Skip to main content

૮ માર્ચ :: ઇન્ટર નેશનલ વુમન સ ડે - કે વાર્ષિક મજાક ?


ખાસ નોંધ.. 
લેખિકા નું પત્ર કાલ્પનિક છે જેમાં મારા અને મારા જેવા ઘણા સર્જકો ની મનોવેદના ના શેડ્સ છે.. [ સર્જકો માં કૃપયા જેન્ડર બાયસ ના ગણવું!  ]


આ થી સમઝવું કે - નીચેની પોસ્ટ વાસ્તવિક+કાલ્પનિક છે! 


લગતા વળગતા એ બંધ બેસતી પાઘડી પહેરવાની છૂટ છે ..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


શુભેચ્છક ૧ :

" બુક નું મુખપૃષ્ઠ સુંદર છે ..  ખુબ ખુબ અભિનંદન .. અમને તો બૌ આનંદ થયો , કે તારી ક્રિએટીવીટી ને પાંખો મળશે ! આમ જ લખતી રહેજે .. અને બુક ની કોપી નઈ મોકલવાની અમને? " 
-"હા જરૂર, કુરિયર કરી દઈસ , શુભેચ્છાબદલ આભાર.."... 
{
ક્યારેય એક છાપું પણ જાતે ખરીદતા હશે કે કેમ? ને બુક ની કોપી લઇ ને શું કરશે એ પ્રાણ પ્રશ્ન! 
}

શુભેચ્છક ૨ :

" મુબારક હો! જોયું ને મેં તો ૬-૮ મહિના પહેલા જ કીધું તુ , તારા માં કઈ ક છે જ! આજે  સવારે જ બુક લઇ આવ્યો! લેયઆઉટ સારું છે , પણ એમ નથી લાગતું કે થોડું લાઉડ છે! અને પેજીસ પણ થોડા રફ નથી ? આમ તો ઠીક જ લાગે છે , પણ થોડી મહેનત કરી હોત તો કોઈ સારા રેપ્યુંટેડ પબ્લીકેશન હાઉસ વાળા પણ કદાચ માની  જાત છાપવા.. હવે નેક્સ્ટ ટાઈમ જરા .. "
" હા , ધ્યાન રાખીશ, આભાર .." - 
ભલે ને બુક માં કન્ટેન્ટ હોય, ના હોય , દેખાવે બધું સરસ ને મોંઘુ હોવું જોઈએ,,  આજકાલ તો " જો દિખાતા હે વોહી બિકતા હે.. "  
}

શુભેચ્છક ૩ :

" અરે વાહ , તમે તો લેખિકા બની ગયા..  કૉનગ્રેચ્યુલેશન  .. તમારી બુક ના સરસ રિસ્પોન્સ નો છાપા માં આર્ટીકલ વાંચ્યો! બૌ અનાદ થયો! 
પણ એમાં તમરુ નામ .. કૈક ભૂલ નથી થતી ?
તમારા નામ ની પાછળ તમારા પતિદેવ નું નામ ને સરનેમ હોવા જોઈએ એની જગા એ , તમારા નામ ની પાછળ ૨ -સરનેમ [પિયર પક્ષ ને સસરા પક્ષ ની ] છે ! મેં તો ૨ વાર ચેક કર્યું કે તમે જ છો ને ?  પછી દાદી, કાકી, માસી, મોટીબેન , ભાઈ બધાને ફોન કરી ને ચેક કરવાનું કીધું , આ તો.. તમે હોવ તો નામ આં થોડું લાખો?
 તમે તો સાચા ભારતીય નારી ની જેમ પતિના નામ વગર નામ ના જ લાખો, હે ને? સાચું ને ? શું કહો છો? "
 - " હા એ મારું જ નામ હતું - ૨ સરનેમ સાથે , બાજુ માં ફોટો પણ હતો ચેક કરવા , ને મારી જ બુક માટે નો આર્ટીકલ હતો, આભાર .. "
 છેલા ૧૦ વર્ષ થી પતિદેવ નું નામ હસી ખુશી થી લટકાવીને  ફરું છું , ને એક દિવસ માટે મારી ક્રિએટીવીટી સદગત પપ્પા ને અર્પણ કરવા નામ માં પિયરની સરનેમ પણ લખી તો શું આભ તૂટી પડ્યું ? 
ને આ સરનેમ છે શું ચીજ? શું મારું નામ કાફી નથી મારી ઓળખ માટે? 
ને મારું નામ હું કોઈ પણ રીતે લખું , મારું છે , મારે નક્કી કરવા નું છે!  તમ તમારે ગમે એ  લેબલ ને સ્ટીકર થી ઓળખોને મેં ના પડી?  
}

 શુભેચ્છક ૪: 

" જલસો પડી ગયો બુક હાથ માં લઈને હોં! લેખિકાજી , તમારો ફોટો તો મઝા નો છપાયો છે ને! શું ગાલ માં ડીમ્પલ પડે છે , આય હાય! ને આંખો માં કાજળ તમે રોજ લગાવો છો ? ખરેખર કાતિલ ફોટો છે, એ જોવા પણ બુક લેવી પડશે બોલો! "
- " !!!!!!!!! આભાર !!!!!!!!!!! "
બુક વેચાણ માટે છે , લેખિકા નહિ , એવું લખવાનું રહી ગયું ફોટાની નીચે નો અફસોસ !!! 
}

શુભેચ્છક ૫:

