ્મી એકદમ સહેલી  રીતે બધું શીખવાડે છે. અને ઉતરાણ પર શું પ્લાન છે ? હીર ને કેયુરભાઈ સાથે અહી નવસારી આવી જા, બૌ મઝા આવશે.  "- એક ટેન્શન પૂરું થાય એ પહેલા જાણે મેં ઉર્વી ને બીજા ટેન્શન નો ટોપલો આપી દીધો. 
..........
................
........................


"હેપ્પી બર્થડે સિસ , શું પ્લાન છે આજનો ? " - સવાર માં ઉઠતા ની સાથે જ યાદ આવ્યું કે રાતે ૧૨ વાગ્યા નો એલાર્મ મુક્યો હતી, ઉર્વી ને બર્થડે વિશ્ કરવા , અને હું આજે રોજ કરતા પણ લેટ ઉઠી છું ...

" થેંક યુ... પણ પછી તે કેમ ફોન ના કર્યો , ઊંધિયા ની રેસીપી માટે? આજે તો  પાછી તારી કોલેજ ચાલુ છે , તો તું શાકભાજી લેવા ક્યારે જઈશ? ઊંધીયા માં તો કેટલું બધું જુદું જુદું શાક જોઈએ.. સુરત થી લઇ જા,  અંકલેશ્વર માં તો નહિ જ મળે બધું. અને સાચે બધું જોઈતું શાક નહિ મળે તો ?" - બર્થડે ના દિવસે પણ જેને મારી જ ચિંતા છે એવી મારી મોટી બહેને પાપા ના અકાળ અવસાન પછી  પણ મને એમની ખોટ સહેજે સાલવા નથી દીધી ..


હાથ માં નું બ્રશ એમ જ સ્થિર થઇ જાય છે , ચા ઉભરાઈ જાય છે અને દિલ ક્યાંક ખુબ દુર , વર્ષો પહેલા ના સમય માં પહોંચી જાય છે .. અદ્દલ ડોરેમોન ના ટાઈમ મશીન ની જેમ જ ... 

સાચી-ખોટી સમઝણ અને મિથ્યા મેચ્યોરીટી ની પેલે પાર , જ્યાં જીન્દગી માત્ર ઘર ની ચાર દીવાલો માં અને ઘર થી સ્કુલ અને સ્કુલ થી ઘર ના રસ્તે મૌજ થી જીવાતી હતી..
જ્યારે "મારી સ્પેસ" , " મારી લાઈફ" અને " મારી ચોઈસ" ના હુંકારા , રીલેશન માં વચ્ચે કયારેય ના આવતા..
અને યાદ આવે છે ..
એક ગોલુ મોલુ , ડ્રેસિંગ સેન્સ વિનાની , માથામાં તેલ કે તેલ માં માથું છે એમ વિચારવું પડે -એવા ચપ્પટ વાળ સાથે  કોઈ પણ ક્ષોભ વિના, બાળ સહજ ના-ફીકરાઈ થી  ફરનારી હું ... 
અને એથી વિશેષ યાદ આવે , મારા કોઈ પણ પ્રકાર ના બાલીશ વર્તન ને ગુસ્સો કર્યા વગર ચલાવી લેતી મારી મોટી બહેન-ઉર્વી

ન્યુ-યર ની ફ્રેન્ડ્સ સાથેની પાર્ટી હોય, કોઈ મિત્ર નું બર્થડે સેલીબ્રેશન હોય  કે કોલેજ ના ક્લાસ સાથે નું મુવી, મોટી બેન સાથે હું કાયમ જ ફેવિકોલ બની ચોંટી જતી, છતાં હોંશે હોંશે મને સાથે રાખતી અને કોઈ  ભૂલ માં કઈ  કોમેન્ટ કરે તો ધડ લઈને એનો ઉધડો લેતી મારી મોટી બેન.. 
જેટલી સરળતાથી એની જિંદગીના બધા પન્ના ઉર્વી હંમેશથી મારી સામે ખુલ્લા કરી દેતી કદાચ એટલી પારદર્શકતા રાખવાનું હું ક્યારેય ના શીખી શકી ...  કદાચ એ માટે જરૂરી સચ્ચાઈ  , પ્રેમ અને લાગણીઓ ની મારા માં પહેલે થીજ ખોટ હશે. 

ઉર્વી ના બધા જ મિત્રો ણે હું ઓળખું અને જબરદસ્તી મારા પણ મિત્ર બનાવું, એની બધી જ હોબી કાળક્રમે મારી પણ હોબી બની... મોટી બહેન ની ડ્રેસિંગ સેન્સ હોય કે એના હેન્ડ-રાઈટિંગ હું કાયમ એની કોપી કરું.. કદાચ જાણે અજાણ્યે એ મારી રોલ-મોડેલ હતી..અને  છે , રહેશે - કાયમ . !!!
ઉર્વી નો સ્વભાવગત ગુસ્સો મારા માં સુપરે ઉતરી આવ્યો પણ એની સંવેદનાઓ, સહનશીલતા , સંબંધ કેળવવાની અને સાચવવાની આવડત  અને લાગણીશીલ સ્વભાવ ખબર નહિ હું કેમ ના શીખી શકી? કદાચ મારા ઓવર પ્રેક્ટીકલ દિમાગ અને દિલ નાના પડતા હશે - આ સારા ગુણો કેળવવા ...

