"આમ માથા પર જ ઉભા રહેવાનું છે? " - આંખો કાઢી ને એક વયસ્ક આંટી એ પ્રશ્ન પૂછ્યો..
સોમવાર ની સવાર અને ક્વીન નો લેડીઝ કમપાર્ટમેન્ટ, એક વાર અંદર ગયા એટલે કામ તમામ!
સહેજ શ્વાસ લેવાની પણ મોકળાશ ના મળે એવી ભીડ , જ્યાં નીચે સીટ પરતો ૬-૭ પેસેન્જર્સ હોય જ સાથે ઉપરની બર્થ [ આમ તો એને પાટિયું જ કેહવાય!] પર પણ ૫ જણા જેમ તેમ ગોઠવાયા[ ગોઠવાયા જ કેહવાય , બેસવું તો એ પરિસ્થિતિ માં લક્ઝરી કેહવાય! ] હોય , અને સહેજ અમથી ઉભા રહેવાની જગા માં આપણે આપણા લગેજ સાથે જેમ તેમ સફર [ ઈંગ્લીશ ની સફર સમજવું] કરી રહ્યા હોય ત્યાં .. ઉભા રેહવા ની જગા પણ છીનવી લેવાય તો!!
" આંટી, ક્યા જાઉં, અહીંથી ખસવા ની પણ જગા નથી. હમણાં નેક્સ્ટ સ્ટેશન ઉતરી જ જઈશ .. " - ખભા પર બુક્સ ભરેલી ભારેખમ બેગ જેમ તેમ સંભાળી ને એકદમ શાંતિ થી રીક્વેસ્ટ કરી..
અને સ્ટેશન આવે એ પહેલા જ એક સુનામી ની જેમ અચાનક આવેલા ધક્કા થી અજાણતા જ એ આંટી ને સહેજ અડી જવાયું અને ...
" બીપ ... બીપ ... બીપ... આજ કાલ ની છોકરીઓ , ખબર નઈ ક્યા રખડે રાખે છે , ઘેર થી કોલેજ જાઉં છું એમ કહે , થોથા ઊંચકી ને ટીપ-ટોપ થઈને નીકળી પડે અને કોલેજ ના નામે કેવા કેવા "ધંધા" કરે આપણે કઈ નથી જાણતા ? પોતાના મોજ-શોખ અને ફેશન ફટાકા કરવામાં ભણવાના નામે ક્યાં ક્લાસ ચલાવે ને કેટલી ફી માંગે આપણે તો જાણીએ જ ને , આં વાળ એમ જ કઈ સફેદ થોડા થયા છે ? "
આંટી ની અસ્લખિત વાણી સંભાળતા દરેક કાન અને આંખ મારી તરફ વંકાયા ... જાણે દરેક નજર એક્સ-રે મશીન બની સ્કેન કરી રહી મારું કેરેક્ટર , મારા સંસ્કાર અને મારું અસ્તિત્વ ...
ગાલ પરની ભીનાશ કૈક ઊંડે થી દિલ ને કોરા કરી ગઈ ...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"આ હેડેક ... કામ ના પ્રેશર માં તબિયત નું તો ધ્યાન જ નથી લેવાતું , આ નવા વર્ષ માં થોડુક સુધારી જવું છે " - એમ મનોમન વિચારતા ભીડ માં જગ્યા કરતા કરતા રોજીંદી ટ્રેન ના રોજીંદા કોચ ની રોજની જાણીતી અને માનીતી જગા એ ગોઠવાઈ , અને હેડેક ને પણ ક્યાંક ગોઠવવા પર્સ માંથી વિકસ કાઢ્યું ...
વિકસ હજુ ડબ્બી માંથી દિમાગ પણ નહિ, માથા સુધી પણ પહોંચે એ પહેલા જ શરુ થઇ ગઈ - કહાની હર રોઝ કી ..
" મારી બેટીયું, પોતાની બેન ને નણંદો ને જગાઉ કરી દે છે , ને અમે કઈ રસ્તા માં પડેલા છે .. બીપ ...બીપ..બીપ... બીપ...." - જોર જોરથી ઘાંટા પાડતી આ આઈટમ ને એક નજરે જોઇને જ ખ્યાલ આવી જાય કે ફૂલ ટાઈમ ગાલી પ્રોડક્શન મશીન છે, અને આજની સાંજ તો ઉજવાઈ જ ગઈ.. અંકલેશ્વર આવતા સુધી એક એક વેરાઈટી સાંભળવા મળશે!
