***
"બહુ
થયું
હવે. હવે
તો
કઈ
કરવું
જ
પડશે. કોઈ
વાંક
ગુના
વગર
આપણે
કેમ
સહન
કરવાનું?
માનસિક
ત્રાસ
પણ
ત્રાસ
તો
છે
ને?"-તમે
અકળાઈને
બોલી
ઉઠ્યા.
"હા,
અકળામણ
તો
મને
પણ
થાય
છે
પણ... પણ
આટલી
વાત
માં
પોલીસમાં
પણ
કેમ
કરીને
જવું? અને
કોઈને
પણ
કહીશું
તો
વાંક
તો
મારો
જ
કાઢશે. હું
થાકી
ગઈ
છું
આ
સીસ્ટમ
અને
સમાજનાં
ડબલ
સ્ટાન્ડર્ડસ
સામે
લડીને."-તમારી
મિત્ર
તેમજ
સહકર્મી
દામિની
આક્રોશપૂર્વક
પોતાનો
બળાપો
કાઢી
રહી.
"તારી
વાત
સાચી
છે
કે
સીસ્ટમ
અને
સમાજ
બ્લેમ
કરશે
પણ
આપણે
એમના
બ્લેમ
પહેરીને
થોડી
ફરવાનું
છે? અને
આટલી
વાત
માં
શું
કમ્પ્લેઇન
કરવાની
એટલે? કોઈ
તમને
અજાણ્યા
નંબર
પરથી
બીભીત્સ્ક
કોલ
કે
એસેમેસ
કરે, ધમકીઓ
આપે
એ
કઈ
રીતે
નાની
વાત
કેહવાય?"-તમે
સહે
થઇને
કહ્યું.
"આપણા
માટે
નહિ
પણ
સમાજ
માટે
અને
પોલીસવાળા
માટે
આ
નાની
વાત
છે. ન્યુઝપેપરમાં,
ટીવી
ન્યુઝમાં
આપને
રોજ
જ
જોઈએ
છે
ને
કે
છેડતી
કે
સતામણી
તો
હવે
કોમન
કહેવાય,
એની
કમ્પ્લેઇન
કરવા
જાય
એને
પોતે
ગુનો
કર્યો
હોય
એમ
ફિલ
કરાવવામાં
આવે. તો
આ
તો
ફોન
થ્રુ
થતી
વર્બલ
હેરેસમેન્ટ
છે."-
દામિનીએ
બધું
વિચારીને
એકદમ
ધીરજપૂર્વક
કહ્યું.
"બીજાનું
વિચારીને
આપણે
સહન
નથી
જ
કરવાનું.
લીવ
એવરીથિંગ
એન્ડ
લેટ્સ
ગો
નાવ."-તમે
સત્તાવાહી
સવારે
કહ્યું.
ઓફીસના
આઉટ-રેજિસ્ટરમાં
એન્ટ્રી
કરીને
તમે
બંને
ધીમા
છતાં
મક્કમ
પગલે
નજીકનાં
પોલીસ
સ્ટેશન
તરફ
સીધાવ્યું.
***
પોલીસ
સ્ટેશનનાં
બોર્ડ
તરફ
જોવામાં
દસેક
મિનીટ
પસાર
થઇ
અને
અંતે
તમે
અને
દામિની
થીમે
પગલે
પોલીસ
સ્ટેશનની
અંદર
ગયા.
"બોલો"-એક
રુક્ષ
અવાજ
સંભળાયો.
અને
તમે
એક
અસ્તવ્યસ્ત
રૂમમાં
ગુનેગારની
ફિલ
સાથે
એન્ટર
થયા.
સરકારી
કર્મચારીઓની
હાલત
અંગે
આજસુધી
સાંભળેલી
વિગતો
તમે
લાઈવ
જોઈ
રહ્યા. આખા
શહેરની
સુરક્ષા
જેના
માથે
છે
એ
પોલીસ
કર્મચારીઓને
કેટલા
ટાંચા
સાધનો
અને
વ્યવસ્થામાં
કામ
કરવું
પડે
છે
એ
જોઇને
તમને
તમારી
સુ-વ્યવસ્થિત
પર્સનલ
કેબીન
અને
એસી-લેબ્સ
યાદ
આવી
ગયા.
