Skip to main content

Posts

Showing posts from January, 2015

લાઈફ સફારી~૯૨: તમે કેન્ડીક્રશ સિવાય કંઇક રમો છો કે?

***  “આજકાલના છોકરાઓ સહેજ પણ સંભાળતા નથી. એમને કઈ પણ સલાહ આપો એટલે ભેંસ આગળ ભાગવત જેવું છે! ડોરેમોન-છોટા ભીમ-શીનચેન અને બીજા ફાલતું કાર્ટુન જોઈ જોઈને જ એમના મગજ સાવ બગડી ગયા છે!” “એકદમ સાચી વાત. ક્યા આજના બાળકો અને ક્યાં આપણા જમાનાના બાળકો! ધીરજ, સહન શક્તિ, ટીમ સ્પીરીટ જેવી ભાવનાઓ તો આજની પેઢીમાં છે જ નહિ!”  “બિલકુલ સાચું! બીજાને શું કહું, મારી ટેણી પણ આખો દિવસ ટેબ્લેટ પર કેન્ડીક્રશ રમ્યા કરે છે. આટલી નાની ઉમરે કેટલા મોટા જાડા કાચના ચશ્માં આવી ગયા છે તો પણ સુધરતી નથી! હું તો થાકી એના પર બુમો પાડીને!” “મારે ઘેર બી ડીટ્ટો આજ સીન છે! પણ આપણે તો હવે કહેવાનું છોડી જ દીધું છે! અમારા એ જ આખો દિવસ ફેસબુક-વોટ્સએપ ને ગેમ્સ ટીચે રાખે છે તો છોકરાઓ તો કરવાના જ ને! આપ સુધરો તો જગ સુધરે!” તમે સ્કુલ પીકનીકમાં ગયેલી દીકરીને લેવા આવ્યા છો. પીકનીક પર ગયેલી સ્કૂલબસ નિયત સમય કરતા સહેજ મોડી આવવાની હોવાથી વાલીઓ નવરાશમાં પોતાના સુખ-દુખના ગામ ગપાટા મારી રહ્યા છે. અને તમે રસપૂર્વક એમના અનુભવો સાંભળી રહ્યા છો. અને તમને આજે સવારે જ પતિદેવ સાથે થયેલો સંવાદ અચાનક યાદ આવી જાય છે. *** “તુ...

લાઈફ સફારી~૯૧:એક પહેલ બદલાવ તરફ

*** “આજે શનિવાર છે, શનિવાર ચીકણો વાર કહેવાય એટલે માથામાં તેલ ના નખાય!” {કેમ શનિવારે તેલ નાખો તો ક્યાંથી લપસી જવાય? શું લોજીક છે આ મનાઈ પાછળ?} “શનિવાર હનુમાનદાદાનો વાર કહેવાય એટલે શનિવારે વાળ નાં કપાવાય!” {લે, હનુમાનદાદાને હજામલોકો સાથે શનિવારે કઈ બબાલ થયેલી કે? આઈ મીન વૈજ્ઞાનિક રીતે આ પ્રતિબંધ પાછળ કોઈ કારણ ખરું?} “સંધ્યાટાણે નખ નાં કપાય.- કેટલી વાર કહેવાનું?” {અચ્છા, સંધ્યાટાણે નખ કાપીએ તો અંધારામાં ભૂલમાં આંગળી કાપી જાય એટલે? કારણ શું છે બોસ?} “સોમવાર શંકરભગવાનનો વાર કહેવાય, સોમવારે નોનવેજ ના ખવાય હો!” {એટલે બીજા બધા ભગવાનના દિવસોમાં નોન-વેજ ચાલે? ખોરાક ઋતુ-સ્વાસ્થ્ય અનુસાર લેવો જોઈએ કે કેલેન્ડરમાં બતાવેલા વાર અને ભગવાનની સૂચનાઓ પ્રમાણે?} “પીરીઅડ્સમાં હોવ એટલા દિવસ મંદિરને અડવાનું નહિ. પાપ લાગે.” {કેમ પાંચ દિવસ માટે એવા કયા ભૂત-પ્રેત કાયા-પ્રવેશ કરી લે છે કે મંદિરને અડાય પણ નહિ? પાંચ-સાત દિવસના માસિકસ્ત્રાવ સમય દરમ્યાન સ્ત્રીઓ નવા જીવને સર્જન આપવાની પોતાની શારીરક ક્ષમતાને વધુ સક્ષમ/સબળ કરે છે- શું એ ગુનો છે?} “હનુમાનદાદાના મંદિરમાં સ્ત્રીઓથી ના જ...

લાઈફ સફારી~૯૦: સપનાઓ-અભિવ્યક્તિઓ “બેન” છે!

*** “ન્યુ યર રીઝોલ્યુશન”- એટલે દર વર્ષે ૩૧ ડીસેમ્બરની મોડી રાત્રે પોતાની જાત સાથે ગુફતેગુ કરીને તમે નવા વર્ષને આવકારતા એક હુંફાળું કમીટમેન્ટ આપો છો. અને પછી તમારા લાઈબ્રેરી-રૂમની તમારી ગમતી બ્લેકવોલ પરએ “ન્યુ યર રીઝોલ્યુશન”ને રંગબેરંગી કાગળ પર ઉતારીને એટલા જ પ્રેમથી ચિપકાવી દો છો, જાણે અહી ચિપકાવેલું નસીબમાં પણ ચીપકી જ જવાનું છે! આજે પણ એક બહુ મોટ્ટું કામ પતાવ્યું હોય એવા સંતોષ સાથે તમે ગ્રીન ટીનો કપ લઈને તમારી ઇઝી ચેરમાં ગોઠવાયા છો અને સામેની દીવાલ પર લગાવેલા છેલ્લા દસ વર્ષના રીઝોલ્યુશન્સને જોઈ રહો છો. રંગબેરંગી નીયોન કલરના પેપરમાં લખેલા એ જાત સાથેના કમિટમેન્ટસ્ છે-જે કૈક તો પુરા થયા છે અને કૈક તો દસ વર્ષથી દરેક લીસ્ટમાં જાણે ફેવિકોલ લગાવીને ચોંટેલા રહ્યા છે. તમે હસી રહ્યા એ વિચારીને કે આપણે જાણ્યે અજાણ્યે પોતાના પરિવાર-બાળકો-પ્રોફેશન-સમાજમાં એટલા તો ગૂંથાઈ જઈએ છે કે પોતાની જાતને ગમતા કામ કરવા માટે એક વર્ષમાં એક દિવસ પણ નથી કાઢી શકતા! અને કૈક વિચારીને તમે દસ વર્ષથી જે અધૂરા રાખ્યા છે એ રીઝોલ્યુશનને આ વર્ષે પહેલા પુરા કરવા અલાયદુ લીસ્ટ તૈયાર કરો છો-ફ્લોરોસન્ટ યેલો પેપરમાં. અને એ ...