હેડેક હોવા છતાં કમને ઈયર ફોન્સ કાન માં ભરાવી , પર્સ માંથી આજે જ ખરીદેલી નવી બુક્સ ના બંચ માંથી એક બુક કાઢી .. બુક નું ટાઈટલ માત્ર વાંચતા ક્યારની તંગ નસો ને પણ રીલીફ થઇ.. બુક નું ટાઈટલ - " દ્રૌપદી - સ્વયમ ને શોધવા નીકળેલી સ્ત્રી ની કથા ..." [ લેખિકા : કાજલ ઓઝા વૈદ્ય] વાંચી ને વિચાર આવ્યો , જો દ્રૌપદી ની જગાએ મારા દ્રષ્ટિકોણ થી મારા અનુભવો અને રોજીંદા બનાવો ને લઈને આ બુક લખાય તો બુક માં કેટ કેટલા બીપ અને એવું બધું આવે!
છેલ્લી ૨૦ મીનીટ માં ગાળો ની ૨૦૦ વેરાઈટી ઠલવાઈ ગઈ હશે પણ આં આજની નવી આઇટમ- પૂજ્ય ગાળેશ્વરીદેવી માં પોઝ નું બટન જ નથી એમ વિચારી ને ઘડિયાળ તરફ નજર કરી - બીજી ૪૫ મીનીટ , આં ગાળો ના વરસાદ માં ભીંજાવાનું છે ..
"માસી સહેજ સાઈડ પર ઉભા રહો ને , તો અમારે સહેજ ધંધો થાય ... " - છેલી ૧૫ મીનીટ થી ખુણા માં ગભરાઈને ઉભેલી કોકી છેલ્લે વિનવી રહી - ગાળો ની મહારાણી ને .
કોકી એટલે અમારો રોજ નો ટાઈમ પાસ , નવસારી થી કોસંબા સુધી ભીલાડ માં આવે અને ઇઅર્રીંગસ થી લઈને બક્કલ , હેર પીન અને એવી બધી અવ-નવી કટલરી લાવે.. બોમ્બે થી દર વીક આવતો ફેશન એસેસરીઝ નો ફ્રેશ સ્ટોક કદાચ અમારા માટે કોકી ની રાહ જોવાનું મુખ્ય કારણ ...
" બીપ.. બીપ.. બીપ.. અચ્છા ધંધા ખોલકે રખા હે યહાં ટ્રેન મેં ... સભી કે સભી યહાં .. બીપ બીપ બીપ ..." - કોકી ની એક વિનંતી સાથે ગાળો ના મશીન એવા પૂજ્ય ગાળેશ્વરીદેવી ને નવો ટોપિક મળી ગયો- ધંધો!
રોજ ની અમારી હમસફર અને ઓલમોસ્ટ ફેમીલી મેમ્બર જેવી બની ગયેલી કોકી ને આં ગાળ-વર્ષા થી બચાવવા ધીમે થી મેં ઈશારો કર્યો - " આં બાજુ આવી જાઓ " . અને ફરી માથું નીચું કરી બુક માં કોન્સનટ્રેટ કરવાનો ટ્રાય કર્યો..
"બીપ બીપ બીપ.. આમ ઊંચું જો.. એવા ગંદા ઈશારા કોને કરે છે . બૌ મોટી અફસર ની ઓલાદ જોઈ હોય તો , ... એવા કેવા તમારા પાપ હશે કે આમ અપ-ડાઉન કરવું પડે, એવા કેવા તમરા ઘરવાળા કે તમને ૨ ટાઈમ ખવડાવી ના શકે- બીપ બીપ બીપ.. તમારી આં સગી ઓ સાથે કેવા કેવા ધંધા કરો છો તમે બધીઓ અમને બધી ખબર છે .. અહી ચરબી પાંચ લાખ ની બતાવે અને ૫૦૦-૫૦૦ માં તો રસ્તે રખડે.. બીપ બીપ.. બીપ... " - એક મોટો અધ્યાય ચાલ્યો અમારા સૌ ના સો કોલ્ડ "ધંધા" ઓ પર.
