*** “ ડેડ , નોટ એટલીસ્ટ ફોર અ વીક ! એક વીક માટે મને “ એટ હોમ ” ફીલ કરવા દો . મને કોઈ “ દુલ્હા મિલ ગયા ” - શો નઈ જોઈએ ! પ્લીઝ !” – હેર ઓઈલની બોટલ લઈને હું મોમની આગળ ગોઠવાઈ . છેલા બે - અઢી વર્ષોથી કેટલી આતુરતાથી રાહ જોઈ છે આ – ફુરસદની પળોની ! “ ચાલુ . આવતાંની સાથે તારી દાદાગીરી ચાલુ !”- ચશ્માને સહેજ ઉપર ચઢાવી ડેડ ટેન્શનમાં આમ તેમ આંટા મારવા લાગ્યા . “ કરેક્શન ડેડ - દાદીગીરી નોટ દાદાગીરી !” – મેં આંખો નચાવી , મારી નૌટંકી સ્ટાઈલમાં . અને ડેડ હસી પડ્યા ! કપાળ પર ઉંચે ચઢાવેલા સ્પેક્ટ્સ ફરી પહેરીને મને અપલક જોઈ રહ્યા . જાણે શોધી રહ્યા હોય એમની નાની ગોલુંમોલું દીકરીને – જેને ભારે હૈયે ફરી પોતાનાથી દૂર કરવાની છે , કાયમ માટે - પરણાવીને . “ આઈ હેડ મિસ્ડ ધીસ ડેડ ! મોમની આ સ્પેશ્યલ ચંપી , તમારો આ ટેન્શનવાળો લુક - બધું દિલના કેમેરામાં ક્લિક કરી લેવા દો . સાચે જ મોમ , જે મઝા રીયલમાં પાસે હોવામાં છે – એ ગુગલ હેંગઆઉટ કે ફેસબુક વીડીઓ ચેટમાં ક્યાં ? સ્પ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)