" સર,
એક
કમ્પ્લેઇન
લખાવવાની
છે."-દામિનીએ
ધીમેથી
વાત
રજુ
કરી.
"કમ્પ્લેઇન
એટલે
એફઆઈઆર
કે
પછી
જાણખાતરની
અરજી?"-સામે
બેઠેલા
વયસ્ક
પોલીસ
કર્મચારીએ
ચશ્માં
ઉંચે
ચઢાવતા
કંટાળાનાં
ભાવ
સાથે
કહ્યું.
તમે
અને
દામિની
આ
સવાલનાં
જવાબ
માટે
એકબીજાની
સામે
તાકી
રહ્યા.
"નક્કી
કરીને
કાલે
સવારે
આવજો
બેન."-રુક્ષ
અવાજમાં
અમારા
જવાબની
રાહ
જોયા
વગર
જ
અમને
જવાબ
આપી
દેવામાં
આવ્યો.
"નાં,
અમે
આજે
જ
કમ્પ્લેઇન
લખાવીશું.
અરજી,
અમને
અરજી
લખાવવી
છે. "-તમે
સહેજ
ખચકાઈને
વાત
શરુ
કરી.
"બેસો,
બોલો
શું
મેટર
છે?"-ઉપર
ચઢાવેલા
ચશ્માં
કાઢીને
ટેબલ
પર
મુકતા
સાહેબ
બોલ્યા.
"સર,
એક
અજાણ્યા
નંબર
પરથી
આમને
સતત
ફોન
આવે
છે
અને
એસેમેસ
આવે
છે. ફોન
અને
એસેમેસ
પર
ખુબ
અભદ્ર
ભાષા
વપરાય
છે. આ
અજાણ્યા
ઇસમને
અમે
ઓળખતા
નથી
અને
એના
વિરુદ્ધ
અમારે
ફરિયાદ
લખાવવી
છે."-તમે
શબ્દો
ગોઠવી
ગોઠવીને
કહ્યું.
"ફરિયાદ
કોની
છે? એમની
કે
તમારી?"-આંખો
વાંકીચુકી
કરીને
સાહેબે
મને
પૂછ્યું.
"જી
આમની."-તમે
ધીરેથી
ગભરાઈને
જવાબ
આપ્યો.
"તો
એમને
બોલવા
દો. મૂંગા
છો? અભણ
છો?"-ખુબજ
તોછડાઈથી
પુછાયેલા
પ્રશ્નો
સામે
તમે
બંને
નિશબ્દ
તાકી
રહ્યા.
"ના
સર. કમ્પ્લેઇન
મારી
જ
છે. આ
નંબર
પરથી
મને
લાંબા
સમયથી
કોલ
અને
મેસેજીસ
કરીને
અભદ્ર
માંગણીઓ
કરવામાં
આવે
છે."-દામિનીએ
પોતાનો
મોબાઈલ
સાહેબની
સામે
ધર્યો.
"તમે
આ
ફોન-મેસેજ
કરવાવાળા
ભાઈને
ઓળખો
છો?"-સાહેબે
પૂછ્યું.
"જી
અમે
ઓળખતા
હોત
તો
અહી
સુધી
આવવું
પડત?"-તમે
અકળાઈને
બોલી
ગયા.
"મેં
તમને
પૂછ્યું?
તો
મેડમ, આ
અજાણ્યા
ઇસમ
પાસે
તમારો
નંબર
આવ્યો
ક્યાંથી?"-સાહેબ
શક-શંકાભરી
નજરે
અમારા
બંને
તરફ
જોઈ
રહ્યા.
"સાહેબ
પબ્લિક
ટોયલેટની
દીવાલ
પર
તો
અમે
જઈને
કોલ
મી-એમ
લખીને
નંબર
નાં
જ
લખીને
આવ્યા
હોય
ને? અમને
શું
ખબર
કે
એની
પાસે
નંબર
કઈ
રીતે
આવ્યો? અને
જે
રીતે
આવ્યો
હોય
એ, એ
સતામણી
કરે
છે- ફરિયાદ
એની
છે."-તમે
અકળાઈને
બોલી
ઉઠ્યા.
