Skip to main content

Posts

Showing posts from March, 2015

લાઈફ સફારી~98 : પ્રાયવસી કેમ જરૂરી છે?

  *** ધારોકે તમે કોઈ હિલ સ્ટેશન પર ફરવા ગયા છો . સુંદર રોમેન્ટિક વાતાવરણમાં તમે તમારા સાથી / મિત્રો / પરિવારની સાથે મહાલી રહ્યા છો . વેકેશન , વાતાવરણ , માહોલ , મુડ અને આઝાદી બધું જ છે છતાં કૈક ખૂટે છે . યેસ , તમે હજુ સુધી ફેસબુક પર " એન્જોયિંગ વેકેશન - ચિલીંગ વિથ ફ્રેન્ડસ " લખીને જીપીએસ વડે - એટ લોકેશન સિલેક્ટ કરીને પોસ્ટ મૂકી નથી , અર્થાત તમે વર્ચ્યુઅલિ હજુ સુધી વેકેશન શરુ જ નથી કર્યું ! અને શું ફાયદો આટલી ખુબસુરત વાદીઓ , પહાડો , સમુંદર , નદીઓ ફરી આવવાનો - જ્યારે હજુ સુધી તમે ઇન્સટાગ્રામ પર એક પણ ક્લિક શેર નથી કરી . કમ ઓન , એવું તે કેવું વેકેશન જેમાં તમે -"# હેપ્પીનેસ ઈઝ સ્પેન્ડીંગ ટાઈમ વિથ સેલ્ફ # વેકેશન એટ # હોનુંલુંલું " જેવી ટવીટ કરીને પચાસ મિત્રોને ટેગ નથી કર્યા ? અને ઓફકોર્સ દરેક સેલ્ફી ક્લિક કર્યા પછી વોટ્સએપ પર ડીપી ચેન્જ કરવું તો ફરજીયાત છે . સોશિયલ એનીમલ્સ એવા આપણે થેન્ક્સ ટુ ટેકનોલોજી આપણી હયાતી , હાજરી , અસ્તિત્વ , ...