"બેબુ , જલ્દી કર ને ... મારે એક અરજન્ટ મીટીંગ માં જવાનું છે! એન્ડ પ્લીસ આજે લંચ ફીનીશ કરજે , તારા ફેવરીટ આલું ના પરોઠા બનાવ્યા છે! " - ટીનએજર દીકરી ની બેગ પેક કરી એને હાથ માં થામાંવતા માં એ રોજની સ્ટીરીઓટાઈપ સલાહ આપી... જે કદાચ હવે એમની બેબુ ને અડતી પણ નથી!
"મોમ, નોટ અગેન ! આઈ ટોલ્ડ યુ ! આઈ એમ ઓન ડાયેટ! આલું કે પરોઠે સાઉન્ડ્સ સો ફિલ્મી એન્ડ અનહેલ્ધી ! આઈ વિલ હેવ ફ્રુટ જ્યુસ એટ કેન્ટીન. " - નવી હેર કટ માં પોતે કેવી હેપ લાગે છે એ જોઈ ને ખુશ થતી ફિગર કોન્શિયસ બેબુ ખુશ થતા ટહુકી ..
" કમ ઓન બેબુ! યુ આર ઇન શેપ ઓલરેડી! મેં આજે સવારે વહેલા ઉઠીને સ્પેશિયલી તારા માટે પરોઠા બનાવ્યા , આજનો દિવસ ખાઈલે .. કાલ થી ડાયેટ સ્પેશિયલ કઈ બનાવીસ! " - રાતે [!!!] ઓફીસ નું પેન્ડીંગ કામ પતાવીને ઊંઘી ત્યારે પતિ ને બાળકો ને ક્વોલીટી ટાઈમ ના આપી શકવાની ગીલ્ટ , કદાચ આજે સવારનું રીચ મેનુ બની! પતિ ની પસંદગીના કોફતા અને બેટી ની પસંદગી ના પરોઠા , અને પોતાની પસંદગી નું ? .... કદાચ પોતાનું અસ્તિત્વ તો આ ગીલ્ટ નીચે ક્યાય ધરબાઈ ગયું એ આ બીઝી લાઈફ માં રીયલાઈઝ પણ નથી થયું!
" મોમ, ડોન્ટ જોક ! યુ એન્ડ ડાયેટ ફૂડ? લુક એટ યુ! યુ લૂક લાઈક યુ વિલ બ્લાસ્ટ એટ એની ટાઈમ! નો વોટ? હું મારી હાફ સ્કુલ એકટીવીટીસ તારી સાથે શેર જ નથી કરતી , કેમકે જયારે તુ મારી સાથે સ્કુલ માં આવે છે મારી ફ્રેન્ડસ મારી બૌ ઉડાવે છે! તારા લીધે ધે કોલ મી બેબી એલીફન્ટ! ધે સે - ફ્યુચર માં હું પણ તારી જેમ... આઈ ડોન્ટ વોન્ટ ટુ લુક લાઈક યુ - હોરિબલ મોમ, યુ લુક હોરિબલ ! લુક એટ ડેડ , રેગ્યુલર એકસરસાઈઝ , ડેઈલી વોક એન્ડ ઓલ ... હી ઈઝ ફીટ અને યુ ? લેટ મી ફોલો માય ડાયેટ ! " - દીકરી ના શબ્દો કરતા વધુ એના એક્સપ્રેશન થી મોમ નું દિલ ચિરાઈ ગયું!
સડસડાટ દોડી જતી દીકરી ની પાછળ શૂન્ય મનસ્ક મોમ થીજી ગઈ..
અરીસા માં જાણે વર્ષો થી પોતાની જાત ને જોઈ ના હોય એમે અનિમેષ તાકી રહી..
શું કહી ગઈ એની લાડલી બેબુ જે એને આટલું ખૂંચ્યું ? કઈ ખોટું તો નથી જ કીધું ને!
બીપ ... બીપ... બીપ...
" વ્હેર આર યુ મિસ. શાહ ? અવર ક્લાયનટ્સ આર વેઈટીંગ ફોર યુ ! હરી અપ પ્લીઝ... " -
હરી અપ ... પતિ ની હેલ્થ સાચવવા એમનું એકસરસાઈઝ નું ટાઈમ ટેબલ અને બેલેન્સ્ડ ફૂડ નું મેનુ સાચવવા ... તમારી મુખ્ય જવાબદારી છે, મીસીસ શાહ !
હરી અપ .. દીકરી ના પ્રોજેક્ટ્સ અને એસાઈન્મેન્ટ ટાઈમ પર અને પ્રાઈઝ વિનિંગ કરવા , દીકરી ને બેસ્ટ અપ-બ્રીન્ગીંગ આપવા ... ઇન્ટેલીજન્ટ મોમ હોવાનો દીકરી ને કૈક તો ફાયદો હોવો જોઈએને!
હરી અપ .. પ્રોફેશનલ ડેડલાઈન સાચવવા ... મીટીન્ગ્સ એટેન્ડ કરવા, પ્રોજેક્ટ્સ ફીનીશ કરવા , ઓવરનાઈટ ફાઈલ્સ અને પ્રેઝનટેશનસ પ્રિપેર કરવા ...
કરિયર ગ્રોથ માટે ? ...
સેલેરી રેઈઝ માટે ?...
સેવિંગ્સ વધારવા માટે? ...
ફેમીલી બેનીફીટસ માટે ?...
સ્ટોપ ઈટ!!
મિરર ની અંદર થી મિસ શાહ - મીસીસ શાહ સામે ગર્જી ઉઠી, કદાચ પહેલી વાર -- "રોજ સવારે ૫ થી રાત ના ૧૨ સુધી ઘડિયાળ ની સાથે રેસ કરતા કરતા પોતાના ફેમીલી ની ખુશી માટે , કેરિયર માટે , મને અવગણવાનું પરિણામ જોયું ને? .. "
અને મિરર ની સામે થીજી ગયેલી મીસીસ શાહ કઈ બોલે એ પહેલા ...
બીપ... બીપ.. બીપ...
યુ હેવ ૩ રીમાઈનડરસ ટુડે ..
1) બેબુ - સાયંસ પ્રોજેક્ટ માટે મટીરીયલ ડાઉનલોડ + પરચેઝ : સબજેકટ - મધર નેચર
2) પતિજી - ડાયાબીટીસ ટેસ્ટ કીટ ની રીફીલ આઉટ ઓફ સ્ટોક + ફોન, લાઈટ , મોબાઈલ બિલ્સ પેયમેન્ટસ ડ્યુ
3) દાદીજી - સપ્તાહ અને સત્સંગ એટ ૬ , હવેલી .
મિરર [!!!] ની અંદર રહેલી મિસ શાહ ને ફરીથી અવગણી ને મીસીસ શાહ નામનું મશીન ફરી દોડ્યું ...
"જોઈએ છે સુપર મોમ - ઇન્ટેલીજેન્ટ ,હાર્ડ વર્કિંગ , બયુટીફૂલ એન્ડ અબોવ ઓલ ઇમોશનલ ફૂલ ! "
Comments