"ફરી
પાછા
તમે
વચ્ચે
બોલ્યા?"-આંખો
કાઢીને
સાહેબે
તમારી
સામે
જોયું.
"સર
એ
માણસ
પાસે
મારો
નંબર
કઈ
રીતે
આવ્યો
એ
મને
ખબર
નથી
પણ
હું
હવે
એના
આ
માનસિક
ત્રાસથી
એટલે...."-દામિનીએ
ભીની
આંખે
અને
ખોરવાયેલા
શબ્દો
સાથે
કહ્યું.
"જુઓ
બહેન, તમે
સારા
ઘરના
લાગો
છો. આ
બધા
ચક્કરમાં
પાડવા
કરતા
આ
નંબરને
બ્લોક
કરી
દો. વાત
પૂરી. "-ખુબજ
ઈન્ટેલીજન્ટ
સોલ્યુશન
આપ્યું
હોય
એવી
રીતે
સાહેબ
બોલ્યા.
"માફ
કરજો
સાહેબ, પણ
નંબર
મેં
બ્લોક
જ
કરેલો
છે. પણ
એના
કોલ્સ
મિસકોલ
માં
તો
બતાવેજ
અને
એસેમેસ
પણ
આવેજ."-દામિનીએ
જવાબ
આપ્યો.
"તો
આપણે
નહિ
જોવાનું.
આ
બધુ
જાણ્યાનું
ઝેર
છે. હું
તો
કહું
છું
નંબર
જ
ચેન્જ
કરાવી
દો
એટલે
બધી
જફા
જાય."-સાહેબે
બીજો
વ્યહવારિક
ઉપાય
સૂચવ્યો.
"સર,
તમે
અમારી
મદદ
કરવાના
છો
કે
આમ
અમને
એવોઈડ
જ
કરવાના
છો? નંબર
શું
કરવા
ચેન્જ
કરવાનો?
અને
નંબર
ચેન્જ
કર્યા
પછી
પણ
નવા
નંબર
પર
હેરાનગતિ
કરે
તો? અને
જ્યારે
વાંક
અમારો
નથી
તો
અમે
કેમ
સહન
કરીએ
કે
નંબર
બદલીએ?
અને
અમે
ટ્રુ-કોલર
પર
પણ
આ
નંબર
ચેક
કર્યો
અને
૩૧-લોકોએ
એને
સ્પામ
કર્યો
છે.
અને
જો
હવે
તમે
કોઈ
એક્શન
નઈ
લો
તો
એની
હિંમત
ઓર
વધશે.”-આખરે
દામિનીએ
અકળાઈને
કહ્યું.
“અચ્છા,
ટ્રુ-કોલર
પર
નામ
અને
લોકેશન
શું
આપે
છે?”-આખરે
સાહેબે
કૈક
કામની
વાત
કરી.
“સર,
નામ
તો
કઈ
ફર્ઝી
બતાવે
છે
અને
લોકેશન
પણ
રાજસ્થાનનું
આવે
છે
પણ
મેં
એ
નંબર
પર
વાત
કરી
છે
અને
એકદમ
પ્યોર
ગુજરાતી
બોલે
છે.”-દામિનીએ
એની
પાસે
હતી
એટલી
માહિતી
આપી.
“હમમમ,
રાજસ્થાન...
જુઓ
મેડમ,
આવા
કેસમાં
કઈ
થવાનું
નથી.
નાં
અમે
એને
શોધવા
રાજસ્થાન
જવાના
કે
નાં
અમારા
ફોન
કરે
એ
અહી
હાજર
થવાનો.
ખાલી
કાગળિયા
આમ-તેમ
ફરશે.એટલે
જ
તમને
પહેલા
કહી
દીધું
કે
આવું
બધું
તો
ચાલ્યા
કરે,
આપણે
નંબર
બદલી
દેવાનો
એટલે
શાંતિ.”-સાહેબે
ફરી
મફતનું
જ્ઞાન
વહેંચ્યું.
“જુઓ
સાહેબ,
લેટ
મી
કમ
સ્ટ્રેઈટ.
