" હે.. હોલીડે સ્પેશીયલ ટ્રેનસ શરુ થાઇ ગઈ લાગે છે ?" - મારા સેકંડ હોમ, ભિલાડ લેડીઝ કોચ માં પ્રવેશતા ની સાથે જ પરિસ્થિતિ સમજી ગઈ ને અનાયાસે જ મારું ફેવરેટ ભજન ગવાઈ ગયું - "હરી મારા દુખ ના દહાડા.. વ્હાલા એ વેર વાળ્યા...." !
" તમેન કેવી રીતે ખબર પડી હોલી ડે ટ્રેનસ નું? બહાર સ્ટેશન પર કઈ બોર્ડ માર્યું છે નવું? " - અપડાઉન માં નવી સવી નિમિષા એ મૂંઝાઈ ને પૂછ્યું ..
" નિમિષા , યે બાલ હમને ફેશન કે લિયે કલર નહિ કરવાયે ! આઈ મીન... ફરગેટ ઈટ! જો તને આજે આપડા કોચ માં કઈ ચેન્જ ના લાગ્યો ? "- મારા ઓલ્વેઝ ફિલ્મી નાટક થી નિમિષા ટેવાયેલી નઈ એટલે ગભરાઈ જાય!
" હા , આપડો કોચ બદલાઈ ગયો, મને એમ કે ભીડ બૌ છે એટલે.. પણ આટલો નાનો કોચ કેમ મુક્યો હશે?" - આજુ બાજુ જોઇને અચાનક જ પરિસ્થિતિ સમજતા નિમિષાને એક સાથે ઢગલો સવાલો ઉપડ્યા!
" કઈ નઈ રે.. ૧-૨ વેકેશન અપ ડાઉન માં કાઢીશ એટલે તને પણ સમજાઈ જશે આ ઇન્ડિયન રેલ વે નું બખડ જંતર! આ મમતા ની રેલ વે માં સહેજ પણ બુદ્ધિ કે "સમતા" નથી! " - ફિલોસોફી ઝાડતા તો ઝાડી નાખી પછી સમજાયું કે આ શ્રોત્તા ઓ ને આ બધું ના પચે!!!
ને આખું કમપાર્ટમેન્ટ મને એવી રીતે ઘુરવા લાગ્યું જાણે હું નેક્સ્ટ રેલ મીનીસ્ટર બનવા ભાષણ આપતી હોઉં!
"ના સમજાયું ને? ભૂમિકા ને બૌ સીરીયસલી નઈ લેવાની , એને આમ લેકચરબાજી કરવાની આદત છે! જો હવે વેકેશન શરુ થવાના એટલે નવી હોલીડે સ્પેશીયલ ટ્રેનસ શરુ કરવી પડે ને ? " - ઇનાક્ષી બેન એ શાંતિ ને સરળતા થી સમજાવાનો પ્રયાસ કર્યો!
" હા , પેપર માં પણ આવું કૈક આવ્યું તુ, મારી પાસે કટિંગ છે... " - અને કોકી માસી એમના જાદુઈ ઝોલા માં કટિંગ શોધવા માં બીઝી થાઇ ગયા, "હેપ્પી ટુ હેલ્પ" ભાવે...
"કોકી માસી.. તમે આનું પણ કટિંગ સાચવ્યું છે! ધન્ય છે! "- અહોભાવ થી હું કોકીમાસી ની નિસ્વાર્થ ૨૪*૭ મદદ ભાવના ને વંદી રહી!