છેલા ૭ વર્ષ ના અપ-ડાઉન માં આ ધંધા- અધ્યાય કદાચ ૭૦૦૦ વાર કે એથી વધુ વાર પણ સંભાળ્યો હોય તો નવાઈ નઈ..
ના તો આંખો ભીની થઇ, કે નાતો દિલ કે દિમાગ ને કોઈ જોર પડ્યું!
કદાચ નફ્ફટાઈ આનું જ નામ!
{
અપ-ડાઉન કરવા વાળા પાપી ઓ માં વેરાઈટી તો જુઓ... ગવર્નમેન્ટ ના ક્લાસ વન ઓફિસરથી લઈને ડોક્ટર્સ , પ્રોફેસર્સ , પ્રાઈવેટ સેક્ટર ના નોકરીયાત અને જુદી જુદી બ્રાંચ ના વિદ્યાર્થીઓ સુધી ...
આં કેરેક્ટર , સંસ્કાર ને ધંધા નું સર્ટીફીકેટ ક્યાંથી , કોની પાસે અને કેમ લેવાનું એમણે ?
અને પે સ્લીપ કે પ્રોફેશન થી તો માણસાઈ કે સંસ્કાર નથી જ આવતા , તો કયા ધારા ધોરણ પર પોતાનું સતી-ત્વ પ્રુવ કરવું?
જમીન માં સમાઈ જવું કે ગાળેશ્વરીદેવી જેવાઓને જીવતે જીવ જમીન માં સમાવી દેવા ?
બહુત કઠીન હે ડગર પનઘટ કી...
}
અંકલેશ્વર આવ્યું , ગાળેશ્વરીદેવીનો પ્રસાદ ચાલુ જ રહ્યો..
રોજ ની સળી કરવાની આદતવશ ઉતરતા પહેલા કહેવાઈ ગયું - " આંટી , ૫૦૦ રૂપિયા થોડા વધારે કહેવાય , હમણા મંદી માં એક સ્કીમ છે, શાની-રવિ એટલે કે વિક-એન્ડ માં એકદમ ફ્રી ... બોલે તો મુફ્ફત , તો બોલો એડ્રેસ- ક્યા આવવાનું છે ? "
અને મારા અણધાર્યા જવાબ કે સવાલ થી ભોંઠા પાડી ગયેલા પૂજ્ય -ગાળેશ્વરીદેવી ચુપ થઈ ગયા ..
રોજિંદા ના મારા જવાના રુટ થી વિરુદ્ધ મને જતી જોઇને મિત્રો માંથી કોઈએ પૂછ્યું - " કેમ આજે આ ડોર થી ?"
અને એક નફફટ હાસ્ય સાથે , પ્.પુ.ધ.ધુ.ગાળેશ્વરીદેવી ને જોઇને બોલી પડાયું - " કદાચ આ બાજુ કસ્ટમર સારા હશે !! "
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ઉપર ના બંને અનુભવો વચ્ચે ખાસ્સો દસ વર્ષ નો ગાળો.. પણ પરિસ્થિતિ સમાન ..
છાશવારે મહિલા-મુક્તિ અને સ્ત્રી-સ્વાતંત્ર ની થતી બધી કાગારોળ વ્યર્થ છે ... જ્યાં સુધી સ્ત્રી જ સ્ત્રી ને એક હ્યુમન તરીકે ટ્રીટ નહિ કરે..
ઇવ-ટીઝીંગ કે પુરુષો દ્વારા થતી છેડતી કરતા શું સ્ત્રી ઓ દ્વારા જ સ્ત્રીઓ ની થતી માન-હાની વધુ દુખદ નથી ?
શું દરેક નોકરીયાત યુવતી કે મહિલા સો કોલ્ડ ધંધા કરવા, રખડવા જ જાય છે એવું આપણું માનસ આપણી જ માનસિક વિકૃતિ ને નબળું વ્યક્તિત્વ છતું નથી કરતુ ?
ઘર નો પુરુષ ગુજરાન ચલાવવા સક્ષમ નથી એટલે જ ઘરની સ્ત્રી ને બહાર કમાવા જવું પડે છે - એવી વાહિયાત વાતો કયા વેદ-પુરાણ માં લખી છે? અને લખી હોય તો પણ આપણે વળી કયા સંસ્કાર ના પુંછડા છે તે વેદ ને પુરાણ નું અનુકરણ કરતા ઊંધા પડી ગયા?
