***
"આ
પાછી
નવરાત્રી
આવી
ગઈ. માં-બાપને
માટે
નવ
દિવસના
ઉજાગરા
અને
ટેન્શન
મફતમાં."
"સાચી
વાત. ગયા
એ
જમાના
જ્યારે
નવરાત્રીમાં
ગરબા
માં-અંબાની
ભક્તિમાં
રમતાં
હતા. હવે
તો
ગરબાનાં
નામે
ડાન્સ
થાય
છે."
"હા
ભાઈ, બધે
આ જ
રામાયણ
છે. ગરબામાં
ગરબા
સિવાય
બધ્ધું
જ થાય
છે. અને
પાછું
આજકાલનાં
છોકરાઓને
રોક-ટોક
પણ
નાં
કરાય, નહીતો
છુપાવીને
જાય."
"હા
આજની
પેઢીને
કઈ જ
કહેવાઈ
નહિ. મને
તો
પ્રશ્ન
એ છે
કે આ
નાટક-ચેટક-નૃત્ય-ડાન્સ
કરીને
મળતું
શું
હશે? બધા
ભવાડા
ખાલી
ખોટા
સમય
અને
પૈસા
બગડવાના. ભાઈસાબ
એના
કરતા
કઈ
કામ-ધંધો
કરો
તો
દહાડો
વળે!"
એક
પછી
એક
સજ્જન
પોતાનો
ઉગ્ર
પ્રતિભાવ
મૂકી
રહ્યા
હતા.
નવરાત્રી
આવે
એટલે
લગભગ
દરેક
ઘરમાં
એકજ
ટેપ
ચાલુ
થાય
અને
લગભગ
બધા
જ
વડીલોની
એક
સરખી
હૈયા-વરાળ
ઠલવાય.
સ્કુલમાં
પેરેન્ટ્સમીટીંગમાં
આવેલા
વાલીઓનું
આ
માનો-મંથન
તમે
શાંતિથી
સાંભળી
રહ્યા
છો
અને
એક
નવી
અવઢવમાં
અટવાયા
છો. આજ
વાલીઓને
તેમના
બાળકોને
ઇન્ટર-સ્કુલ
ડાન્સ
કોમ્પીટીશનમાં
ગરબા
પરફોર્મ
કરવા
સંમતિ
આપવા
સમઝાવવાનું
છે. હવે
જે
વાલીઓને
નાટ્ય-નૃત્ય
કળા
સાવ
વ્યર્થ
લાગે
છે
એમને
સામી
પરીક્ષા
અને
દિવાળી
ટાણે
કઈ
રીતે
મનાવવા?
અને
તમે
કૈક
વિચાર
કરો
છો.
વાલીઓ
સાથે
અભ્યાસ
સંબંધિત
ચર્ચા-વિચારના
પૂરી
કરીને
ધીમે
રહીને
તમે
તમારો
પ્રસ્તાવ
મુકો
છો.
"તમારા
બાળકોનું
આ
વર્ષે
ઇન્ટરસ્કુલ
ડાન્સ
કોમ્પીટીશનમાં
પરફોર્મ
કરવા
સિલેકશન
થયું
છે. આ
ફોર્મમાં
તમારે
વાળી
તરીકે
સહી
કરીને
તમારી
સંમતી
આપવાની
છે. અમે
શાળામાં
પ્રેક્ટીસ
તો
શરુ
કરાવી
જ દીધી
છે
અને
બાળકો
સાચે
જ ખુબ
જ સરસ
ગામઠી-ગરબા
શીખી
રહ્યા
છે."
"મેડમ,
માફ
કરજો
પણ
એક
મહિના
પછી
દિવાળી
છે
અને
એના
પહેલા
ટર્મ
એકઝામ્સ. આ
ડાન્સ-વાન્સનાં
લફડામાં
છોકરાઓનું
ધ્યાન
ભટકી
જશે."-એક
વાલીએ
તરત
જ
વિરોધ
રજુ
કર્યો.
"એકદમ
સાચી
વાત. અને
અમે
છોકરાઓને
અહી
ભણવા
મોકલીએ
છે. આ
ગરબા
અને
ડાન્સ
ને
એવું
બધું
કરીને
થાકી
જાય
અને
પછી
ભણવામાં
કશો
ભલીવાર
ના
આવે."-બીજા
વાળીએ
વિરોધમાં
સંમતી
સૂચવતા
કહ્યું.
"મેડમ
આ
નૃત્ય-નાટક
બધું
નવરા
લોકો
અથવા
પૈસાદાર
લોકોને
પોસાય, અમે
નોકરીયાત
લોકો
અમને
નાં
પરવડે."ત્રીજા
વાળીએ
મુદ્દાનની
વાત
રજુ
કરી.
"મેડમ
છોકરાઓ
તો
અત્યારે
ભીની
માટી
જેવા
છે. સારું-ખરાબ
જે
શીખવાડો
ઝટ
કરતા
શીખી
જાય. પણ
વાલી
તરીકે
જવાબદારી
આપણી
છે એ
જોવાની
કે
એમને
કામ
લાગે
એજ
વિદ્યા
એમને
પહેલા
અને
પુરતી
મળી
શકે."-ચોથા
વાલીએ
ખુબ
નમ્રભાષામાં
રજૂઆત
કરી.
