":ભુમિકા, મહારાજ જાય છે , હિર ને લઇ ને દર્શન કરી આવ! " - સત્યનારાયણ ની કથા પતી એટલે કેયુરે યાદ કરાવ્યું કે કથા પ્રસાદ ની સાથે સાથે પ્રભુ આરાધના માટે પણ કરવામાં આવે છે!
" હા, હું અને હિર ક્યારના દર્શન કરી આવ્યા! " - હિર ને પ્રસાદ ખવડાવતા મેં પ્રસાદ નો પડિયો અમારા દુર ના સંબંધી , જે અનાયાસે કથા સમયે હાજર હતા તેમને ધર્યો!
"એમ પણ ભગવાન ના કામ માં તો કહ્યું છે ને કે નસીબ માં હોય તો જ દર્શન થાય ને પ્રભુ મળે! અમારા જૈનો માં તો... "- ને અમારા એ વ્હાલા સંબંધી જે નવા સવા જૈનીઝમ માંથી વિષ્ણવીઝમ માં વટલાયા છે , તેમણે વિના પૂછ્યે જૈન ધર્મ નું મહિમા ગાન શરુ કર્યું!
" એમ પણ ધર્મ ને કર્મ ની વાત તો જેમ જૈન ને વૈષ્ણવ જન સાચવી જાણે છે એમ તો કોઈના ગજા ની વાત નહિ! ભગવાન ના નામે નાટક કરે પણ કઈ મલાજો ના જાળવી શકે એવી જ્ઞાતિ થી મને તો બિલકુલ સુગ છે! ખાસ તો બ્રાહ્મણ ને મહારાષ્ટ્રીયન ! એમના થી ૧૦૦ ફૂટ દુર જ સારા ની તો આપડે પણ અભડાઈ જવાય! "- નવા સવા ધર્મ ને નવી જ્ઞાતિ માં એડજસ્ટ થવા ના ભાવે કે પોતાની આંતર સુઝથી સંબંધી શ્રી અમને બધાને "જ્ઞાતિ વાદ" અંગે સમજ આપી રહ્યા હતા ...
" ઓહ , કાસ્ટ ને ધર્મ થી એટલો બધો ફર્ક પડે છે ? તો તો તમારે મારાથી પણ ૧૦૦ ફૂટ નું અંતર રાખવું ... " - મેં હસતા હસતા હિર ને એમના ખોડા માંથી લઇ હિંચકે બેસાડી!
" ના સમજાયું ? ભુમિકા પણ બ્રાહ્મણ છે! એટલે હિર પણ ૫૦% બ્રાહ્મણ થઇ ને , તો તમે એને ખોડા માં બેસાડીતી ને તમે વટલાઈ જાવ તો? " - કેયુર એ હસતા હસતા ફોડ પડ્યો!
" ઓહ.. મને તો.. પણ.. ભુમિકા ને ખોટું લાગ્યું હશે નઈ ? " - હવે જે બફાઈ ગયું એનું શું કરવું એની અવઢવ માં સંબંધીશ્રી અટવાયા!
"ના રે એમાં કેવું ખોટું લાગે.. મારા માટે તો મારી સરનેમ , દેસાઈ કે શાહ જે ગણો તે માત્ર ટેગ છે!
મારા નામ ની પાછળ દેસાઈ લાગે કે શાહ મારા સ્વભાવ કે મારી લક્ષનીક્તાઓ બદલાઈ નથી જતી!
અને આમ તો જો હું એમ કહું કે -મારા ઘેર , મારી મમ્મી ને તો જૈનો ની જબ્બર એલર્જી છે.. ને મારા ટોકવા છતાં એ કાયમ કહે - "જેની બાજુ માં રહે જૈન એને ક્યારેય મડે નહિ ચૈન" ... તો તમને થોડું કઈ ચોંટી જશે કે માથું લાગશે!
જૈન ધર્મ તો સમતા ને ક્ષમા જ સૂચવે છે ને! "- મારા જવાબ થી કદાચ અમારા મોંઘેરા સંબંધી શ્રી ને ચચર્યું હશે એમ એમનું મુખારવિંદ સૂચવતું હતું , પણ હવે તો કઈ પણ બોલવા માં જોખમ છે ના ન્યાયે એ સત્વરે વિદાય થયા, વધુ ધર્મ જ્ઞાન આપ્યા વગર!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કદાચ દરેક ધર્મ કે જ્ઞાતિ ની કોઈક વિશેષતા , લાક્ષણીકતા , સારા-નરસા પાસા હશે!
પણ જન્મ સાથે કોઈ બાળક એ ઇનહેરીટ નથી કરતો- બાળક ની કાસ્ટ માત્ર ભોળપણ ને નિર્દોષતા જ હોય છે!
જાણે અજાણ્યે , આપડે જ તેને "આપડામાં, આપડી કાસ્ટ માં" આમ કરાય ને આમ ના કરાય નું મોરલ શિક્ષણ અપાતા રહીએ છે!
જો માણસ માત્ર નામ થી આઈડેનટીફાઈ થઇ જાય છે તો પણ આગ્રહ કરી ને એની પાછળ નું કાસ્ટીયુ સ્ટીકર ફંફોસતા રહીએ છે!
જેમ કોઈ પ્રોડક્ટ ખરીદતી વખતે એની મેન્યુફેક્ચરીંગ કંપની નું ટેગ સહેજે જોવાની ને ચકાસવાની આદત છે , એમ , આપડે શું માણસો ને પણ એની "કાસ્ટીકર " [કાસ્ટ + સ્ટીકર , અદભુત નવો શબ્દ! ] થી જ નથી મૂલવતા ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કોઈ પૂછે - "તમે કેવા? " { એટલે કે કઈ કાસ્ટ ના ?}
-તો " અદલ, હ્યુમન, તમારા જેવા તો નહિ જ ! " કેવાનું મન થઇ ના જાય?
Comments
Totally agree with your views on castism and religion!! :)
mwahs... XOXO
superb over all article gamyo but yes aa line bahuj gami :P
yes aa article koi magazine ma aave else koi mast news paper ma ave evu ichhu chhu so may be our so called socialist can understand a bit :P
keep it up..