અને છેલ્લે ...
શું ધંધો કરતી યુવતી[ સ્વેચ્છા એ કે મજ્બુરી થી !!] માટે પણ આટલી ધૃણા એ પણ અકારણ જરૂરી છે ? જે તે ઈચ્છા/અનિચ્છા એ ધંધો કરતી યુવતી પણ ના તો ભીખ માંગે છે કે નાતો બળ-જબરી કરે છે ... પોતાની જ કોઈ અસ્મત ના બદલા માં કમાય છે , અને એમાં સમઝાતું નથી કે સો કોલ્ડ સમાજ ના બાપ નું શું જાય છે ?
છાશવારે મહિલા-મુક્તિ અને સ્ત્રી-સ્વાતંત્ર ની થતી બધી કાગારોળ વ્યર્થ છે ... જ્યાં સુધી સ્ત્રી જ સ્ત્રી ને એક હ્યુમન તરીકે ટ્રીટ નહિ કરે..
ઇવ-ટીઝીંગ કે પુરુષો દ્વારા થતી છેડતી કરતા શું સ્ત્રી ઓ દ્વારા જ સ્ત્રીઓ ની થતી માન-હાની વધુ દુખદ નથી ?
શું દરેક નોકરીયાત યુવતી કે મહિલા સો કોલ્ડ ધંધા કરવા, રખડવા જ જાય છે એવું આપણું માનસ આપણી જ માનસિક વિકૃતિ ને નબળું વ્યક્તિત્વ છતું નથી કરતુ ?
ઘર નો પુરુષ ગુજરાન ચલાવવા સક્ષમ નથી એટલે જ ઘરની સ્ત્રી ને બહાર કમાવા જવું પડે છે - એવી વાહિયાત વાતો કયા વેદ-પુરાણ માં લખી છે? અને લખી હોય તો પણ આપણે વળી કયા સંસ્કાર ના પુંછડા છે તે વેદ ને પુરાણ નું અનુકરણ કરતા ઊંધા પડી ગયા?
અને છેલ્લે ...
શું ધંધો કરતી યુવતી[ સ્વેચ્છા એ કે મજ્બુરી થી !!] માટે પણ આટલી ધૃણા એ પણ અકારણ જરૂરી છે ? જે તે ઈચ્છા/અનિચ્છા એ ધંધો કરતી યુવતી પણ ના તો ભીખ માંગે છે કે નાતો બળ-જબરી કરે છે ... પોતાની જ કોઈ અસ્મત ના બદલા માં કમાય છે , અને એમાં સમઝાતું નથી કે સો કોલ્ડ સમાજ ના બાપ નું શું જાય છે ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આટલી નાની લાઈફ માં પોતાના ને પોતાના-ઓ માટે વિચારવા જ્યાં ટાઈમ નથી ત્યાં બીજાની "ખોદવાના" ભગીરથ કામ-ધંધા માં વ્યસ્ત -સમાજ સેવકો ને સ-પ્રેમ , સાદર સમર્પણ રામુદાદા ની મુવી ની લાઈન્સ -
" ગંદા હે પર ધંધા હે યે "!
" ગંદા હે પર ધંધા હે યે "!
Comments
potano deh vechi ne parivar ke potana balako nu pet bharti ke pachhi potanu pet bharti stree ne HU(at least I) to maan ni najarej jovu chhu..
mane koi kaheshe ke chori karine koik pasethi chhinvi ne khavu saru ke pachhi potani rite kamai ne??
ane rahi vat nokariyat ke pachhi eva students ni j updown kare chhe te sahu ne sachej hin najare jovama ave chhe parantu e rite jonar loko pan same savaj halki kaxa na hoy chhe...
darek manas ni potani majburi hoy chhe potana problems hoy chhe ne kadach aa banne na hoy to potani ichhao ne mahatvakanxa hoy chhe.. ane e puri karvi te particular vyakti no potano muddo chhe aapne teni same angli chindhi shakie evo hak j nathi..
ane last but not in the list is :
ek gaal jo koi aapi to bhavishya ma vyaj sathe biji das avshe same e yaad rakhva jevu khara :P ;)
agreed!
and @ galis..
its tough to practice despite of knowledge , cause of so called sanskar!
though have decided to teach heer to practice tit for tat, to make it fitter to survive in society!