" મુબારક હો ! મેં તો તમને જોયા ને ત્યારથી જ ખબર હતી કે દમ છે તમારા માં.. 
ગુજરાતી સાહિત્ય ને તમારા જેવા જ નવ લોહિયા લેખકો ઉગારી શકે એમ છે હાલમાં! રંગ રાખ્યો તમે હો! 
પણ એ તો કહો , આ પબ્લીકેશન માં કેમ નો મેળ પાડ્યો! આપડે એ પબ્લીકેશન વાળા ને ઓળખીએ હો, લાલો લાભ વગર લોટે એમ નથી, તમે ક્યાં એમાં ભરાઈ ગયા ? .. 
હા હા હા , મારો બેટો ખાલી લેખિકા ઓ પાછળ જ ઘસે છે ... રૂપિયા ! જો જો બીજું કઈ સમજતા! ... "
- " જરૂર થી ધ્યાન રાખીશ.. આભાર ! "
{
 સ્ત્રી માત્ર કોઈ પણ ફિલ્ડ માં આગળ આવે, એ પછી પ્રમોશન હોય, સેલેરી રેઝ હોય કે કોઈ  ક્રિએટીવીટી , આ પંચાતીયા ઓ ને કેમ હમેશા એની પાછળ ઘસવાનું ને ઘસાવાનું જ દેખાતું હશે?
 }


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


૮ માર્ચ - અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ- એક યોગનું યોગ. ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રોજ કરતા આજ નો દિવસ વધારે સ્પેશીયલ છે ... 
આજે એલાર્મ કરતા પહેલા ઉઠી જવાયું ... 
રોજિંદુ કમ કરતા જ્યાં ઉતાવળ રહેતી ત્યાં આજે સમય કરતા પહેલા કામ  પતી ગયું.. 

એક ખુશી , ઉત્સાહ ને છતાં થોડો અજંપો, ગભરાટ...બાળક ના જન્મ વખતે માં ને થાય એવો જ તો! 
આજે જન્મ થવાનો છે , પ્રથમ સર્જન નો , પહેલી લાગણીઓ ને સપનાઓ નો...  "એક બીલો એવરેજ વુમન "  ના પુસ્તક નો  ..

"એક બીલો એવરેજ વુમન " માટે આજે પહેલી વાર  ૮ - માર્ચ , મહત્વ નો દિવસ છે ...
ઘડિયાળ ના કાંટા પણ ધીમા ચાલી ને પજવે છે! 

ને એસ.એમ.એસ ના સવારથી સતત વાગતો ટોન, મહેસુસ કરાવે છે સ્વજનો ની શુભેછા [ દિલી કે માત્ર ફોર્માલીટી ! ] ???????

૮ માર્ચ - અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ- એક યોગનું યોગ.. "એક બીલો એવરેજ વુમન " માટે આજે પહેલી વાર એનો "પોતાનો" દિવસ.. ???

શુભેચ્છા ઓ ના પ્રકાર પણ કેવા વિકૃત ? 

-- કોઈ પુસ્તક ની બાહ્ય સુંદરતા ના વખાણ કરે છે ...
-- તો કોઈ ને સરનેમ ને પતિનેમ માં જ માત્ર રસ છે ...
 -- કોઈ લેખિકા ના લખાણ ની જગા એ એના ગાલ ના ખાડા માં જઈ ને પડ્યા  છે ...
-- તો કોઈને લેખિકા ના આ સન્માન કે આ લાઈફ ટાઈમ ઓપરચ્યુનિટીમાં કઈ સેટિંગ દેખાય છે....

"આચાર વિચાર માં કેવો ફેર? "

૮ માર્ચ....
--  "પોતાનો દિવસ " ?
-- "મહિલા દિવસ "
-- " ઇન્ટર નેશનલ વુમન સ ડે " 

ક્રેપ....

Comments

Navin said…
प्रथम खंड : ‘बेटी’ है, गर्भपरिक्षण मे पाया गया मा-बाप(!)ने गर्भपात का निश्चय किया

बेटी हु,
तो क्या इस दुनिया मे आ नहि शकती? माता-पिता का प्यार पा नहि शकती?, दोष मेरा क्या है अगर मै लडका नही क्या मै तेरी इच्छा का फल नही?,
मै तेरे ही बाग का फूल, मा मुजे मत मार. (પુરુ કાવ્ય “gagan-vihar.blogspot.com “ પર છે. )
જ્યા ભણેલા-ગણેલા(!) લોકો પણ ‘છોકરો’ છે કે ‘છોકરી’ એવા ગર્ભપરેક્ષણો કરાવતા હોય ત્યા એક મહિલા-દિન ની ઉજવણી શુ કરી લેશે?
જ્યા શુધી લોકોની માનસિકતા નહિ બદલાય, ત્યા શુધી માત્ર ઉજવણીઓથી જ સંતોષ માનવો રહ્યો! જય હો !!
Harsh Pandya said…
jordar,dhardar...

was thinking to say all the women a prayer to b original as they are in my life...u r the one,best one bhums...keep cracking :)
Snehal Gandhi said…
Hahaha, enjoyed the wishes and the mentalities of different different well wishers...

બુક વેચાણ માટે છે , લેખિકા નહિ , એવું લખવાનું રહી ગયું ફોટાની નીચે નો અફસોસ !!!

Khub j mast kataksh chhe upar na vakya ma..

Aavi rite j lakhta raho ane tamara articles regularly newspapers ma publish thata rahe evi Shubh-kamna...
hakikat bayan kari ne tame loko ne avdhav ma muki didha...

baki ketlay loko bandh besti paghdi paheri pan leshe

ha tamara lakhan ma always ni jem aaje pan etlij majja avi obvious gujarati ma thodi vadhu maja avi :)

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...