મને
કેમ
એમ
લાગે
છે
કે
તમને
અમારી
કમ્પ્લેઇન
લખવામાં
કઈ
પ્રોબ્લેમ
છે?
જો
એમ
હોય
તો
હમણાં
તમે
જે
બ્રહ્મ-જ્ઞાન
આપ્યું
એ
બધું
રાઈટિંગમાં
આપો
પછી
અમે
ફોડી
લઈશું
અમારી
રીતે.
અને
કમ્પ્લેઇન
લખાવ્યા
પછી
શું
થશે
અને
કેમ
થશે
એ
અમે
જોઈ
લઈશું,
તમે
હાથને
કષ્ટ
આપીને
ખાલી
કમ્પ્લેઇન
લાખો.
પ્લીઝ!”-તમે
અકળાઈને
થોડા
ઊંચા
અવાજે
બોલ્યા.
“બેન
શાંતિ
રાખો,
અહિયા
આમ
કામ
નથી
થતું.”-સાહેબે
તમારા
ઉંચા
અવાજથી
ખચકાઈને
કહ્યું.
“જેમ
થાય
એમ
કરો,
પણ
મારે
આ
કમ્પ્લેઇન
લખાવવાની
છે.
આ
રહી
બધી
ડીટેઈલ્સ
અને
આ
રહ્યા
પ્રૂફ-કોલ્સ
અને
એસેમેસની
ઝેરોક્સ.”-દામિનીએ
જરૂરી
કાગળિયા
અને
અરજી
રજુ
કરી.
કમને
સાહેબે
કમ્પ્લેઇન
લખી.
“કમ્પ્લેઇન
નંબર
ક્યારે
મળશે?”-તમે
આગળની
કાર્યવાહી
માટે
પૂછ્યું.
“થોડા
દિવસ
પછી
તમને
ફોન
આવશે,
ત્યારે
આવીને
લઇ
જજો.”-કાગળિયામાં
કૈક
ટપકાવતા
સાહેબે
અધ્ધરતાલ
જવાબ
આપ્યો.
“કેટલા
દિવસ
થશે?
કે
અમે
રોજ
આવીને
પૂછીએ?”-તમે
સીધો
પ્રશ્ન
પૂછ્યો.
“ચાર
દિવસ
પછી
પેલી
સામેની
ઓફીસમાંથી
કમ્પ્લેઇન
નંબર
લઇ
જજો.”-ઉપર
કતરાતી
નજરે
જોતા
જોતા
સાહેબ
બોલ્યા.
અને
કમ્પ્લેઇનની
એક
કોપી
પર
સાહેબના
સિગ્નેચર
કરાવીને
તમે
બંને
ધીમા
પગલે
બહાર
નીકળ્યા.
“એક
કમ્પ્લેઇન
કરવામાં
કેટલી
જફા?
કોણ
આવે
આમની
મદદ
માંગવા
અને
પછી
જાહેરાતો
કરે
કે
ફલાણા-ધીકણા
નંબર
પર
ફરિયાદ
કરો
અને
આપની
ઓળખ
ગુપ્ત
રાખીશું
બ્લાહ-બ્લાહ-બ્લાહ!”-દામિનીએ
એની
અકળામણ
શબ્દોમાં
રજુ
કરી.
સિસ્ટમ
પ્રત્યે
એક
અકળામણ
અને
નિરાશા
સાથે
તમે
પાછા
ફર્યા.
એક
અઠવાડિયા
સુધી
પોલીસસ્ટેશનનાં
પગથીયા
ઘસ્યાં
બાદ
તમારી
કમ્પ્લેઇન
એક
ડગલું
આગળ
ખસી.
અને
શરુ
થયા
નવા
પોલીસસ્ટેશનનાં
ધક્કા,
કે
જ્યાં
આખરે
તમારી
કમ્પ્લેઇન
પર
કામ
થવાનું
છે.
“બેન,
તમારી
કમ્પ્લેઇન
અહી
ટ્રાન્સફર
થઇ
ગઈ
છે.
આજ
સાંજ
સુધીમાં
એ
નંબર
કોના
નામે
રજીસ્ટર
છે
એટલી
માહિતી
મળી
જશે.
