Scene 1::
"શીખ મમ્મી પાસેથી કઈ , ઘર કેમ ચલાવવું અને ઘરવાળા ઓ નું ધ્યાન કેમ રાખવું ! ૮ વર્ષ થયા પણ કઈ જ ના શીખી ! તારા મમ્મી-પાપા એ તો કઈ જ શીખવાડ્યું નથી ... તને ભણાવા સિવાય તારા મમ્મી પાપા એ તને શું સારું શીખવાડ્યું ? તને ખાલી એક જ કામ આવડે - સારું કમાતા ... બાકી બધા માં મીંડું! " - કળયુગ ના રામ એ એની "ગુડ ફોર નથીંગ" પત્ની ને સંભળાવ્યું ....
Scene 2:
"તને તો બાર્ગેનિંગ કરતા પણ નથી આવડતું .. મમ્મી ને જો કેટલી બચત કરે છે .. પૈસા કમાવા અઘરા છે તો બચવા પણ સહેલા નથી ! તને છોકરીઓ જેવું શું આવડે છે ? " - કળયુગ ના રામજી ની અસ્લાખિત વાણી અને "ગુડ ફોર નથીંગ" પત્ની ના આંસુ વચ્ચે કોમ્પીટીશન ચાલુ થઇ...
"ગુડ ફોર નથીંગ " પત્ની સાંભળી રહી ચુપ ચાપ.. પણ મન આમ ચુપ રહે ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
scene -3 :
"પાપા , મારા લ્યુના માં પેટ્રોલ ખૂટી ગયું છે .. હું તમારી ઓફીસ પાસે મુકીને ઓટો માં ઘેર જાઉં છું! " - ધોરણ -૧૦ માં ટ્યુશન ને સ્કુલ માં અટવાતી "બેસ્ટ એટ એવરીથીંગ " દીકરી પોતાના પાપા ને હુકમ કરે છે!
{
" મારું સ્કુટી સ્ટાર્ટ નથી થતું ને બૌ પાણી ભરાઈ ગયું છે - શું કરું ?
" જે કરવું હોય એ કર પણ મને કામ માં ડીસ્ટર્બ ના કર. એમ પણ તને ક્યાં કોઈ વસ્તુ કે વ્યક્તિ ને સાચવતા આવડે છે! "
"ગુડ ફોર નથીંગ " પત્ની માં ની "બેસ્ટ એટ એવેરીથીંગ " દીકરી સમસમી ગઈ!
}
Scene - 4:
"પાપા , નવરાત્રી વર્ષ માં એક જ વાર આવે ને? પ્લીસ આ વખતે મને ગરબા ચાલે ત્યાં સુધી મોડે સુધી[સવારે ૫-૬ વગ સુધી ] ગરબા રમવા દેશો ને ? મને ખબર છે તમે ના નહિ જ પાડો! " - "બેસ્ટ એટ એવરીથીંગ " દીકરી એ પાપા ને મીઠા શબ્દો થી મનાવી લીધા ...
{
"આજે આપડે ક્યાં જઈશું? "
"કેમ આજે શું છે? હું થાકી ગયો છું , જલ્દી ઊંઘી જવું છે.."
"પણ નવરાત્રી..."
"તારે જવું હોય તો જા.. તને મેં ના પડી ? .. મારું માથું ના ખાઈસ.. "
વિચારો માં પણ સોપો પડી ગયો ...
}
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"બેસ્ટ એટ એવરીથીંગ " દીકરી એ "ગુડ ફોર નથીંગ" પત્ની ને કહ્યું - "રડીશ નહિ... રામ કળયુગ નો હોય કે સતયુગ નો , એની પત્ની માટે તો એ એક "પતિ" જ છે - જેમાં મેલ ઈગો, પઝેસીવનેસ, પત્ની ને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની વૃત્તિ જેમ જેમ લગ્ન ની વર્ષગાંઠ નો આંક વધે છે તેમ જ વધતી જાય છે! "
"પતિ , પિતા બને તો પણ પોતાની પત્ની ને પોતાની માં જેવી જ "ગુણવાન" ઝંખે છે { ભલે તે પોતાની પત્ની ને એના પિતા ના ઘર નો છાયડો , વાત્સલ્ય કે હુંફ આપવામાં ધરાર નિષ્ફળ જાય! }પણ પત્ની ના ટેગ નીચે દબાઈ ગયેલી દીકરી ના એ ગુણો નથી ઓળખી સકતો જે જાળવવા માં ને કેળવવા માં એક બીજા "પિતા" નું આયખું ઘસાઈ ગયું હોય છે ! "
Comments
- Few days back read in one of the SMS
touching ..feels like hamana j kyak sambhlyu che :)
almost darek ghar ma ubhi thati paristhiti chhe..
I cant read it anymore.
http://marisamvedana.blogspot.com/2010/10/blog-post.html
thanks.