"હું
આપની
ચિંતા
સુપેરે
સમઝું
છું. હું
પણ
એક
દીકરીની
માં
છું
અને
સાધારણ
પરિવારમાંથી
આવું
છું. પણ
એક
શિક્ષક
તરીકે
નહિ, એક
માં
તરીકે
મારો
અનુભવ
રહ્યો
છે
કે
બાળકને
કળાના
કોઈ
એક
પરિમાણમાં
રૂચી
જળવાઈ
રહે
એવું
વતાવરણ
એના
વિકાસને
વેગ
આપી
શકે
છે. ચિત્રકળા-નૃત્ય-નાટક-લેખન-વાંચન
આ બધા
પૈકી
કોઈ
એક
પણ
શોખ
બાળકને
આજીવન
જળવાઈ
રહે
તો-તેની
બુદ્ધિ
પ્રતિભા
અને
વિકાસ
વધુ
સારો
થઇ
શકે
છે. નાટક
હોય
કે
નૃત્ય-ચિત્રકળા
હોય
કે
વાંચન- કળા
એવી
શક્તિ
છે
જે
માણસને
નવચેતના
આપે
છે, શક્તિ
આપે
છે. સાચું
કહું
તો
બાળક
પોતાના
શોખ-રૂચીમાં
જેટલો
સમય
આપે
છે
તેટલો
ફ્રેશ
થઈને
તાજગી
સાથે
ભણી
શકે
છે."- તમે
એક
એક
કરીને
શક્ય
એટલા
બધા
કારણો
સમઝાવ્યા.
"મેડમ
આ
કહેવાની
વાતો
છે. કોઈ
એક
માણસ
એવું
બતાવો
કે
જેને
આ
કળા-કારીગરી
સીખીને
જીંદગીમાં
કોઈ
ફાયદો
થયો
હોય!"-ક્યારના
ચુપચાપ
સાંભળી
રહેલા
એક
વાલીએ
સીધો
પ્રશ્ન
કર્યો. અને
તમે
સહેજ
વિચારમાં
પડી
ગયા.
અને
બધા
વાલીઓ
જવાબની
અપેક્ષામાં
તમારી
સામે
જોઈ
રહ્યા.
"સારું
ત્યારે, એમ
કરીએ. હું
તમને
એક
ઉદાહર
આપું
કળાની
શક્તિનું
અને
જો એ
તમારે
ગળે
ઉતરે
તો
આજીવન
તમારે
તમારા
બાળકોને
એમની
રુચિ-વિષય
અનુસાર
કળામાં
આગળ
વધવા
દેવાના."-તમે
વાર્તા
માંડતા
પહેલાની
રજૂઆત
કરી.
"ચોક્કસ
મેડમ."-બધા
જ
વાલીઓ
એકસાથે
બોલી
ઉઠ્યા.
***
તો
આ વાત
છે-આનંદા
શંકર
જયંતની. આનંદાને
વર્ષ
2007માં
ભારત
સરકાર
દ્વારા
પદ્મશ્રી
એવોર્ડ
એનાયત
કરવામાં
આવ્યો
હતો, ભારતનાટ્યમ
અને
કુચીપુડીમાં
એમના
અભૂતપૂર્વ
યોગદાન
બદલ. પચાસી
પાર
કરી
ચુકેલા
આનંદા
હૈદરાબાદનાં
નિવાસી
છે. પોતાના
જીવનકાળ
દરમ્યાન
નૃત્યકળા
દ્વારા
સફળતાના
અપ્રતિમ
શિખરો
સર
કરનાર
આનંદાનાં
જીવન
માં
જીવનની
સમી
સાંઝે
કૈક
ખરાબ
સમાચાર
આવે
છે. આનંદાને
બ્રેસ્ટ
કેન્સર
હોવાનું
નિદાન
થાય
છે. હસતી-રમતી
અને
સતત
નૃત્યમાં
રચીપચી
રહેતી
આનંદા
અચાનક
સુનમુન
થઇ
જાય
છે. કેન્સર,
સ્ટેજ,ગ્રેડ
જેવા
શબ્દો
સાંભળતા
જેને
રાશી-નૃત્યનું
સ્ટેજ
કે
માર્ક્સની
યાદ
આવતી
એ
આનંદા
કેમોથેરાપી, સર્જરી,રેડીએશન
સાયક્લ્સનાં
સર્કલમાં
અટવાઈ
જાય
છે. જ્યાં
કેન્સર
એટલે
કેન્સલ
એવો
પર્યાય
ગણવામાં
આવે
છે-એવા
વાતાવરણમાં
આનંદા
કેન્સરને
નાથવા, એની
સામે
લડત
લડવા
કળાની
શક્તિ
વાપરે
છે. આનંદા
નિર્ણય
કરે
છે
કે- ગમે
એવા
કપરા
સંજોગોમાં
પણ
તે
અડગ
રહેશે
અને
નૃત્ય