:)
તમે મુલવો છો આ ઘટનાને એમાં એક સ્ત્રી દ્રારા થતા બીજી સ્ત્રીના અપમાનની વાત છે જ્યારે સામેવાળી લેડીને આવી કોઇ વાતની ખબર પણ હોય કે ના એ તો ભગવાન જાણે ભગવાન ય શુ જાણે ? ના, જ ખબર હોય ને અને તો જ એ આવુ બધુ ને આટલુ બધુ બોલી શકે. એક રીતે જોઇએ તો આવી ઘટનાઓમાં સામા પક્ષે મહા ભયંકર ઇર્ષ્યા રહેલી હોય છે કે તમે આટલા મુક્ત છો જ્યારે એ નથી. એમની લાઇફ ચાર દિવાલો વચ્ચે જ કેદ થઈ જતી હોય અને બંધીયાર માનસિકતાના પરીવારમાં એનો ઉછેર થયો હોય એ વાતને તો સાબીતીની યે શુ જરુર ? એક અહમ, એક આગ, એક ઇર્ષા, એક વાહિયાત માનસીકતાના શિકાર હોય છે આવા લોકો જે કામ પર જતી સ્ત્રીને કૈક ઓર જ નજરથી જુવે છે.
અને વેશ્યા (વેશ્યા શબ્દ તો બહુ હલકો છે હકિકતમાં તો એમને કામીની,મોહિની કહિને સુંદરતા બક્ષવી જોઇએ... નહિ?) પોતાના રુપ,રંગ અને શરીર થકિ પોતાના પરિવારનુ ભરણપોષણ કરતી હોય, પોતાના બચ્ચાઓને ભણાવતી હોય તો એમાં ખોટુ શુ છે? મે તો આવી ઘણી સ્ત્રીઓ સાથે વાત કરી છે અને તેમને આવુ કરવાના કારણો પૂછ્યા છે..ઇમાનથી મજ્બૂરી સિવાય ફક્ત ૫% જ કેસમાં અન્ય કશાક કારણો હોય છે. આવી વેશ્યાઓ કરતા પણ આવી ગાળો બોલવાવાળી સ્ત્રીઓ હલકિ કહેવાય. પેલી તો ફકત શરીર અભડાવે છે અને અહિંયા તો આખા આત્માની, સંસ્કારની, સ્ત્રીત્વની એ વાટ લગાવી બેઠી છે.
લખવા બેસુ તો ઘણુ લખાશે પરંતુ ટુંકમાં કહુ તો ગંદા પણ નથી અને ધંધા પણ નથી આ..આ એક આત્મ સમ્માન છે તમારી જાતનુ. પરિવારને પણ એક હાથે સાચવી બીજા હાથે તમે પોતાની કારકિર્દિમાં પણ પક્ક્ડ જમાવી બેઠા છો અને કોઇ રીતે કોઇના મોહતાજ નથી.. સલામ.. લખતા રહેજો..
પણ જયારે એજ હેરાન કરે ત્યારે બસ સહન કરતુ રેવું પડે
એક અનુભવ સહરે કરું તો મારી બાજુ માં એક કુટુંબ છે
માસી બહુ ઓલ્ડ ફેશન છે એટલી દીકરી ને બધું કામ આવડવું જ જોયે
ભલે અ ૭૫% લાવતા હોય,એને બધાની સામે દિવસ ના એક વાર તો અમ કેવાનુંજ કે "આ અમારી અક્કલમઠી"
પણ હવે થોડુંક કડક થવાની જરૂર છે એને થોડું નફ્ફટ પણ
Thanks a lot for positive and motivating feedback!
Yeah I do write on recent incidents and what all touches my nerves and senses!
and regarding - " mara rasoina prayogo"- i cn write a whole book on my blunders!
I mean can u imagine BE comp Eng with ZERO kitchen skill and one fine morning she finds herself in a magical cube- popularly called kitchen!
One who even didst knew what is haldi and how to recognize different dals- at one time,... with fatal errors, warnings and lots of scoops - now survives to cook quite well!
SO thats me- A cook not by choice or hobby but by conditions :)
I will definitely love to write and share my experiences from zero to average and still struggling, if given chance in said column!
platform Independent - writing is joy to me!
let me know where to contact you :)