હજુ એ હાઉસીંગ બોર્ડ ના ઘર માં રાતે વારંવાર જતી લાઈટ ને  કારણે મોટી બેન નું મગજ ખાવાના મળતા મોકા હોય કે એની કોલેજ ની મ્યુઝીકલ નાઈટ માં ભાગ લેવા ને કારણે દિવસો સુધી એના ગીતો નો  રીયાઝ સાંભળવા ની જબરદસ્તી ની મઝા હોય, મારી મુગ્ધતા ની સાથે અંધારા ને ખાળતી મિડલકલાસી મીણબત્તી પણ સાક્ષી રહી છે... 
એ મીણબત્તી ની સાથે એ મુગ્ધતા પણ ક્યાંક ખોવાઈ ગઈ છે  છતાં ઉર્વી નો એ ઘેરો-મધુર  અવાજ આજે પણ દિલ ને એજ ઠંડક અને હુંફ આપે છે જે એના ગીતો માં ખોવાઈને અનુભવાતી હતી. 
"મેં તુમકો ક્યા કહું દીવાના.. " , " લુટે કોઈ મન કા નગર , બનકે મેરા સાથી..." ," મેરે ખ્વાબો મેં જો આયે..." અને એવા તો કેટલા ગીતો છે જે કદાચ એમના ઓરીજીનલ સિંગર્સ કરતા ઉર્વી ના ઘેરા ઘુંટાયેલા અવાજ માં જ સ્મૃતિ માં રહી ગયા છે... 

મારા દરેક સાચા-ખોટા નિર્ણય પછી દિલ માં ઉભા થતા એક ડર  ને હમેશા પોતાની મોજુદગી અને સપોર્ટ  ના અહેસાસ થી દુર ફંગોળી દેતી ઉર્વી, મારા એન્ટી-સોશિયલ વર્તન માટે વાર-તહેવારે સગા-સંબંધીઓ ની ગાળો ખાતી અને જરૂર પડે મારા માટે જુઠ્ઠું પણ બોલી મારો વ્યહવાર સાચવી લેતી ઉર્વી... 
જેટલી સહજતાથી મારા બોલ્યા વગર પણ મારી પરિસ્થિતિ આજ સુધી ઉર્વી સમઝી શકે છે , કદાચ હું પોતે પણ નથી સમઝી શકતી ..


મારી નાની-નાની વાતો નું ટેન્શન લેવું, મને નાના-મોટા પ્રસંગો ની યાદ કરાવવી , મારા માટે જરૂરી વસ્તુઓ નું શોપિંગ કરવું[ શિયાળા માં પગ ના મોજા થી લઇ ને ઉનાળા ના ફુલ-સ્લીવ કુર્તા સુધી  ...] , મારી ભૂલ માટે મને કન્વિન્સ કરી એ સુધારવાના રસ્તા બતાવવા , પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ બધું જ કરવું કે જે એક "માં" ની ફરજ છે ...
કદાચ મારા કન્યા-દાન પછી ઉર્વી અને જીજાજી ફોર્મલી મારા માં-બાપ બની ગયા.. ઇન્ફોર્મલી તો કદાચ વર્ષો પહેલેથી જ હતા... 


લખવા બેસું તો એક બુક લખી શકાય એટલા સંભારણા છે, પણ બર્થડે ના દિવસે બૌ વધારે  "ટોર્ચર" ના જ કરાય એટલે.. 


એક બહેન ના સંબંધ મા રહી ને "માં" ની ગરિમા સાચવનાર મોટી બહેન ને  ~~~  હેપ્પી બર્થડે ઉર્વી... "


યુ આર બેસ્ટ સિસ્ટર ઇન ધ વર્લ્ડ - એવું નહિ કહું , કેમકે એ બહુ જ ઓછું ગણાશે...


Comments

Envy said…
Absolute brilliant...

You have flair in writing.

ચાંપલું ચીબાવલું નહિ પણ દિલ માંથી નીકળેલું, અભિનન્દન તમારી દીદી ને - જન્મ-દિવસ ના.
bhumika said…
@envy
હા... ખરેખર દિલમાંથી નીકળતું ...

મારા વ્યક્તિત્વ ઘડતર, મારા ભણતર, મારી કારકિર્દી , મારા લગ્ન અને માર્રી હયાતી બધા માં જ મારી મોટી બહેન ના જાણે-અજાણે હસ્તાક્ષર છે .

:)

_________________________
I added cool smileys to this message... if you don't see them go to: http://s.exps.me
Hitz said…
આવ્યો હતો વાંચવા આ.."પામ્યા ના પેશન થી ગુમાવ્યા ના ગમ સુધી : કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હે..."

વાંચતો વાંચતો અહીં સુધી આવી ગયો...ને અટકી ગયો...મારે મોટી બેન છે, મારાથી ૫ વર્ષ મોટી....કદાચ એક બેન માટે મોટી બેનનુ હોવુ જેટલુ મહત્વનુ, લાગણીશીલ હોય છે તેટલુ એક ભાઈ માટે મોટે હોય છે કે શુ એ હુ જાણતો નથી. બસ i just can't imagine my life without her....ઘણી બધી પોસ્ટો ઉપર ઘણુ બધુ લખવાનુ મન થાય છે, સમયની વ્યસ્તતા છે, ક્યારેક આવીશ સમય લઈને લખવા...વાંચતો તો રહુ છું....તમે ઘણુ સારુ લખો છો...ઓર્કુટના દિવસોથી થોડા ઘણા આપને વાંચતો આવ્યો છું....છેલ્લી કેટલીક પોસ્ટ તો અફલાતુન છે...ને આ પોસ્ટે તો...ચલો, જે હોય તે ઈ બધુ પછી અત્યારે...હું મારી બેનને ફોન કરવા જાઉ છુ..બાય..!

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...