જોકે
આપણે
જાણીએ
જ
છે
કે
પોતાના
નામ-નંબરથી
કોઈ
આવી
હિમ્મત
નાં
જ
કરે
એટલે
અમે
કોલ
રેકોર્ડ્સ,
લોકેશન
બધું
ચેક
કરાવીશું.
સહેજ
વાર
લાગશે
પણ
એને
મેથીપાક
ખવડાવીને
જ
રહીશું.”-નવા
પોલીસસ્ટેશનનાં
સાહેબે
બધી
ડીટેઈલ્સ
ચેક
કરીને
કહ્યું.
“થેંક
યુ
સર,
એક
અઠવાડિયા
પછી
પહેલી
વાર
કઈ
હકારાત્મક
અનુભવ
થયો
છે
પોલીસ
સ્ટેશનમાં.”-દામિનીએ
નવાસાહેબનો
અભાર
માન્યો.
“બેન,
હું
સમઝી
શકું
છું.
પણ
આમાં
વાંક
પોલીસ
ખાતાનો
છે
પણ
અને
નથી
પણ.
ગુનેગારો
સાથે
માથા
ફોડીને
અમને
લગભગ
બધાને
શંકાની
નજરે
જોવાની
અને
બધી
વાતમાં
ચોળીને
ચીકણું
કરવાની
આદત
પડી
જાય
છે.
અને
બાકી
રહે
એમાં
દિવસ
રાત
નેતાઓ
અને
સરકારનાં
બંદોબસ્તમાં
જીહજુરી
કરવાની!
અમારે
પણ
કઈ
જીવ
હોય
છે,
પરિવાર-
પત્ની-બાળકો
હોય
છે!
વાત
માત્ર
એટલી
છે
કે
પોલીસવાળા
મદદ
કરે
જ
છે-પણ
ધીરજ,
હકારાત્મકતા
અને
સમય
જાળવવા
જરૂરી
બને
છે.
અમે
જે
સિસ્ટમનો
ભાગ
છીએ
ત્યાં
અમારા
હાથ
પણ
બંધાયેલા
હોય
છે
અને
એટલે
ઘણી
વાર
મદદ
કરવામાં
અમે
કદાચ
સમય
લઈએ
છે..”-નવાસાહેબે
પોતાની
વ્યવસાયિકવ્યથા
જુજ
શબ્દોમાં
સચોટ
રીતે
કહી.
અને
તમે
બંને
એક
શાંતિ
સાથે
પોલીસસ્ટેશનથી
પાછા
વળ્યા.
***
વારંવાર
આપણે
છેડતી,
માનસિક-શારીરિક
ત્રાસ,
બળાત્કાર,
એસીડ
એટેકસ
વિગેરેનાં
સમાચાર
વાંચીએ
છે
અને
બહુધા
પીડિત
સ્ત્રી
અને
એના
ચારિત્ર્ય
અંગે
જ
પ્રશ્નો
ઉઠાવીએ
છે.
-- ચાર
દિવસ
પછી
પોલીસ
કમ્પ્લેઇન
કેમ
કરી?
રાત્રે
એકલી
કેમ
ફરતી
હતી?
આવા-તેવા
કપડા
કેમ
પહેર્યા
હતા?
નક્કી
એણે
જ
કઈ
નખરા
કર્યા
હશે-નહિ
તો
એને
જ
કેમ
હેરાન
કરે?
વિગેરે
વિગેરે...
નવરાત્રી
હમણાજ
ગઈ.
આપણે
સૌએ
માં-અંબેની
આરાધના
હોંશે
હોંશે
કરી.
ગરબે
રમ્યા,
મૌજમઝા
પણ
કરી.
પણ
એજ
હોંશ
અને
હકારાત્મકતાથી
આપણે
નારી-શક્તિની
આરાધના
કરીએ
છે?
જો
આપણે
એક
સભ્ય
સમાજ
તરીકે
સ્ત્રી-સન્માનનાં
પાઠ
પણ
નથી
પચાવી
શકતા
તો
આ
નવ
દિવસની
નવરાત્રીની
આરાધના
પણ
વ્યર્થ
જ
છે!
Comments