*** “ શું કહ્યું ? તમને શું જોઈએ છે ?”- જાણે ભૂકંપનો આંચકો આવ્યો હોય એમ અચાનક ઝબકીને સામે બેઠેલા કલાર્કે મને પૂછ્યું. જરીપુરાણા ખંડેર જેવી ઈમારત , લગભગ કટાઈ ગયેલું કે ખવાઈ ગયેલું ફર્નીચર અને બગાસા ખાતા કર્મચારીઓ જાણે બધા મારા એક સવાલથી જડમાંથી ચેતન થઇ ગયા. “ જી મને દસ પોસ્ટ કાર્ડ જોઈએ છે. ”- મેં શક્ય એટલી નમ્રતાથી કહ્યું. “ કેમ ?”- આંખો પહોળી કરીને સામે બેઠેલા કલાર્કે મને પૂછ્યું. “ જી , લેટર લખવા , બીજા કયા પર્પઝ માટે પોસ્ટકાર્ડ વપરાય છે ?”- મેં હસીને જવાબ આપ્યો. જોકે દિમાગ તો હજુ એમ પણ પૂછવા ઇચ્છતું હતું કે આજકાલ વિસ્ફોટક કે નશીલા પદાર્થો બનાવવામાં પોસ્ટકાર્ડ વપરાય છે શું ?- કે આમ તમે પૂછપરછ કરી રહ્યા છો. પરંતુ સભ્યતા જાળવીને દિલે દિમાગને ચુપ કરાવી દીધું. “ કેમ લેટર ? તમારી પાસે મોબાઈલ કે કમ્પ્યુટર નથી ?”- બાજુના ટેબલ પરના એક કલાર્કે મારી ફેર-તપાસ ચાલુ રાખી. “ ના હું મંગળ ગ્રહની રહેવાસી છું એટલે મારી પાસે મોબાઈલ કે લેપટોપ નથી! ”- એમ જવાબ આપવાની અદમ્ય ઈચ્છાને પરને રોકી રાખીને મેં કહ્યું- “ જી , મોબાઈલ અને લેપટોપ બંને મારી પાસે છે અને બંને ચાલુ અવસ્થામ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)