"જો નિમિષા, બૌ સિમ્પલ છે.. તારી ઘેર તહેવાર છે, બૌ બધા મહેમાન આવાના છે , ને એ માટે શાકભાજી લેવા એક્સ્ટ્રા રુપયા નથી , ફ્રીઝ માં કોબી, રીંગણ, ફ્લાવર, વટાણા ને એવું બધું શાક થોડું થોડું પડ્યું છે! તો શું કરવું પડે? "- આટ આટલા વર્ષ થી જુદી જુદી ઇન્જીન્યરીંગ કોલેજીસ માં જુદી જુદી બ્રાંચ ને જુદા જુદા યર્સ માં વેરાઈટી ઓફ સ્ટુડન્ટસ ને ભણાવી બીજું કઈ આવડ્યું કે નઈ ખબર નઈ, સ્ટુડનટ્સ ના લેવલ પર એમને સમજાય એવી ભાષાના ઉદાહરણ આપવામાં કાબેલિયત આવી ગઈ છે!
"એમાં શું છે! ગભરાવાનું નઈ, બધું શાક ભેગું કરી ને પંચકુટીયું શાક બનાવી દેવાનું! વેરાયટી પણ લાગે ને સ્વાદ પણ જામે ! " - પોતાના ક્ષેત્ર ની વાત કરતા જેમ બધા ફોર્મ માં આવી જાય એમ કુકિંગ ની વાત થી નિમિષા રંગ માં આવી ગઈ!
[ ને મને વિચાર આવ્યો- કુકિંગ ની વાત માં મને કેમ આમ જુસ્સો નઈ આવતો હોય? અને પલ્લવીબેન નો જવાબ આ જ ક્વેશન માટે યાદ આવ્યો- તુ પોતાની જાત ને ફીમેલ્સ માં ગણે છે ? ]
[ ને મને વિચાર આવ્યો- કુકિંગ ની વાત માં મને કેમ આમ જુસ્સો નઈ આવતો હોય? અને પલ્લવીબેન નો જવાબ આ જ ક્વેશન માટે યાદ આવ્યો- તુ પોતાની જાત ને ફીમેલ્સ માં ગણે છે ? ]
" એકદમ પરફેક્ટ! આપડા રેલ્વે વાળા પણ આજ તો કરે છે! જો વેકેશન માં નવી હોલીડે સ્પેશીયલ શરુ કરે ,ઢગલા બંધ , પણ આ વેકેશન ના ૩-૪ મહિના માટે કોણ નવા કોચ નો ખર્ચો કરે? એટલે પંચ કુટીયું ટ્રેન બનાવે ! આ ટ્રેન નો પેલ્લો ડબ્બો ને પેલી ટ્રેન નો છેલ્લો ડબ્બો કરતા કરતા દરેક ટ્રેન ના સરસ ને સ્પેશીયસ ડબ્બા ગપ્ચાવીને , મારી મચડી ને નવી હોલી ડે બનાવી પાડે! પાછું જે ડબ્બા પચાવ્ય હોય તેના માટે પબ્લિક બુમો ના પાડે એટલે વધેલા ઘટેલા નાના ને નક્કામાં કોચ જે તે મારેલા સારા કોચ ની જગાએ જોડી આપે! જાણે કેટરીના ની પ્રોક્સી માટે રાખી સાવંત ને નચાવો એવો ઘાટ થાય! "- છેલા એક વિક થી જે વાંચવા નો પ્રયાસ કરું છું પણ ગપ્પા મારવામાં સકસેસ નથી મળતું એ "ડોટ કનેકટેડ " ને સાઈડ પર મૂકી ને મેં જ્ઞાન પ્રસાર નું મારું નિસ્વાર્થ કમ આગળ ધપાવ્યું!
" થોડી થોડી સમજ પડી! પણ દી, વેકેશન તો વર્ષ માં ૨ વાર આવે , ને હોલીડે સ્પેશીયલ પણ ૨ વર ચાલુ થતી જ હશે ને બંને વેકેશન માં , તો પછી નવા કોચ તો વપરાઈ જ જવાના ને! તો નવા કોચ કેમ ના બનાવે ?
અને આ નાના કોચ માં અપ ડાઉન વાળા ને વેકેશન નું એક્સ્ટ્રા ક્રાઉડ કેમ સમાય એ કોઈ ના વિચારે? "- નિમિષા એ નિર્દોષભાવે એવી વાત કહી દીધી કે જે કદાચ રેલ વે વાળા ની જાડી બુદ્ધિ ને અડે પણ નહિ!