દ્વારા
હકારાત્મકઉર્જા
અને
ચેતના
મેળવતા
રહેશે. કેન્સરનાં
વારથી
સુંદર
વાળ
નામશેષ
થાય
છે, શરીરની
બધી
ઉર્જા
ખોવાઈ
જાય
છે, નૃત્ય
કરવું
તો
કેમ
વિચારી
શકાય
જ્યાં
બોલવામાં
પણ
જોર
પડે? છતાં
આનંદા
પોતાના
નિર્ણયને
વળગી
રહે
છે. કેમોથેરાપી,
સર્જરી,
રેડીએશન
સાયક્લસ
દરમિયાન
પણ
તે
પોતાના
નૃત્યકળાની
સાધના
ચાલુ
રાખે
છે. જ્યારે
શરીર
સાથ
નથી
આપતું, આંખોનું
તેજ
ઓછું
જણાય
છે, શ્વાસ
રૂંધાય
છે
ત્યારે
પણ
આનંદા
નૃત્ય
દ્વારા
માંદુર્ગાનાં
વિવિધ
સ્વરૂપોની
સાધના
કરે
છે
અને... અને
નૃત્યકળામાં
ઓતપ્રોત
થઈને, નવચેતન
દ્વારા
વિવિધ
અસહ્ય
મેડીકલ
પ્રોસીજર્સ
તેમજ
ઓપરેશન્સ
બહાદુરીથી
પાર
કરીને
આનંદા
ખરેખર
દુર્ગમાં
નાં
આશીર્વાદ
સાથે
કેન્સરને
માત
કરે
છે. આપને
સૌએ
કેન્સરના
જીવલેણ
રોગથી
મૃત્યુ
પામતા
અગણિત
ઉદાહરણો
જોયા
છે. હિંમત
રાખો- ઠીક
થઇ
જશે, મેડીકલ
સાયંસ
બહુ
આગળ
વધી
ગયું
છે- વિગેરે
શબ્દો
જ્યારે
પોતાના
માથે
આવો
અસાધ્ય
રોગ
આવી
પડે
ત્યારે
ખોખલા
સાબિત
થાય
છે. આવે
સમયે
ઉર્જા-શક્તિ-હકારાત્મકતા
મેળવવા
કળાનું
જેટલું
સિદ્ધહસ્ત
બીજું
શું
હોઈ
શકે? આપને
સૌ
નૃત્યને
સમયના
વ્યય-પૈસાના
બાદ
તરીકે
મૂલવીએ
છે
પરંતુ- પોતાના
અસ્તિત્વ
અને
આત્મા
માટે
આપને
જે
કરી
શકીએ
છે એ
આનંદ-સાધના
એટલે
કળા. અને
એટલે
જ મેં
કહ્યું
કે
નૃત્ય-નાટ્ય-ચિત્રકળા-લેખન-વાંચન
કોઈ
પણ
શોખ
હોય, એ
શોખ
દ્વારા
જે
ઉર્જા-તાજગી
મળી
શકે
તે
અનન્ય
છે."-તમે
એક
ઉદાહરણીય
વાર્તા
દ્વારા
એક
સચોટ
વાત
કહી
ગયા.
"મેડમ,
અમે
સમજી
ગયા. માત્ર
આ વર્ષ
નહિ, આવનારા
કોઈ
વર્ષોમાં
હવે
અમે
બાળકોની
કળા-રૂચી
અવરોધાય
એવું
કઈ
નહિ
કરીએ. અને
બીજા
વાલીઓને
પણ
આજ
અનુરોધ
કરીશું."-એક
સંતોષ
સાથે
એજ
વાલીએ
કહ્યું
જે
થોડી
મીનીટો
પહેલા
ફરિયાદ
કરી
રહ્યા
હતા.
***
ગરબા-
આપણી
સંસ્કૃતિનો
ભાગ
છે. એને
અંબેમાંની
આરાધના
સમઝીને
દિવ્ય
સ્વરૂપે
કલ્પીએ
કે
આજના
બાળકો
કહે
છે
એમ- બિગેસ્ટ
ડાન્સ
ફેસ્ટીવલનાં
સ્વરૂપે
જોઈએ-બંને
સ્વરૂપે
નવરાત્રી
આનંદ
અને
હકારાત્મક
ઉર્જાદાયી
જ છે.
તો
આવો
આપણી
રૂઢી
અને
માન્યતાઓના
બદલાતા
સ્વરૂપને
હસીને
આવકારીએ
અને
આ નવ
દિવસના
ઉત્સવને
હર્ષોલાસ
અને
તાળીઓના
ગડગડાટ, પગના
લય-તાલ
સાથે
ઉજવીએ, ટીકા
ટીપ્પણી
કર્યા
વગર.
આઝાદી,
અલ્લડતા,આનંદ,નિર્દોષતા
જાળવી
રાખીને
આપણા
બાળકોને
મૌજથી
ઉજવવા
દઈએ
નવરાત્રી-નૃત્યની
અને
માંઅંબેની
આરાધના.
Comments