" આપડે નવરા છે , આવી નાની નાની વાતો વિચારવા ! આવા ફાલતું પ્રશ્નો નું એનાલીસીસ કરવા અને એના પોસીબલ આન્સર શોધવા ..
પણ રેલ વે વિભાગ તો બૌ બીઝી છે! પોત પોતાના ઝોન માં પોલીટીક્સ , ઉપર ની કમાણી ને ટાંટિયા ખેંચ માંથી નવરા પડે તો આપડા રેલ્વે મીનીસ્ટર, રેલ વે અધિકારીઓ કે રેલ્વે ના એમ.એસ.ટી યુનિયન લીડર નું ધ્યાન આવી ક્ષુલ્લુક બાબતો પર જાય ને!
"વર મરો, વધુ મરો પણ મારું તરભાણું ભરો " - ના ન્યાયે ભલે ને એમ.એસ.ટી પેસેન્જરસ ની હાલાકી વધે, નોકરી કરવી હશે તો લટકી ને કે છાપરે ચઢી ને જશે!
ભલે ને વરસ ના વચલે દહાડે બાળકો, પત્ની ને સામાન સાથે નીકળતા મુસાફરો રઝળી પડે , પાસ ધારકો સાથે સુરતી શ્લોક્બાજી કરી ને ઝગડી પડે , રીઝર્વેશન વગર આવે તો ભોગવે!
તત્કાલ માં રીઝર્વેશન ના મળે પણ જો ટીટી ની જી હજુરી કરી એને ચા-પાણી નો ખર્ચો આપો તો સેટીંગ થાઇ જ ગયું સમજવાનું , ભલે ને તત્કાલ માં આગળ હોય "લાયક મુસાફર" એ ધક્કે ચઢે !
નવી શરુ કરેલી ને ઓડ ટાઈમે ગોઠવેલી લાંબા અંતર ની હોલી ડે સ્પેશીયલ એક તો સ્ટેશન ઓછા કરે અને એટલે જ તો ભાડું વધુ હોય! તો ભલે ને વચ્ચે ના નાના સ્ટેશન જનારા અને ભાડા માટે બીજા બજેટ પર કાપ મુકનારા મુસાફરો ને હોલીડે સ્પેશીયલ નો લાહવો ના મળે, સરકાર ને તો નવી શરુ કરેલી હોલીડે ટ્રેનસ ના આંકડા માં રસ છે, જશ ખાટવા ને વોટ વસુલવા ,
- કોણ એ હોલીડે સ્પેશીયલ વાપરે છે, કોના ભોગે વાપરે છે ને કેટલી ખાલી જાય છે આ "સ્પેશીયલ ટ્રેન" એની કોને પડી છે ? " - બારી ની બહાર સુરત જંકશન નું બોર્ડ જોયું ને સમજાયું , લેકચર પત્યું , બધા ૨ ઘડી વિચાર કરશે ને ભૂલી જશે! શું બદલાશે? ને કોને ફર્ક પડશે ?
મને ફર્ક પડે છે! ને હું શરૂઆત કરીશ , બદલાવ માટે .. અંદરથી જવાબ આવ્યો!
ને લાસ્ટ વેકેશન ની જેમ જ વોર પ્લાન (- રેલ વે ના નઘરોળ ખાતા ની સામે) મનોમન મંડાવા લાગ્યો! ...
{
ગયા વેકેશન ની અમારો જગ્દોજહેદ , વાંચો અહી ::
}
Comments
વસ્તુ એ છે કે કરવા ખાતર કરતી જોબ હોય એટલે એટલું કન્સર્ન ન લેવાતું હોય.બાકી હજીય ટ્રેઈન જેવી મુસાફરીની મજા બસમાં નથી આવતી...બાય ધ વે,વોર પ્લાનમાં મારે લાયક હોય તો ચોક્કસ કહેજો.. ;)